Zankhna - 39 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 39

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 39

ઝંખના @ પ્રકરણ 39

રાત્રે પરેશભાઈ ઉપર મીના બેન ના રુમમાં આવ્યા......મીના બે કયાર ના રાહ જોતા બેઠા હતા ...નીચે બધાની સાથે તો મીનાબેન વધારે કયી બોલી શકતા જ નહોતાં....કવ છુ બીના ના પપ્પા હજી સુનિતા તો અઢાર વરસની થયી હમણાં ને હજી એની લગ્ન ની ઉંમર ના કહેવાય , ને તમે તો કયી પણ વિચાર્યા વિના કમલેશભાઈ ને બન્ને દીકરીયો ના લગ્ન ની હા પાડી દીધી.....બન્ને પતિ પત્ની વાત કરતાં હતાં ને પાયલ પણ ત્યા આવી ને બોલી...
હા નીચે મે પણ સાભડયુ કે તમે બન્ને ના લગ્ન માટે હા કરી દીધી પરેશ ? હા ભયી હા પાડી દીધી ...તે શુ છે ? અરે મીતા ના લગ્ન તો ચલો માનીએ છીએ કે ઉમર છે પણ સુનિતા તો હજી પણ બહુ નાની કહેવાય.....ને આપણા ઘરમાં તો જબરુ છે હો નહી દીકરા ની વાત નુ મહત્વ કે નથી અમારુ કોઈ મહત્વ....બસ તમારા બા બાપુજી કહે એજ થાય ઘરમાં....સારુ કે ખોટુ કોઈ વિચારતાં જ નથી .....મીતા સાથે પણ ખોટુ કર્યુ જ છે હજી તો બિચારી ની કોલેજ પુરી નથી થયી અને ભણવાનુ અધુરુ મુકી એને ચાલુ અભ્યાસે સગાઈ માટે તેડાવી ,ને પહેલા લગ્ન વરસ પછી કરીશુ એવી વાત થયી અને હવે ઘડીયા લગ્ન....મીતા ના ભણતર નુ તો કોઈએ વિચાર્યું જ નહી ને ?? પાયલ ની વાત સાંભળી ને પરેશભાઈ ગુસ્સે થયા પણ પછી ,સમજણ થી કામ લીધુ ને બોલ્યા....પાયલ આ બધી વાતો મા તુ ના પડ ,તને ખબર ના પડે , કેમ ખબર ના પડે બધી ખબર પડે છે ,પણ આ ઘરમાં વહુ ઓ ને તો બસ નોકરાણી થી વધુ કયાં માનો જ છો ,....મીનાબેન ને જે વાત કરવી હતી એ પાયલ એ કરી નાખી ,ને પરેશભાઈ નો જવાબ, ગુસ્સો જોઈ ને મીનાબેન એ પરેશભાઈ સાથે જીભાજોડી કરવાનુ માંડી વાડયુ....મોટી બેન જવાદો અંહી આપણુ કયી ચાલવાનુ નથી , દીકરીયો ને પણ સમજી ના શકે એ શુ વહુ ઓ ને સમજે
હા ,પાયલ તુ સાચુ કહે છે
પરેશભાઈ ચુપચાપ નીચે જયી સુયી ગયાં, ને મીના બેન ને પાયલ બન્ને મીતા ને સુનિતા ના લગ્ન આમ અચાનક આટલા જલદીથી લેવાના છે એ બધી વાત કરવા લાગ્યા.....મીતા કદી વંશ ને ફોન કરતી નહોતી પણ અત્યારે રાત્રે આટલા વાગે એણે વંશ ને ફોન લગાવ્યો પણ ફોન પહેલા વયસત આવ્યો ને પછી રીગં વાગી પણ વંશ એ ઉપાડ્યો જ નહી ,....મીતા વિચારી રહી કે શુ કારણ હશે ? આટલા સમય માં પહેલી વાર ફોન કર્યો ને રીપ્લાય ના મડયો....મીતા ના મનમાં જાત જાત ના વિચારો આવી ગયાં.....ને પછી જાતે જ વિચાર્યું જવાદે આમ પણ વંશ સાથે વાત પણ શુ કરત
? મીતા બેન ને પાયલ દીકરીયો ની ચિંતા કરી રહ્યા હતાં ને પરેશભાઈ માથેથી બન્ને દીકરીયો ના લગ્ન નો બોઝ જેટલો જલદીથી ઉતરે એ વિચારતાં હતાં...મીતા એ જે કર્યુ એ કદાચ સુનિતા પણ કરી શકે છે ,જો હજી પણ સકુલ ચાલુ રહેતો સુનિતા સાથે પણ મીતા જેવુ બની શકે છે , મયંક જેવો લફંગો સુનિતા સાથે પણ રમત રમી જાય ને ફુલ જેવી દીકરીયો પીખાઈ જાય ને ઈજજત જાય એ નફામાં...
ના ના રીસ્ક ના લેવાય... ..
કમલેશભાઈ કહે છે એમ કરવા મા જ મજા છે, ઘડીયા લગ્ન કરી જ નાખવા છે , ......આ બાજુ વંશ એનો ફોન ચાર્જીંગ મા મુકી ને રાત્રે બરાબર એક વાગે રાબેતા મુજબ પાછળ વાડા મા હિચંકે પહોંચ્યો.....કામીની વંશ ની રાહ જોઈ ને જ બેઠી હતી
વંશ હવે આમ રોજ રોજ મડવુ બંધ કરી નાખીએ , કેમ કે તારા લગ્ન હવે નજીકમાં જ છે , કમલેશ કાકા આજે ફોન પર વાત કરતાં હતા કે ચાર દિવશ પછી સરથાણા લગ્ન નુ મહુરત કઢાવા જવાનુ છે ,....કામીની ના ખોડા મા સુતેલો વંશ બેઠો થયી ગયો ,
વ્હોટ? શુ વાત કરે છે ? હા
ને બા બાપુજી એ પણ હા કરી છે , એટલે આપણે હવે
આદત પાડવી પડશે ,એક બીજા થી દુર રહેવાની.....
આતો રાત્રિ નો સમયે મડીએ છે એટલે આજ સુધી કોઈ ને ખબર નથી પડી પણ હવે નથી મડવુ ,.....કામુ આવુ ના બોલ ડીયર , મને તને મડયા વિના ચાલે જ નહી....પહેલા તો આખો દિવશ તુ મારા સામે જ હોતી ,પણ હવે પપ્પા એ ધંધે લગાડી દીધો ને તને શુ ખબર મારો આખો દિવશ તારી યાદો મા જ જાય છે ,એટલે તો તને દિવશે ફોન કર્યા કરુ છું....
વંશ તારા લગ્ન પછી શુ ?
ત્યારે તો મડવાનુ બંધ થયી જ જશે ને ? તો પછી અત્યાર થી જ આદત પાડવી જરુરી છે.....વંશ હુ પણ તને મડયા વિના એક દિવશ નથી રહી શકતી ,...ને મારા નસીબ એટલા સારા નથી કે તુ મને જીવનસાથી થયી મડે ,....ને કામીની ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને વંશ ને ગડે વળગી પડી....કામુ પ્લીઝ....આમ રડ નહી યાર
તુ આવુ કરીશ તો મારુ શુ થશે? ચાલ તને એવુ હોય તો કયાંક દુર ભાગી જયીએ
બોલ ,બીજુ તો હુ શુ કરુ ?
ના ના એવુ તો હુ વિચારી પણ ના શકુ , જે ઘરનુ લુણ ખાધુ છે જે ઘર અમારા માટે મંદિર જેવુ છે ને કાકા કાકી ભગવાન જેવા છે ,એમની સાથે દગો કરવાનુ હુ વિચારી પણ ના શકુ , હા મે તને ચાહયો છે મીરા ની જેમ હા મે તને ચાહયો છે રાધા ની જેમ...... રાધા ને ક્રિશ્ના ભગવાન કયાં મડયા હતાં?
તોય રાધા એ આજીવન ક્રિશ્ના ને પ્રેમ નોતો કર્યો એમ
હુ પણ તને ને માત્ર તને જ ચાહીશ, અને ચાહતી રહીશ
હુ ક્યારેય લગ્ન નહી કરુ ,આજીવન આમ કુંવારી જ રહીશ....ને કુંવારી તો ના જ કહેવાઉ ને આપણાં સબંધો તો પતિ પત્ની જેવા જ છે ને.....કામુ હુ પણ તને કોઈ બીજા ની થતા ના જોઈ શકુ ,.... તારે આખી જીંદગી આ ઘરમાં જ રહેવા નુ છે ,ને હુ તને દિલ થી મારી પત્ની માનીશ ,હા પણ સમાજ ની સામે કે ઘરમાં પત્ની નો દરજજો નહી આપી શકુ ,....હા મારુ તને વચન છે કે હુ તને ખાનગી મા આખી જીંદગી તારો સાથ નિભાવીશ.....તારો ને તારી મમ્મી નુ ધ્યાન આખી જીંદગી રાખીશ.....કામીની નિસાશો નાખ્યો ને બોલી ...
હા એ તો મને ભરોસો છે પણ હવે પહેલા જેવુ મડવાનુ બંધ કરી નાખવુ પડશે , ઘરમાં કોઈ ને ખબર
નથી પડી પણ હવે પડશે તો
બહુ મોટી તકલીફ થશે ને મને મારી મા તો મારી જ નાખશે ....ના કામુ તુ એ ચિંતા ના કર ,આપણે સાવચેતી રાખીશુ , સાચવીસૂ
આટલી મોડી રાત્રે કોણ બેઠુ છે આપણ ને જોવા? વંશ
એકદમ બેફિકરાઈથી બોલ્યો
પણ એને કયાં ખબર હતી કે એના પપ્પા આ વાત જાણી ગયાં છે ,ને બન્ને ને આ હાલત મા જોઈ પણ લીધા છે ,....કામીની ને ચિંતા હતી કે એ વંશ ના લગ્ન કયી રીતે જોઈ શકસે ,.....મીતા ઘરમાં આવી જશે પછી તો વંશ સાથે મસ્તી ને વાતો બધુ બંધ થયી જશે ,આ રાત્રે મડવાનુ પણ બંધ થયી જશે
ને વંશ ના લગ્ન પછી મડવાનુ રીશક તો ના જ લેવાય ,
મીતા તો ભણેલી ને હોંશિયાર છે ..... ને વંશ ના લગ્ન પછી એને મડવુ ,પ્રેમ કરવો એ પાપ છે , મીતા સાથે અન્યાય થાય ને હુ મારા સવારથ માટે મીતા ને અન્યાય નહી થવા દવ.....
કામીની એ મનમાં પાકો વિચાર કરી લીધો કે વંશ ના લગ્ન પછી એ સબંધો ને પુરા જ કરી નાખશે ,.... એ બન્ને ની વચ્ચે શોતન બની નહી જ આવે ,..... બસ મનોમન ચાહીશ જીવનભર.....વંશ ને તો મનમાં કયી હતુ જ નહી એને તો એમ કે લગ્ન
પછી એ આમ આખી જીંદગી કામીની ને આ વાડા ના ઘરમાં જ રાખીશ.....
મીતા ને ખબર નહી પડે, ને ઘરમાં પણ કોઈ ને જાણ નહી થાય ,.... શુ વિચારે છે વંશ ? કયી નહી કામુ બસ તારા ને મારા વિશે ,...તુ ચિંતા ના કર હુ મીતા સાથે લગ્ન માત્ર મમ્મી પપ્પા ના કારણે જ કરુ છું..... એને સમાજ ની સામે પત્ની નો દરજ્જો આપીશ ,પણ મારા દિલમા તો હંમેશા માટે તુ જ
રહીશ...એને કયાં ખબર હતી કે બોલવુ જેટલુ સહેલુ છે પણ હકીકતમાં બહુ મુશકેલ છે ,.....મીતા પહેલા કદી વંશ ને ફોન ના કરતી અને હવે કરતી તો દિવશે વંશ નો ફોન કાયમ વયસત આવતો ને મોડી રાત્રે કોલ કરતી તો એ ફોન ઉપાડતો જ નહી....મીતા ભણેલી છોકરી હતી ને હોંશિયાર પણ , એ વિચારતી કે વંશ એ સામે થી ફોન નંબર આપ્યો હતો ને હવે એ મારા મીસ કોલ પણ નહી જોતો હોય ફોનમાં ? શુ વંશ ના જીવનમાં કોઈ બીજુ તો નહી હોય ને ? એ કોઈ ના પ્રેમ મા તો નહી હોય ને ? ...
આમ ફોન નુ વયસત આવવુ ને રાત્રે બાર વાગે પણ ફોન ના ઉઠાવવો ,આ વર્તન ને શુ
સમજવુ ??? બહુ વિચારતી ને પછી મન મનાવતી કે હશે જે પણ હોય ,હુ કયાં વંશ ને પ્રેમ કરુ છું? મારો પ્રેમ તો મયંક છે ..
હુ પણ લગ્ન કયાં મારી મરજી થી કરી રહી છું? હુ મારા પપ્પા ના કહેવાથી એ ગામડાં મા લગ્ન કરી રહી છુ
મને શુ ફેર પડવાનો છે ? બસ મમ્મી એ જેમ પરિવાર ને સંભાળયો છે એમ મારે પણ સંભાળી લેવાનો છે ,મમ્મી ને કોઈ મહેણાં મારી જાય એવુ તો હુ નહી જ કરુ ......મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
40.....ઝંખના........

લેખક @ નયના બા વાઘેલા