Murkata - 1 in Gujarati Horror Stories by Rima Trivedi books and stories PDF | મુરકટા - ભાગ 1

Featured Books
Categories
Share

મુરકટા - ભાગ 1

એક કપલ રાત્રે ખજીયાર પાસેના જંગલમાં હાથમાં હાથ નાખી ફરતા હતા. થોડે દુર ચાલતા ચાલતા એક ઝરણા પાસે બેય બેઠા. થોડીવાર બંને એ વાતો કરી પછી એ યુવાન ઉભો થઇ યુવતીની પાછળ જઈ એના ગળામાં પોતાના હાથ વીંટાળ્યા. બંને થોડીવાર એમ જ રહ્યા પછી એ યુવતીએ યુવાનનો હાથ છોડાવી આગળ કર્યો તો એ યુવાનના માત્ર હાથ જ હતા જે એના હાથમાં આવી ગયા. ડરથી એને ચીસ પાડી હાથ ફેંકી એ પાછળ વળી તો એ યુવાન ન હતો. એ દોડીને ત્યાં થી ભાગી, એનો પગ કોઈ વસ્તુ સાથે અથડાયો અને એ નીચે પડી. સામે જોયું તો લોહી નું ખાબોચિયું ભરેલું હતું અને એ યુવાનના પગ, ધડ, માથું બધું અલગ અલગ પડ્યું હતું. આ બધું જોઈ એના હોશ ઉડી ગયા. એને ઊંચું જોયું તો એક વ્યક્તિ એની સામે ગુલાબનું ફૂલ લઈને ઉભી હતી. એ યુવતી માંડ માંડ ઉભી થઇ ને વીજળીનો ચમકારો થયો ને એને જોયું કે એ વ્યક્તિને મોઢું જ ન હતું. એને ફરી ચીસ પાડી ને ત્યાંથી ભાગવા લાગી. પાછળ થી કુહાડીનો ઘા એના મસ્તક પર વાગ્યો ને એના માથાના ફુરચેફુરચા નીકળી ગયા ને ત્યાં જ એનો જીવ જતો રહ્યો.

***********

અનાયા પોતાના ફ્રેંડસ સાથે ઉનાળાના વેકેશનમાં હિમાચલ પ્રદેશમાં આવેલા ખજીયાર પાસે ટ્રેકિંગ કરવા આવી હતી. બધા આખો દિવસ ઊંચા પહાડો ચડી થાકી ગયા હતા અને બધા ભૂખ્યા થયા હતા. સાંજે રસ્તામાં એક મેગી પોઇન્ટ દેખાયો એટલે બધા ઉતાવળે ત્યાં પોહોંચ્યાં ત્યાં ચા તથા મેગી નો ઓર્ડર આપી બેઠા.

'યાર, આ ટ્રેકિંગ તો વિચાર્યું હતું એના કરતાં અઘરુ નિકળ્યું.' પ્રશાંત એ ચેર પર બેસતા બેસતા કહ્યું

'તારે આરામ કરવો હતો તો કોઈ રિસોર્ટમાં એક વીક જઈ આવું હતું ને.. ટ્રેકીંગ માં શું કરવા આવ્યો?' અનાયા એ મજાક કરતા કહ્યું

' અનાયા ની વાત આમ તો સાચી જ છે પ્રશાંત. આ કોઈ માઉન્ટ આબુનું કે પોલો ફોરેસ્ટનું નાનું ટ્રેકિંગ થોડું છે કે સહેલાઇથી ચઢાણ થઈ જાય. એટલું તો એડવેન્ચર હોય તો જ મજા આવે' નૈશલ એ અમાયાના સુર માં સુર પોરવતા કહ્યું

' અરે, સાચું એડવેન્ચર કરવું હોય તો આજે રાતે ફોરેસ્ટ કેમ્પ ફાયર માટે જઈએ.' રિચા એ કહ્યું

'ફોરેસ્ટ કેમ્પ ફાયર? રાતે?' બધા એક સાથે બોલી ઉઠ્યા

'હા, દિવસના તો બધા એડવેન્ચર કરે, જંગલને જો નજીક થી નિહાળવું હોય તો રાતના અંધકારમાં વધારે મજા આવે જ્યારે આસપાસ કોઈ ના હોય. આપણા સર તો પરમિશન નહિ આપે તો આપણે કોઈ ને કહ્યા વગર જ જતા રહીશું.' રિચા એ કહ્યું

'વાઉ, નાઇસ પ્લાન. તો બધા રેડી છે નાઈટ ફોરેસ્ટ એડવેન્ચર મટે?' નૈશલ એ પૂછ્યું

ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો , 'સાબ ઝી, રાત કો ઇધર જંગલમેં જાના મના હૈ. ઇધર રાત કો મુરકટા ઘૂમતા હૈ.' બધા એ પાછળ વળી ને જોયું તો મેગી પોઈન્ટનો મલિક હાથમાં ટ્રે લઇ ઉભો હતો. એના મુખ પર ભય સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

'મુરકટા? વૉ ક્યાં હોતા હૈ?' અનાયા એ ઉત્સુકતા સાથે પૂછ્યું

'મેડમ ઝી, બહુત સાલ પહેલે કી બાત હૈ. યહાઁ એક આદમી ઔર ઉસકી ઔરત રેહતે થે. વૉ અપની ઔરત કો બહુત પ્યાર કરતા થા લેકીન ઉસકી ઔરતને ઉસકો ધોખા દિયા. એક દિન વૉ લોગ ઘોડે પે ઘુમને જંગલમેં ગયે વહા ઉસ ઔરતને અપને પ્રેમી કે સાથ મિલકર ઉસ આદમી કા સિર કાટ કે ઉસે માર ડાલા. તબસે વૉ આદમી એક બીના સીરવાલી ઝીંદા લાશ બનકે રાત કો ઘૂમતા હૈ. અગર કોઈ લાડકા દિખા તો ઉસે અપની ઔરતકા પ્રેમી સમઝ કર માર હી ડાલતા હૈ. ઔર અગર કોઈ લાડકી દિખે તો ઉસે ગુલાબ કા ફૂલ દે કર અપને સાથ આને કે લિયે કેહતા હૈ ઔર અગર વૉ લાડકી ના કહે તો ઉસે.....' એને ટેબલ પર મેગી અને ચા મુકતા કહ્યુ

' તો ઉસે ક્યાં???' પ્રશાંત એ બીતા બીતા પૂછ્યું

'તો દુસરે દિન ઉસ લાડકી કી લાશ હી મિલતી હૈ.'

'ઓર અગર કોઈ લડકી ઉસકે સાથ જાને કો તૈયાર હો જાયે તો?' અનાયા એ પૂછ્યું

'ભૂત કે સાથ કોન જાના ચહેગા મેડમ ઝી? મેરી માનો તો રાત હોતે હી અપને તમ્બુ સે બહાર મત નિકલના. શામ કે 6 બજ ગયે હૈ આપ લોગ ઝલ્દી સે નાસ્તા કર લિઝીયે મુઝે ભી દુકાન બંધ કર કે ઘર પોહોંચના હૈ.' એટલું કહી મેગી પોઇન્ટનો માલીક નીકળી ગયો.

બધા એકબીજાની સામું જોઈ રહ્યા. એના ગયા પછી નૈશલ હસવા લાગ્યો અને બોલ્યો, 'દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે અને આ પહાડી લોકો હજુ ભૂત-પ્રેતની જ વાતો કરે છે.'

'તો પછી આજ રાતનો પ્રોગ્રામ ફાઇનલ?' રિચા બોલી

'ફાઇનલ' બધા એક સાથે બોલ્યા.

*********

રાત્રીના 10 વાગ્યા હતા. પર્વતારોહકો એ ટેન્ટ જંગલમાં જ એક ખાલી જગ્યા હતી ત્યાં બાંધ્યા હતા. એમના કોચ અને બીજા લોકો જ્યારે ભરનિંદ્રામાં હતા ત્યારે અનાયા, પ્રશાંત, નૈશલ અને રિચા બિલાડી પગે ટેન્ટની બહાર નીકળ્યા. બધા નાઇટ કેમ્પઇંગ માટે જવા સાથે ટોર્ચ, થોડો નાસ્તો અને બીજી થોડી જરૂરી વસ્તુ સાથે લઈ ઘટાદાર વૃક્ષો તરફ નીકળી પડ્યા.

ટેન્ટથી થોડે દુર ચાલતા ચાલતા પ્રશાંત અચાનક અટકી ગયો. તેને અટકતા જોઈ બધા ઉભા રહી ગયા. પ્રશાંત એ ડરીને કહ્યું, 'મને પગ બઉ દુખે છે યાર, તમે લોકો જાઓ મારે નથી આવવું.'

રિચા એ એને માથા પર ટાપલી મારી અને કહ્યું, 'ડરપોક, કાઈ નહિ થાય. ચાલ.' પ્રશાંતનો હાથ ખેંચી રિચા ચાલી. નૈશલ અને અમાયા હસવા લાગ્યા.

દિવસના હિમાચલ પ્રદેશના પહાડો જેટલા સુંદર દેખાય રહ્યા હતા રાત્રે એટલા જ બિહામણા લાગી રહ્યા હતા. અનાયા એના ફ્રેંડ્સ સાથે જંગલમાં ચાલતા ચાલતા ખૂબ આગળ નીકળી ગઈ હતી. થોડે દુર ચાલતા એક ઝરણા પાસે સરસ જગ્યા દેખાઈ એટલે એ લોકો એ ત્યાં જ કેમ્પ ફાયર કર્યું. મજાક મસ્તી કરતા કરતા એ લોકો રાત્રી પસાર કરી રહ્યા હતા.

અચાનક અનાયાને એવો ભાસ થયો કે નજીકની ઝાડીઓ માંથી કોઈ એમને છુપી રીતે જોઈ રહ્યું છે. એ ઉભી થઇ જોવા ગઈ પણ ત્યાં કોઈ હતું નહીં. એટલામાં તરત જ પાછળથી એના કાન પાસે કોઈ એ ફુંક મારી હોય એવો એને આભાસ થયો એને પોતાના કાન પર હાથ રાખી તરત પાછળ વળી ને જોયું પરંતુ કોઈ ન હતું. તેને થયું કે નક્કી આ જગ્યા એ કંઈક બરાબર નથી. તે દોડીને પોતાના મિત્રો પાસે ગઈ અને એમને ત્યાં થી નીકળી જવા કહ્યુ. એ લોકો કઈ બોલે એ પેલા જોર થી વંટોળ આવ્યો અને એમને કરેલું તાપણું ઠરી ગયું અને ચારેકોર અંધકાર છવાઈ ગયો. કોઈ ને કાઈ દેખાતું ન હતું. એ લોકો એ એકબીજાના હાથ પડકી લીધા જેથી કોઈ એકબીજાથી છૂટું ન પડી જાય. ત્યાં અચાનક ઘોડાંનો દોડવાનો અવાજ આવ્યો.

'લાગે છે કોઈ ઘુડસવાર આવ્યો છે. સારું થયું આ વંટોળિયામાં કોઈની તો મદદ મળશે.' નૈશલ બોલ્યો.

એક ઘોડો આવી તેમની સામે ઉભો રહ્યો અને તેના પરથી એક વ્યક્તિ નીચે ઉતાર્યો અને અનાયા અને તેના મિત્રોની સામે જઈ ઉભો રહી ગયો. તેને લાંબો વિન્ટર સુટ પહેરેલો હતો અને માથા પર હેટ. અમાસનું અંધકાર હોવાના કારણે એનું મોઢું કોઈ જોઈ શકતું નહતું.

'હેલ્લો, અમે લોકો ટ્રેકર્સ છીએ. અમારા કેમ્પથી વધારે દૂર આવી ગયા છીએ અને હવામાન અચાનક ખરાબ થઈ ગયું છે. જો તમે અમને કોઈ કારથી અમારા કેમ્પ પાસે પોહોંચાડી શકતા હોય તો ઇટ વુડ બી અ ગ્રેટ હેલ્પ.' નૈશલ એ એની નજીક જતા કહ્યું

તે વ્યક્તિએ નૈશલને હાથેથી ધક્કો દઈ બાજુમાં ખસેડયો અને અનાયાની સામે જઈ ઉભો રહી ગયો. તેને પોતાના પોકેટમાંથી ગુલાબનું ફૂલ કાઢ્યું અને અનાયાની આગળ કર્યું. અનાયા આ જોઈ ધૃજી ઉઠી. એને સાંજે મળેલા મેગી પોઇન્ટના માલિકની મુરકટા વાળી વાત યાદ આવી ગઈ ભય ના લીધે એ બે ડગલાં પાછળ ખસી ગઈ. નૈશલ એ વ્યક્તિની પાછળ આવી ઉભો રહી ગયો અને બોલ્યો, 'ઓયે, આ શું હરકત છે? સારી છોકરી જોઈ નથી કે લાળ ટપકવાની ચાલુ તારા જેવા લંપટ લોકોની.' એટલું કહી એને પહેરેલી હેટ ટાપલી મારી ઉડાડી દીધી. ત્યાં જ વીજળીનો ચમકારો થયો અને નૈશલએ જોયું તો એ વ્યક્તિના ધડ પર માથું જ ન હતું. નૈશલ ભયના લીધે થોડો પાછળ ખસ્યો અને બોલ્યો , 'મુરકટા?'

અનાયા, પ્રશાંત અને રિચાના મોઢા માંથી જોરદાર ચીસ નીકળી ગઈ. રિચા તો ત્યાં જ ઢળીને બેભાન થઈ ગઈ. મુરકટાએ નૈશલનું ગળું પકડી એને ધીરે ધીરે ઊંચો કર્યો અને એનું ગળું દબાવા માંડ્યો. નૈશલ પોતાની જાતને છોડાવા હાથ પગ હલાવી તરફડીયા મારવા લાગ્યો. અનાયા રિચા પાસે જઈ તેને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગી. પ્રશાંત પાછળથી મુરકટાને બાજુમાં પડેલી લાકડી લઈ મારવા જતો હતો ત્યાં જ એ પાછળ વળ્યો. ભયના લીધે પ્રશાંતના હાથમાંથી લાકડી પડી ગઈ. મુરકટાએ બીજા હાથથી પ્રશાંતને ગળું પકડી ઊંચક્યો અને એને હવામાં ફંગોળ્યો. પ્રશાંત દૂર એક મોટા વૃક્ષ સાથે અથડાઈને નીચે પડ્યો અને બેભાન થઈ ગયો. મુરકટા ધીરે ધીરે પોતાના નખ નૈશલના ગળે ભરાવા લાગ્યો. ધીમે ધીમે નૈશલ દમ તોડી રહ્યો હતો. અનાયા આ બધું જોઈ એકદમ હેબતાઈ ગઈ હતી એને સમજાતું નોતું કે એ પોતાના મિત્રોને કઈ રીતે બચાવે.

અચાનક અનાયા એકદમ ઉભી થઇ અને ધ્રૂજતા અવાજે બોલી, 'મુરકટા, હું તારી સાથે આવવા તૈયાર છું. પણ મારી એક શરત છે. મારા બધા મિત્રોને તારે જીવતા છોડવા પડશે.'

મુરકટાએ નૈશલને પોતાની પકડ માંથી મુક્ત કર્યો અને નીચે તે ઢળી પડ્યો. મુરકટા અનાયા તરફ આગળ વધ્યો અને અનાયાનો હાથ પકડ્યો. એના હાથના સ્પર્શથી અનાયાના શરીરમાં અજીબ ધ્રુજારી આવી એને આ સ્પર્શ જાણીતો લાગ્યો અને અચાનક અનાયા બેભાન થઈ ગઈ. મુરકટા એ એને ખભે ઊંચકી ઘોડા પર સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો.

ક્રમશઃ

(શું અનાયા મુરકટાની ચૂંગલમાંથી બચી શકશે?

કોણ છે આ મુરકટા? અને શું એનો અનાયા સાથે કોઈ સબંધ છે?

મારી પ્રોફાઇલ જરૂરથી અનુસરશો.)