Zankhna - 32 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 32

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 32

ઝંખના @ 32

આજે ઘરમાં બધા ચાર વાગે ઉઠી ગયા હતા , ઘરમા ચહલ પહલ હતી , આખી હવેલી ને ફુલો અને રોશની થી સજાવી હતી .....આજે
મીતા ની સગાઈ હતી ....મીતા ને તૈયાર કરવાની જવાબદારી પાયલ ને સોંપી હતી....ઘરનાં બીજા બધા કામો મીના બેન સંભાળી લીધા હતાં...મદદ માટે ખેતરે થી રમણ રાધા ને લયી વહેલો આવી ગયો હતો..... બધી તૈયારી ઓ સારી રીતે કરી હતી.....રુખી બા ને આત્મા રામ ખુરશી મા બેઠા બેઠા બસ મજુરો ને ઓડર આપી રહ્યા હતાં ને બન્ને બહુ ખુશ હતા , વરસો પછી આંગણે પ્રસંગ આવ્યો હતો.....કમલેશભાઈ પણ સમયસર આવી પહોંચ્યા ,વડાલી થી સો એક માણસ આવ્યુ હતુ ,... ને રુખી બા એ પણ ખાશ અને સગાસંબંધી ને બોલાવ્યા હતા , મીના બેન પણ બહુ ખુશ હતા .... એ પણ આજે યલો કલર ની સાડી પહેરી સજી ધજી ને તૈયાર થયા હતાં.....પરેશભાઈ પણ પોતાના સ્ટેટસ પ્રમાણે સુટ બુટ પહેરી તૈયાર થયા હતાં
મીતા નો મુરતીયો એટલે કે વંશ ક્રીમ કલર ની સેરવાણી ને મરુન દુપટા મા સરસ શોભી રહ્યો હતો.... કમલેશભાઈ સાથે આવેલા મહેમાનો આવડી મોટી હવૈલી ને સજાવટ ,ઠાઠમાઠ જોઈ ને બોલ્યા, વાહહ કમલેશ કહેવુ પડે હો, દીકરા માટે સાસરી તો બહુ જોરદાર શોધી છે...વટ છે બાકી.....પાયલ ઉપર ના રુમમાં મીતા ને તૈયાર કરી રહી હતી .... મીતા પરાણે મન મનાવી ને ન્હાઈ ધોઈ ને
ગુલાબી રંગ ની ચણિયાચોળી પહેરી ને હાથ મા કાચ ની મેચીંગ બંગડી
પહેરી.....પાયલ એ મીતા ને
ઘરેણાં પહેરાવ્યા... ને ચહેરા પર મેકઅપ કર્યો.....પાયલ બ્યુટી પાર્લરનુ કામ શીખેલી હતી એટલે મીતા ને સરસ તૈયાર કરી ને પછી પોતે પણ
લાલ કલર ની સરસ સાડી પહેરી ને તૈયાર થયી ગયી ,
નાના પુનમ ને તૈયાર કરી સુનિતા ને વનિતા લયી ગયા
,કમલેશભાઈ ની ઈરછા તો
નાના દીકરા ની સગાઈ આજે જ સુનિતા સાથે કરી નાખવી હતી ,પણ પરેશભાઈ એ ના કહયુ કે હમણાં નહી ,હજી સુનિતા બહુ નાની છે , હા દીકરી આપીશુ તમારા ઘરે જ પણ
સગાઈ હાલ નથી કરવી ,....
સુનિતા પણ સમજણી હતી
એને ખબર હતી કે હવે એની સગાઈ પણ એ ઘરે જ
થવાની છે ,......પાયલ સરસ રીતે તૈયાર થયી ને વાડ ખુલ્લા રાખ્યા, એની માજંરીઙ આંખો મા કાજલ આજયુ ને
એની સુંદરતા ઓર વધી ગયી ,એના લગ્ન પછી આ ઘરમાં પહેલો પ્રસંગ હતો....
પાયલ એ માર્ક કર્યુ કે મીતા ખુશ નથી , આટલી સરસ તૈયાર કરી છે આવા મોંઘા ઘરેણાં પહેર્યા છે ને ચહેરા પર જરીક સરખું ય નુર એ
નુર નહોતુ ,ઉદાસ જણાતી હતી .....ને ગૂમસુમ હતી....બસ જેમ પાયલ કહે એમ કરતી હતી........
પાયલ કયાર ની વિચારી રહી હતી કે મીતા હોસ્ટેલ થી આવી ત્યાર ની આવી રીતે
જ રહે છે......ગયી વખતે આવી તયારે તો કેટલુ બધુ બોલતી હતી ,ને દોડાદોડી કરતી હતી .....પાયલ એ પુછ્યુ, મીતા શુ વાત છે ??
કેમ આમ સાવ નિરાશ છે
આટલી જલદીથી સગાઈ નકકી થયી છે એટલે નથી ગમતુ કે પછી વંશ નથી ગમતો ? શુ વાત છે જે હોય એ મને કહે હુ તારી માસી જેવી છુ ,....ને હુ સમજી શકુ છુ....તને શુ ભણવા ની કોઈ ચિંતા છે ? વાત શુ છે ? આ ઉદાસી નુ કારણ ? તને તો સરસ સાસરુ મડયુ છે ને મુરતીયો પણ હેનડસમ છે આપણા સ્ટેટસ નુ છે
તને શુ તકલીફ છે મને તો કહે,......મીતા એ પોતાની જાત ને સંભાળી લીધી ને ચહેરા પર નકલી હાસ્ય લાવી ને બોલી ,પાયલ માસી એવી કોઈ વાત નથી .....બસ આટલી જલદીથી બધુ બની રહ્યુ છે એટલે થોડી નર્વસ છુ ...બીજી કોઈ વાત નથી..
સગાઈ નુ મહુરત નો સમય થયો એટલે મીતા એની બહેન પણી ઓ સાથે નીચે આવી ને સટેજ પર વંશ ની બાજુ ની ખુરશી મા ગોઠવાઈ....મીતા ને જોઈ ને વંશ ખુશ થયો ,એની થનાર પત્ની આજે ગુલાબી રંગ ની ચણિયાચોળી મા સુંદર લાગી રહી હતી......પહેલા રીંગ સેરેમની ચાલુ થયી , મીતા અને વંશ એ એક બીજા ને વીંટી પહેરાવી ને મહેમાનો એ તાળીઓ પાડીને ખુશી જતાવી.....
પછી પાચં કન્યા ઓ આવી ને મીતા ને કપાળે કંકુ થી ચાદંલો કરી ને માથે લાલ રંગ ની બાંધણી ઓઢાડી ને ચુદંડી ની રશમ પુરી કરી ...વંશ ના મમ્મી કૈલાશ બેન તો મીતા ને જોઈ ને ખુશી ના માર્યા ફુલયા નહોતાં
સમાતા ,......સગાઈ ની વિધી પુરી થયી એટલે સ્ટેજ પર પાટલો મુકી વંશ ને બેસાડયો, ને પછી પરેશભાઈ અને મીના બેન એ વંશ ને ચાંલ્લો કરી ને હાથ મા નારીયેળ ને સોનાની ચેન ,વીંટી ને લકી આપી ,થાડી મા બે લાખ રોકડા ચાદંલા ની રકમ રુપે આપ્યા......વંશ ને જોઈ ને મીના બેન ખુશ થયી એના ઓવારણા લીધા ,મનમાં વિચારી રહ્યા કે સરસ જમાઈ મડયો છે....દીકરી સુખી થશે આમ વંશ અને મીતા ની સગાઈ ની વિધી
સંપન્ન થયી ને રુખી બા ને આત્મા રામ ખુશ થયાં....
ને પછી બધા મહેમાનો ને પ્રેમ થી જમાડયા....પરેશભાઈ એ સગાઈ ની તૈયારી ઓ મા કોઈ કમી રાખી ન્હોતી....
કમલેશભાઈ સાથે આવેલા મહેમાનો આટલી સરસ આગતા સ્વાગતા જોઈ ખુશ થયી ગયા.....કમલેશભાઈ મિત્રો સાથે બેઠા હતાં ને ત્યા પરેશભાઈ આવ્યા ને કમલેશભાઈ ને બોલાવી સાઈડ મા બધા થી દુર ખુરશી લયી બેઠા , કમલેશભાઈ એક જરુરી વાત કરવી હતી એટલે તમને અંહી લયી આવ્યો....હા હા બોલો ને પરેશ ભાઈ અરે ના ના વેવાઈ, એમ કહી મજાક મા હસી પડ્યા ને બોલ્યા આજ થી હવે આપણે વેવાઈ થયા, એક ફેમીલી થયુ, હા વેવાઈ ...હુ એમ કહેતો હતો કે જ્યારે તમે મીતા ને જોવા આવ્યા ત્યારે હુ એમ કહેતો હતો કે લગ્ન મીતા ની કોલેજ પુરી થાય પછી કરીશુ પણ હવે નિર્ણય બદલયો છે.....મારા બાપુજી ની તબિયત સારી નથી રહેતી એટલે બા કહેછે કે લગ્ન આવતાં મહીને જ ગોઠવી નાંખીએ તો ? ત્યા સુધી કમૂરતા પણ ઉતરી જશે ,શુ કહેવુ છે તમારુ ?
કમલેશભાઈ તો જાણે ખુરશી મા ઉછળી પડ્યા ને
બોલ્યા....તમે તો મારા મન ની વાત કરી દીધી....મારા બા બાપુજી પણ ઉતાવળ જ કરે છે ,એમની તબિયત પણ નરમ ગરમ રહે છે તો એ પણ એવુ જ કહે છે કે વંશ ના લગ્ન જલદીથી થયી જાય ને ઘરમાં વહુ આવી જાય તો અમને પણ આનંદ થાય....પણ તમે ભણવા ની વાત કરી હતી એટલે હુ તમને આ વાત કરતાં સંકોચાતો હતો....લ્યો સરસ આતો આવતા મહીને જ ઘડિયા લગ્ન કરી નાખીએ ,એમ બોલી બન્ને વેવાઈ ખુશ થયા ને એક બીજા ને ગડે વળગી પડયા
પરેશભાઈ ને મનમાં શાંતિ થયી ,હાશ...એક મોટુ કામ પતશે ....મીતા ના લગ્ન થયી જાય તો મારે મોટી શાંતિ, એના એ લફડા ની વાત પછી તો મારી ઉગં ઉડી ગયી
છે.... કમલેશભાઈ ના ઘરે થી મીતા માટે સારા એવા ઘરેણાં આવ્યા હતા ને એનાથી ડબલ પરેશ ભાઈ ચાદંલા ની વિધી મા વંશ ને
આપ્યુ હતુ ,બન્ને પરિવાર એ
પોતાના હોદા ને શોભે એવો વ્યવહાર કર્યો હતો.....સગાઈ પછી મીતા અને વંશ એ બધા સગાં વહાલાં ને પગે લાગી ને આશીર્વાદ લીધા........
બધુ સરસ રીતે રંગેચંગે પતી
ગયુ ને મહેમાનો એ વિદાય લીધી ,સગાસંબંધીઓ પણ પોત પોતાના ઘરે ગયા, મીતા નુ ગ્રુપ તો કોલેજ ચાલુ હતી
એટલે શહેરમાં જ હતુ એટલે કોઈ આવી શકયુ નહોતુ ,મીતા ,રીટા અને નીશા ને બહુ યાદ કરી હતી
પરેશભાઈ ને મીના બેન તો ખુશ હતા કે મીતા ની એક પણ ફ્રેન્ડસ સગાઈ મા આવી ન્હોતી,.....બધુ સરખુ થતા સાજં પડી ગયી....રુખી બા ને આત્મા રામ ઓશરી મા ખાટલે બૈઠા ને પરેશ ભાઈ હિંચકે બેઠા, મીના બેન નીચે બેઠા ....પાયલ તો કદી ઘર ની ગમે તે વાત હોય રસ લેતી જ નહોતી ,.....,રુખી બા બોલ્યા, હાશ! શાંતિ થયી સગાઈ હેમખેમ પુરી થયી એટલે સમજો અડધા લગ્ન પત્યા જ સમજો......અરે બા અડધા લગ્ન પણ કમુરતા પછી આવતા મહીને પુરા થુયી જશે, રુખી બા ને આત્મા રામ બોલ્યા... ભાઈ તુ તો એમ કહેતો હતો ને કે લગ્ન મીતા નુ ભણવાનુ પુરુ થાય પછી કરવા છે ? હા બા પણ
આજે કમલેશભાઈ એ કહ્યુ કે એમના બા ,બાપુજી ની તબિયત સારી નથી એટલે એ લગ્ન જલદીથી આવતા મહીને જ કરવાનુ કહે છે, ને
આપણે રહ્યા દીકરી વાડા એટલે ના તો કહેવાય જ નહી , જો ના પાડુ તો એમને ખોટુ લાગે એટલે મે પણ એમને હા પાડી દીધી છે.....
મીના બેન એકદમ બોલી ઉઠ્યા, પણ આટલી ઉતાવળ થી લગ્ન ? સગાઈ ને વરસ રહેવા દીધી હોત તો સારુ થાત ,એક બીજા ના પરિવાર ને જાણવાનો મોકો મડત....બીના ની મમ્મી એમા આપણુ કયી ના ચાલે
હવે એ કહે એમ કરવુ પડે ,
રુખી બા ને આત્મા રામ બોલ્યા વાંધો નહી ભાઈ આ તો બહુ સરસ કર્યુ ..... દીકરી પરણી જાય એટલે ગંગા ન્હાયા...ને આપણે કયાં પૈસા ની કમી છે ,તૈયારીઓ તો થયી જશે ,પૈસો છે તો બધુ જછે
મીના બેન ને તો કયી બોલવાનુ જ ના રહ્યુ....એ સમજી ગયા કે લગ્ન ની ઉતાવળ મીતા ના સસરા કમલેશભાઈ ને નથી પણ પરેશભાઈ ને છે....આ ઘટના બની ત્યાર ના એ બહુ ટેન્શન મા રહે છે....મારી વાત તો કોઈ સાભંડતુ પણ નથી ને કયી ચાલતુ પણ નથી... પાયલ અંદર ના રૂમમા બેસી પુનમ ને પારણે ઝુલાવી રહી હતી....એ પણ
મીતા ના લગ્ન ની વાત સાંભળી ને ચમકી.... પાયલ મનમાં વિચારી રહી કે હજી તો કાલ સુધી લગ્ન બે વરસ પછી કરવાની વાત ચાલતી
હતી ને આજે અચાનક લગ્ન ? ચોક્કસ દાડ મા કયીક કાડુ છે ,પણ હુ જાણતી નથી ....ને પરેશ જ્યાર થી
મીતા ને કોલેજ થી લયી ને આવ્યા ત્યાર ના ખોવાયેલા રહે છે ,મારી સાથે સરખી વાત પણ નથી કરતાં......
મોટી બેન પણ ટેન્શન મા લાગે છે...કયીક તો વાત છે
જ મીતા પણ સાવ બદલાઈ ગયી છે ,શુ હશે ? મારા થી
કયીક તો છુપાવી જ રહયા
છે.... પહેલા તો પરેશભાઈ રોજ પાયલ ના રુમમાં જતા ને પુનમ ને રમાડતાં ને હમણાં થી તો મીના બેન ના
રુમમાં જતા રહેતા ને બન્ને પતિ પત્ની કયીક ગુસપુસ કરતાં.....પાયલ ને પરેશભાઈ પર કોઈ લગાવ નહોતો કે નહોતો કોઈ પ્રેમ...
પરેશભાઈ મીના બેન ના રુમમાં સુવા જાય એ જ પાયલ ને ગમતુ , પાયલ ને તો બસ આવડી મોટી હવેલી ને એશો આરામ ની જીદંગી.
એને ખબર હતી કે એના લગ્ન એક સમજુતી જ છે
ઘરનાં વારસદાર માટે જ આ લોકો એને આ હવેલી મા વહુ બનાવી ને લાવ્યા હતાં,
ને પરેશભાઈ પણ પ્રેમ તો મીના બેન ને જ કરતાં હતા
મીનાબેન એ એમને સુખ દુખ મા કાયમ સાથ આપ્યો હતો અને એમનો પડયો બોલ જીલતા હતાં......
ને પાયલ તો પરેશભાઈ ને કયી ગણતી જ નહોતી , પાયલ ને પહેલી વાર જોઈ
તયારે મોહી પડયા હતા,પણ પાયલ નો સવભાવ ને છીછરાપણુ જોઈ ને એમણે
પાયલ સાથે કામ પુરતી જ વાત રાખી હતી ને પુનમ ના જનમ પછી તો પાયલ પણ સાવ બદલાયી ગયી હતી...
પુનમ ઉંઘી ગયો એટલે પાયલ સીધી ઉપરના રુમમાં મીતા પાસે ગયી ....મીતા કપડાં ચેન્જ કરી ને ઘરેણા ઉતારી રહી હતી....ના મન ની બોલી આવો માસી , મીતા કયી વાત સાંભળી?
ના કયી વાત ? નીચે સાંભળી ને આવી એટલે થયુ લાવ તને પણ ખુશખબરી આપુ , શુ ખુશખબરી માસી ? અરે તારા લગ્ન આવતાં મહીને જ નકકી થયાં છે, તને ખબર છે ?...
મીતા પહેલા તો ટેનશન મા આવી ગયી ને કપાળે પરસેવો છૂટી ગયો ને પછી પોતાની જાત ને સંભાળતા બોલી , આમા શુ ખુશખબરી? આ તો થવાનુ જ હતુ એક દિવશ , લગ્ન આવતાં મહીને થાય કે બે વર્ષ પછી મને શું ફેર પડે છે?
ને આ ઘરમાં દીકરીયો નુ કયી ચાલે પણ છે ? ને અમારી મરજી પણ કયાં કોઈ પુછે છે ? બસ દીકરી ઓ ને તો આ લોકો બોઝ માને છે એટલે બસ ઘરમાં
થી બને એટલુ જલદીથી પરણાવી છુટી જવુ છે.....
નીચે રુખી બા ને આત્મા રામ એ પુછ્યુ, પરીયા પછી આ મીતા ના ભણવાનું શું થશે ? કોલેજ પુરી નહી થાય ને આખા વરસ નો ખર્ચો તો માથે જ પડ્યો ને ??.......
રુખી બા બોલ્યા, હુ તો પહેલે થી જ કહેતી હતી કે હવે આગળ ભણાવવાની કોઈ જરુર નથી ,પણ આ મીના વહુ એ જીદ કરી એટલે એની વાત માની...બાકી આપણ ને તો આમ દીકરીયો ને રેઢી મુકવી
પોસાય જ નહી.....મીના બેન ચુપ હતાં ને વિચારી રહ્યા હતાં કે મીતા ને બહુ દુખ થશે લગ્ન ની વાત સાંભળી ને....પણ હવે મીતા એ જે કાડં કર્યુ છે એ પછી હવે મીતા નો વિશ્વાસ પણ
પણ થાય એમ નથી......
પાયલ મીતા ના કાન ભરી રહી હતી....પણ મીતા એના વિચારો મા મગ્ન હતી......
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 33 .. ઝંખના..

લેખક @ નયના બા વાઘેલા