Panchtantra ni Varta - 3 in Gujarati Moral Stories by MITHIL GOVANI books and stories PDF | પંચતંત્ર ની વાર્તા - 3

Featured Books
Categories
Share

પંચતંત્ર ની વાર્તા - 3

3 શિયાળ અને નગારું

એક જંગલમાં એક શિયાળ હતું. એક વાર તેને કકડીને ભૂખ લાગી. ખોરાકની શોધમાં તે રખડીને થાક્યું, પરંતુ ક્યાંય ખાવાનું મળ્યું નહીં. ફરતાં ફરતાં તે એક બિહામણી વેરાન  ભૂમિમાં આવી પહોંચ્યું. રણભૂમિમાં ઝાડ નીચે એક નગારું પડેલું હતું. જ્યારે પવન વાય ત્યારે ઝાડની ડાળીઓ હાલે અને નગારા ઉપર અથડાય અને તેમાંથી ઢમ...ઢ મ...ઢ  મ... નાદ થયા કરે. આ ઢમ... ઢમ... ધ્વનિ સાંભળી શિયાળ ગભરાયું અને ઓ બાપ રે... મરી ગયો. કહીને પૂંછડી દબાવી નાઠું. થોડેક દૂર જઈ તેણે વિચાર કર્યો. આ ઢમ... ઢમ.... ઢમ... જેવો ડરામણો નાદ શાનો હશે ? શું આ કોઈ ભંયકર પશુ હશે ? લાવને જોઉં તો ખરો ! ભય અને આનંદના સમયે જે ઉતાવળકરતો નથી, તેને પસ્તાવાનો વારો આવતો નથી. શિયાળ દબાતે પગલે પાછું કર્યું અને છુપાઈને બેસયુ  એવામાં એકાએક પવન આવ્યો અને ઝાડની ડાળી નગાર રહ્યું ઉપર અથડાઈ, તેથી ઢમ... દઈને અવાજ થયો ! શિયાળને લાગ્યું કે, આ કોઈ ભયજનક પ્રાણી નથી બિચારું પામર પ્રાણી છે. ઝાડની ડાળીઓ વાગવા છતાં ભાગી શકતું નથી, ખરેખર ! આ કોઈ ખાવા યોગ્ય જાનવર છે  ભૂખ્યા શિયાળને આ નગારું ખાવા લાયક પ્રાણી જણાયું તેને થયું કે, જેનું ચામડું પાતળું અને સુંવાળું છે, તેનું માંસ અને લોહી કેવાં મધુર અને સ્વાદિષ્ટ હશે ! આજે તો અનાયાસે  આપણું ભૂખનું દુઃખ ટળી જશે અને ખાવાની લહેર પડશે. આમ વિચારી શિયાળ હરખાતું હરખાતું નગારા પાસે ગયું અને પોતાના દાંત વડે ચામડું તોડવા લાગ્યું.નગારાનું ચામડું કઠણ હતું એટલે તે જોરથી દાંત દબાવી તોડવા ગયું, પરંતુ ચામડું તૂટવાને બદલે તેના દાંત તૂટી ગયા અને મોઢામાંથી લોહી ટપકવા માંડ્યું ! આમ છતાં ભૂખના લીધે તેનો જીવ અકળાતો હતો, તેથી તેણે લોહીવાળા મોઢે પણ નગારાનું ચામડું કરડવા માંડ્યું. ચામડું કપાઈ ગયું એટલે તેણે અંદર ડોકિયું કરીને જોયું... તો આ શું ? અંદર તો ખાલીખમ હતું ! તે બિચારું નિરાશ થઈ પસ્તાવા લાગ્યું અને મનમાં બબડવા લાગ્યું : ‘અહો ! મોટો અવાજ સાંભળી મને લાગ્યું કે, આમાંથી સારું ખાવાનું મળી રહેશે; પણ આ તો પોલંપોલ નીકળ્યું ! દાંત ખોયા અને લોહી નીકળ્યું તે વધારામાં. મોટો અવાજ સાંભળી હું નકામું મોહી ગયું. એમ વિચારી બિચારું શિયાળ ઉદાસ થઈને ત્યાંથી ચાલ્યું ગયું.

4 મૂરખ વાંદરું 

એક નગરની પાસે મોટી ફૂલવાડી હતી. વાતાવરણ ફૂલવાડીનું મઘમઘતું ત્ય આવનારને શાન્તિ આપતું હતું. આ વિશાળ જગા જોઈને એક વાણિયાએ અહીં દેવમંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. શુભ દિવસ જોઈને વાણિયાએ મંદિર બાંધવાનો પ્રારંભ કર્યો. સુથાર , કડિયા, સલાટ જેવા કારીગરો અને અનેક મજુરો અહીં કામ કરવા લાગ્યા. કારીગરો અને મજૂરો સવારે કામે ચડતા અને બપોરે કામ બંધ રાખી ભોજન કરવા જતા. એક દિવસ સુથારોએ એક મોટું લાકડું ઘોડી ઉપર ગોઠવ્યું અને વહે૨વા માંડ્યું. લાકડું અડધું વહેરાયું એટલામાં ભોજનનો સમય થયો. સુથારો લાકડાના વહેરેલા ભાગમાં ફાચર મારી અને ક૨વત ઠેકાણે મૂકી ભોજન કરવા ગયા.ફૂલવાડીમાં મોટાં મોટાં ઝાડ હતાં. આ ઝાડ ઉપર અનેક વાંદરાં રહેતાં હતાં, તેમાંનું એક અટકચાળું વાંદરું, સુથારો કેવી રીતે લાકડું વહેરે છે તે જોઈ રહેતું. તેને સુથારોનું અનુકરણ કરવાનું મન થતું, પણ લાગ મળતો ન હતો. આજે તેણે જોયું તો, સુથારો અને બધા કારીગરો ભોજન કરવા ગયેલા હતા, લાકડાને ફાચર મારેલી હતી અને ત્યાં સૂમસામ હતું. સુતારો જે રીતે ફાચર કાઢીને આગળ વહેરવાનું શરૂ કરતા, તે રીતે આ અટકચાળા વાંદરાને પણ ફાચર કાઢી, લાકડું વહેરવાનું મન થઈ આવ્યું. વાંદરાભાઈ તો છલંગ મારી અડધા વહેરેલા લાકડા પાસે જઈ પહોંચ્યા. વાંદરાને થયું : ‘આજે બરાબર લાગ છે. જેમ સુથાર લાકડાને વહેરે છે તેમ હું પણ વહેરું. શું સુથાર જેવું કામ મને નહીં આવડે ?’તે ઘોડી પર ગોઠવેલા અડધા વહેરેલા લાકડા પર ચઢેલું અને બે પગ ગોઠવી, આગળના હાથે ફાચર પકડીને ધીમે ધીમે હલાવવા માંડી. વારંવાર હલાવવાથી ફાચર ઢીલી પડી અને એકદમ છટકી ગઈ ! ત્યાં તો વાંદરો એકદમ ચીસ પાડી ઊઠ્યો ! ફાચર કાઢતી વેળા તેનું પૂંછડું લાકડાના ચીરામાં લટકતું હતું. લાકડાના ચીરા એકદમ ભેગા થઈ જવાથી તેનું પૂંછડું બે ચીરા વચ્ચે બરાબર ભીંસાઈ ગયું ! વાંદરાએ ચીસાચીસ કરી મૂકી અને પૂંછડું કાઢવા ઘણાયે ધમપછાડા કર્યા પરંતુ કાંઈ વળ્યું નહીં. વારંવાર ખેંચતાણથી છેવટે વાંદરાનું પૂંછડું તૂટી ગયું અને લોહીલુહાણ થયેલો વાંદરો, બાંડો બની જીવ લઈને નાસી ગયો.