Zankhna - 31 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 31

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 31

ઝંખના @ પ્રકરણ 31

પરેશભાઈ ગામડે આવી ગયા, ત્રણ નાની બહેનો મીતા ને જોઈ ખુશ થયી ગયી,મીતા એ દાદા ,દાદી ને પગે લાગી... મીતા નો મુરજાયેલો ચહેરો જોઈ દાદી બોલ્યા કેમ મીતા ત્યા હોસ્ટેલ મા ખાવા નહોતું મલતુ કે શુ ? જો ને સાવ કેવી થયી ગયી છે.....મીતા તો કયી ના બોલી પણ મીના બેન એ જવાબ આપ્યો, બા એ તો પારકુ એ પારકુ ઘર જેવુ જમવાનુ તો ના જ હોય ને ,અને પાછું ભણવાનુ ટેનશન ,પરીક્ષા મા રાત ના ઉજાગરા......રુખી બા બોલ્યા હમમમમ બડયુ એ ભણવાનું.....શરીર થી કયી વધારે થોડુ છે?..... પરેશભાઈ પણ થાકીને હિચંકે બેઠા ,ને મીનાબેન પણ રુખી બા પાસે બેઠા ,મીતા નીચે જમીન પર
બેઠી.....પાયલ બધા માટે પાણી લયી આવી , પરેશભાઈ ના ચહેરા પર ચિંતા ની રેખાઓ સાફ દેખાઈ રહી હતી....ઉદાસ ચહેરો ને એમના હાવભાવ કયીક અજુગતું બની ગયુ હોય એની ચાડી ખાતા હતાં,
પાયલ નાના પુનમ ને લયી ને આવી ને મીતા ને રમાડવા આપ્યો, મીતા એ ના મન નો
પુનમ ને ખોડા મા લીધો.....
પરેશભાઈ સામે જોઈ આત્મા રામ બોલ્યા, કેમ ભાઈ બહુ થાકી ગયો લાગે છે ? હા બાપુજી આટલી બધી ગાડી કદી ચલાવતો નથી ને એટલે , તે ડ્રાઈવર ને કે પછી પેલા રમણ ને સાથે લયી ગયો હોત તો ? આટલો થાકત નહી ને , પાયલ એ માર્ક કર્યુ કે મીતા ના ચહેરા પર નુ નુર ગાયબ છે.....ગયી વખતે આવી ત્યારે તો એકદમ ખૌશ ખુશાલ હતી.....ને કેટલી બધી વાતો કરતી હતી....આજે કેમ આટલી ચુપ હશે ? .....થોડીવાર પછી પરેશભાઈ બોલ્યા બા
કાલે સાડીઓ વાડા અને જવેલર્સ ને ઘરે બોલાવી લયીએ હુ ફોન કરી દવ છુ
ને બીજુ બધુ જે લાવવા નુ હતુ એ સીટી મા થી લેતા આવ્યા છે.....હા પરીયા કાલે બોલાવી લે ,હવે ગણીને ચાર દાડા છે આડા
ઘણી તૈયારી ઓ કરવાની બાકી છે ?? પરેશભાઈ ને કયીક યાદ આવ્યુ એટલે પાયલ ને પુછયુ જનક કયાં ગયો ? એ તો તબેલે ગયો છે બે દિવશ થી ત્યા જ સુયી જાય છે ,તમે કયીક કામ સોંપી ને ગયા હતા ને ? હા
મારી ગેરહાજરીમાં તબેલા ની જવાબદારી એને સોંપી હતી ને આમ પણ હવે ઘણુ કામ શીખી ગયો છે ,....પરેશભાઈ ની વાત થી રૂખી બા ને આત્મા રામ નુ મોઢું કટાણુ થયુ , કેમકે એતો હજી જનક ને જ ચોર માનતા હતાં.....નાની ત્રણ ઢીંગલી ઓ તો મમ્મી એ લાવેલી બધી શોપીંગ બેગો ખોલી ને બધુ જોઈ લીધુ ને ખુશ થયી ગયી....મીના બેન ઉભા થયા ને પાયલ નો સામાન પાયલ ને આપ્યો...
લિસ્ટ કરતા ય વધારે વસતુ ઓ જોઈ પાયલ ખુશ થયી ગયી ,મોટી બેન આ તો મે લખ્યુ જ નોતુ લિસ્ટ મા ?
હા ખબર છે પાયલ પણ એ મને યાદ હતુ એ લયી આવી....ને જો આપણા ગોલુ મોલુ ના કપડાં તો જો
કેટલા સરસ લીધા છે,એમ કહી એ કપડાં બા અને બાપુજી ને પણ બતાવ્યા..
મીતા પુનમ ને મુકી ઉપર એના રુમમાં ગયી.....બા હુ તબેલે ને ખેતરે આંટો દયી આવુ .....એ હા ભયી જા...
મીતા એના રુમમાં ગયી ને ખુબ રડી , એના મનમાં ઘણો પછતાવો થતો હતો ,
પણ શું કરે પપ્પા એ સાચુ કયી પણ કહેવાની ના પાડી હતી , ને મીતા ના મગઝ પર ચોરી કર્યા નો બહુ મોટો ભાર હતો ,....ખરેખર પોતે કેવી હતી ને કેવી બની ગયી ?
ભણવાની ઈરછા ઓ ,એન્જીનિયર બનવાની ઈરછાઓ ને એ બધુ ભાન ભુલી ને એક સાવ સામાન્ય છોકરા પાછળ પાગલ બની
ને કેટલુ મોટુ પાપ કરી બેઠી ,
એ સમયે એને મમ્મી નો વિચાર પણ ના આવ્યો....
મીતા ના મગજમાં થી મયંક ના પ્રેમ નુ ભુત તો કયાય ઓગળી ગયુ , ને એ હવે વાસ્તવિકતા સ્વીકારી રહી હતી , ને વિચારી રહી હતી કે હવે શુ પપ્પા આગળ નુ ભણવાનુ પુરુ કરવા દેશે ?
ફરીથી એ શહેર ,એ કોલૈજ ને એ હોસટેલ મા જવા મડશે ? ને આ વખતે નથી લાગતુ કે મમ્મી પોતાના પક્ષ મા એક શબ્દ પણ બોલે....
મનથી ખુબ પછતાયી રહી હતી કે ખોટી મયંક ના પ્રેમ મા પડી , એના કારણે પોતાનુ ભવિષ્ય બગાડ્યું, કોલેજ ની બધી ફરેનડશ નો
સાથ પણ છુટી ગયો, રીટા ને નીશા પણ કોલેજમાં જલસા કરે જ છે ને ,પણ
મારા જેવુ નહી, એ લોકો ને પણ બોય ફ્રેન્ડ છે પણ મારી
જેમ પ્રેમ ના ચકકર મા તો ના જ પડ્યા ને , હુ જ મુરખી કે હાથે કરી ને મારુ જીવન બરબાદ કરી નાખ્યુ
હુ આટલી બધી મુર્ખ કેમ છું
? પોતાના જ ઘરમાં થી મોટી ચોરી કરી અને પાછુ એ બધુ પેલા નાલાયક ને આપ્યુ,
કેવા કેવા સપનાં જોઈ નાખ્યા હતા, લગ્ન ના એની સાથે જીંદગી વિતાવવા ના
,ને એના ઘર ,પરિવાર ,ગામ ,મમ્મી પપ્પા વિશે કદી કયી પુછપરછ પણ ના કરી , બસ
એના સંગે ચડી ને સાવ બગડી ગયી....ને કયાં ખબર હતી કે આ હાલતમાં, આવુ કર્યા પછી મમ્મી પપ્પા નો સામનો કરવો પડશે ,મારી તો
કોલેજમાં ને હોસટેલ મા ઈજજત ગયી.....છી મને મારી જાત પર શરમ આવે છે ,....ધરતી જગ્યા આપે તો સમાઈ જવાનુ મન થાય છે ,
શુ કરુ ઝેર પી લવ ને મરી જવ? ના ના એમા પણ મમ્મી નુ જ આવી બનશે ...
ને પપ્પા ની ઈજજત તો એમા પણ જાય.....તો કરવુ તો શું કરુ ? જીવ્યા વિના કયી છુટકો નથી ,હવે મમ્મી પપ્પા કહે એમ જ કરીશ...લાંબો નિશાસો નાખતી વોશરૂમ મા ફ્રેશ થવા ગયી ને મીના બેન આવીને રસોડામાં ગયા , પાયલ એ એક દિવશ મા તો આખુ રસોડું રમણ ભમણ કરી નાખ્યુ હતુ , પાયલ ને આમ પણ રસોઈ બનાવતાં કે કામ
કરતાં જોર બહુ આવતુ હતુ
ના છુટકે જ પાયલ ના ભાગે રસોડુ આવતુ ,મીના બેન સામાજિક પ્રસંગે બહાર ગયા હોય તો ઘરની બધી જવાબદારી ઓ પાયલ પર આવી પડતી, એ સમયે રુખી બા ને બાપુજી ને મીના ની કદર થતી , મીના બેન ની રસોઈ બધા ને બહુ ભાવતી ને સમયસર ચા ,નાસ્તો ને જમવાનુ મડી જતુ પણ પાયલ ના રાજ મા સમય ના કોઈ ઠેકાણાં રહેતા નહી.....
પાયલ જ્યાર થી સમજણી થયી ત્યાર થી ઘરખર્ચ માટે થયી ,વર્કીંગ વુમન બની ગયી હતી ,.....એને તો એમ જ હતુ કે આખી જીંદગી આમ વૈતરાજ કરવાના છે
પણ એના નસીબ એ જબબર પલટો માર્યો ને પાયલ આવડી મોટી હવેલી માં પરણી ને આવી ગયી ને
સાથે જનક નુ જીવન પણ બદલાઈ ગયુ ,.......
કામચોર પાયલ પુનમ ને લયી ને ઉપર ગયી, મીતા ફ્રેશ થયી કપડા બદલી પોતાનો સામાન વોડરોબ મા ગોઠવતી હતી , ને પાયલ મીતા ના રુમમાં આવી ને બોલી ....કેમ મીતા લયી ગયી હતી એ બધી બેગો પાછી લયી ને આવી , તને
તો અઠવાડિયા ની જ રજા મડી હશે ને ? તો પછી આ બધો ય સામાન ખોટો લયી ને આવી , મીતા ચુપચાપ એના કપડાં ગોઠવતી રહી એ વિચારો મા જ ખોવાયેલી હતી.....પાયલ ને નવાઈ લાગી કેમ આમ ? જવાબ એ ના આપ્યો? મીતા એ મીતા કયાં ખોવાઈ ગયી ?
પાયલ ની બુમ સાંભળી ને બોલી હા માસી બોલો ને આ રહી ,કયાં ખોવાવવાનુ હવે ?
એટલે ? પાયલ એ પુછ્યુ?
કયી નહી માસી બસ એમ જ, હુ એમ પુછતી હતી કે ગયી વખત લયીને ગયી હતી એ બધો સામાન કેમ લયી આવી ? પાછુ હોસ્ટેલ નથી જવાનુ ? જવાનુ છે ને માસી
પણ હમણાં રજા લીધી છે
ને ત્યા કબાટ ના લોકર તુટેલા છે તો કપડાં એ સલામત રહે એવુ નથી ,બહેનપણીઓ મારા નવા નવા કપડાં એ પહેરી નાખે ને મારો બધો સામાન વાપરે એટલે લેતા જ આવી
ગાડી હતી પછી શુ વાંધો ?
મીતા એ વાત ને સંભાળી લીધી .....પણ પાયલ ના ગડે મીતા ની વાત ઉતરતી નહોતી ....મીતા ખોવાયેલી લાગતી હતી ને એનો ચહેરો સાવ મુરજાઈ ગયો હતો , જમાના ની ઠોકરો ખાઈ મોટી થયેલી પાયલ ને મનમાં શંકા તો ગયી જ....કે માનો યા ના માનો પણ ચોક્કસ કોલેજ માં કયીક બન્યુ છે, બાકી મીતા અંહી થી ગયી ત્યારે આવી ન્હોતી.....હસતી કુદતી ને ખુશ ખુશાલ ગયી
હતી ......ને અત્યારે એના ચહેરા નુ નુર ગાયબ થયી ગયુ હતુ .....બીજા દિવસે જવેલર્સ રસિક ભાઈ ને સાડીઓ વાડા નરેશ ભાઈ સારો એવો સ્ટોક લયી ને આવી ગયાં...... રૂખી બા એ મીના બેન અને પાયલ ને બુમ પાડી ,અલી કયાં ગયી બેય જણીઓ ? આ રસિકભાઈ આવી ગયાં, ઉપરથી મીતા ને બોલાવી લાવજે ,આજ તો એના માટે
જ બધુ લેવાનુ છે .....પાયલ મીતા ને લયી નીચે આવી ....
ને મીના બેન પણ આવી ગયાં, પાયલ એ મીતા ની સગાઈ માટે સરસ ચણિયાચોળી પસંદ કરી , ગુલાબી રંગ ની , ને પોતાના માટે પણ બે સાડી લીધી ,
ભાભી તમે પણ એક બે સાડી પસંદ કરી લ્યો .....ના ભાઈ મારી પાસે બહુ પડી છે કબાટમાં નથી લેવી, મીતા એક સાડી પણ લયી લે સારી, ને મીના બેન એ મીતા માટે ગ્રીન કલર ની સાડી પસંદ કરી ને પુછ્યુ, બેટા ગમે છે ને આ સાડી ? ને સગાઈ ની ચણિયાચોળી ગમી ? હા મમ્મી સરસ છે ,પાયલ માસી એ પસંદ કરી છે એટલે સારી જ હોય ને ,....સાડી ઓ નુ પતયુ એટલે જવેલર્સ એ લાલ કપડામાં ઘરેણાં પાથર્યા....
મીતા માટે ઝડતર નો સેટ ,ને કંગન ,ટીકો ખરીધા ને જમાઈ માટે રુખી બા એ સરસ ચેઈન ,વીંટી ને લકી પસંદ કર્યા....ને એક ચેન નાના પુનમ માટે પણ લીધી,
પાયલ એ જોઈ ને ખુશ થયી
સાડીઓ અને જવેલર્સ નુ પતયુ ને રસિકભાઈ પૈસા લયી નીકળયા..... ઘરમાં ખુશીઓ નો માહોલ હતો...
બધા સગાઈ ની તૈયારી ઓ મા લાગી ગયા હતાં....બસ મીના બેન જ મન થી ભાંગી ગયા હતાં, દીકરી એ જે વિશ્વાસ ઘાત કર્યો છે એ વાત મગજમાં થી નીકળતો
જ નહોતો .... એમના મગજ પર બોઝ હતો કે પોતાની દીકરી ના કરેલા કૃત્યો ના લીધે બીચારા જનક પર ચોરી નો આરોપ લાગ્યો હતો ,ને એ દિવશ થી જનક હવે તબેલા પર રૂમ હતી ત્યા જ સુયી જતાં હતાં
બસ જમવા જ ઘરે આવતાં
પોતાની દીકરી ના લીધે નિર્દોષ જનક સજા ભોગવી રહ્યો હતો , મીતા ને બહુ ભણાવવાનો શોખ મને જ હતો ને મારા આગ્રહ થી જ
બા ,બાપુજી એ શહેરમાં ભણવા મોકલી હતી, કેટલો
વિશ્વાસ હતો પોતાના લોહી ને સંસ્કાર પર....એ બધી આશા ઓ ઠગારી નીવડી ને પોતે જોયેલા સપનાં ચુર ચુર
થયી ગયાં.... હવે તો મીતા ને આગળ ભણાવવાનો વિચાર પણ ડગમગી ગયો હતો , પરેશભાઈ એ પણ મનમાં વિચારી રહ્યા હતાં કે હવે આગળ શું કરવુ ??? દીકરી ની સગાઈ સારી રીતે પતી જાય તો સારુ , ના કરે નારાયણ ને કમલેશભાઈ ના ઘરે મીતા ના કરતુતો ની ખબર પડી જશે તો સગાઈ તુટી જશે અને દીકરી ના લગ્ન પણ ફોક થયી શકે છે
ના ના ,એવુ ના થવા દેવાય ..
બા ,બાપુજી ની ઈજજત નો સવાલ છે , સગાઈ ના દિવશે કમલેશભાઈ સાથે વાત કરી જોઉ ને પુછી પણ લયીશ કે લગ્ન પણ કમુરતા પછી તરતજ કરી નાખીએ તો કેવુ રહેશે ? હા એવુ જ કરવુ પડશે ,એક વાર મીતા ના લગ્ન થયી જાય તો ગંગા ન્હાયા, એકવાર એના સાસરે વડાવી દયીએ તો એક મોટી જવાબદારી પુરી થાય ,જો કમલેશભાઈ લગ્ન માટે માની જાય તો સારુ ,...
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 32 ઝંખના...

લેખક @ નયના બા વાઘેલા