Chorono Khajano - 31 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 31

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 31

ફિરોજનો ગુસ્સો

રજનીને દોડી દોડીને હાંફ ચડી ગયેલો. ક્યારેય એવું બનતું નહિ કે બિન્ની પહેલા તે ઘરે પહોંચે, પણ આજે તો તેણે બિન્ની અને પોતાની વચ્ચે કાયમ થતી રેસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં.

તે જ્યારે ઘરે પહોંચી ત્યારે બલી ત્યાં કંઇક વસ્તુ લેવા માટે ઘરે આવેલો. ઘરે પહોંચ્યા પછી પણ ઘણીવાર સુધી રજની હાંફતી રહી. તે ઝડપથી દોડીને આવી હતી એટલે એનો થાક વાંકા વળીને અને ઊંડા શ્વાસ લઈને ઉતારી રહી હતી.

बलि: रज्जो, क्या हुआ बेटा? इतनी सांस क्यों फूली हुई है? कोई जानवर तेरे पीछे पड़ा है क्या? क्या हुआ बेटा? બલીએ ડરના માર્યા એકસાથે અનેક સવાલો પૂછ્યા અને રજનીને ગળે વળગાડી લીધી.

रजनी: बाबा, वो कल वाले अंकल जो हमारे यहां आए थे उन्हे वो वो वो। રજની હાંફતા હાંફતા બોલી રહી હતી.

बलि: कोई बात नही बेटा। लो पहले तुम थोड़ा पानी पियो। उसके बाद लंबी सांस लेना जारी रखो। इतना दौड़ने की क्या जरूरत थी बेटा? બલી પાણીનો ગ્લાસ ભરીને રજનીને આપતા બોલ્યો. રજની થોડીવાર પાણી પી લીધા પછી બોલી.

रजनी: बाबा, कल वो जो अंकल हमारे घर आए थे उन्हे वो मास्क पहने बुरे अंकल उठा कर ले गए।

એટલું સાંભળતા જ બલિના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવું તેને મેહસૂસ થયું. તેમ છતાં જાણે તેને કોઈ શંકા રહી ગઈ હોય તેમ ફરીવાર પૂછતા બોલ્યો.

बलि: रज्जो, क्या तुम्हे पूरा यकीन है की वो वही अंकल थे?

रजनी: हां बाबा। मैंने अपनी आंखो से देखा है। मैं उन अंकल का चेहरा कैसे भूलती। वो वही थे। રજની પણ પોતાની વાત ઉપર એકદમ અડગ રીતે ટકી રહેતા બોલી.

હવે બલીની ચિંતા થોડી વધી હોય તેમ તેના કપાળે સળ પાડવા લાગ્યા. થોડું વિચાર્યા પછી તે રજનીને પોતાનું ધ્યાન રાખવાનું કહીને ત્યાંથી ઊભો થયો અને ઘરની બહાર આવ્યો.

બહાર તેનો ઊંટ બાંધેલો હતો, તેણે લૂણી નદીના તેમના સિક્રેટ લોકેશન તરફ પોતાના ઊંટને ભગવી મૂક્યો. થોડી જ વારમાં બલી સુમંત સામે ઊભો હતો અને તેણે રજનીએ કહેલી બધી જ વાત સુમંતને કહી દીધી.

સુમંત એકદમ સારી રીતે સમજી ગયો હતો કે તે માસ્ક વાળા લુંટારાઓ કોણ હતા. તેઓ જો ડેની અને દિવાનનું અપહરણ કરીને લઈ ગયા હતા તો તેમની શું હાલત થઈ શકે તે બાબત સુમંત સારી રીતે જાણતો હતો.

તરત જ તેઓ પોતાની સાથે ઊંટોની એક ટુકડી અને હથિયારધારી માણસો સાથે લઈને ડેની અને દિવાન માટે નીકળી પડ્યા. તેમણે બલીને પણ સાથે લીધો હતો. સુમંત પોતાના મનમાં ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે તેમને પહોંચવામાં ક્યાંક મોડું ના થઈ જાય. જ્યારે આ બાજુ,

हँसता हुआ नूरानी चेहरा
काली ज़ुल्फ़ें रंग सुनहरा
तेरी जवानी तौबा रे तौबा रे
दिलरुबा दिलरुबा, दिलरुबा दिलरुबा
हँसता हुआ ...

पहले तेरी आँखों ने लूट लिया दूर से, पहले तेरी
पहले तेरी आँखों ने लूट लिया दूर से
फिर ये सितम हमपे कि देखना गरूर से
(ओ दीवाने - २), (तू क्या जाने - २)
दिल कि बेक़रारियाँ हैं क्या
हँसता हुआ ...

એક જૂના રેડિયો ઉપર આ ગીત વાગી રહ્યું હતું. રેડિયો એક લાકડીને ટેકે લટકાવેલો હતો. ખાટલા ઉપર સામંત ફિરોજ ડફેર પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. તેના બધા જ માણસોની નજર અત્યારે એક જ જગ્યાએ ટકી ગયેલી હતી.

એક તરફ એક ઊભા પત્થર સાથે દિવાન અને ડેનીને બાંધેલા હતા. તેમની સામે બે માણસો ઊભા ઊભા તેમને ચેહરા ઉપર મુક્કા મારી રહ્યા હતા.

ડેનીને એક તો ઘણી બધી જગ્યાએ તલવારો ના ઘા વાગવાથી અતિશય પીડા થઈ રહી હતી અને ઉપરથી આ માર મારવામાં આવી રહ્યો હતો. તેના ઘાવ માંથી લોહી પણ વહી રહ્યું હતું.

દિવાનને મારવા વાળો લૂંટારો થોડોક વધારે મજબૂત હતો. તે જ્યારે દિવાનને ચેહરા ઉપર મુક્કો મારતો ત્યારે દિવાનના મોઢેથી પણ લોહી આવી જતું. અતિશય દુખાવો દિવાન પણ મેહસૂસ કરી રહ્યો હતો પણ અત્યારે તેઓ કંઈ કરી શકે તેમ નહોતા.

ડફેર સામંતના ચેહરા ઉપર એક સ્માઈલ ફરી રહી હતી. તેને આ અજાણ્યા માણસો પાસેથી બસ એટલું જ જાણવું હતું કે તેઓ કોણ હતા અને અહી શા માટે ફરી રહ્યા હતા.

જો તે લોકો પોલીસના કોઈ ખબરી હોય તો તેઓને જીવતા જવા દેવા તેમના માટે સુરક્ષિત નહોતું.

જો કોઈ પ્રવાસી હોય તો તેમને લૂંટીને છોડી પણ ના શકાય. એટલે ફિરોજ એ જ વિચારી રહ્યો હતો કે હવે તેમનું શું કરવું..

સામે ડેની હવે માર સહન ન કરી શકવાના લીધે બેહોશ થઈ ગયો અને તેને મારી રહેલો લૂંટારો સામંતના ઈશારાથી મારવાનું બંધ કરીને એક બાજુ હટી ગયો.

દિવાનને આટલો માર્યા પછી પણ તેના ચેહરા ઉપરની રેખાઓમાં જરા સરખો પણ ફેર નહોતો પડી રહ્યો. પણ તેનાથી સામંતનો ગુસ્સો વધી રહ્યો હતો. જો દિવાન તેને કોઈ વાત નહિ જણાવે તો સામંત તેને મારવામાં જરાય પણ નહિ અચકાય.

સામંત પાસે એક જૂની પુરાણી બંદૂક હતી જેનો ઉપયોગ તે આજ સુધી માણસોને ડરાવવા માટે જ કરતો. આજ સુધી તેમાંથી એક પણ રાઉન્ડ ફાયર તેણે કરેલો નહોતો.

આજે પણ અત્યાર સુધી તો તેણે બંદૂક કાઢવાનો વિચાર નહોતો કરેલો પણ હવે એવું લાગી રહ્યું હતું કે દિવાનને પોતાની તાકાત બતાવવા માટે અને ડરાવવા માટે તે બંદૂક કાઢવી જ પડશે.

છેવટે સામંત ઉઠ્યો અને વાગી રહેલા રેડિયોની સ્વીચ બંધ કરી. તેણે ગુસ્સામાં પોતાની બંદૂક બહાર કાઢી અને દિવાન તરફ તેને તાકતા બોલ્યો,

फिरोज: बस हो गया अब। अब तक तुमने मुझे बहुत गुस्सा दिलाया है। अगर तुम्हारी कोई आखिरी इच्छा है तो बोल दे, या फिर अपना इधर आने का मकसद बता दे। मैं अब तुम्हे जिंदा नही रहने दे सकता।

એટલું કહીને તે લૂંટારાએ પોતાના હાથમાં રહેલી બંદૂક દિવાનને માથે ટેકવી દીધી. આટલું બધું થવા છતાં પણ દિવાનના માથા ઉપર એક જરા સરખી ડરની રેખા ન્હોતી દેખાતી.

હવે સામંત ફિરોજ ડફેરથી આ બધું સહન નહોતું થઈ રહ્યું. તેનું અભિમાન ખતરામાં પડી રહ્યું હતું. આસપાસના વિસ્તારમાં કોઈ માણસ એવું ન્હોતું કે સામંત ફિરોજ ડફેરના નામથી ડરતું ન હોય. આજે આ એક અજાણ્યો માણસ પોતાને માથે બંદૂક રખાઈ છે છતાં ડરનું નામોનિશાન તેના ચેહરા ઉપર ન્હોતું.

સામંત નો ગુસ્સો જાણે સાતમા આસમાને પહોંચી ગયો હોય તેમ તે બરાડ્યો.

फिरोज: अब तो तू गया। એટલું કહીને જેવો તે બંદૂકની ટ્રિગર દબાવવા જતો હતો કે બહાર ઊંચી કોતર ઉપર ઊભા રહીને દૂર સુધી નજર રાખી રહેલા એક સાથી લૂંટારાએ સાદ પાડ્યો.

लुंटेरा: दादा, हमारी ओर कई सारे ऊंट सवार आ रहे है। ऐसा लग रहा है जैसे ऊंटो की फौज हो। सभी के पास बड़े बड़े हथियार भी दिख रहे है।

फिरोज: क्या? उंटो के ऊपर फौज, वो भी हथियारों के साथ। ફિરોજ ગુસ્સામાં દિવાન તરફ ફર્યો અને જોર થી બરાડ્યો. आखिर कोन हो तुम? તેણે ગુસ્સામાં એક મુક્કો જોરથી દિવાનને મારી દીધો. દિવાન કરાહતો હસવા લાગ્યો. ફિરોજ તરત જ પેલા સમાચાર આપનાર લૂંટારા પાસે ગયો અને તેની પાસે રહેલા દૂરબીન વડે જોવા લાગ્યો.

તેમની તરફ સાચે જ ઊંટ સવારોની એક ફોજ આવી રહી હતી જેમની પાસે અનેક લેટેસ્ટ હથિયારો હતાં. જો કે તેમને જોઇને લાગતું ન્હોતું કે તેઓ પોલીસ કે આર્મી વાળા હોય. આ ફૌજ કંઇક અલગ જ દેખાઈ રહી હતી.

સામંત ફિરોજ ડફેર વિચારે ચડી ગયો હતો. તેને પહેલીવાર એવું મેહસૂસ થઈ રહ્યું હતું કે આ વખતે કદાચ તેમણે જાણી જોઈને સાપની પૂંછ ઉપર પગ મૂકી દીધો હતો. હવે જે થશે તે જોયું જશે, એમ વિચારીને તે પોતાની બેઠક પાસે આવ્યો.

ફિરોજના મનમાં અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા હતા જેના જવાબમાં તેને બસ દિવાનની ખામોશી અને રહસ્યમય સ્માઈલ જોવા મળી રહી હતી.

શું ફિરોજ દિવાનને કંઈ નુકશાન પહોંચાડશે??
પેલી ફૌજથી ફિરોજ જેવું રીતે બચશે?
શું થશે આ કહાની માં..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'