Hakikatnu Swapn - 14 in Gujarati Horror Stories by Hemali Gohil Rashu books and stories PDF | હકીકતનું સ્વપ્ન..!! - 14

Featured Books
Categories
Share

હકીકતનું સ્વપ્ન..!! - 14

પ્રકરણ 14 પરીક્ષા મનોબળની...!!

અવનિશ પોતાનો રૂમાલ લઈને નાહવા માટે જાય છે.. આ બાજુ હર્ષા રૂમમાં ચારે તરફ પોતાની નજર ફેરવે છે ફરીથી એ જ ખૂણામાં એ જ આકૃતિ દેખાય છે...અને એ જ અવાજ.....

" હર્ષા , વિચારી લે.... હજુ સમય છે મારે જે મેળવવું છે હું તો મેળવીને જ રહીશ.... પણ એ વખતે મારો રસ્તો અલગ હશે ...."

"મેં એકવાર કહ્યું ને... ના મીન્સ ના... હું મારો અવનીશ નહીં આપુ... "

" હર્ષા.... હર્ષા... કઈ કીધું તે...?

અવનીશનો અવાજ આવતા જ એ આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે... થોડીવાર અટક્યા પછી હર્ષા જવાબ આપે છે...

" કંઈ જ નહીં....ના અવનીશ... "

" ઓકે "

હર્ષા પોતાની જાતને સંભાળીને ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે એ બેડ અને એ રૂમ સરખી કરવા લાગે છે અને મનોમન અઢળક વિચારો કરવા લાગે છે પણ આ વખતે એ વિચારોમાં એ પોતાનું મનોબળ મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહી છે એ મનોમન બોલી રહી છે સાંભળી લે... તું જે કોઈપણ હોય હું નથી જાણતી ....પણ અવનીશ મારું સર્વસ્વ છે એને હું ક્યારેય મારાથી દૂર નહીં થવા દઉં અને હા મારો પ્રેમ જ મારી તાકાત છે... મારો અવનીશ જ મારી તાકાત છે હવે હું તને ચેલેન્જ આપું છું... તારાથી થાય એ કરી લે ...અવનીશનો તું વાળ પણ વાંકો નહીં કરી શકે...

" હર્ષુ ...હર્ષુ.... મારા કપડાં નહી કાઢ્યા આજે...? "

" અરે , હા ...યાર આપું છું ..!! "

" કંઈ નહીં... હું દીવો કરી લઉં ...પછી કપડાં પહેરીશ ...વાંધો નહીં...."

" સારું.... હું અહીંયા બેડ પર મુકું છું મેં કાઢી રાખ્યા છે તમે પછી તૈયાર થઈ જજો ... "

હર્ષા ઘરનું બધું જ કામ પતાવીને ઓફિસ માટે તૈયાર થઈ રહી છે હાથમાં કાંસકો લઈને અરીસામાં પોતાનો ચહેરો જોયા કરે છે અને વાળ ઓળાવ્યા કરે છે એટલામાં જ અરીસામાં હર્ષા ને પોતાની પાછળ ઉભેલી આકૃતિ દેખાય છે અને જેવી પાછળ ફરે છે તો ત્યાં કોઈ જ નથી પણ અવનિશ આવી જાય છે....

" શું થયું ....હર્ષા ...? "

" કંઈ નહીં ... "

" તો કેમ આમ ચારે બાજુ ડાફોળિયા મારે છે... ? "

" હું ડાફોળીયા મારું છું... ? "

" હાસ્તો .... "

"હશે હવે ...વાયડી તૈયાર થઈ જાવ.... ને પછી મને જ કહેશો કે લેટ થશે..."

" હા... તો તું વાળ ઓળાવને ... "

" એક વાત પૂછું...? "

" બોલને ..!! "

" ઝઘડો કરવાનો ઇરાદો છે..? નહીં તો હોય તો કહી દેજો... તો હું વેલણ લઈને આવું... !! "

" ના... બાપા .... ના ... કેવી બૈરી મળી છે મને ....ખુલ્લેઆમ ધમકી આપે છે ... !! "

" હા , તો આપીશ.... થઈ એ કરી લેજો... "

" હશે તૈયાર થવા દે મને... "

અવનીશ નું ફુલેલું મોઢું જોઈને હર્ષા હસવા લાગે છે ...અને અવનીશને આવીને ભેટી પડે છે અવનિશ પણ હસવા લાગે છે અને બોલી ઉઠે છે..

" મારું ગાંડુ... "

" કઈ નઈ તૈયાર થઈ જાવ ... "

" હા "

બંને ઓફિસ માટે તૈયાર થાય છે અને રોજની જેમ નીકળી જાય છે અને એ રોજનો ગુંજતો અવાજ..... " જય શ્રી કૃષ્ણ... " અવનીશ અને હર્ષા બંને બાઈક પર ઓફિસ જવા માટે નીકળી જાય છે...


*******


હર્ષા અને અવનીશ બંને બાઈક પર જઈ રહ્યા છે અને એમની વાતોની દુનિયામાં મશગુલ છે.. એવામાં હર્ષા બોલી ઊઠે છે ...

" અવનીશ એક વાત કહું..? "

" અરે , બોલને પાગલ.."

" મારે... તમને એક વાત કહેવી છે..."

"બોલને ...!!"

"અત્યારે નહીં... શાંતિથી બેસીને... એ પણ કંઈક ખુલ્લી જગ્યામાં.... !!

" હા તો આજે આપણે રિટર્નમાં આપણા ઘરની બાજુના બગીચામાં બેસીને જઈશું...."

" પણ રિટર્નમાં થાકી જવાશે ....અવનીશ... "

"હા... તો શું કરીશું? બીજો કોઈ ઓપ્શન છે ? .."

હા.. છે ને..."

" શું..? "

********

To be continue....

#Hemali Gohil " Ruh "

@ Rashu

શું હર્ષા અવનીશને બચાવી શકશે.. ? શું હર્ષા અવનીશને હકીકત જણાવશે..? કે પછી અજાણ્યું રાખીને અવનીશને બચાવશે..? શું બંને સાથે મળીને આફતનો સામનો કરશે કે પછી હર્ષા એકલી જ આ મુસીબતને ભેટી પડશે..? જુઓ આવતા અંકે...