love in Gujarati Love Stories by Megha books and stories PDF | પ્રેમ

The Author
Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પ્રેમ

આ વાર્તા એક એવા પ્રેમની છે જે એકની માટે પ્રેમ એટલે કોઈ પણ આશા વગર પોતાના પ્રિય પાત્ર માટે સર્વસ્વ કુરબાન કરી દેવું .અને બીજી વ્યકિત માટે હક્કિકત જાણીને વિમુખ થઈ જવું .
મેટ્રો શહેર માં જે શામેલ થયુ છે એવું ગુજરાતનું એક શહેર એટલે અમદાવાદ .હેરીટેજ શહેર તરીકે પણ નામાંકિત થયું છે .રિવરફ્રન્ટ, સિદીસયૈદની ઝાળી ,કાંકરીયા તળાવ, સાબરમતી આશ્રમ, સરખેજ ના રોજા ,સાયન્સ સીટી ,જામા મસ્જિદ,ભદ્ર નો કિલ્લો ,જેવા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે . જેના વિષે રોજ બરોજ બધાના મોઢે સાંભળતી ધરતી .
ધરતી સુંદર , શુશીલ ,અને કામણગારી . ચમકદાર કાળા લાંબા વાળ ,જાણે સાપ સરકતો હોય એવુ લાગે .કમળ ની પંખુડી જેવા ગુલાબી હોઠ . ગુલાબી ગુલાબી ગાલ અને એમાં પણ જમણી બીજુ ના હોઠ પર નો એ તીલ જે બધાનું મન મોહી લેતું હતું .પાંચ હાથ પુરી અને રૂપવાન જાણે ભગવાને ફુરસદ ના સમયે ઘડી ના હોય !!!! બધી વાતે પુરી એવી ધરતી ને ભગવાને દ્રષ્ટિથી વંચિત રાખી હતી .ધરતીને ભગવાને સ્વર ખુબ સરસ આપ્યો હતો .કહેવાય છે ને કે ભગવાન એક શક્તિ ઓછી આપે તો બીજી ઘણી શક્તિઓ આપે છે .ધરતી ના કંઠમા સરસ્વતી માં જાણે બિરાજતા હોય એવુ લાગે . ધરતી ધણા શો પણ કરતી .તેના મમ્મી તેને લઈ જતા અને લઈ આવતા . પણ ધરતી મનમાં ને મનમાં ખુબ જ દુઃખી રહેતી ,કારણ કે તેને આ દુનિયા જોવી હતી . ઘણા બધા સપનાઓ પોતના મન માં વસાવી રાખ્યા હતા . તે ભગવાન ને પ્રાર્થનાઓ પણ કરતી અને ફરીયાદ પણ કરતી ,કે મને કેમ દ્રષ્ટિથી વંચિત રાખી .તારી આ સુંદર દુનિયા જોવાનો સમય નહીં મળે કે શું ?? મારા નસીબ માં આ દુનિયા જોવાનું નથી કે શું ??
એક દિવસ શો પુર્ણ થયા પછી ધરતી ને સ્ટેજ પર મળવા ધણા લોકો આવે છે . બધા ઘણા સવાલો પુછતા હતા . આ બધા માં ધરતી ને એક અવાજ ખુબ જ ગમ્યો . તે એ અવાજ તરફ પોતાની આંતરિક શક્તિ થી ખેચાવા લાગી . અનાયાસે જ ધરતીના પગ સુમધુર અને મીઠો અવાજ તરફ દોરાવા લાગ્યા . ધરતી તેની પાસે જાય છે ત્યાં જ એ વ્યકિત તેને સામેથી બોલાવે છે .

હેલ્લો, ધરતી મેમ ?

કેમ છો ?

ધરતી પણ સામે હેલ્લો કહે છે !!

એ વ્યકિત :મેમ ,હું તમારો બહુ મોટો ફેન છું!!!

અને હું તમારા બધા જ શો માં. હાજર હોવ છું .પણ ક્યારેય ફેઈસ ટુ ફેઈસ મળવાનો મોકો. નથી મળ્યો ......આજ તમને મળીને ખુબ જ આનંદ થયો .

ધરતી : મને પણ મળીને આનંદ થયો .!!

તેણી તેને કહે છે કે બધા જ શો ના અંતે તમે મને મળવા આવજો .

એ વ્યકિત :સારુ !!ચોક્કસ હું તમને મળવા આવીશ ...

ધરતી :એ વ્યકિત ને કહે છે ,શું હું તમને એક
પ્રશ્ન પુછી શકુ ?

એ વ્યકિત :હા જરૂર ,કેમ નહી ? એમા. સંમતિ ના લેવલની હોય !!

ધરતી : આપનું શુભ નામ જણાવશો ??અને તમને વાંધો ન હોય તો આ ફોન માં તમારો નંબર સેવ કરી આપશો !!!!!

એ વ્યકિત: જી જરૂર .અને મને માફ કરશો !!
મારે પ્રથમ મારી ઓળખ આપવી. જોઈએ!!
એ વ્યકિત: જી મારુ નામ ધવલ છે .અને હું આ શહેર માં જ રહુ છું .

ધરતી : સરસ ,આભાર .

બધા પોતાના ઘર તરફ જવા લાગ્યા . પણ ધરતી ને તો ધવલનો એ મીઠો અવાજ જાણે ફરી ફરી સંભળાતો હોય એવું લાગ્યા કરે છે . તે એના તરફ અનાયાસે જ આકર્ષિત થવા લાગી .
ધવલ પણ સ્વરૂપવાન હતો .પાંચ હાથ પુરો .કાળા ભમર અને વાંકડિયા વાળ .મોટી મોટી આંખ .જેમાં કાંઈક કરી છુટવાના અઢળક સપનાઓ હતા . કસાયેલ શરીર . કોઈ પણ જુવે તો તરત જ તેના પ્રેમ માં પડી જાય એવી એની આભા હતી .
હવે તો જ્યાં પણ ધરતીના શો થતા ત્યાં ધવલ અચુક હાજર રહેતો . શો પુર્ણ થાય પછી પણ ઘણો લાંબો સમય બન્ને વાતો કરતા . ધવલ અને ઘરતી એકબીજાને ના મળે તો ગમતું નહી . ધરતી એક દિવસ ધવલને કહે છે કે , તું મને ગમે છે .!!! હું તને ચાહવા લાગી છું . ધવલ પણ ધરતી ને પ્રેમ કરે છે એમ કહે છે !!! બન્ને જણા ખુબ ખુશ હોય છે .આમ જ દિવસો વિતતા જાય છે . એક દિવસ ધવલ ધરતી ને પુછે છે કે તારી કોઈ ઈચ્છા છે ? ત્યારે ધરતી કહે છે કે હવે મારી એક જ ઈચ્છા છે કે ,હું આ દુનિયા ને અને તને મારી આંખો દ્વારા જોવ!!!! બન્ને એક બીજાને ખુબ જ ચાહતા હતા . ધરતીની આંખ માટે ધવલ ઘણી જગ્યાએ તપાસ કરે છે પણ પરીણામ શુન્ય આવે છે . એક દિવસ ધવલ ખુબ મોટો નિર્ણય લે છે . તે ધરતી ને હોસ્પિટલ લઈ જાય છે .ત્યાં તેની આંખો નું ઓપરેશન કરવામાં આવે છે . બે દિવસ પાટો રાખવા માં આવે છે અને પછી ધરતી આ દુનિયા જોવા લાગે છે . તે ખુબ જ ખુશ હોય છે . તે દુનિયા જોવામાં એટલી તો મશગુલ બની જાય છે કે એ ધવલને પણ મળવાનું ભુલી જાય છે . એક મહિના પછી ધરતી ને ધવલ ની યાદ આવે છે .તે ધવલ ને વિડીયો કોલ કરે છે . તે ખૂબ જ ખુશ હોય છે . ધવલ પાપણ નીચી કરી ને વાત કરતો હોય છે . તેથી ધરતી ને ખોટુ લાગી જાય છે .એ ધવલને નીચી પાટણ કરી ને જોવાનું કારણ પુછે છે . જવાબ માં ધવલ કહે છે કે અમુક કારણોસર તે અંધ બની ગયો છે . ધવલ નો જવાબ સાંભળી ધરતી ના પગ તળેથી તો જાણે જમીન ખસી જાય છે . ધરતી અવાક બની ફોન કટ કરી દે છે . તેમજ ધવલ સાથે વાતચીત પણ નથી કરતી . ધવલ પણ દુઃખી હોય છે .તે ધરતી ને પત્ર લખે છે .
હે પ્રિયે ,મારા જીવથી પણ વ્હાલી તું છે . તારી આમ અચાનક વાતચીત કરવાનું બંધ થઈ જવુ મને દુઃખ આપે છે . હું તને પામવા માગુ છુ .તારી સાથે લગ્ન કરવા ઈચ્છુ છુ .પણ તે તો જાણે મારાથી મો જ ફેરવી લીધુ હોય એવું લાગે છે . તું મારા અંધાપા ને લઈ ને આવું વર્તન કરે છે . એ હું જાણુ છું .કંઈ વાંધો નહી તું મને છોડી શકે છે .પણ હું તો તને જીવીશ ત્યાં સુધી ચાહતો રહીશ .હું તને એક વિનંતિ કરવા ચાહું છું .તું જીવ ત્યાં સુધી આ તારી આંખોની સંભાળ રાખજે ,સાચવ જે .કારણ કે એ આંખો મારી છે .
લિ. તને અનહદ પ્રેમ કરતો તારો ધવલ .

આ પત્ર ધરતી ને મને છે .અને એ વાંચી ને હક્કા બક્ક રહી જાય છે . તેને ધવલે કરેલા અહેસાન ની કિંમત થાય છે . અંતે તે ધવલને પોતાનો જીવનસાથી બનાવે છે .