Pranay Parinay - 64 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 64

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 64

પ્રણય પરિણય ભાગ ૬૪


રાતના ડિનર પછી ગઝલ બેડરૂમમાં આવી. તેણે જોયું તો બેડ પર સુંદર મજાનો ફૂલોનો બૂકે હતો. અને બાજુમાં ચોકલેટનું બોક્સ પડેલું હતું.


ગઝલ મનમાં હસી. તેણે ફૂલોનો બુકે ઉઠાવ્યો. આંખો બંધ કરીને તેણે તાજા ફૂલોની સુવાસ પોતાના શ્વાસમાં ભરી. બુકે નીચે મૂકીને તેણે ચોકલેટનું બોક્સ હાથમાં લીધું. બોક્સ ખોલતાં તે ડ્રેસિંગ ટેબલ તરફ આવી. બોક્સમાં તેની મનપસંદ ચોકલેટ્સ હતી. એ જોઈને તે ખુબ ખુશ થઈ.


"પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે,

જૂઠા હી સહી.." એવુ ગણગણતાં વિવાને પાછળથી આવીને તેને આલિંગી. ગઝલ એકદમ ઝબકી ગઈ. વિવાને તેની ગરદન પર પોતાનો ચહેરો ઘસતા તેની ખુશ્બુ લીધી. ગઝલએ સંકોચાઈને આંખો બંધ કરી લીધી. વિવાન પાછળથી તેના ખભા પર ચહેરો રાખીને સામે મિરરમાં જોતા એના કાનમાં હળવેથી ગણગણ્યો: "દો દિન કે લિયે કોઈ ઈકરાર કર લે..

જૂઠા હી સહી.. પલભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે, જૂઠા હી સહી.."


ગઝલ આંખો મીંચીને ઉભી હતી. વિવાને તેના ગળામાં ડાયમંડનો નેકલેસ પહેરાવ્યો. ગઝલએ આંખો ખોલીને જોયું.


'આઈ લવ યૂ..' કહીને વિવાને તેની કાનની બૂટ પોતાના હોઠની વચ્ચે લીધી. ગઝલ હળવેથી ધ્રુજી, એ થોડી સંકોરાઈ અને ફરીથી આંખો મીંચી લીધી. હંમેશા આવુ જ થતું. વિવાનના નજીક આવતાં જ ગઝલ બહાવરી થતી. તેની એ અદા વિવાનને ખૂબ પસંદ આવતી.


'ગઝલ.. ઓપન યોર આઈઝ..' વિવાન કેફી અવાજે બોલ્યો. ગઝલએ શરમાઈને હળવેથી આંખો ખોલી. મિરરમાં બંને એકબીજાને જોઈ રહ્યા.


'ગમ્યો?' વિવાને નેકલેસ તરફ જોઈને પુછ્યું.

ગઝલએ હકારમાં માથુ હલાવ્યું.


'આ એ જ સેટ છે, જે એ દિવસે તને પસંદ આવ્યો હતો.'


'હમમ્મ.. પણ એ બીજે દિવસે શોપમાં નહોતો ને?' ગઝલને યાદ આવ્યું.


'હાં, આ બીજો પીસ છે સેમ ટુ સેમ.. જેવો શોપમાં આવ્યો કે તરતજ મે તારા માટે બુક કરાવી લીધો. હવે તો તું નારાજગી છોડ ડાર્લિંગ!' વિવાન ગઝલની કમર ફરતે હાથ વીંટાળીને બોલ્યો.


'ના, હવે મારે આ નેકલેસ નથી જોઈતો..'


'વ્હોટ?' વિવાન ચમક્યો.


'રીટર્ન કરી દો.'


'પણ હમણાં જ તો તે કીધું કે તને ગમ્યો..' વિવાન મુંઝવણમાં બોલ્યો.


'મેં ક્યાં કીધું કે નથી ગમતો? હજુ પણ ગમે છે!'


'તો પછી રીટર્ન કરવાનું શા કારણે કહે છે?'


'કારણ? કારણ કે હવે આ નેકલેસ કોમન થઇ ગયો છે. અને ધ ગ્રેટ વિવાન શ્રોફની વાઈફ કોમન વસ્તુઓ ના પહેરે.' ગઝલ નેકલેસ ઉતારતા બોલી.'


'કોમન?' વિવાન આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો. તે મનમાં જ બોલ્યો: 'બે કરોડનો નેકલેસ આને કોમન લાગે છે!!'


'હાં કોમન.. કેમ કે આવો જ સેમ ટુ સેમ નેકલેસ બીજા કોઈએ મારી પહેલા ખરીદી લીધો. મતલબ કે આવો નેકલેસ બીજા કોઈ પાસે પણ છે. મારી વસ્તુઓ ફક્ત મારી પાસે જ હોવી જોઈએ. એક્સક્લુઝિવ.. યૂ નો!' ગઝલ ગર્વથી માથું ઉંચું કરીને બોલી. તેણે હળવેથી વિવાનને દૂર કર્યો અને પોતે બેડ પર જઇને આડી પડી.


'ગઝલઅઅ..' વિવાન તેની પાછળ પાછળ ગયો.


'ગુડ નાઈટ..' કહીને ગઝલ આંખો મીંચીને સુઈ ગઈ.


વિવાન બે સેકન્ડ માથું ખજવાળતો ઉભો રહ્યો. પછી બાલ્કનીમાં જઈને વિક્રમને ફોન લગાવ્યો.


'યસ બોસ..' વિક્રમે બગાસું ખાતા ફોન ઉપાડ્યો.


'અહિંયા મારી બૈરીએ મારી ઉંઘ ઉડાડી દીધી છે અને તને બગાસાં આવે છે?' વિવાન ચિડાઈને બોલ્યો.


'સોરી બોસ, પણ તમારી બૈરી તમારી ઉંઘ ઉડાવે એમાં હું શું કરુ?' વિક્રમ થોડી બેફિકરાઈથી બોલ્યો.


'નેકલેસ વાળો આઈડિયા તારો જ હતો ને?'


'હા, ગમ્યો ને મેડમને?' વિક્રમ ઉત્સાહથી બોલ્યો.


'તંબૂરો..!!' વિવાન એના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં બોલ્યો: 'બિલકુલ પસંદ ના આવ્યો.. વિવાન શ્રોફની વાઈફ આવી કોમન ચીજો ના પહેરે એટલી બુધ્ધિ ના ચાલી તારી?'


'મતલબ?' વિક્રમ ગૂંચવાઈ ગયો. એને આશ્ચર્યનો આઘાત લાગ્યો અને એટલું જ બોલ્યો: 'બોસ બે કરોડ રૂપિયાનો નેકલેસ કોમન?'


'હા, આ સેમ પીસ બીજા કોઈ પાસે પણ છે એટલે તેને નથી જોઈતો.'


'હેએએએ!!'


'હે! હેએ! શું કરે છે? અત્યારેને અત્યારે આ નેકલેસ બદલી કરાવી લે..'


'બોસ, પણ અત્યારે રાતનાં અગિયાર વાગ્યા છે!' વિક્રમ ઘડિયાળમાં જોતાં બોલ્યો.


'એ હું કંઈ નથી જાણતો..' કહીને વિવાને ફોન કટ કર્યો.


'એની માંને.. સાલું બોસની બૈરી રિસાય એમાંય આપણે ઉપાધિ..' વિક્રમ ખિજમાં બોલ્યો અને કોઈને ફોન કર્યો.


થોડી વાર પછી તેણે વિવાનને ફોન લગાવ્યો.


'હાં બોલ..' વિવાને એક રિંગમાં જ તેનો ફોન ઉપાડ્યો.


'બોસ, એ લોકો સવારે નેકલેસ પિક અપ કરી લેશે.' વિક્રમે કહ્યું.


'હમ્મ.. ઠીક છે.' વિવાને કહ્યુ. પછી થોડી ઘણી બીજી વાતો કરીને તેણે ફોન મુક્યો અને રૂમમાં આવ્યો.


ગઝલ બેડ પર સૂતી હતી, એ તેની બાજુમાં સૂતો અને તેને બાહોંમા લીધી.


'આ શું છે?' ગઝલએ આંખો ખોલીને તેની સામે જોતાં કડક અવાજે કહ્યુ.


'સૂતો છું..'


'દૂર હટો..'


'પણ શું કામ?'


'ફાલતું ગિફ્ટ લાવ્યા એટલે..'


'હે? બે કરોડનો સેટ ફાલતું?' વિવાન આંખો પહોળી કરીને બોલ્યો.


'હાં.'


'ઠીક છે, કાલે એ સેટ બદલી થઇ જશે બસ? હવે તો મને તારી બાજુમાં સૂવા દે.' વિવાન વિનવણી કરતો બોલ્યો.


'મિસ્ટર, તમારી વાઈફ હજુ રિસાયેલી છે.' ગઝલ ચહેરો બીજી તરફ ફેરવીને બોલી.


વિવાને હળવેથી તેનુ મોઢું પોતાની તરફ ફેરવ્યું.


'ચલ મારી વાઈફની રિસ ઉતારી આપું.' વિવાન આંખ મારીને બોલ્યો.


'ગો વિવાન..'


'ઓકે જઉં છું..' કહીને વિવાન ઉભો થયો અને તકિયો ચાદર ઉઠાવ્યા. પછી મોઢુ બગાડીને નાટકીય અંદાજમાં બબડ્યો: 'ઘર મારૂં, બેડરૂમ મારો, બૈરી મારી, બેડ મારો અને મારે ક્યાં સૂવાનું? સોફા પર? હે ભગવાન.. ન્યાય નહિ અન્યાય હૈ યે..!'


વિવાનનો ડાયલોગ સાંભળીને ગઝલને હસવું આવી ગયું.


'હસવાનું બંધ કર, નહીંતર હું અહીં નથી સૂવાનો કહી દઉં છું.' વિવાન તેની તરફ ગુસ્સાથી જોતાં બોલ્યો.

ગઝલએ ખભા ઉછાળ્યા અને બ્લેંકેટ માથા સુધી ખેંચીને સૂઈ ગઈ.


બીજા દિવસે પૂજા હતી એટલે ગઝલએ સવારના છ વાગ્યાનો અલાર્મ લગાવ્યો હતો. અલાર્મ વાગતાં જ એ જાગી ગઈ. અલાર્મ બંધ કરીને તેણે આળસ મરડી. રોજ પ્રમાણે તેને અપેક્ષા હતી કે એ વિવાનની બાહોંમાં હશે! પણ તે બેડ પર એકલી જ હતી. તેણે ઉઠીને આજુ બાજુ જોયું, વિવાન તેના પહેલા જ ઉઠીને તૈયાર થઈને બહાર નીકળી ગયો હતો.


'વિવાન ક્યાં ગયાં?' તેણે વિચાર કરતાં સામે સોફા પર જોયું.


'એનો તકિયો હજુ ત્યાં જ પડ્યો છે…મતલબ એ આખી રાત સોફા પર જ સૂતા હશે.' એ મનમાં બોલી.


ગઝલને અંદરખાને ખરાબ લાગ્યું. વિવાન રાતના આવીને બળજબરીથી તેને બથમાં લઈને વળગીને સૂએ એવી તેની અપેક્ષા હતી. અને એ તેને ગમતું.


ગઝલ ઉભી થઇ, તૈયાર થઈને નીચે ગઈ. વૈભવી ફઈ અને દાદી પહેલાંથી જ પૂજાની તૈયારીમાં વળગેલા હતા.


'આવી ગઈ બેટા? સરસ..' દાદી બોલ્યા.


ગઝલ અહીં તહીં જોતી દાદીની બાજુમાં જઈને બેઠી. તેને હતું કે વિવાન નીચે ક્યાંક હશે એટલે તેની નજર એને શોધતી હતી પણ એ ક્યાંય દેખાયો નહીં.


'શું થયું?' દાદીએ પુછ્યું.


'કંઈ નહીં બા..' ગઝલ બોલી.


સવારના નવ વાગ્યા સુધીમાં ઘરમાં બધાં ઉઠીને તૈયાર થઈ ગયા હતા. રઘુ પણ મસ્ત તૈયાર થયો હતો.


'ગુડ મોર્નિંગ ભાભી..' રઘુ બોલ્યો.


'ગુડ મોર્નિંગ રઘુ ભાઈ..' ગઝલએ કહ્યુ. રઘુને ગઝલનો ચહેરો પડી ગયેલો હોય તેમ લાગ્યું.


'શું થયું?' રઘુએ પૂછ્યું.


'કંઇ નહીં..'


'તો પછી અમારા એકના એક ભાભીનો ચહેરા પર નારાજગી કેમ દેખાય છે? શું થયું છે બોલો ને ભાભી..'


'તમારા ભાઈ સવારથી દેખાતા નથી..' ગઝલ ધીરેથી બોલી.


'અચ્છા એ વાત છે!'


'હમ્મ..' ગઝલએ હકારમાં માથુ હલાવ્યું.


'ભાઈ તો..' એટલું બોલીને રઘુ ચૂપ થઈ ગયો.


'ક્યાં ગયા છે?' ગઝલએ પૂછ્યું.


'અ.. ભાઈ.. અં.. મને ખબર નથી, સવારથી મળ્યા પણ નથી. કંઈ ઝઘડો થયો હતો કે?' રઘુ બોલ્યો. એના મગજમાં કંઈક પ્લાન આવ્યો.


'ના, પણ કાલે એ મારા માટે ગિફ્ટ લાવ્યા હતા..' એમ કહીને ગઝલએ આખી વાત રઘુને કહી.


'અચ્છા એમ વાત છે!' રઘુ બોલ્યો. પછી જરા ગંભીર અવાજે કહ્યું: 'ભાભી, આમ ક્યાં સુધી તમારા રીસામણા ચાલશે? ફક્ત તમારા બંનેનુ છોડીને બાકી બધુ એકદમ વ્યવસ્થિત રીતે ચાલે છે, હવે માફ કરી દો બિચારાને.. એક માણસને ક્યાં સુધી પજવશો? એક વાતનું ધ્યાન રાખજો ભાભી.. મારા ભાઈ જ્યાં સુધી સારા છે ત્યાં સુધી સારા.. પણ જો એકવાર એની કમાન છટકી પછી..'


'પછી શું?' ગઝલ ચિંતાતુર અવાજે બોલી.


'પછી તો એ ચાર પાંચ દિવસ સુધી ઘરે ના આવે..'


'હેંએ! ઘરે ના આવે તો ક્યાં જાય?'


'બીજે ક્યાં જાય..?' કહીને રઘુ ખંધુ હસ્યો અને બહાર નીકળી ગયો. બિચારી ભોળી ગઝલના મનમાં કેટલાયે અણગમતાં વિચારો આવવા લાગ્યા. હવે એ પહેલાં કરતાં પણ વધુ આતુરતાથી વિવાનની રાહ જોવા લાગી.


**


બપોર થયું. પૂજાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ગુરુજી પણ આવી ગયાં હતાં. ડોક્ટર સ્ટીફનને ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. આજે ગુરુજીની સામે તેના અને સમાઈરાનાં સંબંધ માટે વાત કરવાની હતી.


સમાઈરા અને કાવ્યા તેની રૂમમાંથી બહાર આવ્યાં. સમાઈરાએ ડોક્ટર સ્ટીફનને જોયાં.


'આ કેમ અહીં આવ્યા છે?' સમાઈરા બોલી.


'તને જોવા માટે.' કાવ્યા મસ્તીભર્યું હસતા બોલી.


'તેણે તો મને જોયેલી જ છે ને? તારી સર્જરી વખતથી અમે ઓળખીએ છીએ એક બીજાને.'


'અરે ડફર! લગ્ન માટે તને જોવા આવ્યા છે.'


'વ્હોટ?' સમાઈરાને ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો.


'યેસ. સમી.. તું ના નહીં કહેતી આને.. જોને કેવો હેન્ડસમ છે. મસ્ત બોડી, દેખાવમાં તારા કરતા પણ ગોરો, છ ફુટ હાઈટ, શાંત અને મળતાવડો સ્વભાવ.. કંઈ કહેવા પણું જ નથી.' કાવ્યા ડોક્ટર સ્ટીફનની તારીફ કરતાં બોલી.


'તને એટલો બધો સારો લાગતો હોય તો તું જ પરણીજાને એની સાથે.' સમાઈરા છણકો કરીને બોલી.


'હું પરણી જ જાત પણ એ તને જ પસંદ કરે છે.' કાવ્યા આંખ મારીને બોલી.


''વ્હોટ?' તને કેમ ખબર?'


'આજે સવારે જ ભાઈ અને ડેડી તારા માટે માંગુ લઈને ગયા હતા અને તેણે હાં પણ પાડી છે. બસ ફક્ત તારી મંજૂરી લેવાની બાકી છે.' કાવ્યાની વાત સાંભળીને સમાઈરાને ચક્કર જેવું આવ્યું.


'વ્હોટ? મને પૂછ્યા વિના એટલું બધું નક્કી થઇ ગયું?'


'તારા ભલા માટે જ સ્તો બેટા..' પાછળથી વૈભવીનો અવાજ આવ્યો.


'મોમ.. મેં તને કહ્યુ છે ને કે મારે લગ્ન જ નથી કરવા.' સમાઈરા ચિડાઈને બોલી.


'શું કામ નથી કરવાં? કોઈ એકના પાછળ જીંદગી અટકી નથી જતી બેટા..' દાદી નજીક આવતાં બોલ્યા. તેણે ગઝલને પણ પાસે બોલાવી.


'હાં દાદી, પણ..' સમાઈરા કંઈક બોલવા ગઈ પણ તેને અટકાવીને દાદી એને સમજાવતાં બોલ્યા: 'જો બેટા, બધુ વ્યવસ્થિત ગોઠવાઇ ગયું છે, વિવાનનો સંસાર શરૂ થઈ ગયો છે, આ કાવ્યા સાજી થઈને ઘરે આવી ગઈ છે.. તું પણ હવે ભૂતકાળ ભૂલીને જીવનમાં આગળ વધ..'


આ વાત સમાઈરા પોતે પણ સમજતી હતી. એ ભણેલી ગણેલી હોશિયાર અને ફોરેનમાં રહેલી હતી. પણ એનો ઈગો કદાચ તેને આ પગલું ભરવા નહોતો દેતો.


'સમી બેટા..' દાદીએ આગળ કહ્યુ: 'તને અંદાજ છે તારા આ લગ્ન નહીં કરવાના નિર્ણયને કારણે તારી માંને કેટલું દુખ થતું હશે? તેનો સંસાર તો દુખાયો.. પણ એને તારો સુખી સંસાર જોવો છે. એને તારી પોતાની ફેમીલી જોવી છે. ડોક્ટર સ્ટીફન તારા માટે એકદમ યોગ્ય છે. તું વિચાર કર દીકરી..'


સમાઈરાએ વૈભવી સામે જોયુ. તેની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી. સમાઈરાને ખબર હતી કે પોતાના સંતાનનો સુખી સંસાર જોવાનું બધા માં બાપનું સપનુ હોય છે. છતાં પણ એ હજુ લગ્ન માટે હાં પાડવામાં અચકાતી હતી.

પરંતુ અત્યારે સંજોગો એવા ઉભા થયા હતા કે તેણે કંઈક તો એકશન લેવી પડે તેમ હતી.


'ઠીક છે, તમે કહો છો તો હું એકવાર ડોક્ટર સ્ટીફનને મળી લઉં છું. પણ તેમને મળ્યા પછી મારો જે નિર્ણય હશે તે ફાઈનલ હશે.' સમાઈરા બોલી.


'હાં ઓકે, તું જેમ કહે તેમ..' દાદી ખુશ થઈને બોલ્યા.


'પણ મારી એક શરત છે..' સમાઈરા બોલી.


'શું?' દાદીને ધ્રાસકો પડ્યો.


'હું એમને મારા વિષેની બધી વાત કરીશ.. ઈન્ક્લુડિંગ મારા અને વિવાન વચ્ચે જે હતું એ પણ.' સમાઈરાએ ધડાકો કર્યો.


'પણ બેટા.. એ બધું ભૂતકાળ થઇ ગયું. હવે એ બધી વાતોનો શો અર્થ છે?' વૈભવીએ કહ્યુ.


'મોમ, હુ જેની સાથે લગ્ન કરીશ તેને મારા વિષે પૂરેપુરૂ જણાવીશ. હું કોઈને અંધારામાં રાખીને અવિશ્વાસના પાયા પર મારો સંસાર નહીં માંડુ. મને મારા ભૂતકાળ સાથે સ્વીકારી શકે તેવો પુરુષ મળે તો ઠીક છે નહીંતર હું જીંદગી આખી કુંવારી રહીશ. જોઈએ આ તમારા ડોક્ટર સ્ટીફન કેવા નીકળે છે.' સમાઈરા મક્કમ અવાજે બોલી.


દાદી અને ફઈ એકબીજા સામે જોઈ રહ્યાં. પણ ગઝલને સમાઈરાની વાત વ્યાજબી લાગતી હતી.


'સમાઈરાની વાત સાચી છે બા.. જેની સાથે જીંદગીભર રહેવાનું છે, સાથે મળીને સુખ દુખ વહેચવાના છે, એ સબંધનો પાયો તો મજબૂત હોવો જ જોઈએ. મને તો સમાઈરાની ઈમાનદારી પર ગર્વ થાય છે.' ગઝલએ કહ્યું.


સમાઈરાએ આભારવશ નજરે ગઝલ સામે જોયુ.


'ઠીક છે, તું સમાઈરાને લઇને રૂમમાં જા. હું કૃષ્ણાને કહીને ડોક્ટર સાહેબને મોકલું છું.' દાદીએ કહ્યું.


ગઝલ સમાઈરા સાથે રૂમમાં ગઈ. થોડીવાર પછી ડોક્ટર સ્ટીફન અંદર આવ્યાં.


'હેલો..' ડોક્ટર સ્ટીફન ગઝલ અને સમાઈરાની સામે જોઈને બોલ્યા.


ગઝલ અને સમાઈરાએ પણ તેમનુ અભિવાદન કર્યું. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી ગઝલ ઉભી થતા બોલી: 'નાઉ યૂ ટુ પ્લીઝ કન્ટિન્યુ યોર કન્વર્શેશન, આઈ એમ ગોઈંગ આઉટ.' અને તે બંને સામે સ્માઈલ કરીને નીકળી ગઈ.


ગઝલના ગયા પછી ડોક્ટર સ્ટીફન અને સમાઈરા એકલા પડ્યાં. બેએક ક્ષણની અકળાવનારી ખામોશી તોડતા ડોક્ટર સ્ટીફન બોલ્યાં: 'સો મિસ સમાઈરા, યૂ વોન્ટેડ ટૂ ટોક ટુ મી. પ્લીઝ આસ્ક મી એનીથિંગ યુ વોન્ટ.'


'ડોક્ટર..' સમાઈરા બોલી. પછી ગળુ ખંખેર્યુ અને પુછ્યું: 'તમે શા માટે મારી સાથે લગ્ન કરવા માંગો છો?' સમાઈરા સીધી મુદ્દા પર જ આવી.


ડોક્ટર સ્ટીફનને સમાઈરાના આમ સીધા સવાલની અપેક્ષા નહોતી. એટલે તે અચંબો પામ્યા.

.

.


**


ક્રમશઃ

.

.


વિવાન સવારનો ક્યાં ગયો હશે?


વિવાન ચાર પાંચ દિવસ સુધી ઘરે ના આવે એમ રઘુએ શા માટે કહ્યું હશે?


શું સમાઈરા પોતાના ભૂતકાળ વિશે ડોક્ટર સ્ટીફનને બધુ જણાવશે?


ડોક્ટર સ્ટીફનનો શું પ્રત્યાઘાત હશે?


**


❤ આ પ્રકરણ વાંચીને તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂરથી આપશો. અને વાર્તાને રેટિંગ પણ આપશો. ❤