Monsoon fun in Gujarati Short Stories by Pritiben Jyotish books and stories PDF | ચોમાસા ની મોજ

Featured Books
Categories
Share

ચોમાસા ની મોજ



. સ્વીટ હોમ એપાર્ટમેન્ટ ના ૧૬ માં માળે બેસીને રવિ વરસાદ ની મોજ માણી રહ્યા હતા.. આજે વરસાદ ત્રણ દિવસ થયા એક ધારો હતો... એ ત્રણ દિવસ થયા રવિ ની જૂની યાદો એનો પીછો છોડતી ન હતી.... આજે વર્ષો પછી ખબર નહી કેમ એને એના મિત્ર અને રજની ખૂબ યાદ આવતી હતી... રવિ અને વીરુ ખાસ મિત્ર હતા... એ લોકોની મિત્રતા વચ્ચે ખબર નહીં ક્યાંથી રજનીની એન્ટ્રી થઈ... કોલેજમાં વકીલાત નું છેલ્લું વર્ષ અને ત્રણને મિત્રો ખુબ સરસ રીતે પ્રથમ નંબર પર કોલેજમાં પાસ થયા... ત્રણે ત્રણને મિત્રએ એક ઓફિસ લઈને વકીલાતનો ધંધો શરૂ કર્યો.... બંનેને રજની ગમતી હતી પણ રજની કોને પ્રેમ કરે છે કે બંનેને ખબર ન હતી... એક દિવસ બંને એક પાર્ટીમાં બેઠા હતા અને બંને રજની ને યાદ કરતા પોતાના દિલની વ્યથા કે પોતાના દિલની હાલત શું છે તે જણાવી... અરે યાર આપણા દોસ્તાનો બહુ જૂનો છે આપણે ધોરણ પાંચ થી સાથે છીએ અને એક સરખું ચાલીએ છીએ તો કોઈ છોકરીને લીધે આપણી વચ્ચે મિત્રતા માં કોઈ ખલેલ પહોંચે... આપણે એક કામ કરીએ આપણે રજની ને પૂછી જ લઈએ કે તે શું વિચારે છે કોના માટે વિચારે છે... બની શકે કે આપણે બંને એને પ્રેમ કરીએ છીએ પરંતુ એ કોઈ બીજાને પ્રેમ કરતી હોય... કોઈ દિવસ એના મનની વાત આપણને કરી નથી... હવે તો આપણે બિઝનેસ પાર્ટનર છીએ તો આપણે એની સાથે ખુલ્લા મન સાથે વાત કરી શકીએ છીએ... બસ બંને નક્કી કર્યું કે કાલે આપણે રજની ને પૂછી લઈશું....અને બંને છુટા પડ્યા
હવે બન્યું એવું કે જે દિવસે રજનીને મળવાની કે વાત હતી તે જ દિવસેબે ત્રણ દિવસ માટે અમદાવાદ હાઈકોર્ટમાં કેસ માટે જવાની હતી.. વાત ત્યાં જટકી ગઈ...
. એક સાંજે એટલે કે ૧૮ જૂન ૧૯૮૬ વરસાદ ખુબ જોર માં હતો અને ઓફિસમાં આજે વીરુની ગેરહાજરી હતી.. રજની ને એણે ગાડીમાં બેસાડીને ઘર સુધી લઈ જવાની હતી...
ઓફિસમાં પણ બંને એકલા હતા અને ગાડીમાં પણ બંને એકલા જવાના હતા પરંતુ રવિ વિચારતો હતો કે મારે એકલાએ એવી કોઈ વાત ઉચકવી નથી કે જેથી કરીને વીરુ ને એવું થાય કે મરી ગેરહાજરીમાં રવિએ પોતાની વાત કહીને રજની ને પોતાના પક્ષમાં કરી હોય...
પરંતુ ગાડીમાં બેઠા અને જે જોરમાં વરસાદ હતો એ જોઈને રજની અલગ મૂડમાં અને અલગ અલગ જ અંદાજમાં હતી... આ હા હા આકાશ ને ધરતી પર શું પ્રેમ આવ્યો છે... આજે તો ધરતીને ભીની કરી દીધી આવી મિલનની રાત ધરતીની હોય એમ લાગે છે... ડાળ ડાળ પાન-પન શું ઝૂમી ઉઠ્યા છે... અને જાણે આ વાયરો આ પવન વરસાદને વેગ આપીને ધરાને ભીંજવવા માટે તત્પર હોય તેમ લાગે છેજોને ધરતી કેવી સુગંધી બની ગઈ છે... એને તો જાણે ભીજાવું એટલું ગમે છે એટલું ગમે છે મન મૂકીને વરસતા આભ ને પોતાનામાં સમાવી લેવા માટે બાહો ફેલાવીને બેઠી છે... તારા અને ચંદ્ર જેવા ચમકતા પ્રકાશને પણ દૂર કરવા માટે વાદળ તેને સંતાડી દીધા... અરે જો પેલો મોરલો ટહુકા કરે છે.. હજુ એને *ચોમાસા ની મજા* જાણે માણવી છે.. અરે આવા વરસાદમાં છત્રી લઈને શું ચાલતા હશે... અરે તમે ઘરમાં બેસો અને ગરમ ગરમ ભજીયા ખાઓ.. બિચારી આ ધરતીને આભ ના મિલન વચ્ચે આ માનવી વિલન શું કામ બનતો હશે.... ચલ રવિ આજે તો તું પણ મારા ઘરે જ ચાલ અને હું તને ગરમ ગરમ ભજીયા બનાવ અને ચા ની ચૂસકી સાથે બાલકની માં બેસીને આપણે વરસાદની મજા માણીશું.. રવિ આ વાત નકારી નહીં શક્યો.. તેને ફક્ત એટલું જ કહ્યું વીરુને પણ આપણે બોલાવી લઈએ... હા હા ભલે આજે ઓફિસે નથી આવ્યો પણ મારા ઘરે આવશે તો મને ગમશે... વિચાર કર્યો કે ચાલો આજે આવશે એની હાજરીમાં જ રજનીના દિલની હાલત અમે જાણી લઈશું.... ને વિચાર પણ અમે જાણી લઈશું... તરત જ વીરૂ ના ઘર તરફ ગાડી વાળી અને એને પણ લઈ લીધો... ઘરે આવ્યા તો રજનીનો મૂડ જોઈને બંને વિચાર કર્યો ક્યારેક બીજી વખત આ વાત આજે નથી પૂછવું... અચાનક વીરુ અને રજની એકલા પડ્યા. ... રજની બોલી તારે મારું એક કામ કરવાનું છે મને રવિ ખૂબ ગમે છે હું એને ગમુ છું કે નહીં તે મને ખબર નથી હું એને પ્રેમ કરું છું પણ એ મને પ્રેમ કરે છે કે નહીં તે મને ખબર નથી... શું તું એના વિશે મને કશું જણાવી શકશે... એક ખાસ વાત આ બાબતને લઈને એની ના પણ હશે તો પણ આપણે ધંધામાં કોઈપણ જાતની એની અસર નહીં પડે.. પ્રેમીને મિત્ર બનાવી શકાય પણ મિત્રને પ્રેમી બનાવો ખૂબ અઘરો હોય છે ખોવા નથી માંગતી એટલા માટે જ આ વાત એને કેહવાની હિંમત નથી થતી... મારું આટલું નાનું કામ નહીં કરી શકે.. એ ના પાડશે તેનું દુઃખ નહીં થશે પરંતુ મને ખોટી ના વિચારે તે તું ધ્યાનમાં રાખીને વાત કરજે ... અને વીરુ જોરમાં હસી પડ્યો... ચાલ ત્યાં શું કરે છે અહીંયા આવ.... તેરી તો નિકલ પડી લગ્નની તૈયારી કર...
જેવો બાલ્કની માંથી ઘરમાં આવે છે તેવી તરત જ લો બંને એકબીજાના આઇ લવ યુ કહી દો એટલે ગરમ ગરમ ભજીયા ની મજા માણવાની મજા આવશે.... ત્રણેય રાજી ખુશીથી છુટા પડ્યા... પણ રવિને એ વાતનું દુઃખ હતું કેવીરુ નું મન દુખાયું છે એ પણ એને એટલું જ પ્રેમ કરતો હતો... પ્રેમ મળવો એ સારી વાત છે મિત્ર પાસેથી પ્રેમ દુર થઈ જવાનું અફસોસ હોય છે... તેણે વીરુ ને ખૂબ શાંતિથી કહ્યું હું આ એકરારની કેટલા વખત ત્યાં રાહ જોતો હતો પરંતુ જ્યારે આ થયું છે ત્યારે મને દુઃખ થાય છે... હું નથી ઈચ્છતો કે તારા પ્યાર ના બલિદાન પર મારો માંડવો બંધાય.... અરે યાર તું કેવી વાત કરે છે.. તમારા બંનેના છોકરાના કાકા બનવું સોભાગ્ય છે... મને પણ કોઈ મળી જશે હું પણ સરસ રીતના ગોઠવાઈ જઈશ ચિંતા ના કર...
. રજની અને રવિનું ક્યારે પણ મિલન થયું છે ખરું... બસ કંઈક આવું જ થયું? લગ્નની તારીખ પણ ૧૮ જૂન લેવાઈ ગઈ હતી... પરંતુ રજનીના માંથે એક મોટી જવાબદારી આવી ગઈ... એના પિતાનું અચાનક અવસાન થયું નાને બે નાના ભાઈઓને ભણાવવાના અને એની માતાના માટે તેણે લગ્ન માટે ના પાડી દીધી.... વીરુ ને પણ આ વાતનું દુઃખ થયું... સમય જતા બંને મિત્રોએ એને સાચવી લીધી તેના ઘરના ભરણપોષણની અને તેના ભાઈઓનો પણ ખર્ચો ત્રણ વચ્ચે વેચાઈ ગયો... ત્રણમાંથી એક પણ કોઈ પ્રેમની વાત કરતા ન હતા. વીરુ અને રવિ માટે ખૂબ સારી વાતો આવતી હતી.. કોઈ પણ રીતે વાતો નકારી દેતો હતો પણ વીરુ એક સારી છોકરી સાથે લગ્ન ગોઠવાઈ ગયા.. અને વિરૂએ સરકારી વકીલ માટે પરીક્ષા આપી હતી... પાસ થયો અને એ ઓફિસમાંથી છૂટો થઈ અને હાજર થઈ ગયો,. ઓફિસમાં રવિ અને રજની એકલા હતા... બંને સારી રીતે પોતાનું કામ કરતા હતા....
રજનીએ ક્યારે પણ લગ્નની વાત ન કરી.. રવિ પણ ક્યારેય લગ્ન ન કર્યા ... આજે પણ રજની પોતાના ભાઈ સાથે અમેરિકા સેટ છે પણ લગ્ન નથી કર્યા... રવિએ અહીં એક ફ્લેટ પોતાનો લઈને રહે છે.. લગ્નની બાબતને લઈને પરિવાર સાથે એનો પોતાનો સંબંધ પણ તૂટી ગયો છે... પણ આ રજની ની યાદ સાથે આજે પણ ૧૮ જૂન ઉજવે છે... હવે તો મોબાઈલ નો જમાનો એટલે ઘણી વખત વાતો પણ કરી લે છે... ઘણી વખત રજની કહે છે... રવિ અને રજની કહેવાય એ જેનું ક્યારેય મિલન થતું જ નથી... આભનું અને ધરાનું મિલન તો આ ચોમાસા ની ઋતુ માંજ થાય... એટલે આપણે તો *ચોમાસા નિજ મજા* લેવાની... હું ઇન્ડિયા આવીશ તો ચોમાસામાં જ આવીશ.... આપણે ફરીથી એક સાથે *ચોમાસાની મજા* લઈશું અને ભજીયા ખાઈશું....

પન્ના ઉપાધ્યાય... પ્રીત...