देन, लेट्स फेस इट
અમુક યાદો ઘણીવાર આપણને દર્દ સિવાય બીજું કંઈ નથી આપતી પણ તેમ છતાં તેવી યાદોને ભૂલવી ખૂબ જ મુશ્કેલ હોય છે.
સિરત જાણતી હતી કે તેના દાદાનું મૃત્યુ સુલેમાનના લીધે જ થયું હતું પણ તેમના મૃત્યુ પછી સુલેમાનને પોતાની ભૂલ સમજાઈ હતી. પોતાની ભૂલ માટે તેણે પોતે જ પોતાને સજા આપી હતી અને પછતાવો કરવા કરતાં મોતને વ્હાલું કર્યું હતું.
દિવાન સમજી રહ્યો હતો કે હવે તેમને ત્યાંથી જવું જોઈએ એટલે તે સિરત અને ડેનીની વચ્ચે કંઈ જ બોલ્યા વિના ફિરોજને લઈને રૂમની બહાર નીકળી ગયો.
સિરત પોતાના રૂમમાં બેડ ઉપર બેઠી પોતાના પિતાને અને દાદાને યાદ કરીને રડી રહી હતી. જ્યારે તેણે ઉપર તરફ નજર કરી તો તેની સામે ડેની ઊભો હતો.
ડેનીના હાથમાં નાનો હાથરૂમાલ હતો અને તે સિરતને આંસુ લૂછવા માટે આપી રહ્યો હતો. સિરત જાણતી હતી કે અત્યારે ડેની તેની સાથે વાત કરવા માટે આવ્યો છે પણ પોતાને રડતી જોઈને ડેની કંઈ બોલવાને બદલે સાંત્વના આપી રહ્યો હતો. સિરત અત્યારે ડેનીથી ખૂબ જ ખુશ થઈ રહી હતી.
હળવેથી ડેનીના હાથમાં રહેલો રૂમાલ સિરતે લઈ લીધો અને તેના વડે ધીમેથી પોતાની આંખોમાં આવી રહેલા આંસુ લૂછવા લાગી. ડેની કંઈ પણ બોલ્યા વિના જ બેડ ઉપર સિરતની બાજુમાં બેસી ગયો. પોતાના હાથને સિરતના ખભા ઉપર રાખીને તેને શાંત કરવા લાગ્યો.
It's ok, सीरत, मेरे खयाल से अब तुम्हे उसे माफ कर देना चाहिए। तुमने जो अपने लोगों को इकट्ठे करना शुरू किया था, समझ लो ये उसी मुहिम का हिस्सा है। और जब तक तुम उन यादों को अपने दिल में संभाल के रखोगी तब तक वो तुम्हे तकलीफ ही देंगी। मैं तुम्हे तकलीफ में नही देखना चाहता। प्लीज शांत हो जाओ। સિરતને સમજાવતા ડેની બોલ્યો.
અત્યારે ડેનીના દિલો દિમાગમાં બસ સિરતને શાંત કરવા માટેના જ વિચારો આવી રહ્યા હતા. હાં, તે અમુક વાતો સિરત સાથે ક્લિયર કરવા માંગતો હતો પણ કદાચ તેના માટે આ યોગ્ય સમય ન્હોતો. તેણે પોતાના મનમાં રહેલી વાતોને એમને એમ જ દબાવી રાખી.
જ્યારે કોઈ આપણને શાંત કરવા માત્ર સાંત્વના આપી ત્યારે અંદરથી જ વધારે રડવું આવતું હોય છે. સિરત સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. ડેની જ્યારે તેને સાંત્વના આપવા લાગ્યો તો સિરતનું મન ભરાઈ આવ્યું અને તે વધારે રડવા લાગી.
તરત જ ડેનીએ તેને બાથમાં ભરી લીધી. તે સિરતની પીઠ થપથપાવતો રહ્યો. ઘણા સમય પછી સિરત શાંત થઈ અને તેણે ડેનીની મજબૂત બાહોમાંથી પોતાને છોડાવી.
ડેનીએ સિરતનો ચેહરો પોતાના હાથની બે હથેળીઓમાં પકડ્યો. સિરત અને ડેની બંનેની આંખો એકબીજાની અંદર ખોવાયેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ ઊંડે કંઇક શોધી રહ્યા હતા.
પોતાના બંને હાથના અંગૂઠાઓ વડે ડેનીએ સિરતની આંખોમાંથી બહાર વહી રહેલા આંસુ લૂછ્યા. તેણે ધીમી પણ એકદમ મીઠી સ્માઈલ કરી અને વળી ફરી એકવાર એકબીજાને બાથ ભરી લીધી.
સિરત ઘણા દિવસે એકદમ ખામોશ થઈ હતી. તેના મનમાં ઘણા સમયથી જે ઘમાસાણ ચાલી રહ્યું હતું તે આજે એકદમ શાંત થઈ ગયું હતું. જ્યારથી દિવાને તેને ફિરોજ વિશે વાત કરી હતી ત્યારથી તે બિલકુલ શાંત ન્હોતી. પણ આજે બધી હકીકત જાણ્યા પછી તેનું મન હળવું થઈ ગયું હતું. એમાંય તે અત્યારે ડેનીની બાહોમાં હતી કે જ્યાં તે એકદમ સુરક્ષિત હતી.
ડેનીએ ટેબલ ઉપર પાણીની ભરેલી એક બોટલમાંથી સિરતને પાણી આપ્યું. હવે તે એકદમ સ્વસ્થ હતી.
सीरत: तुम्हे वहां रुकना चाहिए था। तुम यहां पर वापिस क्यों आ गए? અચાનક સિરત બોલી.
डेनी: कुछ नही, बस यूं ही। तुम्हारी याद आ रही थी। वैसे भी कई दिनों से मैने तुम्हे देखा भी नहीं था। तुम्हे देखने का मन किया तो चला आया। क्या मैने यहां आ कर कोई गलती की? ડેની પણ પોતાના મનની વાત મજાકમાં સિરતને કહેતા બોલ્યો, જેથી સિરતને ખોટું પણ ના લાગે અને તેઓ એકબીજા સાથે હસી મજાક કરતા પોતાના મનની વાત પણ કરી શકે.
सीरत: नही ऐसी कोई बात नही है। मुझे अच्छा लगा की तुम यहां आए। पता है, जब तुम मेरे सामने होते हो तो मैं ठीक से काम पे ध्यान नहीं दे पाती। સિરત પણ ડેનીની વાતમાં મજાકને આગળ વધારતા બોલી. ડેની સમજી ગયો હતો કે સિરતના મનમાં પણ તેના માટે ફિલિંગ છે પણ તે કહેતી નથી.
डेनी: फिर तो मैने बहुत ही बड़ा अपराध कर दिया है तुम्हारे सामने आ कर। ડેનીએ માસૂમ થતા અને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું.
सीरत: अरे नही, ऐसी कोई बात नही है। लेकिन जब तुम सामने होते हो तो दिमाग में तुम्हारे अलावा कोई ख्याल ही नहीं आता। ऐसा लगता है जैसे मेरा दिमाग हैंग हो गया हो। સિરત પોતાની મુશ્કેલી બતાવતા બોલી.
डेनी: और ये बात अच्छी है या बुरी? ડેની પણ હવે સિરતની વાતને લંબાવવા માંગતો હતો.
सीरत: मतलब? સિરત અજાણ બનતા બોલી.
डेनी: मतलब ये की तुम्हे ये जो तुम्हारा दिमाग हैंग होता है वो पसंद है या नही?
सीरत: वैसे दूसरो केलिए ये बात एकदम बुरी है, लेकिन तुम्हे देखकर ये जो एहसास मुझे होता है न वो मुझे बहुत ही पसंद है। ये कोई अलग तरह की नई सी फिलिंग है। ऐसा लगता है जैसे मैं उड़ने लगती हु। जैसे कोई जादू हो रहा हो। एक अलग ही दुनिया का एहसास होता है। હવે સિરત પોતાના મનની વાત બહાર લાવી રહી હતી.
डेनी; अच्छा, अगर ऐसा है तो मैं हमेशा तुम्हारे साथ ही रहूंगा। હવે ડેની પણ પોતાના મનની વાત ને બહાર લાવવા લાગ્યો.
सीरत: नही डेनी, मैं नही चाहती की तुम इस सफर में मेरे साथ आओ। અચાનક જ સિરત મૂળ વાત ઉપર આવતા બોલી.
डेनी: लेकिन क्यों नही? मैने इस सफर केलिए कितनी मेहनत की है सीरत, तुम ऐसा कैसे कह सकती हो? ડેની જે વાત સિરત સાથે કરવા માટે અહી આવ્યો હતો તે વાત સિરત પોતે જ કરી રહી હતી એટલે તે થોડા ઊંચા અવાજે બોલ્યો.
सीरत: देखो डेनी, मैने अपनी जिंदगी में बहुत से अपनों को खोया है, अब मैं तुम्हे खोना नही चाहती। अगर तुम्हे कुछ हो गया तो, मैं अपने आपको कभी माफ नहीं कर पाऊंगी। સિરત પોતાનો ડર બતાવતા બોલી.
डेनी: तुम से दूर रह कर तो वैसे भी मैं मर जाऊंगा सीरत। प्लीज ऐसा मत करो। मैं तुम्हारे साथ आऊंगा, चाहे कुछ भी क्यों न हो जाए। में इस हालत में तुम्हे अकेला छोड़कर नही जाऊंगा। मुझे कुछ भी नही चाहिए, लेकिन मैं तुम्हारे साथ जरूर चलूंगा। ડેની પોતાની વાત ઉપર અડગ રહ્યો.
सीरत: इस तरह जिद मत करो डेनी, अगर तुम्हे कुछ भी हो गया तो मैं तो जीते जी मर जाऊंगी। સિરત પણ હવે ડેની ને સમજાવતા બોલી.
डेनी: और अगर तुम्हे कुछ हो गया तो मैं भी मर जाऊंगा। अगर हम साथ रहे तो मैं तुम्हारा खयाल भी रख पाऊंगा, और तुम्हे देख कर जी भी पाऊंगा।
सीरत: डेनी प्लीज, तुम समझने की कोशिश करो। वहां बहुत ही खतरा है। સિરતનો હાથ હવે ડેનીના ગાલ ઉપર આવી ગયો હતો. ડેનીના ગાલે ઉગી નીકળેલી દાઢીમાં તે પોતાની આંગળીઓ ફેરવી રહી હતી.
डेनी: अगर हम साथ होंगे तो किसी भी खतरे का सामना कर पाएंगे। तुम्हारी तरफ आती हुई हर मुसीबतों का सामना मैं करूंगा। प्लीज सीरत, इजाजत दे दो। मैं वैसे भी तुम्हारे बिना मर जाऊंगा, इसीलिए जितने दिन जिऊंगा, तुम्हारे साथ जीना चाहता हु। આ વખતે ડેની ના આ જવાબ ની સિરતની લાગણીઓ ઉપર સીધી અસર થઈ રહી હોય એવું લાગ્યું.
सीरत: ओह, डेनी। मैं तुम्हे कैसे समझाऊं..! પોતાનું મોઢું ઉપર કરીને સિરત બોલી.
डेनी: मुझे नहीं, बल्कि मेरे खयाल से तुम्हे समझना है। मुझे तुम्हारे साथ चलना ही है। प्लीज सीरत।
सीरत: ठीक है, तो जब सारी तैयारियां हो जाए तो तुम भी तैयार हो जाना। और एक बात और, तुम मुझे प्रोमिस करो की तुम वहां अपना खयाल रखोगे। છેવટે સિરતે નમતું જોખ્યું અને તેને ડેનીની વાત સાથે સહમત થવું પડ્યું.
डेनी: मैं अपना भी और हमारे लोगों के साथ साथ तुम्हारा भी खयाल रखूंगा। ડેની પ્રોમિસ કરતા બોલ્યો.
सीरत: ठीक है। धेन लेट्स फेस इट।
આ સફરમાં કેવી કેવી મુશ્કેલીઓ આવશે?
શું તેઓ જીવતા પાછા આવશે કે કેમ?
ડેની અને સિરત એકબીજા માટે કેવી જોડી રહેશે?
શું તેઓ સાથે મળીને દરેક મુસીબતોનો સામનો કરી શકશે..?
આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'