Fate or victim in Gujarati Short Stories by Bindu books and stories PDF | ભાગ્ય કે ભોગ

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

ભાગ્ય કે ભોગ

બધા જ લોકોને whatsapp પર માહિતી આપી દેવામાં આવી હતી અને બહારગામ થી આવતા સગા સંબંધીઓ માટે રાહ જોવાઈ રહી હતી બધી તૈયારીઓ થઈ ગઈ હતી બસ એકદમ નજીકના સગાઓની જ રાહ જોવાઈ રહી હતી બાકી અંતિમયાત્રાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી
રાઘવ ના અંતિમ દર્શન માટે સહુ લોકો એકઠા થઈ ગયા હતા સ્ત્રીઓ મરસીયા ગાઈ રહી હતી અને રીટા બધાના સંવાદોને કાનની આરપાર અનુભવી રહી હતી ને તેની આંખોમાંથી ધોધમાર આંસુઓ વહી રહ્યા હતા નાનકડા ટીનુ અને હેતવી નું શું થશે એની ભવિષ્યની ચિંતાઓ તેની કોરી ખાઈ રહી હતી બધા જ રાઘવ અને તેની પરિવારની પ્રશંસાઓ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે રીટાના માથે તો જાણે આભ ફાટ્યું
ત્યાં રીટા ના ભાભીના કાનમાં રીટાના કુટુંબીજનોના દૂરના સંબંધીઓના સંવાદો સંભળાય છે અને તે ત્યાં ધ્યાન આપે છે કે રાઘવનું તો જીવન જ ટૂંકું હતું તેમ છતાંય રીટા સાથે સારો ઘરસંસાર ચાલ્યો અને બે બાળકોના જન્મથી તેનો વંશવેલો તો આગળ ચાલશે આ સાંભળીને રીટા ની ભાભી ની કાન માં તો જાણે તિરાડ પડી ગઈ તેને થયું કે આ શું આ બધું જ બધાને ખબર જ હતું છતાં પણ મારા નણંદબા સાથે આટલો મોટો વિશ્વાસઘાત ? ત્યારે બીજી સ્ત્રીઓ કહે છે કે તોય ઘણું જીવ્યું નાનકડા લગ્નજીવનમાં બે સંતાનો અને રીટા ને ખોળે દીકરો દેતા ગયા માટે તેનું જીવન તો તેમાં વ્યતીત થઈ જશે પણ રીટા ની ભાભી વિચારે છે કે શું આ જીવન હશે કે મારા નણંદબાની આમાં શું ભૂલ કે દોષ એ તો એટલા નિર્દોષ છે અને આ લોકોએ તો જાણી જોઈને તેને સૂલી પર ચડાવી દીધા તે જાણતી હતી કે તેના સમાજમાં એક વિધવા સ્ત્રીનું શું સ્થાન હોય છે વિધવા સ્ત્રીએ પોતાના પતિ પાછળ જ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરવાનું હોય છે તો આ લોકોનો જ દોષ કહેવાય ને તે જાણી જોઈને તેણે રીટા જેવી માસુમ દીકરીની જિંદગી બગાડી સાથે સાથે બે નાના નાના ભૂલકાઓની પણ જિંદગી બરબાદ કરી નાખશે આમાં દોષ કે ભોગ બની મારી ભોળી નણંદ જાણી જોઈને જ આ કરવામાં આવ્યું છે માટે દોષી તો આ બધા જ છે જે જાણતા હતા કે રાઘવ ને નાનપણથી આ રોગ છે છતાં પણ છુપાવ્યું અને તેના લગ્ન રીટા સાથે કરી દેવામાં આવ્યા પણ રોગ છે એ દાબીને રાખીએ તોય થોડો દબાયેલો રહેશે છાના છુપા દવાઓ કરી કરીને ઘણું છુપાવ્યું અને જ્યારે આજે અંતિમ સમય આવ્યો ત્યારે બધા જ કહે છે કે એની તો જિંદગી જ ટૂંકી હતી તો એમાં રીટાની શું ?તેના બે નાના બાળકોની શું ભૂલ ?આમાં કોને દોષ આપવો? રીટાના ભાગ્યને કે રીટાના સાસરીયા પક્ષના લોકોને તે રાઘવને કે જેને ખબર જ હતી કે તેનું જીવન ખૂબ જ ટૂંકું છે છતાં પણ તેણે રીટા ની જિંદગી બરબાદ કરી નાખી નાની ઉંમરમાં એનો રંડાપો આવ્યો કેમ જશે આખી જીંદગી? કેમ તે પોતાના બે બાળકોને મોટા કરશે અને પોતાનું આ સમાજ કે તેની જીવવા દેશે ખરો અને રીટા ની ભાભી ની રાઘવ ના મૃત્યુ કરતા તો વધારે રીટાના ભવિષ્યને લઈને રડવું આવવા લાગ્યું તે ચીસો પાડીને સમાજના એક કુટુંબના લોકોને કહેવા માગતી હતી કે તમે બધા જ દોશી છો તમારા કારણે જ રીટા ભોગ બની છે પણ કોને કહે શું કહે જાણી જોઈને એક માસુમ દીકરીની જીવનની બલી ચડાવવામાં આવી હતી દોષ કોને આપે સમાજને સમાજના લોકોને રાઘવને કોને....????