Street No.69 - 110 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 110

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 110


સોહમ સાવી રૂમથી નીકળી બહાર બેઠકખંડમાં આવ્યાં. સુનિતા -સાવીની નજર મળી. સુનીતાએ સૂચક ઈશારો કર્યો. સાવીએ સોહમનાં આઈબાબાનાં આશીર્વાદ લીધાં અને કહ્યું “તમે કરેલો મારો સ્વીકારજ મને તમારી કુળવધુ બનાવી છે હું આપણા કુટુંબ માટે રક્ષા કવચ કરી રહી છું ઈશ્વર અને મારાં ગુરુ મને સંપૂર્ણ સાથ આપશે.”
સાવીએ આમ કહી બધાને એક સાથે બેસવા કહ્યું અને સોહમ પાસે સુતરાઉ દોરો માંગ્યો... બેલા ઉભી થઇ દોડીને કબાટમાંથી શુદ્ધ સુતરાઉ દોરો લઇ આવી સાવીને આપ્યો. સાવીએ એ લાંબો દોરો લઇ એક છેડો સોહમને આપ્યો અને બીજો છેડો એણે પકડ્યો અને આખા કુટુંબનાં બધાં સભ્યોને ફરતે દોરો લઈને બંન્ને સાથે ઉભા રહ્યાં.
સાવીએ આંખ મીંચી ગુરુજીને આહવાન કર્યું પછી માંકાળીને આહવાન કર્યું... રૂમમાં સંપૂર્ણ શાંતિ પથરાઈ ગઈ બધાં આંખ મીંચી નતમસ્તક ઈશ્વરની આરાધના કરવા લાગ્યાં. સાવીએ આહવાન કર્યું અને મંત્રોચ્ચાર ચાલુ રાખીને આરાધના કરી.
થોડાવખત પછી સાવીની આંખમાંથી આભારવશ આંસુ નીકળી આવ્યાં જાણે કહ્યું “હવે કોઈ કાળી શક્તિ કે કોઈ તંત્રમંત્ર આપણાં કુટુંબને કોઈપણ રીતે હાની નહીં પહોંચાડી શકે હવે બધાં સંપૂર્ણ સુરક્ષિત છીએ. મારાં ગુરુ માંકાળી અને બાબા અઘોર નારાયણની સંપૂર્ણ સમર્પિત છીએ હું હવે સંપૂર્ણ નિશ્ચિંન્ત છું.”
સાવીએ એ દોરા હાથમાં લઈને સોહમને કહ્યું “આ દોરો દેવસેવામાં માંબાબાને સમર્પિત કરી દો અને ત્યાંજ રહેવાં દેવાનો છે. મારું માનવું છે કે સુનિતાનાં લગ્ન અંગે મંગેશને પણ બોલાવી લો એનાં કુટુંબ સાથે વાતચીત કરી શુભમુહુર્તમાં ઘડીયા લગ્ન લઇ લો. આઇબાબાને પૂછી ને બધું નક્કી કરો હવે સબસલામત છે.”
સોહમે આઇબાબાને કહ્યું “તમેજ મંગેશનાં ઘરે વાત કરીને બંન્ને કુટુંબ ભેગા થઇ નક્કી કરી લો. અને આમાં હવે સમય વ્યતિત કર્યા વિના કામ પૂરું કરીએ.” આઇએ કહ્યું "અમે સોહમ તારીજ રાહ જોતાં હતાં. મંગેશના કુટુંબીજનો તૈયારજ છે. બાબા હમણાં ફોન કરીને નક્કી કરી લેશે અહીં આપણાં બાપ્પાનાં મંદિરમાંજ લગ્ન કરી લઈશું એમનાં આશીર્વાદથી બધું શુભજ થશે.”
સુનિતા આનંદમાં આવી ગઈ એનો ચેહરો ખુશીથી જાણે નાચી ઉઠ્યો. બાબાએ કહ્યું “સુનિ તું ફોન લગાવ હું હમણાંજ વાત કરીને નક્કી કરી લઉં છું.” સુનિતાએ મંગેશને ફોન લગાવ્યો એણે મંગેશે ફોન ઉપાડતાં કહ્યું “બાબા વાત કરવાં માંગે છે”.
**********
સદાનંદજીનાં સાંનિધ્યમાં નૈનતારા સુરક્ષિત હતી. સાદાનંદજીએ કહ્યું ગુરુકૃપાથી સાવી આગળ વધી રહી છે એણે સોહમનાં પરીવારને સુરક્ષિત કવચ આપી દીધું છે. સોહમની બહેનનાં લગ્ન થશે મંગળ પ્રસંગ ઉજવાય જાય પછી સોહમ અને સાવી અહીં આવશે. તારાં પિતા તાંત્રિક ભેરુનાથની કોઈ શક્તિ કામ નહીં કરી શકે”.
સોહમની સુસુપ્ત ઈચ્છાઓની સંતૃપ્તિ અને અહીં આગળ થનારી તાંત્રિક અઘોર વિઘી આગળ કરીશું. ગુરુદેવે મને જે જવાબદારી આપી છે એ હું તમને બધાને સાથે લઈને પુરી કરીશું એનાં માટે આપણે આગળ આદેશગીરીનાં આદેશ પ્રમાણે કરીશું.”
નૈનતારાએ કહ્યું “ગુરુજી મને સાચાં સમયે સાચું જ્ઞાન થયું મલિન વિચારોથી મુક્ત થઇ સોહમનાં ચરિત્ર વ્યક્તિત્વ પર હું મોહી પડી હતી વળી એનાં હાથે મારી સદ્દગતિ નક્કી હતી પણ સાવી સોહમને જાણ્યાં પછી હું નિષ્કર્ષ પર આવી કે સાચાં પ્રેમી આવાં હોય જે જન્મ -જન્મ પછી પણ સાથે રહે પવિત્ર પાત્રતા જાળવી રાખે હું એમનાં અહીં આવવાની રાહ જોઇશ.”
“તમે જે આદેશ આપશો એમ હું કરીશ. મારી તાંત્રિક સિધ્ધીઓ હું સોહમને અર્પણ કરીશ એમાં મને વધુ સુખ આનંદ પ્રાપ્ત થશે”.
**********
ભેરુનાથ તાંત્રિક પોતાનાં ઘરમાંજ તંત્રમંત્રની સાધના કરી રહેલાં એક પછી એક આહૂત આપીને અઘોરનારાયણને ખુશ કરવા પ્રયત્ન કરી રહેલો અને એને એવી શ્રદ્ધા હતી કે હું સૌથી મોટો અઘોર તાંત્રિક બની જઈશ અને આખી શ્રુષ્ટિને મુઠ્ઠીમાં કરી લઈશ.
એનાં અભિમાન અને સિદ્ધિનાં ઘમંડે એનાં સ્લોક બોલવામાં ભૂલ કરી બેસે છે અતિઅભિમાને આહુંત ખોટો કરીને આખી વિધિ પર પાણી ફેરવી બેસે છે... અચાનક ખ્યાલ આવે છે અને ધ્યાન થાય છે કે નૈનતારા અહીંથી અલોપ થઇ ગઈ છે અને માંકાળીનાં શરણમાં જતી રહી છે.
પોતાની ભૂલને કારણે પશ્ચાતાપ કરે છે પણ પછી કોઈ ઉપાય ઉકેલ નથી રહેતો એને અહેસાસ થાય છે કે પોતાની પુત્રી નૈનતારા, સાવી સોહમ કોઈને એ નિયંત્રીત કે કેદ કરી શકે એમ નથી... અઘોર નારાયણની કંઈક જુદીજ ઈચ્છા છે.
એ પોતાનાં ઉપરજ ક્રોધ કરે છે પોતાની જટા છોડીને આક્રોશ સાથે હાથ ઊંચા કરી દેવ મને માફ કરો માફ કરો બોલી ઉઠે છે એનાં પોતાનાં ચિત્કારથી આખો ખંડ ગુંજી ઉઠે છે આંખમાંથી અશ્રુ સાથે જ્વાળાઓ નીકળે છે પોતેજ કમંડળમાંથી જળ લઈને હવન અગ્નિમાં છાંટે છે અને ભૂમિ પર આળોટવા માંડે છે.
મારાં ઘમંડે મને કારમી હારનો પરચો કરાવ્યો છે. દેવ મને માફ કરો... મેં મારી પુત્રીનો જીવ લીધો એની સદ્દગતિ અટકાવી એક નિર્દોષ પવિત્ર યુવાનનો ભોગ લેવાનો નિર્ણય કેટલો વિનાશકારી હતો મને માફ કરો... અને બેશુદ્ધ થઇ ગયો...
**********
સોહમનાં બાબાએ મંગેશ તથા એનાં આઇબાબા સાથે વાત કરી અને શુભ ચોઘડીએ બાપ્પાનાં મંદિરમાં લગ્ન નક્કી કર્યો . બંન્ને કુટુંબમાં ખુશીની લહેર દોડી ગઈ અને લગ્નની વિધિ શુભ ઘડીએ બંન્ને....


વધુ આવતા અંકે - પ્રકરણ 111