Lagnino dor - 8 in Gujarati Love Stories by ચિરાગ રાણપરીયા books and stories PDF | લાગણીનો દોર - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાગણીનો દોર - 8

ભાવનાબેન અને રમણલાલ બન્ને પથારીમાં સુતા હતા અને વાતો કરતા હતા,

ભાવનાબેન : સંધ્યા સાવ ભોળી છોકરી છે, હવે એમનું કોણ આ દુનિયામા?? ભગવાને મા-બાપ બન્ને છીનવી લીધા.

રમણલાલ : સાચી વાત છે... હવે તો ઘરતી એની પથારી અને આકાશ તેનો છાયો એવી જીંગદી બની ગઈ છે. પણ આપણે તેના સહારો બનીને એમની દીકરીની જેમ જ સંભાળ રાખીશું તેવુ વચન મેં તેના પપ્પાને આપ્યુ છે.

ભાવનાબેન : હા, આમ પણ મને દીકરી બોવ ગમે છે. સંધ્યાને દીકરીની જેમ જ સાચવીશ.

રમણલાલ : હા, એમને કોઇ વાતની ખામી ન રહે તેવી કાળજી રાખજો.

બન્ને વાત કરતા કરતા સુઇ જાય છે.

રાતના 2 વાગ્યા છતાં પણ સંજય જાગતો હતો... મનમા વિચારતો હતો કે હવે સંધ્યા તેને ખૂબ જ ગમે છે... પણ ઍ વાત તેને કરવી કેમ??
તે સંધ્યાને વાત કરશે તો સંધ્યા તેના પ્રેમનો સ્વીકાર કરશે કે નહિ ?? ઘરે મમ્મી પપ્પા શું વિચારશે.
વિચારમા ને વિચાર મા તેને ઉંધ આવી જાય છે.

સવારના 5 વાગ્યા હતા... ભાવનાબેન મંદિરે જવા માટે જાગી ગ્યા.

તેને થયું કે સંધ્યાને જગાડીશ તો તેની ઉંધ બગડશે... તેવા વિચારથી તે જગાડતા નથી. થોડી વાર પછી સંધ્યા પણ જાય છે અને રૂમની બહાર આવૅ છે.

સંધ્યા : આન્ટી, જયશ્રી કૃષ્ણ, હું હમણા જ તૈયાર થઈ ને તમને નાસ્તો બનાવી આપું પછી સાથે મંદિરે જઈએ.

ભાવનાબેન : જયશ્રી કૃષ્ણ બેટા, તુ તૈયાર થઈ જા. ત્યા હું ચા બનાવી લવ છું પછી સાથે નાસ્તો કરી ને જઈએ.

સંધ્યા : હા, હું હમણાં જ તૈયાર થઈને આવું છું.

સંધ્યા જાય છે અને 10 જ મીનીટમા તૈયાર થઈને આવૅ છે.

પછી બંને ઍક્ટિવા લઈને મંદિર જાય છે.

7:30 વાગ્યા ત્યા બંને પાછા ઘરે આવી જાય છે.. રમણલાલ ઝુલા પર હિચકતા હિચકતા છાંપુ વાંચતા હતા.

સંધ્યા : અંકલ, જયશ્રી કૃષ્ણ.

રમણલાલ : જયશ્રી કૃષ્ણ, બેટા. મંદિરે જયાવ્યા.

સંધ્યા : હા, અંકલ. આન્ટી તમે બેસો હું હમણાં તમારા માટે ચા બનાવી લાવુ છું અને અંકલ તમારા માટે નાસ્તો..


ભાવનાબેન : ના, બેટા હું પણ તને મદદ કરુ.

સંધ્યા : ના આન્ટી, હું હમણાં જ બનાવીને લાવુ છું. તમે આરામ કરો.

સંધ્યા રસોડામાં જાય છે અને ઝડપથી ચા નાસ્તો બનાવી ને લાવે છે. બધા સાથે બેસીને નાસ્તો કરે છે. ત્યાં સંજય એની રૂમમાથી બહાર આવૅ છે.

સંધ્યા : Good Morning.

સંજય : Good Morning.

સંધ્યા : તમને પાંચ જ મીનિટમાં ચા બનાવી આપું. બેસો

સંજય : માથુ હલાવતા હા પાડે છે.

સંધ્યા રસોડામાં જાય છે અને ચા બનાવીને લાવે છે.

બધા ચા નાસ્તો કરીને પોત પોતાના કામે લાગે છે. રમણલાલ પણ તેની ઓફિસ જવા નિકળે છે અને સંજય કોલેજ જવા.

ઘરે સંધ્યા અને ભાવનાબેન બે જ હોઇ છે. બપોર થવા આવ્યું.

સંધ્યા : આન્ટી, જમવામા શુ બનાવવું છે ?? તે કહો હું બનાવુ.

ભાવના બેન : તને જે જમવુ હોઇ તે બનાવવ આજે તારી પસંદની રસોઇ જમવુ છે... સંધ્યા રસોઇ કરે છે. ત્યા સંજય આવી જાય છે.

બપોરે સંજય, સંધ્યા અને ભાવનાબેન ત્રણ જ હોઇ છે.

જમતા જમતા સંજય ભાવનાબેન ને કહે છે કે કાલે સવારે રૂપલ આવવાની છે. કાકાનો ફોન હતો ઍને સાંજની બસમા બેસાડવાના છે.

ભાવનાબેન : સારું તો, સંધ્યાને હવે એકલા નહિ લાગે... બન્નેને સથવારો થઈ જશે.

સંજય : હા, પણ સંધ્યાને હવે કોલેજ આવવુ પડશે... હમણાં EXAM આવી જશે.

ભાવનાબેન : હા, સારું, તો બન્ને સાથે જજો કૉલેજ અને સાથે આવજો એટલે સંધ્યાને એકલા આવવું જવું ન પડે.

સંધ્યા : ના, હું ઘરે રહીશ, ઘરકામ મા આન્ટીને મદદ કરીશ અને તમે માણે તમારી બૂક આપજો ઍમાથી હું વાંચી લઈશ.

ભાવનાબેન : ના, બેટા તુ તારા અભ્યાસ પર ધ્યાન આપ, હું કામ જાતે કરી લઈશ અને આમ પણ કાલ રૂપલ આવી જશે.

સંધ્યા : સારું, તો હું કાલથી જઈશ.

સંજય : હા, એમ કરીયે એટલે તારો અભ્યાસ બગડે નહિ.