અવનીશ અને હર્ષા ઓફિસમાં પોતપોતાના કામે લાગી જાય છે અને સમય રોજની માફક સતત ચાલ્યા કરે છે ....પણ હર્ષા પાંચ વાગવાની રાહ જુએ છે કે ક્યારે પાંચ વાગે અને હું ક્યારેય અવનીશ સાથે વાત કરું... પણ ડર એ વાતનો છે કે હું અવનીશને કહી શકીશ કે આકૃતિ મને નડશે... અને ફરીથી વિચાર છોડી કામમાં અને ઘડિયાળમાં એની નજર ફર્યા જ કરે છે...
થોડી ક્ષણમાં અવનીશનો ફોન રણકી ઉઠે છે અવનીશ સ્ક્રીન પર નામ વાંચતા જ બોલી ઊઠે છે ....
" અરે , વાયડી.... ઓફિસમાં રહીને ફોન કરે છે....?? "
" હા , તો એ કહેવા માટે ફોન કર્યો કે પાંચ વાગી ગયા છે...!! "
" હા, તો ...? "
" તો વાળી ....બોસ ને કહેવાનું છે કે આપણે જવાનું છે...!! "
" અરે , હા યાર પણ યાર ઓફિસનું વર્ક બી બાકી છે મારે...! "
" હા , તમારું વર્ક તો ક્યારેય ખૂટવાનું જ નથી... "
" બસ , હવે ગુસ્સો ના કરીશ... હું ફટાફટ પતાવું છું... પાંચ મિનિટનું વર્ક છું અને પછી જઈએ બોસ પાસે.... "
" હા , સારું ફ્રી થઈને કોલ કરો એટલે હું આવું બોસની કેબિનની બહાર...."
" હા , ભલે ચલ રાખું છું... "
" હા , વાત જ નહીં કરવી તમારે .... "
" બસ , હવે ફટાફટ કામ પતાવું છું... પછી ફોન કરું.... "
" સારું "
અવનીશ પોતાનું કામ પતાવી હર્ષાને ફોન કરે છે... હર્ષા પણ પોતાનું કામ પતાવે છે બંને બોસ પાસેથી જવાની પરમિશન લે છે અને બંને ત્યાંથી નીકળે છે...
અવનીશ નીચે આવી બાઈક પાર્કિંગમાંથી કાઢે છે અને પૂછે છે ....
" ક્યાં જઈશું... હર્ષા ...? "
" તમે કહો ત્યાં ....!! "
" સારુ , આપણા ઘરની નજીકમાં એક બગીચો છે ત્યાં જઈએ...? "
" ત્યાં ઘોડાસર ગાર્ડનમાં ..? "
" હા ... "
" સારું "
બંને બાઈક પર એ ગાર્ડનમાં જવા નીકળે છે કે જ્યાં સરસ મજાનું ઘોડાસર ગામનું તળાવ છે અને આજુબાજુ વિહાર કરવા માટેની ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે ....હા ,એ ગાર્ડન એટલે ઘોડાસર લેક ગાર્ડન કે જે અવનીશ અને હર્ષાનું ફેવરિટ ગાર્ડન છે કારણ કે જ્યાં પ્રકૃતિ હોય ત્યાં હર્ષા અને અવનીશ તો હોય જ...
અવનીશ અને હર્ષા બંને ત્યાં પહોંચે છે પહોંચીને સારી જગ્યા પસંદ કરે છે બેસવા માટે એ સારી જગ્યા એટલે એ જ જગ્યા કે જ્યાં દર વખતે તે લોકો બેસે છે...
" હર્ષુ... બોલ હવે .... શું કહેવું છે તારે...?? '
" કહેવું તો ઘણું ઘણું છે પણ દરેક વસ્તુ કહી શકાતી નથી... "
" મતલબ..?? "
" મતલબ... કંઈ જ નહીં ..."
" પાગલ હા તો શું વાત કરવા આવ્યા છીએ આપણે પાગલ...? "
" સાંભળો ને ...મારી વાત શાંતિથી... "
" હા , બોલ .... "
" આપણા ઘર વિશે મારે કંઈક કહેવું છે... મારા સ્વપ્નો વિશે કંઈક કહેવું છે.... એ જ કે મને નથી ખબર કે હકીકત છે કે પછી મિથ્યા.... પણ એ ઘરમાં મને જે અનુભવાય છે એ હું તમને શેર કરવા માંગુ છું.. પછી તમે એને સાચું માનો કે ખોટું માનો.... હું નથી જાણતી બસ હું તમને કહેવા માગું છું.. "
હર્ષાની આટલી વાત સાંભળી અવનીશ ગંભીર બની જાય છે કારણ કે અવનીશ પણ હર્ષાની વાત સાંભળી એને શું ફીલ થાય છે અનુભવવા માંગતો હતો.... કારણ કે અવનીશ હર્ષાને અનહદ પ્રેમ કરતો હતો... જે મૂંઝવણ હર્ષા અનુભવતી હતી એ જ મૂંઝવણ કંઈક ને કંઈક રીતે અવનિશ પણ અનુભવી રહ્યો હતો....