Zankhna - 30 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 30

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 30

ઝંખના @પ્રકરણ 30

મીતા ની હાલત જોઈ મીના બેન અને પરેશભાઈ તો એમ જ સમજ્યા કે મીતા ને કદાચ સગાઈ થી પ્રોબ્લેમ હશે ,લગ્ન કરવા માટે તૈયાર નહી હોય......પરેશ ભાઈ એ વિશાલ ને કહ્યુ ભાઇ વિશાલ શુ છે આ બધુ ???
જે હોય એ હકીકત મને કહો તો ખબર મડે મને ......
પરેશકાકા તમને કયી રીતે કહુ એ સમજાતુ નથી..બહુ ખરાબ બની ગયુ છે ....
બોલ ને ભાઈ, મારુ બીપી વધે છે...... તો સાંભળો કાકા ,મીતા અંહી આવી ત્યાર થી એક મયંક નામના છોકરા સાથે પ્રેમ મા હતી, અમને એમ કે એક કોલેજમાં ભણે છે એટલે મિત્ર હશે.....પણ અમારી ધારણાં ખોટી પડી ...મીતા એ છોકરા મયંક ને પ્રેમ કરતી હતી....ને અંહી શહેરમાં આવુ બધુ કોમન છે
કોલેજ માં બધા કોઈક ને કોઈક ની સાથે દોસ્તી કે પ્રેમ મા હોય છે....આ વેકેશન મા મીતા ત્યા આપડા ગામ ઘરે આવી ત્યારે એની સગાઈ વંશ સાથે કરવા ની છે એ નકકી થયુ , મીતા ને મયંક સાથે લગ્ન કરવા હતાં....એ વાત એણે કયાર ની ય વિચારી રાખી હશે....ને તમે ત્યા એની સગાઈ નુ નક્કી કર્યુ એટલે એણે ઉતાવળ મા મયંક સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો ..... ને એ તો ઠીક કાકા મોટી વાત તો એ છે કે મીતા તમારા ઘરે થી વીસ લાખ રોકડા લાવી હતી અને પચીસ તોલા ના ઘરેણાં લાવી હતી ,મયંક સાથે ભાગી જવા માટે ,એ છોકરો ગરીબ ઘર નો હતો.....શુ તો અમારાં ઘરે જે ચોરી થયી એ મીતા એ કરી હતી ??? મીના બેન ચોંકી ગયા......પરેશભાઈ લમણે હાથ દયી નીચે બેસી ગયા...
ને બોલ્યા હે ભગવાન પોતાના ઘરમાં જ આટલી મોટી ચોરી ??? ને પછી ગુસ્સે થયી ને મીતા ને બે લાફા ઝીંકી દીધા..... ને મીના બેન સામે જોઈ બોલ્યા, જોયુ આ તારી દીકરી ના કરતુત....શરમ આવી જોઈએ આને...એણે એ પણ ના વિચાર્યું કે ઘરે ખબર પડશે તો એની શુ હાલત થશે....? મીના બેન તો સાવ ડઘાઈ જ ગયા ને રડી પડ્યા.....મીના બેન ને એમની દીકરીયો પર અભિમાન હતુ કે મારિ દીકરીયો કેટલી સીધી સાદી ને સંસ્કારી છે..... ને આજે એ જ દીકરી એ બાપનું નાક વાઢયુ પરેશભાઈ એ બધો ગુસ્સો મીના બેન પર કાઢ્યો બહુ બધુ સંભળાયવયુ ને મીના બેન એ ચુપચાપ સાંભળી લીધુ .... મીતા ની હાલત તો કાપે તો લોહી ના નીકળે એવી થયી હતી.....આંખો મા થી આશુ નીકળી રહ્યા હતા....ને મીના બેન પણ રડી રહ્યા હતા....રીટા પરેશકાકા ને કાકી માટે પાણી લયી આવ,વિશાલે કહયુ ....રીટા એ ઉભા થયી બન્ને ને પાણી નો ગલાશ આપ્યો.....પરેશભાઈ એ બે ઘુટા પાણી પીધુ અને ગલાશ ટ્રે મા પાછો મુક્યો ને પછી ગુસ્સે થયી બોલ્યા એ નાલાયક છોકરો કયાં રહે છે
કયા ગામ નો છે એ સાલા ને છોડીશ નહી હું......ને હા આ નપાવટ છોકરી એ એ રુપિયા ને ઘરેણાં સાચવીને રાખ્યા છે કે નહી ??? કાકા એ જ તો મોટી ચિંતા ની વાત છે ,એ મયંક મીતા ને પ્રેમ કરતો જ નહોતો , એણે
મીતા સાથે છેતરપીંડી કરી અને એ બધો મુદામાલ લયી ને બિહાર ભેગો થયી ગયો...
ને ટેનશન ની વાત તો એ છે કે એ બિહાર ના કયા ગામનો વતની છે ને કયાં રહે છે એ કોઈ જાણતુ નથી.....મીતા એ પહેલે થી જ એ ઘરેણાં ને લાખો રુપિયા એ નાલાયક ને આપી દીધા હતા
ને અંહી શહેરમાં પણ એ કયાં રહેતો હતો એની ખબર પણ કોઈ ને નથી.....એ તો મીતા ને લયી ટ્રેન મા બેસી ગયો હતો ને પછી ત્યાથી મીતા ને એકલી ટ્રેન મા મૂકી ને રફુચક્કર થયી ગયો , આ તો સારુ છે મીતા બીજા સ્ટેશને ઉતરી ગયી ,નહીતર છેક ગાઝીયાબાદ પહોંચી જાત, એ નાલાયક હતો યુપી નો ને ટિકીટ બુક કરાવી હતી ગાજીયાબાદ ની.... રેલ્વે પોલિશ એ અને કોલેજ ના પ્રિનસિપાલ એ એ મયંક પર પોલીશ કેશ કર્યો છે.....પણ
હજી કોઈ ભાડ મડી નથી...
ને આવો ચાલાક છોકરો કોઈ સુરાગ છોડી ને જાય એવો નથી.... આ છોકરી એ તો મને કયાર નો ના રાખ્યો....
ત્યા અમારા ઘરે હજી ગયી કાલે જ ખબર પડી આ ચોરી ની...અને ઘરમાં બા ,બાપુજી ને બધા ટેન્શન મા આવી ગયા છે ને ઘરમાં મોટી બબાલ પણ થયી અને ચોરી નો આરોપ પેલા જનક પર લાગ્યો છે, ને આ નાલાયક છોકરી આવડુ મોટુ કાડં કરીને અંહી શાંતિ થી બેઠી છે.....બા હંમેશા સાચુ કહેતા હતા કે આ છોકરી ઓ પર લગામ રાખો , આમ શહેરમાં ભણવા ના મોકલશો, કોક દિવશ પછતાવા નો વારો આવશે...
પણ આ તારી કાકી જીદે ચઢી બા ના પગ પકડી લીધા ને મહાપરાણે આ નપાવટ ને કૉલેજ માટે શહેરમાં મોકલવા મનાવ્યા....ને જુઓ હવે દીકરી એ તો નાક વાઢયુ....આતો સારુ છે આ બનાવ અંહી શહેરમાં બન્યો
બાકી જો ગામડે આવુ થયુ હોત તો મારા બાપા દાદા ની
ઈજજત ના કાકંરા જ થાત ને ? હવે પતી ગયુ આ છોકરી નુ ,ભણવાનુ બંધ અને જેટલા બને એટલા જલદીથી લગ્ન......મીના બેન તો શુ બોલે ? બસ ડૂસકાં ભરતા હતાં.......
ને પરેશભાઈ એ વિશાલ અને ગામનાં જે બધા હતા એ લોકો ને હાથ જોડી ને
કહ્યુ, જુઓ બેટા અંહી જે થયુ એ ગામમાં કોઈ ને કહેતા નહી, મારી આબરુ જશે અને આ છોકરી ના લગ્ન પણ નકકી નહી થાય ,એટલે પ્લીઝ આટલુ મારુ માન રાખજો....વિશાલ એ પરેશભાઈ ના હાથ પકડી લીધા અને બોલ્યો ના ના કાકા તમે આમ હાથ ના જોડો ,અમે સમજીએ છીએ અંહી જે ઘટના બની એની વાત અમે કોઈ ગામમાં નહી કરીએ.....તમે ચિંતા ના કરશો....આ તો સારુ છે દીકરા તમે ગામનાં હતાં એટલે આને શોધવા ગયાં ને પાછી લયી આવ્યા.....જો આડુ અવડુ પગલુ ભર્યુ હોત
તો પણ ઈજજત જાત , આભાર બધા નો....મીતા પોતાના પપ્પા ને બધા સામે હાથ જોડતાં જોઈ ને ખુબ પછતાઈ રહી હતી....ને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને પરેશભાઈ ના પગમાં પડી ને બોલી મમ્મી પપ્પા મને આટલી વાર માફ કરી દો,મારા થી બહુ મોટી ભુલ થયી ગયી....હવે હુ જીંદગી મા કદી કોઈ ભુલ નહી કરુ ,
પણ પ્લીઝ મારુ ભણવાનુ બંધ ના કરાવતાં.....તમે જેમ કહેશો એમ હું કરીશ
સગાઈ પણ કરીશ ને તમે કહો છો ત્યા પરણી જયીશ
પણ મારુ આટલુ વરસ બાકી છે મને એ પુરુ કરી લેવા દો....ના રે હવે તારો કોઈ ભરોસો ના કરાય ,એક
વાર તને છુટી મુકી ને જોઈ લીધી .... હવે બેસી રહ્યા વિના સામાન પેક કર, સમય નથી ...સીટી મા થી સગાઈ માટે ઘરનાં બધા ની શોપીંગ પણ કરવા ની છે , બધો મૂડ
મરી ગયો ....કેટલા અરમાન હતાં ને કેટલા સપના જોયા છે કે ધામધુમથી સગાઈ કરીશુ ને શાંતિ થી આવતા વર્ષે લગ્ન....પણ ના હવે તો તત્કાલ લગ્ન,.....મીતા ચુપચાપ ઉભી થયી ને રીટા અને નીશા એ પેકીંગ મા એની મદદ કરી....મીના બેન પણ ઉભા થયી વોશરૂમ મા જયી મોંઢુ ધોઈ આવ્યા....
એમણે જીંદગી મા પહેલી વાર આટલુ સાભંડવુ પડયુ હતુ , બાકી પરેશભાઈ તરફ થી એમને કદી એક શબ્દ નહોતો સાંભળયો....ને હજી
ઘરે જ્યારે બા ,બાપુજી ને ખબર પડશે તો શુ હાલત થશે એ વિચારી ને મનમાં ધ્રુજી ઉઠ્યા.....પરેશભાઈ એ બહાર હોસ્ટેલ ની લેવડ દેવડ બાકી હતી એ પતાવી ને ગાડી મા જયી બેસી ગયાં
મીતા એ પણ વોશરૂમ મા જયી મો ધોઈ વાડ સરખા કર્યા ને ચુપચાપ આગળ થયી ,મીના બેન એ પણ રીટા ,નીશા અને છોકરાઓ ને હાથ જોડી વિનંતી કરી કે
ગામડે કોઈ ને આ વાત કરતાં નહી ,નહીતર મીતા ના લગ્ન થવા મુશકેલ પડશે....
કાકી તમે ચિંતા ના કરો અમે સમજીએ છીએ, મીતા ની ઈજજત જાય એવુ અમે કદી નહી કરીએ.....ને મીના બેન પણ ગાડી માં આવી ને બેઠા.....મીતા ચુપચાપ મમ્મી પાસે બેઠી.....વિશાલ એ રીટા અને નીશા ને મજાક મા કહ્યુ, જોયુ પ્રેમ નુ પરીણામ? તુ ને નીશા આ જોઈ ને ચેતતા રહેજો , ને તમારા બોયફ્રેન્ડ સાથે ના સબંધો હવે છોડી દેજો...
આ શહેર છે આપણુ ગામડુ નથી ,અંહી પ્રેમ ની કોઈ કદર ના હોય, હા વિશાલ આ મયંક એ જે કર્યુ એ પછી તો મે અને નીશા એ છોકરાઓ સાથે દોસ્તી કે પ્રેમ મા પડવુ જ નહી એવુ નકકી કરયુ છે
ચાલ અમે જયીએ એ અમારી હોસટેલ મા ને રવિ ને વિશાલ ,મનન બાજુ ની બોય હોસ્ટેલ મા ગયાં.....
પરેશભાઈ એ ગાડી બજાર મા ઉભી રાખી ને મીના બેન ને પૈસા નુ બંડલ આપી બોલ્યા જાઓ જે લિસ્ટ છે એ બધુ લયી આવો હુ ગાડી મા જ બેઠો છું, પણ તમે ચાલો ને ઐકલા બેસી રહેશો ? હા હવે કોઈ મુડ નથી....જાઓ જતા આવો,
મીનાબેન એ કપડા ની દુકાન મા થી ચારેય દીકરી ઓ માટે ડ્રેસ ને પાયલ નો મેકઅપ નો સામાન ,નાના પુનમ માટે કપડાં ને થોડા રમકડાં લીધા ,ને મીતા ને પુછયુ તારે બીજુ કયી લેવાનુ હોય તો લયી લે જે ત્યા કયી નહી મડે ,.....સાડીઓ ને ઘરેણાં તો ઘરે આવી જશે પણ બીજુ કયી લેવુ હોય તો....?
મીનાબેન મીતા ને લયી ને કટલરી ની દુકાને ગયા ને મીતા ની અને ત્રણેય દીકરી ઓ ની બંગડી ને બીજુ બધુ ખરીદી લીધુ ,પાયલ માટે પણ ઘણુ બધુ ખરીધુ ,બસ
પોતાના માટે કયી જ ના લીધુ , એમનો પણ મુડ મરી ગયો હતો, એમને તો હજીય માન્યા મા નહોતું આવતુ કે પોતાનુ લોહી ,સંસકાર પોતાની દીકરી મીતા એ આટલુ મોટુ કાડં કરી નાખ્યુ
એમનો મૂડ સાવ ઓપ થયી
ગયો.....લિસ્ટ મા લખેલી બધી વસ્તુ ને કપડાં ની ખરીદી થયી ગયી....એટલે
ગાડી મા આવી ને બેઠા , મીના બેન એ પુછ્યુ? શુ અત્યારે જ નીકળી જવુ છે?
હા ,ખોટુ હોટલ મા રોકાઈ એ પણ તોય ચેન તો પડશે નહી ....એટલે નીકળી જ જયીએ....સારુ ....પાછળ મીતા બેઠી ને બધી શોપિંગ બેગો ત્યા જ મુકી ને મીના બેન આગળ ની સીટ મા પરેશભાઈ પાસે બેઠા.....
જયાં સુધી શોપિંગ પતી ત્યા સુધી પરેશભાઈ એકલા બેઠા એ જ વિચારતાં હતાં કે હવે આગળ શુ કરવુ ?
ઘરે બા ,બાપુજી ને મીતા એ કરેલી ચોરી ને એના પ્રેમ પ્રકરણ ની વાત કરવી કે નહી??? મીના બેન પણ બાજુ માં બેઠા વિચારી રહ્યા હતાં કે ઘરે શુ થશે ?? મીના બેન ને ચિંતા મા જોઈ ને પરેશભાઈ બોલ્યા....મીના એક કામ કરીએ તો ? શું ?
આ ચોરી વાડી વાત ઘરે બા ,બાપુજી ને નથી કરવી ,નહીતર ઘરમાં મોટો હંગામો થશે ....ને આજુબાજુ મા કોઈ સાંભળી જશે તો ઈજજત જશે ,ને આપણુ બેનુ પણ આવી બનશે , બા ,બાપુજી આપણ ને આખી જીંદગી સંભાળાવશે,.....હા તમારી વાત સાચી છે.....આવુ કરો તો બહુ સારુ , હુ તમારી આભારી રહીશ , પરેશભાઈ બોલ્યા સાંભળે છે છોકરી..
ઘરે બા, બાપુજી ને તારા આ પ્રેમ પ્રકરણ ની ને ચોરી ની ખબર પડવા નથી દેવાની ,એટલે ચુપ મરજે, અમારી ઈજજત ના કાઢતી.
મીતા ને પપ્પા ના શબ્દો થી થોડી શાંતિ થયી કે ઘરે રુખી બા ને બાપુજી નુ સાભંડવુ નહી પડે ,.....પરેશભાઈ બોલ્યા, મીના ગમે એવી ,પણ દીકરી તો આપણી છે ને ,એણે જે ભુલ કરી એ જીવનભર માફ
કરવા જેવી નથી ,ને હું તો કરીશ પણ નહી.....પણ ખોટુ સમાજમાં ને આપણાં ઘરમાં એની છબી ના ખરડાય એ જોવુ પણ આપણુ કામ છે ,.....મીના બેન પરેશભાઈ ની વાત સાંભળી ને થોડા નિશ્ચિત થયાં ને મીતા ને પણ ટેન્શન ઓછુ થયુ, સંતાનો ગમે એટલી મોટી ભુલ કરે પણ
મા ,બાપ માફ કરી જ દે છે
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 31..ઝંખના..

લેખક @ નયના બા વાઘેલા