Prem - Nafrat - 86 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૮૬

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૮૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૬

રચના અને આરવની માઇન્ડ મોબાઇલ કંપનીનો નવો મોબાઈલ ડીજી સ્માર્ટ મોટાપાયે લોન્ચ કરવામાં આવ્યો હતો. રચનાએ લોંચિંગ પાછળ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. આરવ મોબાઇલની સફળતા માટે આશ્વસ્ત હતો. શરૂઆતમાં કેટલાક ડિલરોએ ઉત્સાહ બતાવ્યો અને મોબાઇલનું વેચાણ શરૂ થઈ ગયું.

આરવ મોબાઈલ વેચાણના દરરોજ ચાર વખત આંકડા મેળવતો હતો. પહેલા દિવસે આરવે ખુશ થઈ કહ્યું હતું:રચના, ડીજી સ્માર્ટ તો આજની યુવાપેઢીને બહુ પસંદ આવી રહ્યો છે. અનેક ડિલરોએ રસ બતાવ્યો છે.

રચના ખુશીથી હસવાનો અભિનય કરી રહી હતી. આરવને ખબર ન હતી કે રચના એની બરબાદી પર હસી રહી હતી.

એક મહિના પછી આરવે નિરાશ થઈ કહ્યું:રચના, આપણા ડીજી સ્માર્ટ નું શું થશે? હું તને છેલ્લા એક અઠવાડિયાથી અપડેટ આપી રહ્યો છું કે વેચાણ ઘટી રહ્યું છે. ઘણા ગ્રાહકોની ફરિયાદ આવી રહી છે. આપણે કંપનીની પોલીસી પ્રમાણે ફોન બદલી આપવો પડે છે. જો આમ જ ચાલતું રહ્યું તો આપણે લાભને બદલે નુકસાનમાં રહીશું. મેં જેમની પાસે કંપની ગીરવે મૂકી છે એમને દર મહિને હપ્તો ચૂકવવાની શરત થઈ છે. આ મહિને તો કોઈ સંજોગોમાં એ હપ્તો ચૂકવી શકીશું નહીં...

ત્યારે રચનાએ હંમેશની જેમ શાંતિથી કહ્યું:આરવ, ધંધામાં આવું બધું તો ચાલ્યા કરવાનું. થોડી ધીરજ રાખવી પડશે. ધીમે ધીમે વેચાણ વધશે... તારા ઓળખીતા જ છે ને? એમની પાસે એક મહિનાની મુદત લઈ લેજે...

આરવે પિતાના ઓળખીતા ધીરધાર હોવાથી બે મહિનાના હપ્તા એકસાથે ચૂકવવાની મંજુરી મેળવી લીધી હતી. ત્યારે એમણે એક સૂચના આપી હતી કે બીજા મહિને વાયદો માગશો નહીં. અને ત્રીજા મહિના સુધીમાં અમારી રકમ ચૂકવી શકશો નહીં તો કંપની અમે હસ્તગત કરી લઈશું.

આરવને હતું કે બે-ત્રણ મહિનામાં મોટાભાગના મોબાઈલ વેચાઈ જશે. પણ બીજા મહિને વેચાણ સાવ ઘટી ગયું હતું. આરવની હાલત એવી હતી કે હવે ભાઈઓ કે પિતા કોઇની પાસે ઉધાર માગી શકે એમ ન હતો. પિતા રસ લેતા ન હતા અને ભાઈઓએ ડીજી સ્માર્ટ ને કારણે એમનો મોબાઈલ રોકી રાખ્યો હતો. એમણે પોતાનું નુકસાન કર્યું હોવાનું કહી રહ્યા હતા.

રચના મોબાઈલ વેચાશે એવું ગાજર જ લટકાવી રહી હતી.

જોતજોતામાં ત્રીજો મહિનો શરૂ થઈ ગયો ત્યારે આરવ મહામુશ્કેલીએ પહેલો હપ્તો ચૂકવી શક્યો હતો. એ માટે પણ એક મિત્ર પાસેથી થોડા ઉછીના લેવા પડ્યા હતા. રચના હવે એને ટેન્શન અપાવી રહી હતી.

રચનાએ એવું કહ્યું કે,‘મોબાઈલના પાર્ટસ સાથે કોઈએ છેડછાડ કરી છે. એમણે જે પ્રમાણે આયોજન કર્યું હતું એ પ્રમાણે બન્યો નથી. કંપનીનો કોઈ માણસ ફૂટી ગયો છે. એણે સારા પાર્ટસને બદલે ચાઇનાના અને એ પણ નકલી પાર્ટસ નાખ્યા છે.

આરવ ગભરાઈ ગયો અને એણે બધા સ્ટાફને બોલાવી પૂછપરછ કરી. એમણે કહ્યું કે જે પાર્ટસ આવ્યા હતા એમાંથી જ મોબાઇલ બનાવ્યા હતા. રચનાએ પોતે તપાસ કરી હોવાનું કહી એવી શંકા વ્યક્ત કરી કે મૂળ જગ્યાએથી સારા પાર્ટસ મોકલવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં બદલાઈ ગયા છે.

આરવ હવે ત્રીજો મહિનો પૂરો થાય એ પહેલાં નાણાં ધીરનારને રૂપિયા ચૂકવવાના ટેન્શનમાં માંદો પડી ગયો. છતાં એ કંપની પર આવ્યો અને રચનાને કહ્યું:રચના, આપણું તો કોઈ દુશ્મન નથી. કોણે આપણી સાથે દગો કર્યો હશે?’

રચનાએ મોકો જોઈ કહી દીધું:દગો કોઈનો સગો હોતો નથી. મને તો કોઈ સગાનું જ આ કારસ્તાન લાગે છે...

આરવ નવાઈથી શંકા કરતાં બોલી ઊઠ્યો:સગા મતલબ ભાઈઓ હોય શકે?’

રચના આગમાં ઘી નાખતી હોય એમ બોલી:બની શકે. એમને આપણી કંપનીની પ્રગતિની ઈર્ષા આવતી હોય તો કંઇ પણ કરી શકે...

આરવ કાચા કાનનો સાબિત થઈ રહ્યો હતો. એ બોલી ઊઠ્યો:જ્યારથી આપણે નવી કંપની શરૂ કરી છે ત્યારથી બંને ભાઈઓ સારું કે ખરાબ બોલતા નથી. હું એમની સાથે ક્યારેક ચર્ચા કરું છું. પણ એ કોઈ સલાહ- સૂચન કે મદદ માટે હવે કહેતા નથી.

તારે હવે એમનાથી ચેતીને ચાલવું પડશે. કહી રચનાએ કાનમાં ઝેર ભરી દીધું.

કંપની ગીરવે મૂકયાને આજે ત્રીજો મહિનો પૂરો થતો હતો. આવતીકાલે બાકી રહેલા બે મહિનાનો હપ્તો સાથે ચૂકવવાનો હતો.

આરવે આવકની ગણતરી માંડી. તે ગભરાઈ ગયો અને બોલ્યો:રચના, આપણે તો બીજો હપ્તો પણ ચૂકવી શકીએ એમ નથી. શું કાલે આપણે કંપની ગુમાવી દઇશું?’

રચના મોં ગંભીર રાખીને બેઠી હતી. એને થયું કે બધાં પાસા પોબાર પડ્યા છે. હવે હિરેન અને કિરણનો વારો છે.

ક્રમશ: