Zankhna - 7 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 7

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 7

ઝંખના @ પ્રકરણ 7

ઓરડામાં જયી મીના બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા...આ જોઈ રાધા પણ બેબાકળી બની ગયી .....ને વિચારી રહ્યા આટલા મોટા હવેલી વાડા શેઠાણી ને વડી શુ દુખ પડયુ હશે કે આટલુ બધુ રડે છે , રાધા ને કયી ના સુજતા મીના બેન નો પાસો પસવારતી રહી ......ને પછી રસોડામાં જયી પાણી નો ગલાશ ભરી લાવી ને પરાણે મીના બેન ને સમ આપી છાના રાખ્યા ને પાણી પાયુ
ને અચકાતા અચકાતા રાધા પુછી બેઠી કે મોટા શેઠાણી એવી તો શુ વાત બની કે તમે આટલા બધા દુખી થયા ને રડો છો ? આવ્યા ત્યારે તો ખુશ હતા ?...... ને મીના બેન મોટો નિસાશો નાખતા બોલ્યા રાધા આજ લગીર તો હુ બવ સુખી હતી પણ હવે મારી જીંદગી મા દુખના એંધાણ વરતાય છે ,......એટલે શુ ? હુ કયી સમજી નહી ? રાધા મે અભાગણી એ ચાર દીકરીયો જણી એ મારો ગુનો .........
ને બા બાપુજી ને હજી દિકરો જોઈએ છે ,એમનો વારસદાર, વંશવેલો વધારનાર જોઈએ છે ......
ને હુ હવે બાડક આપી શકુ તેમ નથી ....ચોથી દીકરી ઓપરેશન થી થયી હતી એ
ડિલીવરી સમયે મારો જીવ પરાણે બચ્યો હતો ને એ વખતે ડોક્ટર એ કહી દીધુ હતુ કે હવે ફરીવાર હુ મા નહી બની શકુ ..... ને આ જ મારી કમનસીબી......
ભગવાન ને પણ મારી પર દયા ના આવી .....એક દીકરો આપી દીધો હોત તો મારુ જીવન આમ રમણ ભમણ ના થાત ...... ઓ માડી આવુ ?. દીકરો ના હોય તો આદમી બીજા લગન કરે હે ? ના રાધા બધે કયા આવુ નથી હોતુ .....મારા સાસુ સસરા જેવા જુનવાણી સ્વભાવ ના હોય એ જ આમ દીકરીયો ને દીકરા મા ફેર ગણે......ને
બાપુજી અને બા ને તો ગમે ઐમ કરી ઐમનો વારસદાર જોઈએજ છે ,એમને એમના વંશવેલા ની ચિંતા છે..... પણ મારુ તો કોઈ વિચારતુ જ નથી .....તુ જ કે રાધા આમ એક જ ઘરમાં
બીજી સ્ત્રી, એટલે કે શોતન સાથે રહેવુ પડે એ કેટલા દુખ ની વાત કહેવાય ? ઘરમાં આવડી મોટી દીકરી થયી પરણાવા લાયક ને બાપ બીજા લગ્ન કરે એ કેટલુ ખરાબ લાગે ? મારી દીકરીયો પર એની કેવી માઠી
અસર પડે ?..... ને કોને ખબર આવનાર નવી કેવા સ્વભાવ ની હશે એ કોને ખબર પડે ? .... પણ શેઠાણી બા મોટા શેઠ જ જો લગ્ન કરવા તૈયાર ના થાય તો ? .... રાધા તારી વાત સાચી પણ ઘરમાં બા બાપુજી ની સામે તારા શેઠ નુ કયી ના ચાલે .....બધી મિલકત ને હવેલી બધુ એમના બાપ દાદા નુ છે .....
ને ઘરમાં પહેલે થી બા અને બાપુજી નુ જ ચાલે ,એમનો પડ્યો બોલ ઝીલવો પડે છે એમનો......રાધા તો મીના બેન ની વાત સાંભળી ને અવાચક થયી ગયી ને .....ત્યા જ બહાર થી રુખી બાની બુમ સંભાળાઈ
મીના વહુ કેટલી વાર હજી ?
જમવાનુ તૈયાર થયુ કે નહી
ને મીના બેન સાડી ના છેડા વડે મોઢું લુછી ને ફટાફટ રસોડામાં આવ્યા ને બોલ્યા
બસ બની જ ગયુ છે બધા હાથ ધોઈ જમવા બેસો ....
રાધા એ ઓશરી મા બધા ના પાટલા ઢાડયા ને બા બાપુજી ના ખાટલા પાસે ટીપોઈ મુકી ......મીના બેન એ થાડીઓ પીરસી ને રાધા જયી આપી આવી .......
બધા ચુપચાપ જમવા લાગ્યા ને પરેશભાઈ થોડુક
જમી ને ઉભા થયી ગયા ....
ને રુખી બા બોલ્યા કેમ પરીયા એટલી વાર મા જમી લીધું ? બસ બા ભુખ મરી ગયી .....ઈ મને બધી ખબર પડે છે હો ભાઈ .... જે કરવાનુ છે ઈતો કરવાનુ જ છે એમા કોઈ મીનમેખ નથી....ને પરેશભાઈ કયી પણ બોલ્યા વીના ચુપચાપ
તબેલા તરફ ગયા.........
બા ,બાપુજી ને મહેમાન જમી ને ઉભા થયા ને પછી
મીના બેન એ રાધા ને કહ્યુ, રાધા આજમવાનુ બીજા વાસણ માં કાઢી ને તારી ઓરડી મા મુકી આવ ને તુ ને રમણ બે જમી લો.....ને શેઠાણી બા તમારે નથી જમવુ ? .......થોડુક ખાઈ લો ને , આમ ભુખ્યા રહેશો તમને જ તકલીફ પડશે ....
ના રાધા આજ જરીકે ભુખ નથી .....તારા મોટા શેઠ પણ બે કોળિયા જમી ઉભા થયી
ગયા એ મારુ દુખ સમજે છે
ને રસોડામાં સુનિતા આવી ને પુછ્યુ મમ્મી તમે જમ્યા ? કોની રાહ જુઓ છો હજી ? જમી લો ચાલો .....ના દીકરી મને ભુખ નથી .....પણ એમ કેમ ચાલે ? તુ ચાખી તો જો આજે જમવાનુ કેવુ સરસ બન્યુ છે......ને એમ કહી પરાણે સુનિતા એ ફોર્સ કરી
મીના બેન ને ખાવા માટે મજબુર કર્યા......ના છુટકે મીના બેન થોડુ ખાઈ ને બીજુ જમવાનુ રાધા ને આપી દીધુ .....ને રસોડુ સાફ કરી ના મન ના બહાર કંચનબેન પાસે આવી ને બેઠા ......મીના બેન ની સુઝેલી આંખો જોઈ કંચનબેન સમજી ગયા કે ભાભી ને બહુ ખોટુ લાગ્યુ છે
ને એટલે જ રડ્યા હશે .....
પણ હુય શું કરુ બા બાપુજી ની વાત ના સાભડુ તો ય ઉપાધી ને જો હુ કન્યા ના બતાવત તો ગામ માથી કોઈ બીજુ બતાવત.....બા તો એમનુ ધાર્યુ કરી ને જ રહે છે
ને.....કંચનબેન એ ઘરની ને
મીતા ની કોલજની ને ભણવા ની એવી બધી વાતો કરી ......ને રુખી મા ને આત્મા રામ બોલ્યા......
જુઓ મીના વહુ તમે બહુ ગુણિયલ ને સંસ્કારી છો ....
ને તમે તો જાણો જ છો કે આપણે વારસદાર માટે થયી ના છુટકે ય પરીયા ના બીજા લગ્ન કરવા જરુરી છે .....આ અમારી મજબુરી છે વહુ બેટા મારા બાપ દાદા નો વંશવેલો ચાલુ રાખવો એ મારી ફરજ છે ને એટલે જ આ કંચન ને અંહી તેડાવી છે
જો મીના વહુ તમે લગીરેય ચિંતા ના કરતાં....આ ઘરમાં ને પરીયા ની જીંદગી મા તમારી જે જગ્યા છે એ કાયમ રહેશે , પહેલા તમે ....
તમને કોઈ વાત નુ ઓછુ નહી આવવા દયીએ ......
તુ સમજી શકે છે બેટા આ ઘરડાં મા બાપ ની તકલીફ ને
ભગવાને તારી કુખે એક દીકરો આપી દીધો હોત તો આ વારો ના આવત .....પણ
આ બધુ કયાં આપણા હાથ માં છે ? નસીબ મા જે લખાયુ હોય એ થયી ને રહે છે...... આવનાર બીજી બસ આપણા માટે વારસદાર આપનાર બની ને રહેશે ......
તારી જગ્યા તો એ કયારેય નહી લયી શકે ,એટલો ભરોસો રાખજો અમારી પર
ને હા તમને થોડુ પણ ટેનશન જેવુ લાગતુ હોય તો તમારી શેફટી માટે પચીસ વીધા જમીન ને જુની હવેલી તમારા નામે કરી આપીશુ
ના ,ના બાપુજી મારે એવી મિલકત ની કોઈ ભુખ નથી
પણ આવનાર બીજી કેવી
હશે કેવી નહી ??? આપણા ઘર ને લાયક હશે કે કેમ ને ઘર ને સાચવશે ???? એવી કેટલીય ચિંતા ઓ કોરી ખાય
છે ,......એ તો ચિંતા નહી હજી અમે વાઘ જેવા બેઠા છીએ મીના વહુ ....તમે ફિકર ના કરો ને તમારા નામે પણ મિલકત લખવી જરુરી છે ,અમે પણ સમજીએ છીએ આટલા વર્ષો થી તમે ઘરને કેવુ સાચવયુ છે ને અમારી સેવા પણ કરી છે....
પણ શુ કરે બેટા આ પગલુ ભર્યા વિના છુટકો નથી......
તમે સમજુ છો ને પરેશ સમજતો નથી બસ એક તમે જ એને સમજાવી શકશો ...
એને નથી ગમતુ પણ શુ કરીએ હવે , આજ રાત્રે પરીયા ને બીજા લગ્ન માટે સમજાવી લો મીના વહુ તો
સારુ છે ..... ને એટલા મા પરેશભાઈ મસાલો મોઢાં મા મુકી ને હિચંકે બેઠા .....ને મીના બેન નુ ઉતરેલુ મોઢુ જોઈ સમજી ગયા ને પછી બોલ્યા..... સાભડયુ આ બા બાપુજી એ કંચનબેન ને કેમ બોલાવ્યા છે અંહી ???....
હવે આ ઉંમરે બીજા લગન ની વાતો કરે છે .....કેમના સમજાવવા આમને ?? ને મીના બેન બોલ્યા તે કયાં કયી ખોટુ કહે છે બા ,બાપુજી??? હુ દીકરો આપી ના શકી તો પછી છુટકો જ નથી ને બીજી લાવ્યા વિના ! બાપુજી નો વંશવેલો ચાલુ રાખવા માટે
વારસદાર ની જરુરત તો પડે
જ ને ,અને એ હુ આપી શકુ એમ નથી .....તો પછી બા બાપુજી કહે છે એમ તમારે
લગ્ન માટે હા પાડી દેવી જોઈએ.....પણ મીના એમ એક ઘર મા બે બે પત્ની સાથે રહેવાનુ ? આપણી દીકરીયો સમજણી છે એ
શું વિચારે મારા બીજા લગ્ન થી ??? એ બધુ ય થયી પડશે... પણ બા બાપુજી નો બોલ તમે આજ સુધી ઉથાપયો નથી .....તો હજી પણ એ કહે એમ કરવુ એ તમારી ને મારી ફરજ મા આવે છે ,.....મને કોઈ તકલીફ નથી ને હા બાપુજી મારી શેફટી માટે જમીન ને જુની હવેલી મારા નામે કરવાનુ કહે છે એટલે ભવિષ્યમાં મને કે મારી દીકરીયો ને કોઈ તકલીફ ના પડે .......બા ,બાપુજી ના આ નિર્ણય થી પરેશભાઈ ને શાંતિ થયી.....પણ પરેશભાઈ મીના બેન ને ખુબ પ્રેમ કરતાં હતા...ને મીના બેન પણ એમને બહુ ચાહતા હતા ,પરેશભાઈનુ ધ્યાન પણ બહુ રાખતા ને એવા મા
અડતાલીસ વર્ષ ની ઉંમરે પતિ ના બીજા લગ્ન એટલે એમના માટે તો આ બહુ મોટો આધાત હતો પણ શુ
કરે ? પિયર મા પરિસ્થિત સારી નહોતી હજી થોડા સમય પહેલા એમના બાપુજી બીમારી ના લીધે મુત્યુ પામ્યા હતા ને એક ભાઈ હતો એ પણ ખેત મજુરી કરતો એના ઘેર પણ બે બાળકો હતા....એટલે પિયર જવા નો તો કોઈ સવાલ જ નોતો ....ને હવે
ચાર ચાર દીકરીયો સાથે ઘર છોડવુ પણ મુમકીન નહોતુ
પોતે જાય તો કયા જાય ??? મીના બેન ના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા.....એટલે એ ઉભા થયી ઓરડાં મા જતા
રહ્યા......પરેશભાઈ રુખી બા અને બાપુજી ને સમજાવવા નો છેલ્લો પ્રયાસ કરી જોયો ....ને બોલ્યા બા ખરેખર આ સારુ નથી થયી
રહયુ આટલા વર્ષો થી મીના એ આપણુ ઘરબાર સારી રીતે સંભાળયુ ને હવે એનીજ સામે બીજી પત્ની લાવવી ઘરમાં કેટલુ ખરાબ
લાગે , હવે તો દીકરીયો પણ
સમજણી થયી છે.....ને બાપુજી હવે જમાનો પણ બદલાયો છે ,શહેરમાં તો દીકરો દીકરી એક સમાન જ ગણે , ને દીકરી યો તો ઘર ની લખમી કહેવાય......બસ બસ હવે બહુ વાયડો થા મા
આ તારુ શહેર નથી ....ગામડુ છે ને વારસદાર માટે બીજા લગન કરવા પડે ઈમા કોય ખોટુ નથી હમજયો?......ને પરેશભાઈ ચુપ થયી ગયા...
સાંજ પડવા આવી એટલે ઘરને લોક મારી બધા ગાડી મા ગોઠવાયાં ........ મીના બેન ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 8 ...ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા