Zankhna - 6 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 6

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 6

ઝંખના @ પ્રકરણ 6

પરેશભાઈ બહેન અને જીજાજી ને આમ અચાનક વાડીએ જોઈ ખુશ થયા ....
કંચન બેન ને દુર ગામડે પરણાવેલા હતા એ કામ કે કારણ સિવાય આવતા નહી એમના બાળકો પણ સકુલે જતા ને સંયુક્ત કુટુંબ મા બધા સાથે રહેતા ,......બેટા કંચન તુ ને જમાઈ બે હાથ પગ ધોઈ ફ્રેશ થાઓ એટલારી હુ ને તારા બાપુજી ખેતરોમાં આંટો દયી આવીએ પછી નિરાંતે બેસીને કામ ની વાત કરીએ ..... હા મા જતા આવો ....આખો દિવશ પડ્યો છે વાતો કરવા જાવ ..... રાધા જા ને રમણ ને કહી ઝાડ પરથી સરગવો તોડી આપવાનુ કહે ને ....
હુ તો ભુલી જ ગયી ....એનુ જ શાક બનાવાનુ છે ને એજ નથી લાવી , જી શેઠાણી હુ રમણ પાસે થી તોડાવી લાવું છુ , ને હા જોજે કુણો કુણો તોડાવજે .... એ હા ને રાધા દોડતી ખેતર ના શેઢે સરગવાના ઝાડ પાસે ગયી ને રમણ ને બુમ પાડી બોલાવ્યો.... બીના ને વનિતા ત્યા ના બાળકો સાથે રમવા ગયા ને સુનિતા રસોડા માં મમ્મી ને મદદ કરવા રોકાઈ ......પરેશભાઈ હિચંકે બેઠા લીલાછમ ખેતરો નો મોલ જોઈ રહ્યા હતા , કંચન બેન ને બટુકભાઇ પણ ઓશરી મા ખાટલે આવી બેઠા ......બોલો બેન કેવુ ચાલે છે ત્યા સાસરે ? ઘરના બધા મજામાં તો છે ને ભાણીયા શુ કરે છે ? .....એ ય ને બધા મજામાં છે ભાઈ
અમારેય અત્યારે ખેતીવાડી નુ સારુ ચાલે છે સમય જ નથી ,પણ આતો મા નુ કામ હતુ એટલે આવવુ પડયું....
બે મહીના થી તો રોજ રોજ ફોન કરી મને વઢતી એટલે ના છુટકે સમય કાઢી ને આવ્યા......ઓહ..એમ તે બેન એવુ તે શુ કામ હતુ તમારુ મા ને ??? કંચન બેન થોથવાતા બોલ્યા એ હમણા બા આવે એટલે કહુ છુ એમ કહી વાત બદલી .....ને બીજુ કે ભાઈ તમારા તબેલા નુ કેવુ ચાલે છે ? ને ખેતી મા કેવુક છે ?......બસ ભગવાન ની દયા છે બહેન લીલા લહેર છે . .....એમ કહી હસી પડ્યા........મીના બેન રસોઈ બનાવવામાં વયસત હતા એમને તો સપને ય ખ્યાલ નહોતો કે કંચન બેન શુ જરુરી કામે આવ્યા છે...
રુખી બા ને આત્મા રામ આજે જલદી આંટો મારી પાછા આવ્યા, રમણે ઓશરી મા બીજો ખાટલો ઢાડયો ને અંદર થી ગાદલુ લાવી ને પાથરયુ ......એ સુનિતા પાણી નો કડશીયો ભરી લાવ તો મારુ તો ગડુ સુકાઈ ગયુ , થાકી ગયી આંટો મારી ને ..... સુનિતા બા ને પાણી આપી ગયી ..
પરેશભાઈ બોલ્યા કેમ બા આજે બધા ખેતરે ના ફર્યા?
ના ભયી આ કંચન આવી છે એટલે જલદીથી આવી ગયા ને આ તારા બાપા ને તો આટલુ ફરતા ય શ્વાસ ચઢે છે......હવે ઉંમર થયી અમારી કયાં સુધી ચાલે હવે આ શરીર ? ..... બેટા કંચન બોલ કેમ છે મઝામાં ને ? તારા સાસુ સસરા ને બધા મજામાં ને ? હા મા માતાજી ની દયા ....... થોડી આડી અવળી વાતો કરી રુખી મા મુડી વાત પર આવ્યા, કંચન શુ કર્યુ પછી પેલી વાત નુ કયાંય તપાસ કરી કે નહી ?
ને અચકાતા અચકાતા કંચન બેન બોલ્યા હા બા એટલે તો આવી છુ ,તમે કયાં જપવા દોછો એક વાત પકડો એટલે પતી ગયુ ....
હા હા હવે ચાપંલી થા મા !
બા અમારા ગામ માં એક ફેમીલી ભાડે રહેવા આવ્યુ છે એક દીકરી છે નાની ઉંમર ની વિધવા ને એનો ભાઈ છે
એ વાંઢો છે.....ગરીબ છે ને કામ ધંધા વગર નો એટલે કોણ કન્યા આપે ?.......
એટલે મે ભાઈ ની વાત કરી છે તો એમના તરફ થી તો હા
જ છે ......ને વચ્ચે જ આત્મા રામ બોલ્યા કોના લગ્ન ની વાતો કરો છો મા દીકરી ?.......મે તમને વાત તો કરી હતી ભુલી ગયા ? ...
આપણાં પરેશ ની ને પરેશભાઈ ભડક્યા ને બોલ્યા શુ વાત કરો છો બા ? આ ઉંમરે હવે બીજા લગ્ન? ચાર દીકરીયો છે મોટી ઘરમાં ને મીતા એ હવે પરણાવા લાયક થયી ને તમે
મારા લગ્ન ની વાત કરો છો ?
પરેશભાઈ ની વાત સાંભળી ને આત્મા રામ બોલ્યા જો ભાઈ પરેશ આ વિષય પર મે તને પહેલાં પણ કહ્યુ હતુ .....છેલ્લે ચોથી ડીલીવરી વખતે કે જો આ વખતે દીકરો ના આવે તો
દીકરા માટે તારા બીજા લગ્ન કરાવીશ, અમારે આ ઘરમાં વારસદાર તો જોઈશે જ.....
મારા બાપ દાદા ની મહેનત થી ભેગી કરેલી આ સંપતિ આમ પારકા લોકો ના હાથ મા જાય એ તો મને કદી ના પોષાય સમજ્યો.... ને આપણે કયાં મીના વહુ ને કોઈ અન્યાય કરવાનો છે ...
એ પહેલા આ ઘર માં ને દીકરીયો ને પણ સારો એવો કરીયાવર આપી ઠેકાણે પાડવાની જવાબદારી આપણી છે .......મીના વહુ ને એક લગીરેય ઓછુ નહી
આવવા દયીયે કે નહી કોઈ વાત ની કમી પડવા દયીશુ ..
ને આપણે કયાં કુલડી મા ગોડ ભાગવો છે ? મીના વહુ ની મંજુરી લયી ને જ આ પગલુ ભરવાનુ છે ....
ને રુખી મા બોલ્યા લે કર વાત એમા મીના વહુ ને શુ વાંધો હોય ? એણે ચાર ચાર દીકરીયો જણી ને મુકી દીધી છે એક દીકરો એ જણ્યો હોત તો આ બીજી વાર નુ લફડુ જ ના રેત ,....રસોડા ની બારી ઓશરી મા ખુલતી હતી ....મીના બેન રસોઈ બનાવતાં બનાવતાં બહાર ચાલી રહેલી વાતો સાંભળી ને મનોમન દુખી થયી રહ્યા હતા , આજે કાઈ નવુ નહોતુ પરેશભાઈ ના બીજા લગ્ન માટે ની વાત રુખી બા ને બાપુજી ઘણીવાર સંભાળાવી ચુકયા હતા .....
જેટલી વાર મીના બેન પ્રેગનન્ટ થતા એટલી વાર રુખી બા કહેતા ,આ વખતે તો મારે દીકરો જ જોઈશે...
જો આમને આમ દીકરીયો ની લાઈન લગાવીશ તો ના છુટકે મારે પરીયા ને ફરીથી બીજા લગ્ન કરાવવા પડશે ..
પરેશભાઈ સાવ ઢીલા ઢફ થયી ગયા ને એમની નજર બારી માથી મીના બેન પર પડી .....ને મનમાં વિચારવા લાગ્યા હે ભગવાન બીચારી ભોડી ભલી મીના નો શુ વાકં ? .....કેટલી કહયાગરી ,સંસ્કારી ને સમજુ છે , બા ,બાપુજી ની
સેવા પણ કેટલા દીલ થી કરે
છે , મર્યાદા પણ કેટલી રાખે છે ,કદી માથા પર થી સાડી નો છેડો ય સરકવા નથી દેતી
એવી પત્ની સાથે દગો કરવાનો ? ......એ બીચારી કશુ બોલે નહી એટલે બસ
એની સાથે આવુ કરવાનુ ?
કંચનબેન સાથે બધી વાત જાણી લીધા પછી રુખી બા એ જાહેર કર્યુ કે ચાર દિવશ પછી કન્યા જોવાનુ ગોઠવીએ ....બરાબર ને પરીયા ના પપ્પા? ....હા હા તમે કો ત્યારે જોઈ ને ઘડિયા લગ્ન કરી નાખીએ...
પરેશભાઈ ભાઈ બોલ્યા, બાપુજી મને થોડો વિચારવાનો સમય તો આપો
લે કર વાત ! એમા વિચારવાનુ શુ ? મીના વહુ હવે મા બને એમ નથી ને ચાર દીકરીયો તો ઘરમાં છે જ ,કયાં સુધી રાહ જોવાની
અમારે ? અમારા જીવતે જીવ આ ઘરમાં વારસદાર
જન્મે ને ઘરમાં ફરીથી પારણુ બંધાય ત્યારે અમને શાંતિ મડશે.....પણ બાપુજી સમાજ મા, ગામમાં લોકો વાતો કરશે ,કે દીકરી પરણાવા લાયક થયી ને બાપ ને બીજી બૈરી લાવવા ના અભરખા જાગ્યા.......
દુનિયા જાય તેલ પીવા , એ તો લોક દાજે બડે એટલે બોલ્યા કરે . ....ને આમાં નવુ શું છે ......આપણા ગામના કેટલાય દાખલા આપુ તને કે જેના ઘરે બે બે બૈરા છે ...
કોઈ શોખ નુ લાવે કે કોઈ વસતાર હાટુ લાવે ........
ને ભાઈ તુ જ વચાર કર કે આટલી બધી મિલકત નુ પાછળ કોઈ વારસદાર તો જોઈએ ને , ને તારે મારા બાપદાદા નો વંશવેલો પુરો કરી નાખવો છે કે શુ ???
મીના બેન નુ મન રસોઈ મા લાગતુ નહોતુ ને એમનો ચહેરો સાવ ઉતરી ગયો ને સાડી ના છેડા વડે આખં ના આશુ લુછી નાખ્યા........
રાધા બહાર ચાલી રહેલી વાતો સાંભળી ને નવાઈ પામી ને મીના બેન ને સાવ ઢીલા થયી ગયેલા જોયા એટલે રાધા એ ઉભા થયી પાણિયારે થી મીના બેન ને પાણી આપ્યુ.....મીના બેન ચુપચાપ પાણી પી ગયા ....
ને રાધા એ અચકાતા અચકાતા પુછ્યુ શુ થયુ શેઠાણી બા ? આ બહાર કોના બીજા લગ્ન ની વાત ચાલે છે , ને વડી આ વારસદાર એટલે શું???
નિર્દોષ રાધા ને વારસદાર કોને કહેવાય એય ખબર નહોતી પડતી....રાધા ની વાત સાંભળી ને મીતા બેન રસોડામાં થી નીકળી દોડતા ઓરડા મા ચાલ્યા ગયા ને
રાધા પણ પાછળ ગયી ને
દરવાજો બંધ કર્યો.....ને મીના બેન ના આશુ ઓ નો બંધ તુટી પડ્યો ને એ ચોધાર
આશુ એ રડી પડ્યા..... ..
ને અબુધ રાધા મીના બેન ને
રડતા જોઈ ગભરાઈ ગયી.......મીના બેન ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 7 ઝંખના....

લેખક @ નયના બા વાઘેલા