Andhari Raatna Ochhaya - 51 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૫૧)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૫૧)

ગતાંકથી...

".


અરે..રે... તેનો જ નહીં તેની ચૌદ પેઢી ની ખબર આપીશ .એ મહાન આત્મા ખૂબ કૂળવાન વર્ગના છે .તેના પિતા નવાબ સાહેબના મુખ્ય જલ્લાદ હતા !"

" શું વાત કરો છો !"
વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "હા...હવે ચાલો , લાયક પિતાના લાયક પુત્રને સાથે લઈ આપણે અહીંથી રસ્તે પડીએ. કોણ જાણે, વળી કોઈ બીજા આવી ચડે તો !"

હવે આગળ....


આ તરફ...
ઝડપથી દોડતી કારમાં બેઠેલો દિવાકર તાજેતરમાં જ બનેલા બનાવો વિશે વિચારો કરતો હતો. ડૉ. મિશ્રા અને સિમ્બા ની વાતચીત પરથી સ્પષ્ટ સમજાતું હતું કે ઠેઠ જાપાનથી સિમ્બા એક પ્રકારની નવાઈ જેવું શક્તિશાળી યંત્ર ખરીદવા માટે જ અહીં ભારત આવ્યો હતો. એ યંત્ર તપાસણીમાં સફળ પસાર થયું છે. આ વખતે સિમ્બા પાસે તેની છેલ્લી તપાસણી થવાની છે .આ તપાસણીનું રિઝલ્ટ નજરે જોઈ સિમ્બા તે લેવું કે ન લેવું તે નક્કી કરવાનો છે.
તેઓ બધા સિમ્બાને લઈ ડાયમંડ હર્બર પર ગયા. ત્યાં તે યંત્રની છેલ્લી તપાસ થવાની હતી.

આ શોધ આખા જગતને મુઠ્ઠીમાં સમાવી દેશે. ડૉ. મિશ્રાના આ શબ્દો પર દિવાકર વિચાર કરવા લાગ્યો. એવું તે કેવું એ યંત્ર હશે? તેનું હૃદય ઉત્કંઠા થી અધિરું બનવા લાગ્યું .

દિવાકરની પાસે નવાબઅલ્લી બેઠો હતો. તે તેના કાનમાં કહેવા લાગ્યો : "ઋષિકેશ શું વિચાર કરે છે ?"
દીવા કરે માથું હલાવ્યું કંઈ જવાબ આપ્યો નહીં.
પાછળથી ડો. મિશ્રાએ કહ્યું : "ઋષિકેશ. તુ રસ્તો બતાવ અબ્દુલ્લા એ રસ્તો જોયો નથી."
દિવાકરે હાથ લંબાવી અબ્દુલ્લાને રસ્તો બતાવ્યો. અડધા કલાકમાં તેઓ ઉતરવાના સ્થળે આવી પહોંચ્યા .તે વખતે શાંત નદીના પ્રવાહ પર બાલસૂર્યનો પ્રકાશ પડતો હતો. હજુ હમણાં જ સૂર્યોદય થયો હતો.

સ્ટેશનથી બહુ દૂર નહીં એવા સ્થળે નદી કિનારા પર એક નાનું સરખું મકાન આવેલું હતું .એ મકાન દિવાકરે ડૉ. મિશ્રા ના કહેવા મુજબ ખરીદ્યું હતું. મકાનની આજુબાજુ વસ્તી હતી નહીં. ચોમેર એકાંતતાનું સામ્રાજ્ય જામ્યું હતું.
મકાન નજીક કાર ઊભી રહી કે તરત સૌ પહેલા ડૉ. મિશ્રા નીચે ઉતર્યો. મકાનની ચારે તરફ નજર કરી તે બોલ્યો :" વાહ !મકાન તો સારું છે. અહીં આપણને સારું ફાવશે. કેમ મિ. સિમ્બા ?"
સિમ્બા ડૉ.મિશ્રાની પાસે જ ઉભો હતો. ડોક્ટરના પ્રશ્નના જવાબમાં તેણે માથું હલાવ્યું બીજો કંઈ અભિપ્રાય દર્શાવ્યો નહીં.
ડોક્ટર મિશ્રા હવે નવાબ અલ્લી અને અબ્દુલ્લા ને નાના પ્રકારના હુકમો આપવા લાગ્યા. હુકમ મળતા જ અબ્દુલ્લાએ કારમાંથી એક પેટી બહાર કાઢી.

ડૉ. મિશ્રાએ કહ્યું : શું કરવું અને શું ન કરવું તે બાબતમાં મેં તને બધું સમજાવ્યું છે .જોજે , કંઈ ગડબડ ન થાય. જા ,હવે વિલંબ ન કર મકાનના બીજા માળ પર નદી બાજુના રૂમમાં યંત્ર ગોઠવ. સ્વીચ દબાવી ઝડપથી બહાર નીકળી જજે સ્વીચ દબાવ્યા પછી દસ જમિનિટમાં કામ ખલાસ થશે. ચાલો, આપણે જરા દૂર જઈ ઊભા રહીએ.

ડૉ.મિશ્રા બધાને સાથે લઈ મકાનથી થોડે દૂર જઈ ઉભા રહ્યા. સિમ્બાના હૃદયમાં ભારે ગડમથલ થતી હતી .ડૉ. મિશ્રા પણ શાંત નહોતો ‌.
દિવાકરને આ બધો જ બનાવ સમજમાં ન ઉતરે તેવો તેમજ ભયાનક લાગતો હતો .અબ્દુલ્લા પેટી લઇ મકાનમાં ગયો. દિવાકર બધાની પાછળ ઉભો ઉભો દિગ્મૂઢ બની રીઝલ્ટ ની રાહ જોવા લાગ્યો.

થોડીવાર ગુપચુપ સ્થિતિમાં પસાર થયા બાદ ડૉ.મિશ્રા અધિરો બની બોલ્યો : " આટલી બધી વાર કેમ થઈ?"

બરાબર તે જ ક્ષણે એક પ્રચંડ ગગનભેદી અવાજ સાથે ધરતી ધ્રુજી ઊઠી. ધૂળ, રેતી અને ઈંટોના ટુકડાથી સામેનું આકાશ કાળું બની ગયું. ડૉ. મિશ્રા ભયનો માર્યો બૂમ પાડી બોલ્યો : "સત્યનાશ વળ્યું!!"

દિવાકરની આંખો ડરને લીધે આપોઆપ બંધ થઈ ગઈ હતી. થોડી ક્ષણો બાદ તેને આંખો ખોલી .જે મકાનમાંથી એ ગગનભેદી શબ્દ આવ્યો હતો તે તરફ જ દ્રષ્ટિપાત કર્યો.
પરંતુ મકાન ક્યાં ગયું? મકાનની જગ્યા ખુલ્લી પડી હતી. આખું મકાન તૂટી જમીન દોસ્ત થઈ ગયું છે !!

અચાનક પાછળથી નવાબ અલ્લી બરાડો પાડી બોલ્યો :
"શયતાન ઋષિકેશ ,અમારી સાથે વિશ્વાસઘાત !"

ડૉ.મિશ્રાએ ગંભીર અવાજે કહ્યું : "નવાબ, પીસ્તોલ મૂકી દે .મગજ ગુમાવ નહીં. ઋષિકેશ આ બાબતમાં કંઈ જ જાણતો નથી."

આ વખતે સિમ્બાના મોમાં જીભ આવી .તેણે મશ્કરી ભર્યા અવાજે કહ્યું : "અરે..રે..અમે આટલે દૂર આવ્યા તે બધું નિષ્ફળ ગયું .આ યંત્ર શું તમારે પચાસકરોડમાં વેચવું હતું અ રે રે ! !"
ડૉ.મિશ્રાએ ઉકળતા હૃદયે કહ્યું " આપ અવશ્ય અમારું કામ જોઈ મશ્કરી કરી શકો છો. પરંતુ હું આપને વચન આપું છું કે બે દિવસમાં આપને પસંદ પડે તેવું યંત્ર તૈયાર કરાવી આપીશ. કોણ જાણે સાથી આ યંત્રમાં કંઈક ખામી રહી ગઈ હતી. નક્કી એમાં કોઈએ કંઈક ડહાપણ કર્યું
હતું. સારું, આપ નિશ્ચિત રહો. હું આપને જેમ બને તેમ જલ્દી સંતોષવાનો પ્રયત્ન કરીશ."

ડો. મિશ્રા જમીન દોસ્ત થયેલા મકાન તરફ ચાલ્યો. મકાનની થોડીક છત સિવાય બીજું બધું જ નાશ પામ્યું હતું યંત્ર સાથે યંત્ર ચાલક અબ્દુલ્લા નો પણ પતો નહોતો.

સિમ્બા એ કહ્યું : " ટોટલ ટાઈમ વેસ્ટ. રીઝલ્ટ નાશકારક આવ્યું છે ખરું. પરંતુ દિલગીર થઈ શું વળે ? હવે આપ શું કરવા ઈચ્છો છો? મને સમય નથી જે કરો તે જલ્દી કરો."
ડૉ. મિશ્રાએ પાછા ફરી કહ્યું : " એ વાત આપને ફરી યાદ દેવડાવી નહીં પડે. મિ. સિમ્બા આ યંત્ર જ્યાં તૈયાર થયું છે ત્યાં એક બીજું યંત્ર પણ તૈયાર છે .હું આપને હમણાં જ ત્યાં લઈ જાવ છું. ત્યાં જઈ આપણે બંને ઉપર ઊભા રહી યંત્ર તૈયાર કરાવીશું .નવાબ અલ્લી, ગાડી ચાલુ કરો. ઋષિકેશ ગાડીમાં બેસ .ચાલો, મિસ્ટર સિમ્બા !"

તેઓ ક્યાં જતા હતા? કાંકરેજના નોલેજ હાઉસમાં તો નહીં? હા ,ત્યાં જતા હશે .દિવાકરને યાદ આવ્યું કે આદિત્ય વેંગડું નોલેજ હાઉસના માલિકે આ યંત્ર તૈયાર કર્યું હશે. ડૉ. મિશ્રાએ કદાચ યંત્ર ચોરી પણ કર્યું હશે.!

******************************

લાઈબ્રેરી ના રૂમમાં ડેન્સી એકલી બેઠી હતી.
તેની પહેરેગીર જૂલી કંઈ કામ માટે બહાર ગઈ હતી. તેથી તે અત્યારે એકલી હતી.
હાથમાં ''અંધારી રાતના ઓછાયા ''નામની એક ડિટેક્ટિવ વાર્તા હતી. બીજું કંઈ કામ ન હોવાથી તે અત્યારે એ પુસ્તકના પાના ઉથલાવતી હતી. દસ વાગ્યા નો સમય થયો હતો.

અચાનક બારીની બહાર કોઈ માણસ હોય તેવું માલુમ પડ્યું. તેના તરફ નજર પડતા જ ડેન્સી આનંદથી અધીરી બની ગઈ. તેણે આનંદપૂર્વક કહ્યું : "આ શું! મિસ્ટર મહેતા ! !"

તે ફટાફટ જઈ રૂમનું બારણું બંધ કરી બારી પાસે આવી ઊભી.
દિવાકરે ધીમેથી કહ્યું : આસ્તે બોલો ! મોટેથી બોલતા નહીં‌ સાંભળો, હું અહીં ત્રણ ચાર દિવસ રહેવાનો છું ‌પરંતુ આપ મને ઓળખો છો તેવો ભાવ જરા પણ પ્રગટ કરતા નહીં.
"કેમ !"
"એ વાત પછી કહીશ હું જે કંઈ કહું છું તે ભૂલતા નહીં હવે જાઉં છું ."
એક ક્ષણમાં દિવાકર અદ્રશ્ય થઈ ગયો. ડેન્સી વિસ્મય થી અવાક્ બની ઘણીવાર સુધી બારી પાસે ઊભી રહી.


આખરે શું થશે ?દિવાકર તેમના કામમાં સફળ થશે કે તેમની હકીકત ડૉ. મિશ્રા જાણી જશે તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ....