I AM MOBILE in Gujarati Short Stories by Hiral Zala books and stories PDF | I AM MOBILE

Featured Books
Categories
Share

I AM MOBILE

હું છું...આજે હું છું...અને ફક્ત હું જ છું. YES I AM MOBILE

બદલાતા આ યુગ માં કોણ કોના આધીન થઈ રહ્યું છે એવું વિચારવાનો કોની પાસે સમય છે. કારણ કે ઈન્સ્ટાગ્રામ માં રિલ પોસ્ટ કરી છે એમાં કેટલી રિચ આવે એ પણ જોવાનું છે. નેટફ્લિક્ષ પર નવી વેબસિરીઝ આવી છે આજે આખો દિવસ બેસી બધાં એપિસોડ જોઈ નાખવાં છે. વોટસઅપ ગ્રુપ માં ફ્રેન્ડ લોકો 1 કલાક સુધી ચેટિંગ કરવા ના છે. અને હા સૌથી જરૂરી આજે એક કામ છે કાલે હું બીમાર હતો ને એટલે આજે " I am well " નું સ્ટેટસ મૂકી દવ. બધાં ચિંતા કરતા હશે ને મારી.

જમાનો બદલાય રહ્યો છે. આતો મોડર્ન જનરેશન છે. બધાં થી આગળ. કાલે જ નિશા બહેન કહેતા હતા કે એમને એમના બંને છોકરાઓ ની કોઈ ચિંતા નથી. એમના 2 વર્ષ ના બાળક ને ફોન તો બોવ સરસ વાપરતા આવડે છે. એને ફોન આપી દઈએ એટલે 2 કલાક સુધી રમ્યાં રાખે. મમ્મી ને જરાં પણ હેરાન નથી કરતો. એનો મોટો ભાઈ બહાર ગલી નાં તોફાની છોકરાઓ સાથે રમવા ની જીદ પણ નથી કરતો. આખો દિવસ ચૂપ ચાપ બેસી યૂટ્યુબ પર વીડિયો જોયા કરે બસ.

Hiii... હું હિરલ
મને લાગે છે કે હું થોડી જૂના જમાના ની છું કારણ કે મારું બાળપણ ગલી ના તોફાની છોકરાઓ સાથે જ વીત્યું..મે તો યૂટ્યુબ પર નઈ...દૂરદર્શન પણ નવું મૂવી જોવા 3 દિવસ ની રાહ જોઈ.પપ્પા ની કાર માં નઈ પણ મારી સાઇકલ માં આજુબાજુ મિત્રો સાથે મસ્તી કરતા કરતા મારી શાળા નો સફર પૂરો કર્યો. ફોન પર ગેમ નઈ પણ ગલી માં બધાં મિત્રો સાથે ઓટલા પર બેસી સાપસીડી , ચેસ, બિઝનેસ , ચોર ચીઠ્ઠી નદી પર્વત જેવી અનેક રમત રમ્યાં. અને હા હું કંઇ બોવ ડાય પણ નતી. હું તો રોજ જગડા કરી અને ફટાફટ ભાગી ઘર માં ઘુસી જતી કારણ કે મારે દાવ નતો અપાવો. હું 5માં ધોરણ માં હતી ત્યારે મે nokia નો કીપેડ વાળો ફોન પેહલી વાર હાથ માં લીધો હતો. અને મને સૌથી આશ્ચર્ય એની ફ્લેશ લાઈટ ને જોઈ ને થયો હતો. કારણ કે આવું કંઈ તો પેહલા મે સપના માં પણ નતું જોયું. પણ એ ખુશી મારા માટે સૌથી વ્હાલી હતી કારણ કે એ મારું બાળપણ હતું.
જીવનમાં સૌનું તો પછી રહ્યું પણ હવે તો આપણે સ્વ નું પણ ભૂલવા લાગ્યા છે. વાત એ નથી કે થોડો સમય ક્યાંક વીતી રહ્યો છે , વાત એ છે કે થોડું થોડું થઈ આ જીવન ક્યાંક ખપી રહ્યું છે. પરોક્ષતા ના માધ્યમથી પ્રત્યક્ષતા ઘટી ગઈ , નાનકડા સ્માર્ટ બોક્સ એ મોટા વડીલોને રિપ્લેશ કરી દીધા , કારણકે વ્યક્તિ કરતાં હવે મશીનનો અનુભવ વધી ગયો છે. AI આવવાંથી હવે લોકો ને ડર લાગવા લાગ્યો કે શું આ ટેકનોલોજી બધું રિપ્લેસ કરી શકે તો કદાચ માણસોને તો રિપ્લેસ નઈ કરે ને? એક માણસને માણસથી અલગ કરી , બીજાના ગુણો કરતાં અવગુણો બતાવી , નાનપણની યાદો મિટાવી , પ્રેમભર્યા યુગલોમાં કડવાશ ભરી , વડીલોની વાર્તાઓ ભુલાવી , મૈત્રી માંથી ભરોશો ઉઠાવી હજી કંઈ બાકી છે એક માણસને માણસાઈથી દુર લઇ જવા.

જીવનમાં મીઠાસ માટે શાકર જરૂરી છે પણ એટલી નઈ કે ડાયાબિટીસ થઈ જાય , સંબંધમાં શંકા જેરનું કામ કરે છે અને જ્યારે એ જેર વધી જાય તો સંબંધ નો બંધ પણ તૂટી જાય છે. ખોટું કંઈ નથી પણ ત્યાં સુધી જ્યાં સુધી એ નુકશાનના કરે અને આપણાં ને આપણાંથી દૂરના કરે. માલિક થતાં થતાં કોણ ગુલાબ થઈ ગયું એ જાણવાની દૃષ્ટિ છે બધાં પાસે પણ એણે કેળવવાની જરૂર છે , મારે અને તમારે સૌને , કારણકે કંઇક સારું થાય એની શરૂઆત પહેલાં પોતાનાથી કરવી તો જ જીવન ઉત્કૃષ્ટ બનશે

★★★★★★★
Thanks for reading 🙏🏻
Writer : Hiral Zala
Email : hiralzalaofficial@gmail.com