Zankhna - 24 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 24

ઝંખના @પ્રકરણ 24

મીના બેન બહુ ચિંતા મા રહેતા હતા ,એ જોઈ ને પરેશભાઈ એ પુછ્યુ, શુ થયુ બીના ની મમ્મી? મીતા ને બહુ યાદ કરી રહી છે કે શુ ?
કે પછી પાયલ એ કે બા એ કયી કહ્યુ તને ? શુ વાત છે મીતા ગયી ત્યાર ની સાવ ઉદાશ છે ,ખોવાયેલી છે ?
ના ના કોઈએ કશુ નથી કહયુ ,બસ આતો દીકરી આટલો સમય પાસે રહીને ગયી એટલે ચિંતા થાય છે ,બસ બીજુ કયી નથી ,તમે ટેન્શન ના લેતા ,હુ ઠીક છું.....મીનાબેન ની ઇરછા હોવા છતા એ એમના મનની ચિંતા પરેશભાઈ ને જણાવી ના શક્યા, મીતા વિશે મનમાં આવી રહેલા ખરાબ ખ્યાલો પણ ના બતાવી શક્યા, કેમ
કે આ વખતે મીતા ગયી ત્યારે એનુ વર્તન સાવ બદલાયેલુ હતુ ને આખુ વોડરોબ ખાલી હતુ ,બધા જ નવા કપડાં લયી ગયી હતી . ..... હોસટેલ મા મીતા પણ બહુ ખુશ ખુશાલ હતી.
મિતા સાવા નાદાન અને ભોડી હતી , એટલે તો મયંક ની વાતો મા આવી ગયી હતી , એમા વાકં એનો નહોતો પણ ગામડે એના ઘરે જે રીતે ઉછેર થયો હતો એ જવાબદાર હતો .... નાનપણથી જ પોતાની અવગણના ને અપમાન જનક શબ્દો સાંભળયા હતા
જયાં જન્મ લીધો હતો એ ઘરે દીકરી ઓને લકશમી નહી પણ બોઝ માનવામાં આવતી હતી , મીતા મીનાબેન ની સોથી મોટી દીકરી ને એ પછી બીજી ત્રણ દીકરીયો ને જન્મ આપ્યો હતો ,જેમ દર વખતે
ઘરમાં દીકરી જન્મી તેમ તેમ મીના બેન અને દીકરીઓ ની અવગણના વધતી ગયી , મીના બેન નુ માન સન્માન પણ ઘટી ગયુ , હા માત્ર પરેશભાઈ નો પ્રેમ એમના માટે એવો જ રહ્યો હતો ,
આમ ઘરમાં ક્યારેય પ્રેમ કે માન ,સન્માન જોયુ નહોતુ એટલે હંમેશા બહાર કોઈક પોતાનુ હોય , પ્રેમ આપે ,માન આપે એવુ ઈરછતી હતી ,ને બસ એવામાં ઘર થી દુર શહેર માં ભણવા નો મોકો મડયો ને એનો ભરપુર લાભ મીતા એ ઉઠાવ્યો, જાણે જેલ માં થી છુટી હોય એવી લાગણી થતી હતી મીતા ને , પણ આ બધા માં પોતાના મા ,બાપ નો ને એમની ઈજજત નો પણ ખ્યાલ ના રાખ્યો.... ..
રાત્રે જમીને ત્રણેય સહેલી ઓ બહાર લોન મા બેઠા હતા ને ભણવાની અને કોલેજ ના લેકચર ની વાતો કરતાં હતાં ને મીતા મયંક ના
વિચારો માં ગુમ હતી........
ને લગ્ન ના સપનાં જોઈ રહી હતી, ને રીટા બોલી ઓય મીતા ડી આમ કયાં, કોના વિચારો માં ખોવાઈ ગયી છે
કાલે કોલેજ જવાનુ છે ,યાદ છે ને ઘણાં સમય પછી જયીશુ ,મજા આવશે .....ને મીતા જાણે ઉઘં મા થી જાગી હોય એમ બોલી શુ કહ્યુ રીટા ? કાઈ નહી તારો તબેલો ,.....તુ કયાં હવે અમારી વાતો સાંભળે જ છે
?તને તો બસ આખો દિવશ તારો મયંક જ દેખાય છે ,રાત્રે તો ઠીક તુ તો દિવશે પણ મયંક ના સપનાં મા ખોવાયેલી રહે છે ,....હા યાર એ મારો પ્રેમ છે તુ નહી
સમજી શકે મને ,....સારુ હવે ચાલો સુયી જયીએ સવાર ની કોલેજ છે ......ઓકે ચલ ગૂડ નાઈટ......બીજા દિવશે કોલેજ નુ લેકચર પુરુ કરી મીતા ત્યા થી સીધી મયંક સાથે ફરવા નીકળી જાય છે
મયંક તે બેગ તો સંભાળી ને મૂકી દીધી છે ને ? હા હા બિલકુલ સેફ .....હુ એમ વિચારતી હતી કે આ વીક મા જ આપણે લગ્ન કરી લયીએ.....કેમ કે મારા ઘરે લગભગ પંદરેક દિવશ પછી નુ સગાઈ નુ મહુરત કાઢવાની વાત થયી છે ,....એટલે એ પહેલા આપણે બન્ને મંદિર મા ને પછી કોર્ટ મા એમ વિધિપૂર્વક ને કાયદેસર ના લગ્ન કરી નાખીએ ,એ પછી કયાંક બીજા શહેરમાં જતા રહીશુ ને મકાન પણ શોધી લયીશુ
મયંક મીતા ની વાત સાંભળી ને બોલ્યો, પણ બેબી એટલિ બધી શુ ઉતાવળ છે?.... અરે પાગલ મારા ઘરે મારા ચુદંડી ,ચાદંલા ની તૈયારીઓ ચાલુ થયી ગયી હશે ,ને એ પહેલા આપણે લગ્ન કરી ભાગી જવુ જરુરી છે ,તને તો ખબર જ છે મે આપણાં લગ્ન માટે થયી ઘરમાં થી મોટી ચોરી કરી છે ,ઘરેણાં ને પૈસા ની ......
આ વખતે જો મને ગામડે લયી જશે એ લોકો તો પછી
મારી ચુદંડી ને લગ્ન નુ પણ કદાચ નકકી કરી નાખે ,મને શહેરમાં પાછુ આવવા ના પણ મડે ,.....મીતા ની વાતો નો શુ જવાબ આપવો એ મયંક વિચારી રહ્યો, ને મીતા બોલી આવતી કાલે સન્ડે છે એટલે તુ બેગમાં થી વીસ હજાર રૂપિયા લેતો આવજે ,કાલે આપણે બંને લગ્ન ની શોપિંગ કરવા જયીશુ ,તારા અને મારા લગ્ન ના કપડા ની શોપીંગ કરી લયીએ ,.....મને લાલ રંગ બહુ ગમે છે એટલે હુ તો લાલ કલર નુ પાનેતર જ લયીશ ને સાથે લાલ મેચીંગ લગ્ન નો ચુડો , બીજુ બધુ તો હુ ઘરે થી લયી ને જ આવી છુ ,....ને હા મંગલસૂત્ર પણ
ખરીદવાનુ છે ,.....મયંક મંગલસૂત્ર તો તારે ખરીદવુ પડે હો ,એ સુહાગ ની નીશાની છે .......એ પતિ ના પૈસાનુ જ હોય ,સાસરી નુ જ હોય ,.... મયંક તુ એક કોશિશ તો કરી જો ,તારા પપ્પા ને આપણાં લગ્ન ની વાત તો કરી જો ,એ લોકો કદાચ માની જાય તો આપણે સીધા ત્યા તારા ઘરે જ જતાં રહીએ ને ત્યા જયી લગ્ન કરીશુ ,......મીતા ની વાત સાંભળી ને મયંક ની
ના ખુરાફાકી મગજમાં આઈડિયા આવ્યો, ને બોલ્યો હા એક વાર ટ્રાય કરી જોવુ ,કદાચ મમ્મી પપ્પા
માની જાય ,....એમ કહી મીતા ને સાંત્વના આપી , મયંકે મનમાં આગળ નો પ્લાન વિચારવાનુ ચાલુ કરી દીધુ અને બોલ્યો, મીતા કાલે શોપીંગ કરવા જવાની કોઈ જરુર નથી , હુ મારા ઘરે વાત કરી લવ ને જો પપ્પા માની જાય તો પછી બધુ ત્યા થી જ ખરીદીશુ ,તારા લગ્ન નુ
પાનેતર અને તારુ મંગલસૂત્ર
ઓકે ,હવે ખુશ ને ડીયર ???
મીતા મયંક ની વાત માની ગયી અને અંહી શહેરમાં થી શોપીંગ કરવા નુ માંડી વાડયુ
મયંક હાથ માં આવેલા રુપિયા ને ઘરેણાં માંથી એક રુપિયો પણ ઓછો કરવા માંગતો નહોતો ,.....એને મીતા સાથે શુ કરવાનુ છે એ
વિચારવાનુ ચાલુ કરી દીધુ ,
ને મીતા લગ્ન ના શમણાં મા ખોવાઈ ગયી ,મયંક ની દુલહન બનવા અધીરી બની ગયી , લગ્ન મા સરસ લાલ પાનેતર પહેરીશ ,લાલ ચુડો
પહેરીશ ,મયંક મને મંગલસૂત્ર પહેરાવશે ને પછી
મારી સેથી મા સિદુર ભરશે .
ને હુ એની પરણેતર બની જયીશ.....મને મારો મનગમતો જીવનસાથી મડી
જશે ,ને જીંદગી મા પહેલી વાર મને મારો પોતાનો પરિવાર મડશે..... નાની બે નણંદો હશે ,એક નાનો દિયર
ને મારા સાસુ ,સસરા ,....ના ના મારા મમ્મી પપ્પા જ થયા ને એ પણ? મયંક મારો જીવનસાથી તો એનુ ઘર એ
મારુ ઘર ને એનો પરિવાર એ મારો પરિવાર બની જશે
કમશેકમ ત્યા મારી અવગણના તો નહી થાય , મયંક ના મમ્મી પપ્પા મારા
દાદા, દાદી જેવા તો નહી જ હોય , મયંક આટલો પ્રેમાળ છે એટલે એ બધા પણ સારા જ હશે , હાશ હવે હુ જવનભર માટે એ જેલ માં થી છુટી જયીશ ,.. મારુ પોતાનુ ઘર હશે ,મારુ પોતાનુ અસ્તિત્વ હશે.....ને
હુ પણ દિલ થી એના મમ્મી પપ્પા ને અપનાવીશ.....એમની સેવા કરીશ....આમ મીતા તો સપનાં જોતાં જોતાં સાસરે પહોંચી ગયી , ઓય મીતા ...ઓય કયાં ખોવાઈ ગયી ? ને મીતા એના સોનેરી સપનાં મા થી બહાર આવી ને મયંક ને ગડે વળગી ને વહાલ કરે છે, આઈ લવ યુ માય હસબન્ડ.....લવ યુ ટુ માય વાઈફ....એમ બોલી મયંક ખંધુ હસ્યો,...મીતા ને તો સપને ય ખ્યાલ નહોતો કે
મયંક પૈસા અને ઘરેણાં ની બેગ જોઈ ને એનુ મગઝ સાવ બહેર મારી ગયુ હતુ ,
બસ હવે આગળ ના પ્લાન ને અંજામ આપવા માટે શુ કરવુ એ વિચારી રહ્યો હતો ,
મીતા ને તો એમ જ હતુ કે બસ આ અઠવાડિયામાં તો એના અને મયંક ના લગ્ન થયી જશે ,.....મયંક તુ આજે રાત્રે જ તારા ઘરે પપ્પા ને ફોન કરી લગ્ન માટે
સમજાવી લે ,બસ એટલે બધુ ટેનશન જાય.....ને એક વાર આપણાં લગ્ન થયી જશે પછી તો દુનિયામાં કોઈ આપણ ને એક બીજા થી અલગ નહી કરી શકે ,...હા
મારી રાણી તુ હવે બધુ મારી પર છોડી દે , તુ જેમ કહેછે
એમ જ થશે .....આપણાં લગ્ન મારા ગામડે ધામધુમથી થશે ..... મારા ઘરનાં બધા માની પણ જશે , મયંક ની વાત સાંભળી ને મીતા ખુશ ખુશ થયી ગયી......પણ એને એ પણ ના વિચાર્યું કે મયંક કાલ સુધી લગ્ન નામ થી ગભરાતો હતો ને તૈયાર નહોતો ને કહેતો હતો કે મારા મમ્મી પપ્પા તૈયાર નહી થાય ,ને હજી ભણવાનુ પુરુ કરવાનુ છે ,એમ કહેતો હતો
ને આજે આમ અચાનક લગ્ન કરીને પોતાંના ઘરે લયી જવાનુ કહી રહ્યો હતો, આ બધી વાત મીતા ને વિચારવાની હતી પણ મીતા તો મયંક ના પ્રેમ માં સાવ પાગલ થયી ગયી હતી એ કશુ વિચારે એવી પરિસ્થિતિ મા હતી જ નહી ,બસ મયંક
કહે એમ જ હા મા હા કરી રહી હતી ,......અંહી વડાલી થી કમલેશભાઈ નો ફોન પણ પરેશભાઈ પર આવી ગયો કે આવતા અઠવાડિયે
મીતા ને ચુદંડી ની વિધી નુ મહુરત સારુ છે ને એ દિવશે તમે ચાદંલા ની વિધી પણ કરી નાખો તો સારુ એક મોટુ કામ પતી જાય ,....આટલુ જલદીથી કમલેશભાઈ???
હા પરેશભાઈ પછી આખો મહીનો કમૂરતા બેસે છે , ઓહહ એમ છે ? પણ આટલી જલદીથી બધી તૈયારી ઓ કયી રીતે થશે?
બધુ થયી જશે તમે ચિંતા ના કરો હુ અમારા તરફ થી સો એક માણસ જ લાવીશ ,
તમને બહુ તકલીફ નહી આપુ , જો કમૂરતા ના હોત તો વાંધો ન્હોતો એટલે જ
ઉતાવળ છે ......સારુ સારુ હુ બા ,બાપુજી ને વાત કરી ને તમને ફોન કરુ છું , હા પરેશભાઈ બા ને કહેજો કૈ કમૂરતા છે એટલે ઉતાવળ છે , એમ કહી કમલેશભાઈ એ ફોન મુક્યો....ભાઈ પરેશ કોનો ફોન હતો ? એ તો બા
વડાલી થી કમલેશભાઈ નો ફોન હતો ,આવતા અઠવાડિયે મીતા ને ચુદંડી ઓઢાડવા આવવાનુ કહે છે
ને ચાદંલો પણ એ દિવશે
ભરવાનુ કહે છે તો શુ કરીશુ ? એ કહેતા હતા કે પછી કમુરતા બેસે છે એટલે
એક કામ પતે ,....રુખી બા ને આત્મા રામ તો ખુશ ખુશ થયી ગયા ને બોલ્યા હા હા એમને કહી દે કે મુહરત કઢાવિ લે , પણ બા આટલા જલદીથી બધી તૈયારી ઓ કયી રીતે થશે? બધુ થયી જશે ,આપણે કયાં કયી લેવા જવાનુ છે ,ઢગલો રુપિયા છે
એ કહેશે એટલો ચાદંલો ભરીશુ , .....મીના બેન રુખી બા ને પરેશભાઈ ની વાત સાંભળી ને બોલ્યા ,બીના
ના પપ્પા હજી તો હમણાં મીતા નુ વેકેશન પતયુ છે ને
પાછી અઠવાડિયામાં બોલાવીશુ તો કોલેજમાં રજા ઓ પડશે ને ? ને રુખી મા તાડુકયા ,દીકરી ની સગાઈ નકકી કરવી જરુરિ છે કે કોલેજમાં રજા પડશે એની ચિંતા છે તને ???
રુખી બા ની વાત સાંભળી ને મીનાબેન ચુપ થયી ગયાં...
એમની સાથે હંમેશા આવુ જ થતુ , ઘરની કે દીકરીયો ની કોઈ પણ વાત હોય તો
મીના બેન નુ કયીજ ચાલતુ નહોતું,......અંહી શહેરમાં મીતા મયંક સાથે લગ્ન ના શમણાં જુએ છે ને અંહી ગામડે વડાલી મા વંશ મીતા સાથે લગ્ન ના શમણાં જુએ છે ,......ખબર નહી મીતા ના નસીબ મા શુ લખાયુ છે ?
શુ થશે મીતા ની જીંદગી નુ ?
મીતા ના જીવનમાં હવે કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 25 @ ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા