આગળ ના અંક માં જોયું તેમ આશકા નું રીઝલ્ટ આવવાનું હોય છે
હવે આગળ..
ઘડિયાળ માં 12 વાગ્યા ના ટકોરા પડે છે....
મમ્મી શું કરે છે તું હજી નથી આવતી . ....કેટલી વાર હોય
..
મીનાક્ષી : અરે મારી ઢીંગલી માટે મીઠાઈ નો ઑર્ડર આપવો પડે ને..
અરે પણ રીઝલ્ટ તો આવવા દે પેલા ....
એની પેલા જ મીઠાઈ
પપ્પા ને પૂછ્યું છે તે મીઠાઈ લઈ આવી
લે એમાં તારા પપ્પા ને સુ પૂછવાનું મીનાક્ષી દેવી ની દીકરી સારા માર્ક સાથે પાસ થાય અને મીઠાઈ ના હોય તે કેમ ચાલે
ને હા તું પેલા મને રાડો પાડતી હતી હવે સું કરે છે જલ્દી ચેક કર
અરે મમ્મી સાઈટ તો ખુલવી જોઈને
આજે બધા ની ભીડ મા મોડી જ ખુલશે
આ થોડું ચાલે ....ખમ હું સ્કૂલ માં ફોન કરું રીઝલ્ટ નથી આવતું
મમ્મી સ્કૂલ વાળા એમાં કઈ જ ના કરી શકે
દરવાજો એકદમ જોરથી પછડાય છે
આદિત્ય ... : ઓ વાંદરી સુ કરે છે
આશ્કા.. વાંદરા ખબર છે ને તને કે રીઝલ્ટ છે મારું
તો પણ પૂછશે કામ કર તારું
આદિત્ય અલે અલે વાંદરી ના પણ result આવે મને તો ખબર જ નથી
મીનાક્ષી તમે બને બિલાડા ની જેમ ઝગડવાનું બંધ કરશો
અહીંયા મને ટેન્શન થાય છે અને તમે બંને ઝઘડ્યા રાખો છો આદિ સુ છે તારે હેરાન ના કરીશ એને આમ પણ એ ટેન્શન માં છે
આશ્કા ...ભાગ તું અહીંયાથી
આદિત્ય બચ્ચી રોઈ પડી
આશ્કા: આદિ........
આદિ..: હા બાપા જાઉં છું
નીચે રૂમ માં....
મીના એ મીના.....ક્યાં છો
નીચે હોલ માં...
મીના :કેમ વેલા આવી ગયા તમે આજે?
મોહન:કેમ ન અવાય?
મીનાક્ષી :અરે હું પૂછું છું ખાલી
મોહન: result આવી ગયું
મીનાક્ષી: ના રે સાઇટ જ ન ખુલી
મોહન : તો આપણી કંપની માં આ..(શબ્દો ગળી જતા)
ચલ મને જમવાનું આપી દે
મીનાક્ષી:હા બેસો તમે(ખૂબીપૂર્વક આંખ નો ભીંજાયેલો ખૂણો છુપાવતા)
મમ્મી મમ્મી ઉપર આવ...જલ્દી
અરે આશ્કા સુ છે કેમ બૂમો પાડે છે આવું જ છું
મમ્મી મમ્મી એમ કહીને આશ્કા વળગી પડે છે ...અને રડે છે..
સુ થયું બેટા આમ કેમ રડે છે સુ આવ્યું result એ તો બોલ
મમ્મી મારે ૯૮ percentage આવ્યા છે અને મે..
આખા મોરબી માં ટોપ કર્યું છે
અરે વાહ બેટા મને ખબર જ હતી તું મારી હોનહાર દીકરી છે ...મીઠાઈ વહેંચવી જ પડશે હવે સાચું ને
આશ્કા; હા મમ્મી
મોહન :સુ થયું સુ આવ્યું result
મીનાક્ષી તમારી દીકરીના પૂરા ૯૮ ટકા આવ્યા છે અને મોરબી માં ટોપ કર્યું છે
મોહન રાય; આવ મારી દીકરી મને ખબર જ હતી તું કરી સકે છે અમુક જીદ (આશ્કા ને માથા પર હાથ ફેરવે છે )
આદિત્ય: congratulations 🎉 વાંદરી....
ઘર માં એકદમ ખુશી નું વાતાવરણ હોય છે
દાદી ને પગે લાગી આવ
હા મમ્મી ..
બધા હૉલ માં બેઠા હોય છે...
દ્રશ્ય: ૧૦૦ વરસ પૂર્વે ની પરંતુ આલીશાન હવેલી રાજ
રજવાડા જેવું કોતરણી ઝરૂખા રંગીન કાંચ થી ઝગારા મારતાં હતા જાણે રાજા નો જ મહેલ જોઈ લ્યો
આવાં મહેલ માં પડઘો ગુંજી ઉઠ્યો ...ઇન્દ્રજીત....
અને સાથે કાચ તૂટવાનો ભયંકર અવાજ.
વધુ આવતા અંકે
કોણ છે આ ઇન્દ્રજીત ?
શું સંબંધ છે મોહન રાય પરિવાર સાથે?
શું હસે મોહન રાય. ના અધૂરા વાક્યો મૂકવાનું કારણ?
જાણવા માટે વાંચતા રહો .. when the love begins with hate....💕