Fear of Pihu in Gujarati Children Stories by Bindu books and stories PDF | પીહુ નો ડર

The Author
Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

પીહુ નો ડર

પીહુ આજે ખૂબ જ અપસેટ હતી માટે તેના દાદા તેને ગામમાં આવેલા એક મેળામાં લઈ જાય છે તેને હસાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરે છે પણ જાણે તેના મુખ પરનું હાસ્ય જ ક્યાંક ખોવાઈ ગયું છે ગુમ થઈ ગયું છે તેવું તેના દાદા ને લાગે છે આજે તેને તેની ફેવરિટ આઈસ્ક્રીમ પણ તેના દાદા અપાવે છે તેમ છતાં પીહુ ના મુખ પર સ્મિત દેખાતું નથી માટે પીહુ ના દાદા ઘેર આવીને તેની દાદીને કહે છે કે શું તને ખબર છે કે પીહુ આટલી ઉદાસ કેમ રહે છે? શું તેની શાળામાં કંઈ થયું કે શેરીમાં રમતી તેની મિત્રો સાથે તેનો ઝઘડો થઈ ગયો કે શું થયું પિહુ ને ? તેની દાદી કહે છે કે હા હું જાણું છું...
પીહુ છેલા એકાદ માસથી ઉદાસ રહેવા લાગી છે તેની દાદીને તે જણાવતા કહે છે કે તે શું કહે ?કોને કહે ?બસ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે પણ તમે ચિંતા કરો નહીં હું એને મનાવી લઈશ પીહુ ની મમ્મા અને પપ્પા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડાઓ ચાલે છે બંને વાત વાત પર રાડા રાડી અને ચીસો પાડે છે અને એમના બેડરૂમનો અવાજ હવે તો બેઠક રૂમમાં પણ આવવા લાગ્યો છે અને આ વાત ત્યાં સુધી આગળ વધી ગઈ છે કે ક્યારેક ક્યારેક તો એકબીજાને છૂટાછેડા ની ધમકી પણ આપવા લાગ્યા છે આ શબ્દોનો અર્થ એવો હાવી થઈ ગયો છે પીહુ પર કે તે હવે સારી રીતે સમજવા લાગી છે માટે તેને એક ડર રહે છે અને એ ડરના કારણે જ તે પોતાના મુખ પરનું સ્મિત હવે ગુમાવી ચૂકી છે પણ તમે ચિંતા નહીં કરો હું સંભાળી લઇશ
એક દિવસ પીહુ એ મને વાત કરેલી કે તેની શાળામાં જુલી તેના પપ્પા અને દાદી સાથે રહે છે અને ક્યારેક તે પીહુ પાસે રડતી રડતી કહે છે કે યાર મને મારી મમ્મી ખૂબ જ યાદ આવે છે પણ મારે મમ્મા મહિનામાં મને એક જ વાર મળી શકે છે મારા દાદીને મારા પપ્પા મને બહુ સારી રીતે રાખે છે પણ મારે મમ્મા પણ જોઈએ છે ત્યારે પીહુ તેને પૂછે છે કે શું થયું જુલી ત્યારે પીહુને જુલી બતાવે છે કે મારા મમ્મા અને પપ્પા ના છૂટાછેડા થઈ ગયા છે એ બંને અલગ રહે છે અને હું મારી દાદી સાથે રહું છું આ શબ્દ પીહુના હૃદય ઉપર વ્રજઘાતની જેમ ખૂંચે છે અને તેને મમ્મી પપ્પાના શબ્દો મનમાં ઘુમરીયા કરે છે કે ક્યાંક મારા મમ્મી પપ્પા પણ આવું નહીં કરે ને માટે તે કોઈને કહી પણ નથી શકતી અને હવે તેને એ ડર વધારે સતાવે છે કારણ કે તેમના મમ્મી પપ્પા પણ અલગ થઈ જવાની વાતો કરે છે તે કહે છે કે દાદા દાદી ને અને મારું શું થશે? તે પોતાના સ્ટડી ટેબલના ખાનામાંથી એક ડ્રોઈંગ પેપર લઈને આવે છે જેમાં તેને લાસ્ટ યર સ્કૂલના પ્રોગ્રામ વખતે ફેમિલી પિક્ચર બનાવવાનું હતું તે એના દાદા દાદી ની પાસે વચ્ચે બેઠી હોય છે ને તેની બાજુમાં એના પપ્પા અને મમ્મી બેઠા હોય છે એ પિક્ચર તેના માટે સૌથી શ્રેષ્ઠ પિક્ચર છે જે તેણે જાતે બનાવેલું હતું તે જે જોઈને તે ખૂબ જ રડે છે અને હવે તેને એવું મનમાં થાય છે કે આ પિક્ચર તૂટી જશે તો મારો પરિવાર તૂટી જશે તો બસ એ જ ડર તેને સતાવ્યા કરે છે તેને લાગે છે કે તેનો પરિવાર ક્યાંક વેર વિખેર થઈ જશે તો બસ આ ડરના કારણે તેના બાળ માણસ ઉપર વધારે અસર થઈ ગઈ છે અને તેના સ્મિત ને તેણે દૂર મોકલી દીધું છે
પીહુ ની દાદી એક દિવસ પીહુની સાથે લુડો રમતી હોય છે ત્યારે વાત વાત મા તે પીહુ ને પૂછે છે કે શું થયું છે પીહુ કેમ હમણાં ઉદાસ રહે છે ત્યારે પીહુ તેના ડર પાછળનું કારણ તેની દાદીને જણાવે છે ને એ તેની દાદીને પોતાના સ્ટડી ટેબલમાંથી પેલી ડ્રોઈંગ બતાવે છે અને કહે છે કે દાદી આ મારું ફેમિલી પિક્ચર છે જે મને ખૂબ જ ગમે છે જુઓ દાદા દાદી વચ્ચે હું અને મમ્મી પપ્પા આ મારું હેપી ફેમિલી પિક્ચર છે પણ મને એક ડર લાગે છે કે ક્યાંક આ મારું ફેમિલી બ્રેક નહીં થઈ જાય ને ત્યારે દાદી સવિતાબેન થી ડૂસકું ભરાઈ જાય છે અને તે પીહુ ને પોતાના ખોળામાં લઈ અને બાથ ભીળી લે છે અને કહે છે કે ના મારી દીકરી હું છું ને હું કંઈ જ નહીં થવા દઉં તારા પરિવારને તૂટવા નહીં દઉં. આપણું આ હેપી ફેમિલી હેપી ફેમિલી જ રહેશે તારા પ્રેમાળ પરિવારને હું ક્યાંય દૂર નહીં જવા દઉં તો હું તારા દાદા મમ્મી-પપ્પા આપણે બધા સાથે જ રહેશું આઇ પ્રોમિસ બેટા શું તું જાણે છે તું મને જીવથી પણ વ્હાલી છે હું તારા મમ્મી પપ્પાને સમજાવીશ અને તેની ખીજાઈશ તેને ધમકાવીશ તું ડર નહીં રાખ બેટા તું મારી ઢીંગલી છે અને મારી ઢીંગલી મને હંમેશા હસતી જ હોય તો ગમે છે આવી રીતે ઉદાસ જોઈને નહીં પોતાની વહાલી દાદીની આ વાત સાંભળીને પીહુ નો ડર જાણે
છુંમંતર થઈ જાય છે...