Zankhna - 1 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 1

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 1

ઝંખના...પ્રકરણ 1

નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ને દુઝણી ગાયો ભેંસો નો મોટો તબેલો હતો જેમા ગીર ની દોઢસો જેટલી ગાયો ને સો એક ભેંસો હતી ...... જમીન પણ ઉપજાઉ હતી ને દુધ નો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો ને પરેશ ભાઈ સ્વભાવે પણ સાલસ ને નિખાલસ ને સાથે દયાડુ પણ ખરા ..... ખેતીવાડી ને તબેલા ના કામ માટે ઘણા માણસો એમના પરિવાર સાથે કામે રાખ્યા હતા એ લોકો ને રોજીરોટી મડી રહેતી ને તબેલા ની પાછળ ની જગયાએ એ વીસેક જેવી રુમો બાંધી આપી હતી જેથી ખેતીવાડી ને તબેલા નુ કામ કરતા માણસો ને કોઈ તકલીફ ના પડે ... ભગવાન ની કૃપા થી જીવનસાથી પણ સારી મડી હતી ...પરેશ ભાઈ ની પત્ની નુ નામ મીના બેન હતુ એ પણ બહુ માયાળુ હતાં ને ધાર્મિક વૃત્તિ ના હતા .....ખેતરમાં મજુરી કરતા માણસોને અને એમના બાળકો ને બહુ સાચવતા વાર ,તહેવારે મીઠાઈ કપડા આપી બધા ને ખુશ કરી દેતા આમ એકંદરે પરેશભાઈ ને મીના બેન નુ જીવન સરસ રીતે ચાલતુ હતુ લગ્ન ને ઘણા વર્ષો વીતી ગયા ને મીના બેન ચાર દીકરી ઓ ને જન્મ આપ્યો.. દર વખતે દીકરો આવશે એવી આશા રાખતા ને આમને આમ ઘરમા ચાર ઢીંગલી ઓ રમતી થયી ગયી ને એ પછી ભગવાન એ સારો દિવશ બતાવ્યો જ નહી ....સોથી મોટી દીકરી બાર મા ધોરણમાં આવી એનુ નામ મીતા ને બીજી દીકરી નુ નામ સુનિતા છે દશ મા ધોરણ માં ભણતી ....ત્રીજી દીકરી નુ નામ વનિતા જે આઠ મા ધોરણમાં ભણતી ને સોથી નાની દીકરી બીના જે ચોથી ધોરણ માં ભણતી ....... ચારેય દીકરીયો એમની મમ્મી એટલે કે મીના બેન પર ગયી હતી ....રૂપ અને ગુણ ઠાંસી ઠાંસી ને ભર્યા હતા....પરેશ ભાઈ દેખાવે સામાન્ય હતા પણ હોશિયાર બહુ એટલે જ બાપ દાદા નો ધંધો સારી રીતે સંભાળી લીધો હતો .....મીના બેન ગરીબ ઘર ના હતા ....પિયર મા પરિસ્થિતિ બહુ ગરીબ હતી એટલે એ પણ સાસરી મા આટલુ સુખ જોઈ ભગવાન નો આભાર માનતા થાકતા નહી .... પરેશ ભાઈ ના માતા પિતા ની સેવા ચાકરી પણ દીલ થી કરતાં સસરા આત્મા રામ ને સાસુ રુખી બેન નો સ્વભાવ થોડો આકરો ને કંજુસ પણ ખરો એટલે મીના બેન ને મેણા ટોણા મારવાનુ ચુકતા નહી ને આમ પણ જુનવાણી સ્વભાવ ને આટલી બધી મિલકત નો ઘમંડ ......પરેશ ભાઈ તો આખો દિવશ વાડી અને તબેલા ના હીસાબ કિતાબ મા રચ્યા પચ્યા રહેતા એટલે ઘરે મીના બેન પાસે બે ઘડી બેસવાનો સમય પણ કાઢી શકતા નહી રાત પડે ઘરે આવે ને જમીને પાછા હીસાબ ના ચોપડા ને પછી બા ,બાપુજી સાથે હિંચકે બેસી ઢોર ઢાંખર ને ખેતીવાડી ની ચર્ચા કરતા ને મીના બેન નીચે બેસી બધુ સાંભળી રહેતા ને રહી વાત દીકરીયો ની તો એ ચારેય ઉપર ના માડે એમના સ્ટડી રૂમ મા લેશન કરતા , સોથી મોટી મીતા એટલે ત્રણેય નાની બહેનો ને હોમવર્ક કરાવતી ,મીના બેન તો સાત ચોપડી સુધી ભણેલા એટલે એ તો કાઈ મદદ કરી શકે નહી અને સાસુ રુખી બેન ને આત્મા રામ આખો દિવશ ઝપીને બેસવા જ ના દે આખો દિવશ કયી ને કયી કામ બતાવે જ રાખે ને સંસ્કારી મીના બેન સાસુ સસરા નો પડ્યો બોલ જીલે કદી પરેશ ભાઈ ને ફરિયાદ નો મોકો ના આપે આમ મીના બેન ને પરેશભાઈ ના જીવન સંસાર ની ગાડી સારી રીતે ચાલતી હતી કોઈ વાતે દુખ નહોતુ પણ આત્મા રામ અને રુખી બાને ઘરના અને મિલકત ના વારસદાર ની ચિંતા રહેતી ..... પરેશભાઈ પછી આ જમીન ઘર ને વંશવેલો આગળ કોણ સંભાળશે એની ચિંતા કરતા ને મીના બેન ને દિવશ મા કેટલીયવાર મેણા ટોણા મારતા.....ને મીના બેન ચુપચાપ સાભડી લેતા એ પણ બીચારા શુ કરે ચારેય વખત એમણે કેટલીય બાધા આખડી રાખી તોય ભગવાન એ દીકરો ના જ દીધો ને હવે છેલ્લા ચાર વરસ થી તો માતા બની શકે એવા એંધાણ દેખાણા જ નહી ....
મીના બેન માટે ચારેય દીકરીયો દીકરા થી ઓછી નહોતી પણ ઘરડા સાસુ સસરા ને કોણ સમજાવે દીકરીયો પણ દાદા દાદી ની સેવા મા ખડે પગે રહેતી એ છતા રુખી મા દીકરીયો સામે પર આતંરો રાખતા ને દીલ થી હમેશાં દુર જ રાખતા ....મીના બેન અને પરેશભાઈ ની જીંદગી મા કેવા મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 2 ઝંખના....
લેખક @ નયના બા વાઘેલા