Zankhna - 15 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 15

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 15

ઝંખના @ પ્રકરણ .....15...

આમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો ને પાયલ ને સારા દહાડા રહયા......ને ઘરમાં ખુશી નો માહોલ છવાઈ ગયો ને રુખી બા ને આત્મા રામ તો જાણે ખજાનો હાથ લાગી ગયો હોય એટલા ખુશ થયા હતા ,પરેશભાઈ ને મીના બેન પણ આ સારા સમાચાર થી આનંદીત હતા.....મીનાબેન ને પરેશભાઈ પાયલ ને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ લયી જતાં ને મિના બેન તો જાણે પાયલ પોતાની સગી બહેન ના હોય એવી રીતે ખ્યાલ રાખતી....
ડોકટર એ પાયલ ને સંપુર્ણ બેડરેસટ કરવા નુ કહયુ હતુ , પાયલ નો બેડરુમ પણ હવે નીચે જ રાખ્યો હતો જેથી મીનાબેન કામ કાજ કરતાં કરતાં પાયલ નુ
ધ્યાન રાખી શકે ,...... પાયલ નો ભાઈ જનક પરેશભાઈ પાસે થી ઘણુ બધુ કામ કાજ શીખી ગયો હતો ને તબેલા ને
ખેતીવાડી ના કામ મા મદદ કરતો હતો..... ને હીસાબ મા કટકી કરતાં પણ શીખી ગયો હતો ,પરેશભાઈ ના ભોળપણ નો લાભ ઉઠાવી થોડા પૈસા સાઈડ મા કરતો હતો , પાયલ પણ આ વાત જાણતી હતી ,.......જયાર થી પાયલ મા બનવાની હતી તયાર થી ઘરમાં તો બસ પાયલ ની જ જી હજુરી ચાલતી હતી , પાયલ પાણી માંગે તો દુધ હાજર થયી જતુ , ને રુખી બા તો આખો
દિવશ પાયલ ને ફ્રુટ દુધ ખવડાવયે રાખતાં.....પાયલ ના પાયલ આખો દિવશ મીના બેન ને કામકાજ કરતા જોતી ને પોતાનુ આટલુ બધુ ધ્યાન રાખતા જોઈને પાયલ એ પરેશભાઈ ને કહીને ઘરના કામ કાજ માટે એક બાઈ પણ રખાવી લીધી હતી, જેથી મીનાબેન પર કોઈ લોડ ના પડે ,.....રુખી બા અને આત્મા રામ ભગવાન માતાજી ને એક જ
પ્રાથના કરતા કે પાયલ વહુ દિકરા ને જ જન્મ આપે ....
ઘરમાં બધા ને બસ વારસદાર જ જન્મે એવી આશા રાખતાં હતાં. .......
આ બાજુ શહેરમાં કોલેજ કરતી મીતા એ આ સમાચાર સાંભળી ને લગીરેય ખુશી ના
થયી ....... મીતા ને તો બસ પપ્પા એ મીના બેન સાથે દગો કર્યો છે એ વાત જ મગઝ મા ઘર કરી ગયી હતી
એના પપ્પા ને દાદા ,દાદી દીકરીયો ને બોઝ સમજે
છે એવુ જ લાગ્યા કરતુ ,નાની હતી ત્યારે દાદી ની નફરત સહન કરી હતી એણે ,અવગણના પણ જોઈ હતી ઘરમાં....ને વાતે વાતે , પથરો , જેવા સંબોધન થી પણ નવાજવામાં આવતી હતી , નાની હતી એટલે બધુ સહન કરી ગયી પણ હવે મીતા વીસ વર્ષ ની યુવતી બની ગયી હતી ને શહેરમાં આવી ને એ બધુ સમજતી થયી ગયી હતી ,.... પપ્પા ના બીજા લગ્ન ને છ મહીના ઉપર થયુ તો પણ મીતા ગામડે ઘરે જવાનુ ટાડતી હતી ,.....વચ્ચે કેટલીય રજા ઓ આવી ને ગામ ની બધી સહેલીઓ પોત પોતાના ઘરે ગામડે ગયી પણ મીતા ના ગયી તો ના જ ગયી ,......ગ્રુપ ના મિત્રો ને સહેલીયો એ ઘણુ સમજાવી
કે જે થવાનુ હતુ એ તો થયી
ગયુ ઐમા બિચારી તારી મમ્મી ને નાની બહેનો નો શું
વાકં ??? પણ મીતા ચુપ જ રહેતી કોઈ ને કયી પણ જવાબ આપતી નહી.....
મીના બેન દીકરી ના આ બદલાયેલા સ્વરુપ ને જોઈને ઘણુ દુખી થતા ,
ને સમજાવતાં પણ ખરા ,બેટા મને તારા પપ્પા થી કે દાદા દાદી થી કોઈ ફરીયાદ નથી તો તને શુ વાંધો છે ???? બેટા આ તો દુનિયા ની રીત છે ....હુ વારસદાર ના આપી શકી તો
એના માટે બીજા લગ્ન જરુરી હતા ......ને પાયલ બહુ સારી છે....એ ઘરમાં બધા સાથે હડી મડી ને રહે છે ,તારી બહેનો ને પણ સારુ રાખે છે ....તુ એક વાર એને મડવા ઘરે તો આવ પછી જો તારો ભ્રમ ભાગી જશે.....ના મમ્મી મારે કયાય નથી આવવુ કે કોઈને નથી મડવુ ,
પણ બેટા આમ કયાં સુધી બધા થી નારાજ રહીશ ??
તારા પપ્પા તને બહુ યાદ કરે છે ,એ પણ બહુ શરમીદા છે
પણ તુ તો જાણે જ છે એમનો કોઈ વાકં ગુનો નથી
એમને તો બસ દાદા દાદી નુ કહયુ કરવુ જ પડે ......તુ ઘરે આવી જા એક વાર તારી નાની બહેનો પણ તને
બહુ યાદ કરે છે .......જોઈશ મમ્મી મારુ મન હા પાડશે ત્યારે આવીશ
ચલ ફોન મુકુ બહુ કામ છે..
મીતા નો ગુસ્સો પરેશભાઈ સારી રીતે સમજતા હતા પણ તોય પરેશભાઈ એમની
કોઈ ફરજ ચુકતા નહી.....
દર મહીને કોલેજ ની ફી ને હોસ્ટેલ નો ખર્ચ, ને ઉપરાંત વધારે એવા પૈસા મીતા ના એકાઉન્ટ મા નાખી દેતા ,મીતા ની બીજી બહેનપણી ઓ ને મિત્રો કરતાં મીતા નુ જીવન ધોરણ ઘણુ સારુ હતુ .....પરેશભાઈ મીતા ને પૈસા બાબતે કોઈ ખોટ સાલવા દેતા જ નહી એટલે મીતા મન મુકી ને ખર્ચ કરતી
મોંઘા કપડા ,પરફયુમ, મોંઘો ફોન વાપરતી , ને એના ગામનુ ગ્રુપ પણ મીતા ના પૈસા જલસા કરતું.... કોલેજ ની રજા ઓ મા બધા પોત પોતાના ઘરે જતાં ત્યારે
મીતા હોસ્ટેલ મા થી ઘરે જવાનુ બહાનુ કાઢી એના બેસ્ટ ફ્રેન્ડ મયંક સાથે ફરવા
જતી રહેતી ,.....ગામ ના બધા મિત્રો આ વાત જાણતાં હતાં પણ ગામમાં કે મીતા ના ઘરે આ વાત ની ખબર કયારેય પડવા નહોતી
દીધી......મયંક દેખાવે સ્માર્ટ અને હેન્ડસમ હતો..... મીતા ને મયંક પહેલી નજરે જ ગમી ગયો હતો ,.....બન્ને ની
દોસ્તી આખી કોલેજમાં પ્રખ્યાત હતી...... મીતા આમતો સંસ્કારી માતા પિતા ની દીકરી હતી પણ પરેશભાઈ એ જે પગલુ ભર્યુ એનાથી મીતા ના મગઝ પર
માઠી અસર પડી હતી....એ
વધુ પડતી લાગણીશીલ હતી..... નાનપણ થી પ્રેમ ની ભુખી હતી...... ભલે સુખી પરિવાર મા જન્મી હતી પણ
એક દીકરી થયી જન્મ લીધો
હતો એની સજા મડી હતી એને .....માતા પિતા એ ભલે કોઈ ખોટ સાલવા નહોતી દીધી .....બસ ખેતીવાડી ને તબેલા ના કામ મા એટલા વયસત રહેતા કે દીકરીયો તરફ બહુ ધ્યાન આપી શકતાં નહોતા એટલે દીકરીયો ના મનમાં એક ભય
ઘર કરી ગયો હતો ,ને દાદી ની અવગણના એ મગઝ પર
ખરાબ છાપ છૉડી હતી... ..
સુનીતા 11મા ધોરણમાં અને વનિતા આઠ મા ,બીના પાંચ મા ધોરણમાં આવી ગયી હતી , ને ત્રણેય બહેનો ગામ ની સ્કુલ મા જ ભણતી હતી
દીકરીયો મીના બેન જેવી હોંશિયાર હતી ..... પેરેન્ટ્સ ડે ના દિવશે પણ પરેશભાઈ કે મીના બેન ને સ્કુલ મા જવાનો સમય મડતો નહી ,ત્યારે પાયલ જ દીકરીયો ની મા બની સકુલે
જયી આવતી ..... નાની ત્રણ દીકરીયો એ તો પાયલ માસી સાથે કોન્ફરોમાઈઝ કરી લીધુ હતુ .....બસ મીતા જ હજી ગુસ્સે હતી....ગામડે આવે ને પાયલ ને મડે તો એની ગેરસમજ દુર થાય એમ હતી પણ મીતા ગામડે આવવા માંગતી જ નહોતી
મીતા બેન ને પરેશભાઈ બન્ને દીકરી ના આવા વર્તન થી દુખી હતાં પણ શુ કરે ???
રુખી બા ને આત્મા રામ આગળ બન્ને પતિ પત્ની મજબુર હતાં..... રુખી બા ને તો બસ હવે પાયલ ક્યારે દીકરો આપશે એની રાહ જોઈ ને બેઠા હતાં.....એમના માટે ઘરની દીકરીયો ની કોઈ કિમંત જ
નહોતી ....દીકરીયો માટે કયીક નવુ લેવુ હોય તો બા ,બાપુજી થી ખાનગી મા
લેવુ પડતુ ..... ને આજે હાલ મા પણ ઘણાં ગામડાં મા આ જ પરિસ્થિતિ છે..
ગામડા શું શહેરમાં પણ અમુક જગયાએ આવુ બને છે .....પણ સહનશીલતા ની મુરત એવી આજની નારી બધા દુખ ને હસતાં હસતાં સહન કરીને ઘરની વાત ને ઘર માં જ રાખે છે ....પોતાનુ દુખ આજે પણ છતુ નથી કરતી ....બસ મીના બેન ની જેમ જ .....હા આ એક હકીકત છે આજે પણ આપણા સમાજમાં દીકરા ને દીકરી ઓ વચ્ચે ભેદ રાખવામાં આવે છે જ....
ઘરની વહુ જયાં સુધી દીકરા ને જન્મ ના આપે ત્યા સુધી
એના તરફ અણગમો ,અહેવાલના થાય
છે જ.....એટલે જ તો દીકરી જન્મે ત્યારે જલેબી ને દિકરા જન્મ મા પેંડા વહેચાય છે.......ખેર આ બધી વાત તો વાર્તા ના એન્ડ મા કરીશુ ......પણ હવે પરેશભાઈ ને મીના બેન ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 16.....ઝંખના

લેખક @ નયના બા વાઘેલા