Shiddat - 2 in Gujarati Short Stories by Maya Gadhavi books and stories PDF | શિદ્દત..એક રોમાંચક નવલકથા - 2

Featured Books
Categories
Share

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 2






શિખા જેને શિદ્દતથી ચાહે છે તે છોકરો એટલે "આદિત્ય ઓબેરોય"

આદિત્યને શિખા ખૂબ જ પ્રેમ કરે છે...આ ચાહત એકતરફી છે કારણ કે આદિત્ય તો શિખા સામે જોતો પણ નથી,આદિત્યના સ્વભાવ અને હરકતોથી વાકેફ છતાં શિખાની ચાહત વધતી જ જાય છે

શિખા એ જ્યારે પહેલી વાર આદિત્યને જોયો ત્યારથી તેને ચાહવા લાગી છે,શિખાએ 5વર્ષ પહેલાં જે દુર્ઘટનાઓ નો સામનો કર્યો છે તે તેના દિલ દિમાગ પર 2 વર્ષ હાવી રહ્યું...
તેની જિંદગી સાવ જ વેરાન થઈ જાય છે , તેને ભૂતકાળમાં જે મનગમતું ખોયેલું છે તેના કારણે ફરી સારી રીતે જીવવાનું એક પણ કારણ નહોતું ત્યારે

તેની મુલાકાત આદિત્ય સાથે થાય છે, આદિત્યને અહી 6 મહિનાથી તેના નાના ના ઘરે રહે છે , તેને રહેવું જ નથી ગમતું પણ અહી રહેવા શિવાય બીજો કોઈ રસ્તો જ નથી
એ હેન્ડસમ બોય મૂળ કચ્છનો જ છે પણ વર્ષોથી તેના માતા પિતા સાથે ચંદીગઢ રહે છે. 6 ફૂટ ઊંચાઈ અને આ ઊંચાઈ પ્રમાણે જ ભરાવદાર શરીર ....હંમેશા બ્લેક ટીશર્ટ અને બ્લેક જીન્સ માં સજ્જ રહેતો એ છોકરો રંગીન મિજાજી અને ખૂબ જ શોખીન..

એકાદ વર્ષ પહેલાં આદિત્યના મમ્મી પપ્પા નું કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે, તે સાવ જ નિરાધાર બની જાય છે આ દુર્ઘટનાને ભૂલવા માટે તે સતત બહાર ફરતો રહેતો વધારે સમય મિત્રો સાથે ગાળતો અને વ્યસનથી પણ બંધાઈ ગયો
આદિત્યનો અગત્યનો શોખ કાર લઈ ને ફરવું અને પોતાના આકર્ષક વ્યક્તિત્વથી મોર્ડન છોકરીઓ ને મોહિત કરવી અને એમની સાથે ફરવું, વાતો કરી સમય ગાળવો, હજુ સુધી પ્રેમ તેને કોઈ સાથે નથી થયો આમ પણ એ છોકરીઓ થી 5-7 વાર મળ્યા પછી નફરત કરવા જ લાગતો તેથી તેને થતું કે કોઈ છોકરી પ્રેમ કરી જિંદગી ભર સાથે રહે એવી છે જ નહીં.

મોજ શોખના અલમસ્ત જિંદગી જીવતા આદિત્યએ 6 મહિનામાં તો મમ્મી પપ્પા એ ભેગી કરેલી સંપતિ ઉડાવી પણ દીધી બસ રહ્યું માત્ર ચંદીગઢમાં એક ઘર અને એક બ્લેક કીઆ સેલ્ટોસ કાર તેના પપ્પા મોટા ઉદ્યોગપતિ હતા પણ આદિત્ય બિઝનેસ સાચવી શક્યો નહીં, તેના પપ્પા ના બિઝનેસને તો તેણે સાવ તળિયે બેસાડી દીધો અને ઉપરથી કર્જ ચઢી ગયું તેથી તે અહીં નાના પાસે આવી જાય છે ...સંપત્તિથી સંપન્ન નાના ના મૃત્યુ પછી બધું તેને જ મળશે એ લાલચે તે માંડવી આવી જાય છે અને નાના સાથે રહે છે.

આદિત્ય એટલે દિલધડક છોકરો જેને જોઈ કોઈ પણ છોકરી તેને પસંદ કરી શકે તેવી જ પર્સનાલિટી (વ્યક્તિત્વ)
માંડવીમાં નીલકંઠ સોસાયટી માં શિખાનો બંગલો સૌથી શ્રેષ્ઠ હતો તેના ઘરની સામે ના ઘરથી ડાબી બાજુ એ ચોથા નંબરનું ઘર એટલે આદિત્યના નાના નું ઘર, આજે તો આદિત્ય સવારના 6 વાગ્યા માં ઊઠીને દરવાજા પાસે ઊભો છે બ્લેક ટીશર્ટ અને શોર્ટ્સ પહેરેલું છે ,હાથ ઊંચા કરી આળસ મરડી રહ્યો છે આજુ બાજુ એક નજર કરી કાન પર હેડફોન લગાવી ઊભો છે....

બરાબર એ જ સમયે શિખા પોતાના ઉપરના રૂમની બાલ્કની માં આવે છે પોતાના હવામાં લહેરાતા વાળને બાંધી રહી છે અને અચાનક તેનું ધ્યાન આદિત્ય તરફ જાય છે તેના ચહેરા પર સ્મિત રેલાઈ જાય છે અને તેને જોતા મનમાં જ બબડાટ શુરૂ કરે છે...

અરે ! રાજકુમાર આજે આટલું જલ્દી ઉઠી ગયા ..લે કેમ આટલું જલ્દી ? શું ઊંઘ નઈ આવતી હોય? મમ્મી પપ્પા ને યાદ તો નઈ કરતો હોય ને અહીં અજાણ્યા લોકો સાથે કેમ ફાવે બિચારા ને, જોતો સવાર સવાર માં તેને જોઈને મને તો તેના પર પ્રેમ આવે છે ...

આદિત્ય જોગિંગ કરવા નીકળે છે...
ફરી શિખા બોલી ઊઠે છે ..
"અચ્છા તો મહાશય જોગિંગ માટે ઉઠ્યા છે જલ્દી"

"અરે તારી પાસે ફક્ત બ્લેક ટીશર્ટ જ છે ? હમમ...આવ્યો ત્યારથી કાળા રંગ ચઢાવી ફરે છે તે, બ્લેક ટીશર્ટ અને બ્લેક જીન્સ એ જ કપડાં હોય કઈક બદલાવ લાવો મહાશય કપડામાં .."

" ના..ના ...તું બ્લેક કપડાં જ પહેર તેમાં જ દિલધડક લાગે છે"

આદિત્ય તેના ઘર પાસેથી નીકળતા ઉપર બાલ્કની તરફ જુએ છે અને તરત નીચે જોઈ આગળ વધે છે

શિખા મનમાં બોલે છે " એય કેમ એક નજર જ કરી ને આગળ નીકળી ગયો? થોડી વાર ઊભા રહેવાય,કંઇક વાત કરાય,મને સાથે ચાલવા કહેવાય..આમ ખડુશ ના બનીશ હાન..!

અહીં તો કોઈથી પ્રેમથી વાત નથી કરતો અને ફોન પર મીઠી મીઠી વાતોના કેવા ચપાટા મારે છે ...

"કંઈ વાંધો નઇ ચલો હું તો તને અવિરત ચાહતી જ રહીશ તું ભલે આમ અટૂલો રહે"

શિખા બગાસું ખાતા અંદર રૂમમાં જાય છે "ચલો સૂઈ જાઉં હવે , આટલું જલ્દી ઉઠી શું કરીશ"


શિખા દસ વાગે ઉઠે છે ફ્રેશ થઈ હોલમાં જાય છે,નાસ્તો કર્યા પછી તેના મમ્મી -પપ્પાને સ્કૂલ જવા માટે નીકળતા હોય છે ત્યારે તેના પપ્પાને રોકતા કહે છે,

"પપ્પા આજે સુરત જવું પડશે, તો જઇ શકું છું?

શિખાના પપ્પા તેમને પહેરેલ ફ્રેમલેસ ચશ્મા કાઢે છે પછી શિખાના ખભા પર હાથ રાખતા કહે છે,

"ધ્યાન થી જજે બેટા"

ત્યાં તેના મમ્મી રિધ્ધિ બહેન પ્રકાશભાઈ(શિખાના પપ્પા) ની પાસે આવી ઊભા રહી જાય છે અને તરત જ બોલે છે,

"શું ધ્યાન થી જજે બેટા ? ક્યાંય નથી જવાનું શિખા તારે ઘરે રહે શાંતિ થી હું તને સુરત જવાની પરવાનગી બિલકુલ નહિ આપું"

આ સાંભળી શિખા તેના પપ્પા સામે પ્રશ્નાર્થ ઈશારો કરે છે
પ્રકાશભાઈ રિધ્ધિ બહેન ને સમજાવતા કહે છે,

"તું ચિંતા ના કર તારું પૂરું પિયર છે ત્યાં શિખાનું ધ્યાન રાખવા અને ત્યાં તે સુરક્ષિત જ રહેશે ,આમ પણ તે પોતાનું કામ ખતમ કરી આવી જ જશે ને પાછી ઘેર"

રિધ્ધિ બેન જમણા હાથ પર ડાબો હાથ પછાડતા શિખા સામે જોઈ કહે છે

"હા, એજ ને બેટા તારે જવું જ કેમ છે એ કામ માટે , જે કામ તારું છે જ નહિ તો , તમે બંને બાપ દીકરી મારાથી ભલે છુપાવો પણ હું તારી મમ્મા છું શિખા બધું સમજુ છું જાણું છું , એટલે હું નથી ઈચ્છતી કે તું સુરત જા અને બીજા કોઈની મિલકત માટે તું હેરાન થાય ...

શિખા અને તેના પપ્પા એકબીજા સામે જુએ છે શિખા હોઠ બીડી નારાજગી વ્યક્ત કરે છે...

રિધ્ધિ બેન શીખાનો હાથ પકડી કહે "દેખ બેટા હું તારું સારું જ ઇચ્છુ છું , પહેલા પણ મે જે કંઈ કર્યું એ તારા સારા માટે જ કર્યું અને હમણાં પણ , તારે ક્યાંય નથી જવાનું એટલે જીદ ના કરીશ ખોટી નહિતર તારો ભૂતકાળ તને સંભળાવી પછી સમજાવવી પડશે..

શિખા તેના મમ્મીનો હાથ જાટકા થી હટાવતા કહે છે ..

"સિરિયસલી મમ્મી.....તે મારું હમેશા સારુ વિચારી એ બધું કર્યું હતું કે પછી પોતાના સ્વમાન માટે??
અને રહી વાત મારા ભૂતકાળની તો તારે સાંભળી ને ખુશ થવું જોઈએ કે હવે હું મારા ભૂતકાળથી ઘટનાઓ સારી રીતે સ્વીકારી ચૂકી છું "

આટલું કહું તે જડપથી સીડી ચઢી પોતાના રૂમ તરફ જાય છે જતાં જતા કહેતી જાય છે...

"સુરત તો જવાની જ છું હું આજ નહિ તો કાલે જઈશ"

આ સાંભળી શિખા ના મમ્મી પપ્પા એકબીજા સામે જુએ છે , રિદ્ધિ બેન કઈક બોલવા જાય છે પણ પ્રકાશ ભાઈ ઈશારો કરી ચૂપ રહેવા કહે છે અને બંને ઘરની બહાર નીકળી જાય છે ...


શિખાને સુરત જવા માટે તેના મમ્મી ના કેમ કહે છે ? અને શિખાને ક્યાં કામ માટે સુરત જવું છે ??
એ જાણવા વાંચતા રહો ....shiddat....