બીજા દિવસે સવારે રૈના ઉઠીને બહાર જવા નીકળી ત્યાં જ એના ઘરની બહાર સાંવરી એને મળી.
"અરે રૈના.... સવાર સવારમાં આટલી તૈયાર થઈને ક્યાં જાય છે?" સાંવરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું
"સાંવરી..... સારું થયું તું આવી ગઈ.... હું તારી ઘરે જ આવતી હતી." રૈનાએ ખુશ થતા કહ્યું પછી આગળ બોલી, "અર્જુન શેખવતના સેક્રેટરીનો ફોન હતો. અર્જુને મને એની ઓફિસે મળવા બોલાવી છે."
"તું તો કહેતી હતી કે હવે ત્યાં નહિ જાય? અને એણે તને ત્યાં કેમ બોલાવી હશે?" સાંવરીએ પૂછયું
"એ તો ત્યાં જઈને જ ખબર પડશે. કદાચ કાલે જે બન્યું...... હું તેમની માફી માંગી લઈશ અને એમને રીકવેસ્ટ કરીશ કે એમના શોમાં કોઈ કામ અપાવી દે. તને તો ખબર જ છે સાંવરી કે અત્યારે મને પૈસા અને નોકરીની સખત જરૂર છે." રૈનાએ ચિંતાનાં સ્વરમાં પરંતુ આશા સાથે કહ્યું
"અરે તું ચિંતા ન કરીશ..... મેં સાંભળ્યું છે કે અર્જુન શેખવત ખૂબ જ સારો માણસ છે. ન્યૂઝપેપર, ટી.વીમાં ઘણી વખત એના ન્યૂઝ આવતા હોય છે. તે એક એકટર હોવા ઉપરાંત એક પ્રિન્સ પણ છે તો પણ એને એ વાતનું જરા અભિમાન નથી અને હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરવા તત્પર રહે છે." એટલું કહી સાંવરી રૈનાના ખભે હાથ મૂકે છે અને કહે છે, "જો તું એને તારી તકલીફ સમજાવીશ તો એ તને પણ મદદ જરૂર કરશે. ઓલ ધી બેસ્ટ"
"સમર્થ સ્કૂલેથી આવે તો એને પ્લીઝ જમાડી લેજે. હું અર્જુન શેખાવતને મળી સીધી બાને મળવા હોસ્પિટલ જવાની છું." એટલું બોલી રૈના સ્મિત આપી ત્યાંથી જતી રહી.
********
રૈનાએ પોતાનું સ્કૂટી એક આલીશાન ફાઈવસ્ટાર હોટલથી થોડેદુર પાર્ક કર્યું અને હોટલના ગેટમાં એન્ટર થઈ.
અર્જુન પોતાના રૂમની બાલ્કનીમાંથી રૈનાને આવતી જોઈ. આછા ગુલાબી રંગના સલવાર સૂટ, કાન,ગળા અને હાથમાં ઓકસોરડાઈઝની જવેલરી, ખભે લટકાવેલું ઝોલો બેગ. રૈનાની સાદગી કોઈને પણ આકર્ષવા માટે કાફી હતી.
અર્જુને બ્લેક કોફીની એક સિપ લીધી અને અજયને ફોન લગાડી કહ્યું, "તે આવી ગઈ છે. તેને મારા રૂમ સુધી લાવવા માટે સ્ટાફમાંથી કોઈને મોકલો. યાદ રહે.... પુરા આદર સાથે તેને અહીં લાવવામાં આવે."
આ બાજુ રૈના રીસેપશન એરિયામાં આવી ઉભી રહી અને ચારેબાજુ જોવા લાગી.
"બાપ રે....આટલો મોટો રીસેપ્શન હોલ.... અહીં તો મારી આખી પોળ સમાઈ જાય તો પણ જગ્યા વધે એમ છે..... પેલું ઝૂમર.... આટલું સરસ ઝૂમર તો મેં ખાલી ફિલ્મોમાં અને ઇન્ટરનેટમાં જ જોયું છે." રૈના સ્વાગત બબડી. આટલી મોટી અને આલીશાન જગ્યાએ રૈના પહેલી જ વાર આવી હતી. જે તેના માટે નવું જ હતું. અને એટલા માટે જ તેને થોડો ક્ષોભ થતો હતો.
"એકઝકયુઝ મી મેમ....." અવાજ સાંભળી રૈના પાછળ વળી.
"મી???" રૈનાએ પૂછ્યું
"યસ મેમ..... અર્જુન સર તમને મળવા માંગે છે.... પ્લીઝ કમ ધીસ વે." પરિચરિકા બોલી
રૈનાએ ખાલી હકારમાં માથું હલાવ્યું અને તે પરિચરિકાની પાછળ પાછળ ચાલી. તે પરિચરિકાની સાથે એક રૂમમાં આવી અને તેને રૈનાને સોફા પર બેસવા કહ્યું, "મેમ... પ્લીઝ હેવ અ સીટ. અર્જુન સર મિટિંગમાં છે.... જેવા તેઓ ફ્રી થશે તમને મળવા આવશે."
રૈનાએ ફક્ત સ્મિત કર્યું. તેને તો એ સાંભળીને જ નવાઈ લાગતી હતી કે 'ધી સુપરસ્ટાર અર્જુન શેખાવત જેને મળવા લોકોએ મહિનાઓ પહેલા તારીખો લેવી પડે છે તે મને મળવા આવવાનો છે જે કાંઈ પણ હોય મારે શું? અને વાહ... સોફો એકદમ પોચા રૂ જેવુ નરમ છે.' એટલા માં જ એક મેડ મિનરલ વોટરની બોટલ લઈને આવ્યો અને રૈનાને આપ્યું.
રૈનાએ સ્મિત સાથે પાણીની બોટલ લીધી અને એમાંથી થોડું પાણી પીધું.
થોડીવાર રહી એક બીજો સર્વન્ટ આખી ટ્રોલી લઈને આવ્યો જેમાં અલગ અલગ જ્યુસ, ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સ હતા. રૈના તો આટલા પીણાં એકસાથે જોઈ જોતી જ રહી ગઈ.
"મેમ.... યુ લાઈક ટૂ હેવ સમ ટી, કોફી, જ્યુસ ઓર એનિથિંગ ઇલ્સ" સર્વન્ટએ હાથેથી ઈશારો કરી રહેલી વસ્તુઓ બતાવતા પૂછ્યું
"નો નો.... નથિંગ.... આઇ એમ ફાઇન વિથ વોટર" રૈનાએ હસતા હસતા કહ્યું
તે સર્વન્ટ ટ્રોલી લઈ જતો રહ્યો. બે મિનિટ પછી એક બીજી ટ્રોલી આવી જેમાં અલગ અલગ પ્રકારના નાસ્તા મુકવામાં આવેલા હતા. આ બધું જોઈ રૈનાની આંખો પહોળી થઇ ગઈ.
સર્વન્ટ ફરી પૂછ્યું, "મેમ...." આ વખતે રૈનાએ તેને વચ્ચે જ અટકાવી કહ્યું, "પ્લીઝ કોલ મી રૈના..... એન્ડ આઇ ડોન્ટ વોન્ટ એની થિંગ. થેંક યુ સો મચ ફોર આસકિંગ." રૈનાએ ખૂબ જ વિવેકથી નાસ્તા માટે ના પાડી.
રૈનાએ કદાચ પોતાની અત્યારસુધીની લાઈફમાં પોતાના માટે 'મેમ' શબ્દ નહિ સાંભળ્યો હોય જેટલો આજે થોડીવારમાં સાંભળી લીધું. એને ખરેખર આટલા માનપાનની આદત ન હતી અને ઈચ્છા પણ નહિ.
હવે બેઠા બેઠા તેનું મગજ ચકરાવે ચડતું હતું. "મારા જેવી સાદી છોકરીને આ લોકો આટલી વી.આઇ.પી ટ્રીટમેન્ટ કેમ આપી રહ્યા છે???? શું અર્જુન શેખાવતને મળવા આવનારા બધા જ લોકોનું આટલું ધ્યાન રાખવામાં આવતું હોય છે???
તેના મગજમાં એક ઝબકારો થયો "દાળમાં કાઈ કાળું તો નથી ને????"
આમને આમ બે કલાક વીતી ગયા અને અર્જુનની રાહ જોતા જોતા સોફા પર જ રૈનાની આંખો મિચાઈ ગઈ અને તેણીએ એક વિચિત્ર સ્વપ્ન જોયું......
ક્રમશઃ
( વાચક મિત્રો, આ ધારાવાહિકને રેટિંગ આપવાનું ન ભૂલતા અને આ ભાગ કેવો લાગ્યો એ પણ આપના અમૂલ્ય પ્રતિભાવ આપી જરૂરથી જણાવશો.
મારી વાર્તા ગમી હોય તો મારી પ્રોફાઇલ જરૂરથી ફોલો કરજો)