Andhari Raatna Ochhaya - 50 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૦)

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૦)

ગતાંકથી...



ડૉ. મિશ્રા આનંદ પામી બોલી ઉઠ્યા : હેં! એ વાત સાચી?"
સિમ્બા કહેવા લાગ્યો : " એનું નામ વ્યોમકેશ બક્ષી છે .હું તે તેને અમદાવાદથી દૂર એક નિર્જન ખંઢેર હવેલીમાં કેદ કરતો આવ્યો છું. એક પહેરેગીર પણ મુકતો આવ્યો છું. અહીંથી ગયા પછી તેનો નિકાલ કરીશ."


હવે આગળ....


ડૉ. મિશ્રાએ માથું હલાવી કહ્યું : "આપની શક્તિ અને કામ કરવાની આવડત આશ્ચર્યકારક છે .સારું ,હવે આપણે બીજી વાત કરીશું ?"

"હા ,અવશ્ય."
ડૉ.મિશ્રા આનંદથી બોલ્યો : આપ એ સાંભળી ખુશ થશો કે રિસર્ચ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. રિસર્ચની તપાસણી પણ સફળતાપૂર્વક પૂરી થઈ. હવે આપની સાથે ભાવતાલ શરત નક્કી થઈ જાય તો બરોબર."



સિમ્બા માથું હલાવી બોલ્યો :રિસર્ચની તપાસણીથી હું જો ખુશ થઈશ તો પછી ભાવની બાબતમાં અટકવું નહીં પડે. મારા બોસ, જરા પણ લોભી નથી."

ડૉ. મિશ્રા ખુશ થઈ બોલ્યો : "સારું ,સારું !તો પછી ચાલો હું આપને ડાયમંડ હર્બર પર લઈ જાઉ.ત્યાં મારું મકાન આપને માટે તૈયાર છે."
સિમ્બા એ પણ તે સ્થળે જવાની ખુશી બતાવી.

*******************************

નવાબ અલીના નિવાસ્થાન પર જ્યારે ઉપર મુજબ મસલતો ચાલતી હતી ,ત્યારે અમદાવાદ મુખ્ય પોલીસ સ્ટેશનનો મુખ્ય પોલીસ ઓફિસર એ ઘરડા મુસલમાન પાસે એક વિચિત્ર વાત સાંભળતો હતો.

વાત પૂરી થયા બાદ પોલીસ અમલદારે તેની જુબાની લેવા માંડી .પ્રશ્ન પૂછ્યો કે : "વિરમગામમાં તમે વેપાર કરો છો એ તો જાણે ઠીક ,પરંતુ ત્યાં આવેલા એક ખંઢિયર માં જવાની તમારે શું જરૂર પડી ?"

જાફર ગુસ્સે થઈ બોલ્યો : "ત્યારે શું અત્યાર સુધી મેં બનાવટી વાત કરી .ખંઢેરમાં જવાની મારે શું જરૂર પડી? વેપારીની દુકાનેથી સ્ટેશન જતા એ મકાન રસ્તામાં જ આવે છે. આ સામાન્ય વાત શું આપ નથી સમજી શકતા?"

ઓફિસરે પ્રશ્ન પૂછ્યો : "એ મકાનમાં એક માણસની આવજા ચાલુ છે .એ બનાવ તમે કેટલા દિવસથી જુઓ છો ?"

જાફરે જરા વિચાર કરી કહ્યું : "એ બનાવતો બે ચાર રોજ થી બનતો હશે."

" કાલે તમે વેપારીની દુકાનેથી પાછા ફર્યા ત્યારે રાતના કેટલા વાગ્યા હશે?"

" નવેક વાગ્યા હશે."

"તમે શું નજરો નજર જોયું કે એ માણસ તેના સાથીદારો સાથે એક માણસને ઉપાડીએ મકાનમાં ગયો? ભ્રમ તો નથી થયો? કદાચ તેઓ કોઈ બીજી ચીજવસ્તુ ઉપાડી જતા હોય તો ?"

જવાબમાં જાફરે કહ્યું :ચીજ બીજી કંઈ ન હતી એ વાત ખરી, પરંતુ તે મનુષ્યનો દેહ જ હતો એ વાત હું ખાતરીપૂર્વક કહું છું. ચાદરમાંથી તેનો પગ બહાર લબડતો હતો. એ પગ પણ પુરુષનો જ હતો."
પોલીસ ઓફિસરે કહ્યું :" તમારી દ્રષ્ટિ ના વખાણ કરવા પડે તેમ છે. હું હમણાં જ માણસો મોકલું છું. તમે પણ સાથે જ જાઓ.
"જેવી આજ્ઞા."

******************************

અમદાવાદ વિરમગામ વચ્ચેના એક નિર્જન વિસ્તારમાં એક અંધારા અસ્વચ્છ ઓરડામાં પ્રખ્યાત ગુપ્તચર વ્યોમકેશ બક્ષી ,કર્મનિષ્ઠ વ્યોમકેશ બક્ષી અતિશય હીન અવસ્થામાં સમય વિતાવતો હતો.

તેના બંને પગમાં બેડીઓ હતી. આખુ શરીર વેદનાથી પીડાતું હતું .આખી રાતના થાકથી તેનું માથું ફરતું હતું.

સામે એક ભયંકર દેખાવ વાળો પહેરેગીર બેઠો હતો. એ માણસ એકદમ કદરૂપો તો હતો જ પણ તેવી જ તેની બોલવાની ઢબ પણ અશ્લીલ હતી.

વ્યોમકેશ બક્ષી પાસે પડેલા એક સ્ટૂલ પર બેસી પહેરેગીર વિકૃત હાસ્ય કરી કહેતો હતો :" સિમ્બા પાછો આવશે એટલે તારું શું થશે એ જાણે છે? પહેલા તો તે તારી જીભ કાપશે. તને વિશ્વાસ નથી પડતો ? પરંતુ મેં તો એવા અનેક બનાવો નજરો નજર નિહાળ્યા છે. તેની સાથે જે દુશ્મનાવટ કરે છે તેની તે જીભ કાપી નાખે છે."

વ્યોમકેશ બક્ષી એ કહ્યું : "તું કેટલા દિવસથી સિમ્બા પાસે નોકરી કરે છે."

પેલા માણસે ગુસ્સે થઈ કહ્યું : "ખબરદાર ! મારું અપમાન કર્યું તો મારી ચૌદ પેઢીમાંના કોઈએ નોકરી કરી નથી. કેવળ મારા પિતા નવાબ સાહેબની નોકરીમાં હતા. તે સિવાય બીજા કોઈએ નોકરી કરી નથી.

વ્યોમકેશે હસતા વદને કહ્યું : માફ કર, ભાઈ !તારા જેવા આવા કુળવાન મનુષ્ય પર તો હું ફિદા ફિદા છું .શું તારા પિતા નવાબને ત્યાં નોકરી કરતા ? શું કામ કરતા? દિવાન હતા ?"

"ના રે ના. મારા પિતા નવાબ સાહેબના મુખ્ય જલ્લાદ હતા !"
કર્યું સત્યનાશ ! પિતાની નોકરી ની કથા સુણી વ્યોમકેશ બક્ષીનું લોહી ઠરીને હિમ થઈ ગયું. છોકરો પણ પિતાના ગુણથી સોળે સોળ આના વિભૂષિત થયો લાગે છે !

બરાબર એ જ વખતે મકાનના દરવાજા પર ટકોરા થયા. કોઈ દરવાજા પર હાથ ઠોકતું હોય એવો આભાસ થતો હતો.

વ્યોમકેશે કહ્યું : " કોણ આવ્યું? તારો માલિક તો નહીં હોય ? સિમ્બા સાહેબ આવ્યા લાગે છે !"

જલ્લાદ પુત્ર છરો કપડામાં ખોસી કહેવા લાગ્યો કે: "અત્યારે તો કોઈ આવે એવો સંભવ જ નથી."


પરંતુ પહેલી બાજુ તો દરવાજો તૂટવાની અણી પર હતો.વ્યોમકેશ ના હ્દયમાં આશા પ્રગટ થવા લાગી.

પહરેગીરે કહ્યું : "સારું, હું જોઈ આવું."

રૂમ બહાર જઈ બારણું બંધ કરી તે મુખ્ય દરવાજો ખોલવા ચાલ્યો.
વ્યોમકેશ બક્ષી કાન માંડીને સાંભળવા લાગ્યો.

થોડીવાર પછી તેના રૂમની બહાર ઘણા બધા માણસોનો પગરવ સંભળાવવા લાગ્યો. એક માણસ ઘોઘરા અવાજે બોલી રહ્યો હતો કે : "અમે આખું જ મકાન તપાસીશું .પછી જો તને ઈચ્છા હોય તો તું મારા નામનો પોલીસ સ્ટેશન એ જઈને રિપોર્ટ કરી દેજે."

જલ્લાદ પુત્રે સામો વાંધો રજૂ કરતા કંઈક કહ્યું પરંતુ વ્યોમકેશ બક્ષી તે શબ્દો સમજી શક્યો નહીં. પેલો ઘોઘરો અવાજ ફરી ગાજી ઉઠ્યો : "જો તું હવે મારા કામમાં અડચણ નાખીશ તો હું તને કેદ કરી શકીશ.આ ઓરડામાં શું છે ? ખોલ !"
"એ ઓરડામાં કંઈ નથી, આ ઓરડામાં....."

વ્યોમકેશ બક્ષી હવે શાંત રહી શક્યો નહીં તેણે મોટેથી બૂમ પાડી કહ્યું : "આ ઓરડામાં માણસ છે .પોલીસ જ ઓફિસર ! બચાવો ! બચાવો !"

એક માણસ બૂમ પાડી ઉઠ્યો. હજુર ! દુશ્મન છરો કાઢે છે , હોંશિયાર!"

અને તે સાથે જ પિસ્તોલ નો અવાજ થયો અને એક માણસ આર્તનાદ કરી ઉઠ્યો.
એક ક્ષણ બાદ વ્યોમકેશ બક્ષી વાળા ઓરડાનું બારણું ખુલ્યું અને ત્રણ ચાર જણા અંદર આવ્યા.

વ્યોમકેશ બક્ષીને જોતા જ પોલીસ અમલદાર વિસ્મય પામી બોલ્યો : "આ શું ! મિ.બક્ષી !આપ ?"
વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "હા દુર્ભાગ્યે હું પોતે જ છું ! બીજી હકીકત કહું તે પહેલાં મને છૂટો કરો."

એક સિપાઈએ વ્યોમકેશને છૂટો કર્યો.

ઇન્સ્પેક્ટર એ કહ્યું : "બહાર એક મહાન આત્માને પકડ્યો છે. મને આશા છે કે આપ તેને ઓળખી શકશો."

" અરે..રે... તેનો જ નહીં તેની ચૌદ પેઢી ની ખબર આપીશ .એ મહાન આત્મા ખૂબ કૂળવાન વર્ગના છે .તેના પિતા નવાબ સાહેબના મુખ્ય જલ્લાદ હતા !"

" શું વાત કરો છો !"
વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "હા...હવે ચાલો , લાયક પિતાના લાયક પુત્રને સાથે લઈ આપણે અહીંથી રસ્તે પડીએ. કોણ જાણે, વળી કોઈ બીજા આવી ચડે તો !"

અનેક સવાલો ઉભા છે જવાબ માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ......