Prem - Nafrat - 87 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૮૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૮૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૭

આરવે બધી જ બાજુથી રૂપિયા એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. એ આ વખતની મુદત ચૂકવા માગતો ન હતો. એક ડિલરને વધારે કમિશન આપીને થોડા મોબાઈલ પધરાવી દીધા. રચનાએ ઉઘરાણી થાય એટલી કરી લીધી. આરવે પાર્ટસ પૂરા પાડનાર મેન્યુફેક્ચર્સના પેમેન્ટ અટકાવી દીધા. બે મહિનાનો બાકી હપ્તો ચૂકવવા એણે આકાશ-પાતાળ એક કરી દીધા.

એને લાગ્યું કે એમ છતાં હજુ બે મહિનાનો હપ્તો ચૂકવી શકાય એટલી રકમ ભેગી થઈ નથી ત્યારે એમની પાસે એક સપ્તાહની મુદત માગી. પણ એમણે કોઈપણ મુદત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો.

આરવ એસી ઓફિસમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. એને સમજાતું ન હતું કે હવે કંપનીને કેવી રીતે બચાવવી. એણે રચનાને તાત્કાલિક બોલાવીને કહ્યું:હવે શું કરીશું?’

કેમ? નાણાં ધીરનારે મુદત વધારી ના આપી?’ રચનાએ નવાઈથી પૂછ્યું.

ના, એક અઠવાડિયું નહીં એક દિવસનો મુદત વધારો આપવાની ઘસીને ના પાડી દીધી છે. તને ખ્યાલ છે કે તારા ભરોસે મેં નાણાં ઉધાર લીધા અને આજે આપણી કંપની માઇન્ડ મોબાઇલ ની બેટરી એક ટકો જ રહી ગઈ હોય એવી સ્થિતિ છે. એને બંધ થતાં તું જ બચાવી શકે છે. આરવે રચના પર બધી જવાબદારી છોડી દીધી.

આરવ, તું ચિંતા ના કરીશ. હું કોઈ ઉપાય શોધી કાઢીશ. તને તો ખબર છે કે મેં સારો મોબાઈલ તૈયાર થાય અને સારું વેચાણ થાય એ માટે કેટલા બધા પ્રયત્ન કર્યા છે. એ કારણે જ નાણાંની બધી જવાબદારી તને સોંપી હતી. તેં નાણાં ધીરનારને શોધી કાઢ્યો એટલે જ તો આપણે નવો મોબાઈલ લોન્ચ કરી શક્યા છે. પણ દરેક ધંધામાં ધીરજ રાખવી પડે છે. સફળતા જરૂર મળે છે... રચનાએ સમજાવવાનો ડોળ કર્યો.

અત્યારે ધીરજ રાખી શકાય એમ નથી. નાણાં ચૂકવવા પડે એમ છે. આપણે ઓલરેડી બે મહિના મોડા પડી ગયા છે. એમનો પણ વાંક નથી. અગાઉના મોબાઈલ કરતાં આ પીસ સારો બન્યો નથી એ તું પણ જાણે છે... આરવે એને નકલી પાર્ટસનો મુદ્દો આડકતરી રીતે યાદ કરાવ્યો.

એમાં હું પણ શું કરું? હજુ આપણે શોધી શક્યા નથી કે પાર્ટસ હલકી ક્વોલીટીના કેવી રીતે આવી ગયા છે? આવી અણધારી આફત આવશે એની કલ્પના ન હતી. રચના અજાણી થવાનો પ્રયાસ કરવા લાગી.

એ વાત પણ સાચી છે... આરવને થયું કે રચનાનો કોઈ વાંક નથી. એણે પોતાના તરફથી થતાં બધા પ્રયત્ન કર્યા છે. રાત-દિવસ એક કરીને નવો મોબાઈલ તૈયાર કરાવ્યો હતો. શરૂઆતમાં એ ખરેખર સારો લાગતો હતો. અંદર બધી ગરબડ થઈ ગઈ હોય તો એ શું કરી શકે?

રચના પોતાના આગળના પ્લાન સાથે તૈયાર જ હતી. એ આરવની મજબૂરી વધે એની રાહ જોઈ રહી હતી.

રચનાએ એને ભેટીને આશ્વાસન આપ્યું:આરવ, જે થઈ ગયું એની ચિંતા છોડી દે... હવે આગળ શું કરવું એનો વિચાર કરીએ...

મને તો કોઈ રસ્તો દેખાતો નથી... મને એમ લાગે છે કે આપણે એકલા પડી ગયા છે. ભાઇઓની કંપનીથી અલગ થઈ ગયા અને પિતાએ રસ લેવાનું બંધ કરી દીધું છે. આપણો અનુભવ ઓછો પડ્યો છે. હિરેન અને કિરણની કંપનીએ ઘણા સમયથી નવો મોબાઈલ લોન્ચ કર્યો નથી. છતાં એમના જૂના મોબાઈલ વેંચાઈ રહ્યા છે... એમના ધંધાને કોઈ અસર થઈ નથી. આરવના સ્વરમાં હતાશા હતી.

એ મોબાઈલ બનાવનાર હું અને તું જ હતા ને? એમને આધુનિક મોબાઈલ બનાવવાનું ક્યાં જ્ઞાન છે? નહીંતર નવો મોબાઈલ લોન્ચ કરી શક્યા હોત ને... રચનાએ પોતાનો હાથ ઊંચો રાખવા કહ્યું.

હા... પણ હવે શું કરીએ?’ આરવે એ કહેવાનું ટાળ્યું કે માઇન્ડ મોબાઇલના નવા મોબાઇલને અસર ના થાય એટલે એમણે નવો મોબાઈલ લોન્ચ કરવાનું ટાળ્યું છે.

એક રસ્તો છે. આપણે હિરેનભાઈ અને કિરણભાઈને વાત કરીએ. એમની પાસેથી થોડા રૂપિયા ઉધાર લઈએ... રચનાએ નવો દાવ ખેલવાનું શરૂ કરી દીધું.

ક્રમશ: