Zankhna - 28 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 28

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 28

ઝંખના @ પ્રકરણ 28

વિશાલ એ બીજા દિવશે મીતા ની રજા માટે અરજી આપી દીધી ,મીતા એ હાલ પુરતુ કૉલેજ ના જવાનુ વિચારી લીધુ .....આખી કોલેજમાં એની અને મયંક ની ખરાબ વાતો થયી રહી હતી ને મીતા ખુબ જ શરમ અનુભવતી હતી......
અંહી ગામડે મીતા ની સગાઈ માટે ની તૈયારી ઓ ચાલી રહી હતી ..... પરેશભાઈ ને મીના બેન ને શહેરમાં મીતા ને લેવા અને
મીતા ની સગાઈ માટે શોપિંગ
પણ કરવા ની હતી , એટલે પરેશ ભાઈ એ રાત્રે જ રુખી બા ને કહ્યુ, બા તીજોરી મા થી બે ચાર લાખ રૂપિયા કાઢી આપો ને કાલે સવારે શહેરમાં જવા વહેલા નીકળવાનુ છે ....મીતા ને લેતા આવીશુ અને સગાઈ માટે બધા ની શોપીંગ ને એ
બધુ ખરીદી કરતાં આવીએ
રુખી બા એ ઉભા થયી બટવા મા થી તિજોરી ની ચાવી કાઢી ને તિજોરી ખોલી
ને પૈસા મુકવાનુ લોકર ખોલયુ ને જોયુ તો જે રકમ ઘરમાં અરજનટ જરુર પડે એ માટે રાખતા હતા એ પચીસ લાખ રુપિયા અંદર થી ગાયબ હતા..... ઓ માડી રે... આમા થી રુપિયા કયાં ગયાં ??? ને આત્મારામ ને પુછ્યુ, પરીયા ના પપ્પા તમે લોકર મા થી પૈસા કાઢ્યા હતાં?? આત્મા રામ ચશ્મા સરખાં કરતા બોલ્યા
ના રે મારે પૈસા ની શી જરુર પઠે ને એ પણ આટલા બધા
ને જ્યારથી તુ પરણી ને આવી છે આ હવેલીમાં ત્યાર ની તિજોરીની ચાવીઓ ને અન્ય વહીવટ તો તમે જ સંભાળો છો ,....રુખી બા એ પરેશભાઈ ને પુછી જોયુ
બેટા તે કયી કામે આ લોકર મા થી પૈસા લીધા હતાં? ના રે બા ચાવી તમારી પાસે જ હોય છે ને મારો તબેલા નો ખેતીવાડી નો હિસાબ મારા એકાઉન્ટ મા જ હોય છે પછી ઘર મા મુકેલા પૈસા હુ શુ કરવા લવ ? ને એ પણ તમને પુછ્યા વિના ? મે નથી લીધા , રુખી બા એ ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો
મીના બેન ને પણ પુછ્યુ, ને પછી એકદમ પાયલ ને જનક યાદ આવ્યા એટલે વનિતા ને ઉપર મોકલી નીચે
બોલાવવા માટે , પાયલ ને જનક ને નવાઈ લાગી આમ રાત્રે અગિયાર વાગે બા એ નીચે કેમ બોલાવ્યા હશે ???
પાયલ પુનમ ને પારણાં મા સુવાડી ને નીચે આવી ને સાથે એનો ભાઈ જનક પણ
નીચે આવ્યો..... ને બધા ને સાથે નીચે જોઈ અંચબામા
પડી ......રખી બા એ ગુસ્સે થયી કહ્યુ પાયલ વહુ ઘરમાં થી મારી તીજોરી માંથી પચીસ લાખ ની ચોરી થયી છે....હુ બધા ને પુછુ છુ કે સાચે સાચુ કહી દે જો તીજોરી મા થી પૈસા કોણે ચોર્યા છે ??? બધા ગભરાઈ ગયા , પાયલ આ સાંભળી ને
ગુસ્સે થયી ને બોલી, ઘરની
કમાન અને તીજોરી ની ચાવીઓ તો તમારી પાસે રાખો છો તો તમે જાણો અમને શું ખબર ??? પાયલ ના જવાબ થી રુખી બા નો સીધો શક એ ભાઈ બહેન
પાયલ અને જનક પર જ ગયો ને વિચારવા લાગ્યા,
સગાઈ કરી એ સમયે એમની ગરીબી જોઈ હતી મે
શોપિંગ માટે પચાસ હજાર નુ બંડલ જોઈ ને બન્ને ની આંખો પહોડી થયી ગયી હતી ને આતો આખા પચીસ લાખ ના બંડલો .....એટલે સો ટકા આ બે મા થી એક
જ હોવા જોઈએ ,કા તો પાયલ વહુ અને કા તો પછી
એનો ભાઈ જનક.....પાયલ બોલી બા તમે કહેવા શુ માગો છો ?? ચોખ્ખા શબ્દો મા કહો .... ચોખ્ખા શબ્દો મા જ પુછુ છું કે જે પણ હોય એ સાચું કહીદે તો માફ પણ કરી દયીશ , પૈસા લીધા છે કે નહી ? પાયલ બોલી ,બા અમે ગરીબ જરુર છીએ પણ ચોર નથી
તમે મને લેવા આવ્યા હતાં તમારી ગરજે ને હુ આવી છુ
ને તમને વારસદાર પણ જણી ને આપ્યો તો હવે શુ છે ?? ઘર ની વહુ પર આમ
ચૉરી નુ ઇલ્જામ લગાવો છો ? મીના બેન વચ્ચે જ બોલી ઉઠ્યા માફ કરજો બા પણ પાયલ આવુ વિચારી પણ ના શકે આ ઘર એનુ પણ છે ને .....મીના બેન ની વાત સાંભળી ને પાયલ બોલી હા મોટી બેન .... હુ શુ કરવા ચોરી કરુ ને હા તમને બધા ને વિશ્વાસ ના આવતો હોય તો હુ મારા દિકરા પુનમ ની સોગંધ ખાઉ છું, ને એની સાથે મીના બેન એ પણ એમની ચારેય દીકરી ની સોગંધ ખાધી..... ઘરમાં હોબાળો મચી ગયો , ને પછી રુખી બા એ ચોરી નુ સીધુ આડ જનક પર જ લગાવી દીધુ , ને બોલ્યા તો જરુર આ જનક એ જ ચોરી કરી છે , હા જનક આજથી ચાર
દિવશ પહેલાં તુ અડધી રાત્રે નીચે આવ્યો હતો , ને ઓશરી મા આંટા મારતો હતો ને તિજોરી ની ચાવીઓ
મારા બટવા મા જ હોય છે અને બટવો મારા ઓશીકા નીચે જ હોય છે ...... એનો સીધો મતલબ છે કે ચોરી તે
જ કરી છે ,તે તારી જીંદગી મા આટલા રુપિયા જોયા નથી એટલે જ તારી દાનત ખરાબ થયી હશે , ......જનક લગભગ રડવા જેવો થયી ગયો ને બોલ્યો ના બા મે કોઈ ચોરી નથી કરી ,હુ મારી બહેન ના ઘરમાં ચોરી શા માટે કરુ ?
ને જનક ની સાઈડ લેતા બોલ્યા બા જનક એવુ ના
કરે , મને વિશ્વાસ છે જનક પર ......ચુપ થા પરીયા તને શુ ખબર પડે ? હુ ઓડખુ છુ આને બરાબર એટલે તો બહેન ની સાથે દહેજ મા સાથે આવ્યો છે, પાયલ ગુસ્સે થયી બોલી બા તમે આમ મારા ભાઈ નુ અપમાન ના કરી શકો ......મારો ભાઈ ચૉર નથી ને હા લગ્ન પહેલાં જ મેં ચોખવટ કરી હતી કે
લગ્ન પછી મારો ભાઈ મારી સાથે જ રહેશે , અમારા બન્ને ભાઈ બહેન નુ આ દુનિયામાં બીજુ કોઈ નથિ ને લગ્ન પહેલાં મારા ભાઈ એ મારુ ધ્યાન રાખ્યુ હવે મારો વારો છે.....આટલુ બોલતાં તો પાયલ રડી પડી ને મીના બેન એ પાયલ ને શાતં કરી..
જનક ને રુખી બા ના શબ્દો થી લાગી આવ્યુ ને એ બોલ્યો બેન ,જીજાજી માફ કરજો પણ મારુ આવુ અપમાન અને ચોરી ના આરોપ પછી હૂ આ ઘરમાં નહી રહુ ,કાલ સવારે હુ આ
ઘર છોડી ને ચાલ્યો જયીશ.
રુખી બા નો શક હવે એકદમ પાકો થયી ગયો ને
બોલ્યા, લે કર વાત ! હવે તો નકકી પૈસા આને જ ચોર્યા છે એટલે તો હવે ઘર છોડવાની વાતો કરે છે , હાથ
સાફ કરી લીધો હવે અંહી શુ
કામ છે ? સાલા નપાવટ બહેન ના ઘરમાં જ ચોરી કરતાં શરમ ના આવી , પાયલ એ ઘણા ધાટા પાડ્યા પણ રુખી બા અને આત્મા રામ આગળ એનુ કે પરેશભાઈ નુ કયી ના ચાલ્યુ
પાયલ પણ મનમાં રુખી બા ની પેલી વાત પર વિચારવા માટે મજબુર થયી કે ચાર દિવશ પહેલાં ભાઈ જનક અડધી રાત્રે નીચે ઓશરી મા શુ કરતો હશે ??? જોકે ભાઈ જનક આવુ કોઈ પગલુ તો ના જ ભરે પણ
ઘરનાં નોકરો ને કામવાળા ને બધા ના રૂમો ની તલાશી પણ લીધી ....હજી તો રુખી બા ને કે ઘરના લોકો ને એ વાત ની કયાં ખબર હતી કે હજી તો ઉપર ના રૂમ ની તિજોરી માંથી વીસ તોલા ના
ઘરેણાં પણ ગાયબ છે....એ
વાત તો કોઈ જાણતુ નહોતુ,
પણ પરેશભાઈ ના મનમાં વિચાર આવ્યો ને કહ્યુ બા ચાવી લાવો તો ઘરની બધી તીજોરી ના લોકર ચેક કરી લયીએ....બધુ સહી સલામત તો છે કે નહી ?
હા ભયી લે આ ચાવી ને પરેશભાઈ એ ઉતાવળે ઘરનાં બધા લોકરો ચેક કરવા માંડયા સાથે મીના બેન પણ ઉપર ગયા ને પાયલ પણ ગયી ને જનક તો બિચારો બની ઓશરી ના હિચંકે બેસી વિચારવા લાગ્યો....બધા લોકર ચેક કર્યા ને છેલ્લે મોટુ ઘરેણાં નુ લોકર ખોલયુ ને મીના બેન પણ બોલી ઉઠ્યા હે ભગવાન પતી ગયુ , આ લોકર મા તો મીતા ના લગ્ન માટે ઘરેણાં બનાવી ને મુકયા હતા એ નથી ,આખુ લોકર ખાલી છે......પરેશભાઈ પણ ચિંતા મા પડ્યા ને બધા નીચે આવ્યા, હવે પાયલ ને પણ મનમાં ભાઈ જનક પર થોડો શક ગયો ,....ત્રણેય નીચે આવ્યા અને રુખી બા ને ઘરેણાં પણ ચોરી થયી ગયા છે એ વાત કરી..... ને રુખી બા તો લમણે હાથ દયી નીચે બેસી ગયા ને બધા પર ગુસ્સે થયા ને બુમો પાડવા લાગ્યા......ઘરમાં રહો છો કે બહાર બધા ? આટલા વરસ થયા જીંદગી મા કદી એક રુપિયા ની ચોરી નથી થયી.... ને હવે કેમ ?? જો સાંભળી લે પાયલ વહુ આ તમારા આવ્યા પછી જ બન્યુ છે
ચલ તને તો એક સમયે સાચી માની લવ પણ તારા ભાઈ ની વાત પર મને કોઈ ભરોસો નથી.....પરેશભાઈ બોલ્યા બા આમ કોઈ સબુત વિના ગમે તેના ઉપર આમ ચોરી નો આડ ના મુકાય.....
પરીયા તુ એક શબ્દ એ ના
બોલતો .....ને જનક પણ હવે તો રીતસર રડી પડ્યો ને ઉપર એના રુમમાં ચાલ્યો ગયો ને જતા જતા બોલ્યો હુ કાલે આ ઘર છોડી દયીશ
પાયલ કયી બોલી ના શકી ને એ પણ ઉપર એના રુમમાં ચાલી ગયી.....ઘર માં બધા એ જ વિચારી રહ્યા હતાં કે
આખરે ચોરી કરી કોણે???
હવેલી ના મજબુત દરવાજા પર મોટા તાડા મારતા ,તીજોરી ની ચાવીઓ રુખી બા ના બટવામા રહેતી ને બટવો ચોવીશ કલાક રુખી બા કમરે ખોશી રાખતાં
આતમા રામ ને રુખી બા પણ ચિંતા મા હતા કે મહેનત થી કમાયેલા એક એક રુપિયો ભેગો કર્યો હતો ને ઘરમાં ચાર દીકરીયો હતી એટલે થોડા થોડા ઘરેણાં દીકરીયો માટે બનાવી મુકતા હતાં.... ને આમ વરસો મા કદી નહોતુ બન્યુ એ આમ અચાનક બની ગયુ , આ ચોરી મા ઘર નુ જ કોઈક વ્યકિત સંડોવાયેલું છે, બહાર થી તો કોઈ આવતુ જ નથી ને લોકર ની ચાવીઓ તો હંમેશા પોતાની પાસે જ રહે છે..... રુખી બા ને ચિંતા મા જોઈ આત્મા રામ બોલ્યા, મુકો હવે ચિંતા ખોટુ બી.પી.વધી જશે , રુપિયા ઘરેણાં તો કાલ આવી જશે , ચલો સુયી જાઓ બહુ રાત થયી....
પરેશભાઈ આજે મીના બેન ના રુમમાં હતા, બન્ને પતિ પત્ની પણ ચિંતા મા હતાં કે
ઘરમાં આટલી મોટી ચોરી થયી તો કયી રીતે થયી ? કોને કરી હશે ? આપણી ખરી મહેનત નો રપિયો આમ
કોણ ચોરી ને લયી ગયુ ,....
આ બાજુ પાયલ પણ એના રુમમાં પડખા બદલતી હતી ને વિચારી રહી કે શુ ઘરમાં આટલી મોટી ચોરી શુ ભાઈ જનકે કરી હશે ?.... હા અમે ગામડે એકલા હતા ત્યારે મારા પર્સ મા થી જનક એ ઘણી વાર પૈસા ચોર્યા હતાં....પણ એતો પાંચસો, હજાર એનાથી વધારે નહી..
ના ના ભાઈ જનક આવુ તો
ના જ કરે ,મને વિશ્વાસ છે..
જનક પણ એના રુમમાં રડી રહ્યો હતો પોતાની બહેન ની
સાસરી મા લાખો ની ચોરી નો આરોપ લાગ્યો હતો ને એ તો જાણતો જ હતો કે
ચોરી એણે નથી કરી....ને હા ચાર દિવશ પહેલા એ નીચે ગયો હતો કેમકે એના રુમમાં પાણી નો જગ ખાલી થયી ગયો હતો તો એ ઓશરી ના માટલાં મા થી જગ મા પાણી લેવા ગયો હતો......પણ એને ખબર હતી કે રૂખી બા આ વાત ને
સાચી નહી માને ,ને પોતાના
કારણે થયી બહેન નુ જીવન
બગડે એના કરતાં ઘર છોડી
દેવુ સારુ ,....પણ હું જયીશ કયાં મારી પાસે તો બે ,ત્રણ હજાર રુપિયા જ છે ,એટલાં મા તો હુ ભાડે મકાન પણ કયી રીતે રાખીશ

??? જનક તો સાવ નિર્દોષ હતો પણ એની વાત સમજનાર કોઈ નહોતુ ,....
પરેશભાઈ ને મીના બેન પણ ચિંતા મા હતા ,.....સવારે તો શહેર માં જવાનું હતુ મીતા ને લેવા ને ખરીદી કરવાં ને
ઘરમાં આવુ બન્યુ.....ઘરમાં થયેલી ચોરી ની હકીકત જ્યારે બહાર આવશે ત્યારે મીતા ની હાલત શુ થશે ?
એના ગામના યુવાનો અને સહેલીઓ ને તો ખબર જ
હતી કે મીતા એ ઘરમાં મોટી ચોરી કરી છે ને એ લાખો રુપિયા ને ઘરેણાં મયંક એની પાસેથી લયી ગયો.......
હવે મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
29 .....ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા