Premni Anukampa - 1 in Gujarati Thriller by Jeet Gajjar books and stories PDF | પ્રેમની અનુકંપા - ભાગ ૧

Featured Books
Categories
Share

પ્રેમની અનુકંપા - ભાગ ૧

એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું લાગે કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાને જાણવા નીકળ્યો છે. સુરતમાં આવેલી પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટીનો એક હોશિયાર અને કાબિલ વિદ્યાર્થી કોલેજમાં આવેલી લાઇબ્રેરીમાં એક બુક શોધી રહ્યો હતો ત્યારે તેને એક મોટીવેશન બુક પર નજર પડી ત્યારે તે બુક લેવા જાય છે ત્યાં બુક નાં થપ્પા પાછળ એક સુંદર છોકરી આ હોશિયાર વિદ્યાર્થી ની નજરે પડી અને તે બુક પર નજર કરવાના બદલે તે યુવાન અને ખૂબસૂરત છોકરી પર નજર અટકી પડી. ક્ષણભર ની એ નજર જાણે જાદુ કરી ગઈ હોય તેમ તે યુવાનના મનમાં બુક નાં વિચારો ખોવાઈ ગયા અને તે યુવતીનાં વિચારમાં પડી ગયો. હજુ તો એક નજરમાં ક્ષણભર તે યુવતી આંખોમાં વસી હતી ત્યાં અચાનક આંખોથી ઓજલ થઈ ગઈ.

એક કોલેજનો ટોપર વિદ્યાર્થીનું જ્યારે ધ્યાન ભટકે છે ત્યારે આંચકો લાગે કેમકે હોશિયાર વિદ્યાર્થી ને કારકિર્દી સિવાય કશું નજર આવતું નથી. લાઈબ્રેરી માંથી બુક લઈને તે યુવાન લાઈબ્રેરીની બહાર આવીને તે યુવતી ની રાહ જોવા લાગ્યો. તે યુવતી ને મળવાની તાલાવેલી જાગી ને તેને ખાતરી હતી કે તે યુવતી જરૂરથી બહાર આવશે અને હું તમને સાથે થોડી વાતો કરીને દોસ્તી નો હાથ આગળ કરીશ.

થોડી રાહ જોયા પછી તે સુંદર યુવતી લાઈબ્રેરી માંથી બહાર આવી. બ્લેક જીન્સ અને વાઇટ ટોપ માં તે અત્યંત મોહક લાગતી હતી. એક તો પહેરવેશ ઉપરથી લાઈબ્રેરી માંથી બહાર નીકળવું એટલે હોશિયાર ની સાથે તે પૈસાદાર ની છોકરી હોય એવું લાગ્યું. કાગડોળે જેની રાહ જોતો હતો તે યુવાન તેને જોઈને તેની નજીક જઈને "હાય" કહ્યું.
હાથમાં બુક જોતી તે યુવતી જ્યારે કોઈ યુવાનનો અવાજ સાંભળે છે કે તરત તેની નજર તે યુવાન પર પડી અને વળતા જવાબમાં "હાય" કહ્યું. જાણે તે પણ નિખાલસ છોકરી હોય. કેમકે ઘણી બધી છોકરીઓ એમ જ જાણ્યા કે સમજ્યા વિના કોઈ છોકરા ને જવાબ તો શું સામે પણ જોતી હોતી નથી.

તે યુવાને ઓળખાણ કરવા માટે જ વાતની શરૂઆત કરી હતી અને સફળતા મળતા જ તે યુવાન નાં ચહેરા પર હાસ્ય છવાઈ ગયું. અને સામેથી જવાબ મળતાની સાથે તે યુવાન ને હિંમત આવી અને મિત્રતા નો હાથ આગળ કરીને તે યુવાન બોલ્યો.
હલ્લો.... મારું નામ વીર છે અને હું આ કોલેજમાં એમબીએ કરી રહ્યો છું.

એક હેન્ડસમ ઉપરથી સહજતા થી જ્યારે કોઈ સામેથી વાત કરવા આવે છે ત્યારે કોઈ પણ છોકરી વાત કરવા પ્રેરાય છે. એમ તે યુવતીએ પણ હાથ મિલાવતા તેનું નામ "પલ્લવી" આપ્યું. પણ જાણે પલ્લવી ને ઉતાવળ હોય તેમ ત્યાંથી ચાલતી થઈ અને વીર એમ સમજી બેઠો કે તેને મારી મિત્રતામાં કોઈ રસ નથી.

કોઈ હોશિયાર વિદ્યાર્થીનું મન ક્યારેક ભટકી જતું હોય છે પણ ફરી જ્યારે શાંતિથી વિચારે છે ત્યારે તેને ખ્યાલ આવી જતો હોય છે તેમ વીર ને ખ્યાલ આવી ગયો કે મારે અત્યારે મારા કરિયર પર જ ધ્યાન આપવાનું છે તે તેના મનમાં છપાયેલા એ સુંદર ચહેરા ને ભુસવા નો પ્રયાસ કર્યો. પણ મહદઅંશે ભૂલી શક્યો નહિ.

વીર ને કોલેજમાં કોઈ ખાસ ફ્રેન્ડ હતો નહિ પણ ક્યારેક તેને એવું થતું કે કાશ મને કોઈ ખાસ ફ્રેન્ડ હોય જેની સાથે હું ઘણી વાતો કરી શકું પણ તેમની જે દોસ્તી પ્રત્યેની પસંદગી હતી તે સાવ અલગ હતી. તે એવો મિત્ર શોધતો હતો જે પોતાના અનુરૂપ અનુસરી શકે એટલે કે તેને જે પસંદ હોય તે વાતો કરે અને તેની પસંદગી પ્રમાણે વર્તે પણ કોલેજમાં એવો કોઈ વિદ્યાર્થી હતો નહિ જે તેમની પસંદગી પર ખરો ઉતરે. આમ જોવા જઈએ તો દોસ્તીમાં કોઈ પસંદગી હોતી નથી પણ જે રીતે વીર પોતાનું જીવન અને કારકિર્દી તરફ તેમનું જીવન હતું તેમાં તેની પસંદગી મહત્વનો ભાગ હતો. કહેવાય છે જેવો સંગ તેવો રંગ બસ એટલે તો વીર જોઈને દોસ્તી કરવા માંગતો હતો.

બીજા દિવસે વીર કોલેજમાં દાખલ થયો તે હવે ભૂલી ગયો હતો કે ફરી પલ્લવી સાથે મારી કોઈ વાત થશે.! પણ કહેવાય છે ને જેના નશીબમાં દોસ્તી લખી હોય તેને મળતી જ હોય છે તેમ વીર જ્યારે કોલેજમાં દાખલ થયો ત્યાં કેમ્પસ માંથી આવતી પલ્લવી તેની સાથે ચાલવા લાગી અને વીર સામે જોઈને બોલી "હાય".

વિરે નજર કરી તો પલ્લવી હતી એટલે તેણે પણ "હાય" કહીને જવાબ આપ્યો.

"સોરી હો... મારે કાલે ઉતાવળ હતી એટલે હું તમારી સાથે વાત કરી શકી નહિ."

ઇટ્સ ઓક કહીને વીરે તેમની સામે સ્મિત વેર્યું.

આપણે કોલેજમાં લેક્ચર પૂરા કર્યા પછી કેમ્પસમાં મળીએ. અત્યારે ક્લાસનો સમય થઈ ગયો છે. એમ કહીને જાણે ક્લાસમાં જવાની ઉતાવળ હોય તેમ વીર ને કહ્યુ.

"કઈ વાંધો નહિ" આપણે ક્લાસ પૂરા કર્યા પછી આ કેમ્પસમાં મળીએ. એમ કહીને વીર પર પોતાના ક્લાસ તરફ આગળ વધ્યો.

હવે વીર ને લાગવા લાગ્યું કે હું જે મિત્રને હું શોધી રહ્યો હતો તે પલ્લવી છે એટલે પલ્લવી સાથે વાતો કરવા ક્લાસ પૂરા થાય તેની રાહ જોવા લાગ્યો. પણ વીર એક એવો યુવાન હતો જે સમય અનુરૂપ અનુસરી રહ્યો હતો. જે સમયે જે કરવું જોઈએ તેમાં માનતો હતો. ક્લાસમાં પલ્લવી ને મળીશ અને વાતો કરીશ એવું વિચાર્યું હતું પણ તેને પલ્લવી કરતા ત્યારે ક્લાસમાં વધુ ધ્યાન આપ્યું.

ક્લાસ પૂરા થયા પછી નિરાંતે વીર કોલેજના કેમ્પસમાં પહોંચ્યો તેને થોડો ખ્યાલ હતો કે પલ્લવી મારી રાહ જોતી હશે. બસ એવું જ થયું તે કોલેજમાં કેમ્પસમાં પહોંચ્યો ત્યાં પલ્લવી તેની રાહ જોતી હતી.

પલ્લવી પાસે જઈને વીર વાતો કરવા કરવા લાગ્યો. પહેલા તેણે કહ્યું હું એમબીએ નો વિદ્યાર્થી છું અને અહી બાજુના આવેલી સૂર્યા રેસીડેન્સી માં રહુ છું. વળતા જવાબમાં પલ્લવી એ કહ્યું. હું પણ એમબીએ કરું છું પણ હું સુરત થી નથી પણ વડોદરા થી છું.

વડોદરા તો કારકિર્દી નું હબ ગણાય તો અહી સુરતમાં કેમ.? વીરે સવાલ કરીને જાણવા કહ્યું.

ત્યારે પલ્લવી એ કહ્યું. એ વાત તો બરોબર છે પણ મને સુરતનું વાતાવરણ અને અહીંના લોકો મને ખૂબ પસંદ છે. કેમકે હું ઘણી વખત સુરત આવી ચૂકી છું. અહીંના પ્રેમાળ લોકો મને પસંદ આવ્યા ને મને અહી એમબીએ કરવાનું મન થયું તો અહી એમબીએ કરવા આવી ગઈ. વાતો વાતોમાં જાણે કેટલો સમય પસાર થઈ ગયો તે ખ્યાલ રહ્યો નહિ પણ વીર જે મિત્ર ને મેળવવા માંગતો હતો તે પલ્લવી જ છે. કેમકે પલ્લવી એટલી નિખાલસ અને પ્રેમાળ હતી કે વાત જ પુછો. વીર તેમની સાથે વાતો કરીને ખ્યાલ આવી ચૂક્યો હતો. કે પલ્લવી મિત્ર બનવાને યોગ્ય છે.
કાલે ફરી મળીશું એવો વાયદો આપીને બન્ને છૂટા પડ્યા.

કોલેજથી વીર ઘરે આવ્યો ને પોતાના રૂમમાં બેગ મૂકવા જઈ રહ્યો હતો ત્યાં તેમના પપ્પા ધીરજલાલ બોલ્યા બેટા....
"ફ્રેશ થઈને મારી પાસે આવજે તો.. મારે થોડી અગત્યની વાત કરવી છે."

ફ્રેશ થઈને વીર પોતાના પપ્પા પાસે આવીને સોફા પર બેસીને બોલ્યો.
બોલો પપ્પા...

"બેટા તું હવે મોટો થઈ ગયો છે અને તારો અભ્યાસ ઘણો આગળ ચાલશે એવું મને લાગે છે કેમકે તું કઈક કરવા માંગે છે પણ બેટા અમુક ઉંમરે આપણે લગ્ન કરી લેવા જોઈએ તેમ હવે તારી ઉંમર લગ્નને લાઈક થઈ ગઈ છે તો હવે અમે ઈચ્છીએ છીએ કે તારા લગ્ન થઈ જાય."

પપ્પા તમે જાણો છો ને મારે અત્યારે મારા કરિયર પર જ ફોકસ કરવાનું છે. તો લગ્નની વાત શા માટે.?

બેટા એક સારું માંગુ આવ્યું છે. તે છોકરી પણ ખુબ સંસ્કારી છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે જો તને છોકરી પસંદ આવી જાય તો તારા લગ્ન કરી નાખીએ. અને લગ્ન પછી પણ તું કરિયર બનાવી શકે તેમ છે. તો આપણે પરમ દિવસે જ અમદાવાદ છોકરી જોવા જઈએ છીએ. તું કાલે જે ખરીદી કરવી હોય તે કરી લેજે.

પપ્પા નું અત્યાર સુધી માનતો આવેલો વીર નાં પાડી શક્યો નહિ અને અમદાવાદ જવા તૈયાર થઈ ગયો પણ મનમાં વિચાર તો આવ્યો કે મારી પસંદગી ની જો છોકરી હશે તો વાત આગળ વધારીશં, નહિ તો નાં કહી દઈશ.

શું વીર અને પલ્લવી ની દોસ્તી થશે.? શું વીર અમદાવાદમાં જે છોકરી જોવા જવાનો છે તે તેને પસંદ આવશે.? વીર પોતાની કારકિર્દી ને મહત્વ આપશે કે પછી દોસ્તી કે લગ્ન ને..! વીર સાથે એવી તો શું રોચક ઘટનાઓ બનશે જે તેની કારકિર્દી પર ઘણી અસર કરશે.! જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ....