શિયાળો ચાલુ થાય કે તરત જ શર્દી અને ઉધરસ આપો આપ આવી જાય. તમારે શર્દી અને ઉધરસને આમંત્રણ આપવુ પડે નહિ...પણ જોવોને આપણા દેશમાં માર્ચ મહિનામાં કોરોના નામનો રોગ આવ્યો. ઉનાળામાં શર્દી અને ઉધરસ થાય એટલે મનમાં બીક લાગે કે મને ક્યાંક કોરોના તો નહિ હોય ને ?.
અમારા સિટીમાં પહેલો કેેશ કોરોનાનો આવ્યો ત્યાંતો લોકો ને થયુું કે અરરર.. છેેેક ચીનથી વાઈરસ અહીં આવ્યો હશે.? લોકોમાં ખળભળાટ થઈ ગયો..
પહેલાં એક દિવસનું લોક્ડાઉન કર્યુ. પછી તો ધીમે ધીમે વધવા લાગ્યું. ધંધા- રોજગાર બંધ થઈ ગયા. સૌરાષ્ટ્રમાંથી ફોન આવવા લાગ્યા તમારે ત્યાં બહુજ પરિસ્થિતિ ખરાબ છે આવી જાવ ગામ.
ધોરણ-10 અને 12 ની પરીક્ષા પુરી થઈ ગઇ હતી એટલે તે વિદ્યાર્થીઓ મસ્ત ફરવાના મૂડમાં હતા... પણ જોવોને કોરોના આવીને ઘર કરી ગયો... પછી તો શાળા-કૉલેજો બંધ, ધંધા- રોજગાર બંધ બધા લોકો ઘરમાં જ રહી ગયા. ઘણા લોકો તો બંધ થવા લાગ્યું ત્યાં તો પોત પોતાના ગામ જાવા લાગ્યા. જેને સગવડ હોઇ તે લોકો પોતાની મોટરકાર લઈ ને ગાડી ઉપર સમાન બંધી ને જાવા લાગ્યા. અમુક લોકો તો ટુ વ્હીલર લઈને ગયા.
8-10 મહિનાના નાના બાળકોને પણ તડકામા ટુ વ્હીલર પર બેસાડીને ગયા. ઍ સમય તો જોયા જેવો હતો હો..
રસ્તામાં પોલીસ વાળા રોકે તો પણ માણસો ગમે ત્યાંથી રસ્તો કરીને ભગવા લાગ્યા... અમુક લોકો તો જાણે હવે પાછુ આવવું ના હોઇ એવી રીતે બધું પેક કરીને ગયા.
જેમની પાસે વાહનની સુવિધા ના હોય તે લોકો માટે સરકાર શ્રી દ્વારા બસની સગવડ કરવામા આવી...ગ્રુપ બનાવીને લિસ્ટ તૈયાર કરવાનુ બસની પરમિશન લેવાની અને બસ મળી જાય એટલે બધાન સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક પેરીને બેસવાનું... રસ્તામાં જિલ્લાની બોર્ડર હોય ત્યાં બધાના ટેસ્ટ થાય અને કોઇ શંકા વાળુ જણાય તો તેને 14 દિવસ માટે શાળા-કોલેજમાં રહેવાનુ.. આવી રીતે લોકો પોત પોતાનાં ગામ પહોચ્યા.
શહેરમાં હોસ્પિટલ, મેડિકલ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ મળી રહે તેવી દુકાનો જ ચાલુ રાખવાની પરમિશન હતી. ક્યાંય કોઇએ ટોળામાં બેસવાનું નહી, કામ સિવાય બહાર જવાનું નહી. આવું કડક વાતાવરણ થય ગયું હતું.
ગામડાઓમાં બધા પોત પોતાની મસ્તીમાં ફરે, ખેતરમાં મોજ કરે.. કોઇ ખેતરના કામે લાગી ગયા તો કોઇ નવુ નવુ જમવાનું બનાવે અને ખેતરમાં જ પ્રોગ્રામ કરે. ઘણા લોકો તો ગામડે ગયા પછી ખેતર ને જ પોતાનું ઘર બનાવી લીધું હતું.
નાના છોકરાઓને તો વેકેશન હતું ઍટલે ભણવાની કોઇ ઉપાદી ન હતી. ધીમે ધીમે લોકડાઉન નો સમય વધવા લાગ્યો તો નાના છોકરાઓને જલ્સા પડી ગયા.
નવો રોગ આવ્યો હતો પણ તેની કોઇ દવા મળી ન હતી ત્યાં સુધી બધાના જીવ જોખમમાં હતા. લોકડાઉન ના 2 મહિના થઈ ગયા પછી ધીમે ધીમે બધુ રાબેતા મુજબ ચાલુ થવા લાગ્યું. માણસો લોકડાઉનના લીધે ઘણા હેરાન થયા. મજુરી કરીને રોજે રોજ નું લઇ ને રસોઇ કરતા હોઇ એમની હાલત તો સાવ કફોડી બની ગઇ હતી.
મજુર વર્ગ અને બીજા રાજ્યોમાંથી કામ કરવા આવેલ માણસોનું અહી કોણ હોઇ ??.. એમની તબિયત સારી ન હોઇ કંઈક થયું હોઇ તો એમનું કોણ ? આવી પરિસ્થિમા માણસો બહુ જ હેરાન થયા.
સમાજ સેવા ભાવી સંસ્થા દ્વારા નિરધાર અને નાના માણસો માટે ઘણી સેવા કરવમાં આવી. તેઓ ટીમ બનાવીને લોકોને ઘર સુધી જીવન જરુરી ચીજવસ્તુઓ પહોચાડીને પોતાનો ધર્મ નિભાવ્યો. ઘણા લોકોને પૈસાની જરુર હોઇ એવા લોકોને પૈસા અને ભૂખ્યાને ભોજન પુરુ પાડીને માનવ ધર્મ નિભાવ્યો.