Saubhagyavati Bhav in Gujarati Women Focused by ર્ડો. યશ પટેલ books and stories PDF | સૌભાગ્યવતી ભવ

Featured Books
Categories
Share

સૌભાગ્યવતી ભવ

મધુબેન એક સુશીલ, શાંત અને પતિવ્રતા સ્ત્રી, દરરોજ મંદિરે જાય અને પોતાના પતિ માટે લાંબી ઉંમર ની પ્રાર્થના કરે.
લગ્ન ના ત્રણ વર્ષ પછી મધુબેન ને ત્યાં પારણું બંધાયું, એક સરસ,દેખાવડા અને મોહી લે તેવા પુત્ર નો જન્મ થયો. સુરેશ ભાઈ એ આજુ બાજુ અને સગા સબંધી ઓને પેડા વહેચ્યા.દીકરાનું નામકરણ કરવામાં આવ્યું યશ.
એક દિવસ દરરોજ ની ટેવ પ્રમાણે પ્રાર્થના કરવા મધુબેન પ્રાર્થના કરવા જાય છે...પ્રાર્થના કરી મધુબેન ઓટલે બેસે છે.
ત્યાં એક અવાજ આવે મધુબેન.... મધુબેન... ઓ મધુબેન....
અરે કૈલાસ શુ થયું, આમ કેમ દોડતી દોડતી આવે છે..
કૈલાસ હાફતા હાફ્તા... મધુબેન સુરેશભાઈ નો એકસિડેન્ટ થયો છે, તેમને બાજુ ની હોસ્પિટલ માં દાખલ કર્યા છે...
મધુબેન આ સાંભળી જાણે ભાન જ ના રહ્યું હોય તેમ દોટ મૂકે છે.
હોસ્પિટલ પહોંચી વોડ બોય ને પૂછે છે..
મેડમ એમનું ઓપરેશન ચાલુ છે, તમે અંદર નહિ જઈ શકો.
મધુબેન બાંકડા પર બેસે છે... આખ માં આસું, હૈયુ ભરેખમ... વિચાર કરે છે... જેમના લાંબા આયુસ્ય માટે પ્રાર્થના કરતી હતી તે જ આજે જીવન અને મોત વચ્ચે જોલા ખાય છે, પોતાની પાછલી જિંદગી યાદ કરે છે..
"કેટલા ખુશનુમાં એ દિવસો હતા,એ ઘરે આવતા, જોડે બેસતા, વાતો કરતા..."
ત્યાંજ ઓપરેશન રૂમ નો દરવાજો ખુલે છે.
મધુબેન :ડૉક્ટર કેવું છે એમને..
ડૉક્ટર :ઓપરેશન તો કર્યું છે, બસ ભગવાન ને પ્રાર્થના કરો.એમને હોસ આવતા થોડી વાર લાગશે.

થોડા સમય પછી..
નર્સ :ડૉક્ટર દર્દી ને હોસ આવ્યો..
ડૉક્ટર સુરેશ ને તપાસે છે.... બહાર આવી... જુઓ બેન હોસ તો આવી ગયો પણ...
મધુબેન :હું એમને મળી શકું..
ડૉક્ટર :હા, તમે મળી શકો..

મધુબેન દોડતા અંદર જાય છે...
મધુબેન ને જોતા સુરેશ ભાઈ ની આખો માં આસું આવી જાય છે...
સુરેશ ભાઈ મધુબેન નો હાથ પકડી રડે છે...
સુરેશ ભાઈ :આપણો યશ ક્યાં છે..
મધુબેન :ઘરે, દિવાળી બા જોડે રમે છે..
સુરેશભાઈ :જો, મધુ હવે યશ ને તારે જ સાચવવાનો છે, એને ભણાવી ઘણાવી મોટો માણસ બનાવવાનું મારું સપનું હતું, પણ હવે એ પૂરું થાય એમ લાગતું નથી.
મધુબેન :એવું ના બોલો..
સુરેશભાઈ :મધુ... મધુ યશ ને સાચવજે....
આટલું કહી સુરેશ ભાઈ ના શ્વાશ થંભી જાય છે.

ત્રણ વર્ષ ના યશ ને મૂકી સુરેશ ભાઈ ધામ માં જાતા રહે છે, મધુબેન તેમની યાદો માં ખોવાયલા રહે, યશ ની યાદ આવતા હૈયે પથ્થર મૂકી દે.
સુરેશ ભાઈ ના ગયા પછી મધુબેન સીવણ કામ કરી, શાકભાજી વેચી... યશ ને ભણાવે છે..
યશ પણ નામ જેવો જ યશ... દેખાવે શ્યામ, શરમાળ.. ભણવામાં હોશિયાર... ઘરે આવી શાકભાજી વેચવા માં મદદ કરતો..

થોડા વર્ષો પછી..
મમ્મી મમ્મી જો...
મધુબેન :શુ થયું બેટા,
યશ :મમ્મી મને નોકરી મળી ગઈ, સારો એવો પગાર છે... હવે તારે આ કામ કરવાની જરૂર નથી..
મધુબેન ને સુરેશ ભાઈ નું સપનું યાદ આવતા આખમાં પાણી આવી જાય છે.
મધુબેન :યશ ના કાન પકડતા... હવે તારા માટે છોકરી શોધવી પડશે... માં -દીકરો બને મજાક કરે છે.
યશ નોકરી કરતો, એટલે તેના માટે લગન ના માંગા આવવા માંડે છે...
એક સારી છોકરી જોઈ મધુબેન યશ ના લગ્ન નક્કી કરે છે.
યશ :અરે મમ્મી ચાલ, આપડે ટાઈમ પર પોંહચવું પડશે નહીંતર તારી થનારી વહુ ના નહિ પાડી દે..
મધુબેન સુરેશ ભાઈ ને યાદ કરે છે...

લગ્ન ચાલુ થાય છે, ફેરા ફરાય છે, બધી વિધિ પુરી થાય પછી નવવિવાહિત જોડા ને આશીર્વાદ આપવાના હોય છે.
ત્યાંજ સામે પક્ષે ઘણઘણાટ ચાલુ થઈ જાય છે..
શાંતિ બા (યશ ના વડ સાસુ ):મધુબેન તમે લગ્ન મંડપ માંથી બહાર જાતા રો, તમે આશીર્વાદ નહિ આપી શકો, કારણ તમે વિધવા છો... વિધવા ના આશીર્વાદ આપશુકન મનાય..
મધુબેન ને ઘણું દુઃખ થાય છે, પોતાના જ દીકરા ના લગ્ન માં મંડપ ની બહાર જવું પડે, યશ ને પણ ખુબ દુઃખ થાય છે...તે તેની માતા ને રોકવા જાય છે પણ મધુબેન સુરેશ ભાઈ ના સમ દઈ રોકે છે, બેટા વડીલો કે એમ કર.
વાળાવ્યા પછી યશ ગાડી લઈ ઘરે જવા નીકળે છે, પણ રસ્તા માં જ એકસિડેન્ટ થાય છે.. યશ પુરી રીતે ગવાય છે... મધુબેન અને શીતલ ને સામાન્ય ચોટ આવે છે..
યશ ને તરતજ હોસ્પિટલ ખાસેડવામાં આવે છે..
ડૉક્ટર :લોહી ની જરૂર પડશે...
મધુબેન :સાહેબ તમે મારું લોહી લઈલો, પણ યશ ને બચાવી લો.
ડૉક્ટર :જુઓ બેન, યશ ને વાગવાથી બન્ને કિડની નકામી થઈ ગઈ છે...
મધુબેન :સાહેબ, હું કિડની આપવા તૈયાર છુ..
ડૉક્ટર મધુબેન ના બધા રિપોર્ટ કરાવી મધુબેન ની એક કિડની યશ ને આપે છે..

થોડાક દિવસો પછી...
યશ ના સાસરે થી બધા ખબર કાઢવા આવે છે...
યશ શાંતિ બા ને :તમે તે દિવસે મારી મમ્મી ને સૌભાગ્યવતી ના આશીર્વાદ આપવાની ના પાડી હતી, પણ તેના લીધે જ આજે તમારી દીકરી ની માંગ ભરેલી છે.
બધાને મધુબેન ઉપર માન થઈ આવે છે અને તે દિવસ માટે માફી માંગે છે..


આજે પણ સમાજ માં કેટલીક રૂઢિ ઓ વિધવા ઓ માટે આપમાન રૂપ છે, આવી રૂઢિઓ ને દૂર કરવી જોઈએ.

🌹જય સ્વામિનારાયણ 🌹