Prem Vachan - 6 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | પ્રેમ વચન - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ વચન - 6

પ્રેમનું છઠ્ઠું વચન સાકાર કરવા માટે ભગવાન શ્રી નારાયણ નો છઠ્ઠો અવતાર એટલે કે ભગવાન પરશુરામ અવતરિત થાય છે.

જ્યારે માં લક્ષ્મીનું રૂપ એટલે કે પૃથ્વી દેવીને ક્ષત્રિયોએ પોતાની યુદ્ધ લાલચાથી (પૃથ્વીને) રક્ત હિત કરી હતી ત્યારે ભગવાન શ્રી નારાયણ એ લીધો છઠ્ઠો અવતાર. ભગવાન પરશુરામના રૂપમાં, ચિરંજીવીનું વરદાન પ્રાપ્ત કરી પરશુરામ આ ધરતી પર આવ્યા. પૃથ્વી દેવીના પ્રત્યેક દુઃખ હરી લીધા, અને એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી એટલે કે એકવીસ વખત ક્ષત્રિયો નો નાશ કર્યો.

પૃથ્વી દેવી અને ભગવાન પરશુરામ ક્યારે એકબીજાને મળ્યા નહીં. ભગવાન પરશુરામ પોતાના અવતાર કાર્ય પ્રતિ બ્રહ્મચારી રહ્યાં. પરંતુ ક્યારે પણ પૃથ્વી દેવીનો સાથ ન છોડ્યો. હંમેશા પૃથ્વી દેવીના દુઃખ દૂર કર્યા, પ્રત્યેક વખતે તેમની રક્ષા કરી.

આ જ છે પ્રેમનું છઠ્ઠું વચન :-" જો બે પ્રેમીઓને કોઈ કારણથી એકબીજાથી દૂર થવું પડે તો પણ તેના પ્રેમમાં અંશ માત્ર પણ અંતર ન પડવો જોઈએ."

સમયના કોપથી કે શારીરિક દૂરથી જો પ્રેમ ઘટી જાય તો એ પ્રેમ કેવો? જે શારીરિક નિકટતાથી પરિભાષિત હોય, તે પ્રેમ નથી. તે માત્ર આકર્ષણ છે. જે વિયોગના દુઃખથી કે સમયના પ્રહારથી તૂટી જાય એ પ્રેમ નથી.

🙏....રાધે....રાધે....🙏

ભગવાન શ્રી રાધાકૃષ્ણ નો પ્રેમ કેવો હતો....

કૃષ્ણે રાધાના હૃદયને સ્પર્શી લીધું. તેમના મિલનની ક્ષણોમાં, રાધા કૃષ્ણના પ્રેમમાં ખોવાઈ ગઈ. આ તેમની લવ સ્ટોરીની શરૂઆત હતી. આમ, રાધા અને કૃષ્ણનું પ્રથમ મિલન તેમના આધ્યાત્મિક અને આદર્શ પ્રેમની દંતકથાની શરૂઆત હતી, જે તેમના અપાર પ્રેમ અને મિલનની લાક્ષણિકતા દર્શાવે છે.

રાધા અને કૃષ્ણને અલગ ગણવામાં આવતા નથી, પરંતુ એક જ માનવામાં આવે છે. કારણ કે તેમનો પ્રેમ એવો હતો. શ્રી કૃષ્ણએ આપણને ઘણી વખત આનો અહેસાસ પણ કરાવ્યો છે. જ્યારે રાધાનું મોં દૂધથી બળે છે, ત્યારે શ્રી કૃષ્ણને ફોલ્લા પડી જાય છે.

પ્રેમનો સાચો અર્થ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યો છે, "સમર્પણ"… નિઃસ્વાર્થ ભાવ અને જે ઈચ્છા વગર, લોભ વગર થાય છે તે પ્રેમ છે. પ્રેમ એ દુનિયાનું સૌથી પવિત્ર સંબંધ છે, પણ સાચું કહું તો એ બંધનમાંથી મુક્તિ છે, સ્વતંત્રતા છે.

ભગવાન કૃષ્ણ જ્યારે કંચનો વધ કરવા મથુરા જાય છે ત્યારે રાધા, ગોકુળ, વૃંદાવન બધુજ છોડીને જાય છે. પરંતુ માં રાધા પ્રતિ તેમનો પ્રેમ ઘટતો નથી. રાધા અને કૃષ્ણ શરીરથી બે છે, પણ આત્માથી તો એક જ છે.

🙏....રાધે....રાધે....🙏

Story of God Parshuram :-
વીર ઋષિ પરશુરામ ભગવાન શ્રી નારાયણનો છઠ્ઠો અવતાર ગણાય છે. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ (કુહાડી, ફરશી)ને કારણે એ ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દસ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના એ સુપુત્ર છે. પોતાના તપ, શાસ્ત્રો અને શસ્ત્રો વડે એટલો પ્રભાવ સિદ્ધ કર્યો કે નારાયણના દસ અવતારોમાં, રામના પહેલા છઠ્ઠા અવતાર તરીકે એ પ્રતિષ્ઠા મેળવી.

ક્ષત્રિયોએ એમના પિતા જમદગ્નિની હત્યા કરી તેથી ક્રોધિત થયેલા પરશુરામે ક્ષત્રિયો પર વેર વાળવાની પ્રતિજ્ઞા લીધી. પૃથ્વીને એકવીસ વખત નિ: ક્ષત્રિય (ક્ષત્રિય વિનાની) કરવાની પ્રતિજ્ઞા લીધી. અને એનું પાલન પણ કર્યું. ક્ષત્રિયો પ્રત્યેનો તેમનો દ્વેષ જગજાહેર બન્યો. પિતા જમદગ્નિએ જ્યારે પોતાના પાંચ પુત્રોને માતા રેણુકાનો શિરચ્છેદ કરવાનો (માથું કાપવાનો) આદેશ આપ્યો હતો ત્યારે માતૃહત્યા જેવું અધમ પાપ આચરીને પણ પિતૃઆજ્ઞાનું પાલન કરનાર પુત્ર કોઈ હતો, તો એક પરશુરામ જ હતા.

અલબત્ત, પુત્રના આજ્ઞ પાલનથી પ્રસન્ન થયેલા પિતાએ વરદાન આપ્યું. એ વરદાનમાં પરશુરામે માતાનું પુનર્જીવન પોતાની ચિરંજીવિતા માગી લીધાં. વસિષ્ઠના પ્રપૌત્ર અને વિશ્વામિત્રના ભાણેજ એવા પરશુરામે પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કર્યા પછી અશ્વમેધ યજ્ઞમાં કશ્યપ મુનિને અઢાર દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી. ત્યાર પછી મહેન્દ્ર પર્વત પર એ તપ કરવા ચાલ્યા ગયા. આજે પણ એ ત્યાં તપ કરી રહ્યા છે એવી માન્યતાને કારણે પુરાણોએ એમને ‘સાત ચિરંજીવી’માં એક ગણ્યા.

🙏....રાધે....રાધે....🙏