sky diving experience, Dubai in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | સ્કાય ડાઈવિંગ અનુભવ, દુબઈ

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 39

    (સિયા તેના પ્રેમ મનથી તો સ્વીકારે છે અને સાથે સાથે તે માનવને...

  • ભાવ ભીનાં હૈયાં - 28

    આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું...

  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

Categories
Share

સ્કાય ડાઈવિંગ અનુભવ, દુબઈ

Below is palm leaves like seven roads on each side of Dubai and Dubai city looking very tiny. surrounded by sea.
નીચે પામ ટ્રી ની જેમ બેય બાજુ આઠ શાખાઓમાં દુબઈ ના રસ્તાઓ અને વસાહતી છે. એ વૃક્ષનાં થડ તરીકે મોટો રસ્તો છે જે શહેર સોંસરવો નીકળે છે. ઊંચેથી જ્યારે આકાશ એકદમ ચોખ્ખું હોયત્યારે બસ, એટલું જ દેખાય.
એણે કરેલ આ દિલધડક અનુભવનું વર્ણન પણ ટુંકમાં મુકું.
દુબઈની મુલાકાત તમારા નથી ઘણાએ લીધી હશે અને લેવાના પણ હશો. આ અનુભવ વાંચી તમને સાહસ નો અનુભવ કરવો હોય, સમય અને પૈસા, આશરે 52000 રૂ. જેવા પણ હોય તો જિંદગીમાં એક વખત આ અનુભવ લેવા જેવો..
તમને હાઈ બીપી કે હાર્ટ ની તકલીફ ન હોય તે ઈચ્છનીય છે. યુવાનો માટે ખૂબ રોચક અનુભવ.
Sky diving experience
ગત 15 જુલાઈએમારા પુત્ર હર્ષ એ 15000 ફૂટ ઊંચેથી, જ્યાં ફક્ત આકાશ જ દેખાતા આજુબાજુ કાઈં જ નહિ, એટલે ઊંચેથી સ્કાય ડાઈવિંગ નો રોમાંચક અનુભવ માણ્યો તે આપ સહુ સાથે શેર કરીશ.
*****
આ અનુભવ મારા પુત્ર અને મસ્કત ખાતે સારા લેન્ડસ્કેપ આર્કિટેક્ટ હર્ષ નો છે.
આપણામાંના ઘણાએ ખૂબ ઊંચેથી બંજી જમ્પિંગ કર્યું હશે. પેરા ગ્લાઈડિંગ પણ પેરેશુટ સાથે મહાબળેશ્વર કે મનાલી જેવી જગ્યાએથી કર્યું હશે. પરંતું આ બહુ વિરલ અનુભવ છે, sky diving નો. તેમાં ખૂબ સાહસ, એકદમ ત્વરિત એક્શન અને ચપળતા જોઈએ.
ખર્ચાળ પણ ખરું. એના 2600 દીનાર એટલે 52000 જેવા રૂપિયા એક જ ડાઇવ ના હતા. એટલું તો મસ્કતમાં એક 2 bhk નું ભાડું કે આખા મહિનાનું ગ્રોસરી મિલ્ક વગેરે આવી જાય. તો પણ 11મીએ બુક કરવા ગયા તો 20 તારીખ સુધીનું ફૂલ બુકિંગ. પુત્રએ નક્કી કરેલું કે એકવાર , જિંદગીમાં એક વાર તો આ અનુભવ લેવો. અમે દુબઈથી 14ની રાત્રે પ્લેનમાં અમદાવાદ નીકળ્યાં અને તેઓની 15મી ની બપોરની બસ હતી. હર્ષ સવારે 5 વાગે તે સ્થળે પહોંચી પણ ગયેલો. તેનો વેઇટિંગ 1 નંબર હતો, તે દિવસમાં લાગી ગયો.
આ ડાઇવ 15000 ફૂટ ઊંચેથી મારવાની હતી. સામાન્ય પેસેન્જર પ્લેન 28 થી 30 હજાર ફૂટ ઊંચે ઉડે છે.
નીચે કાઈં જ ન દેખાય. પ્રચંડ પવનો ફૂંકાતા હોય, શરીર ઓટો પાઇલોટ પ્લેનની જેમ ક્યાંય દૂર ઘસડાઈ જઈ શકે.
ઉપર જવામાં સાથે એક ઇન્સ્ટ્રક્ટર અને એક ફોટોગ્રાફર હતા . ઇન્સ્ટ્રક્ટર કહે તે કાચી સેકંડે પેરેશુટ તમારે ખોલવાની.
શરૂમાં તમને પ્રાથમિક સૂચનાઓ આપી એક શોર્ટ ફિલ્મ ડેમો માટે બતાવે તે ધ્યાનથી જોવાની. પછી બસથી એ સ્લોટના 6 કુદનારા, 6 ઇન્સ્ટ્રકટર, 6 ફોટોગ્રાફર દૂર એક મેદાનમાં લઈ જાય જ્યાં બધી, બાજુથી ખુલ્લું હોય. એક પ્લેનમાં તમને ઉપર લઈ જાય, તમારી પાછળ જ ઇન્સ્ત્રકટર રહે અને સૂચના મળતાં, પ્લેનમાં લીલી લાઈટ થતાં સાથે જ કૂદવાનું. ઉપર એકદમ ઠંડું હવામાન હોય.
અહીં દુબઈમાં પામ બીચ એરિયા છે. આખી વસાહત એક palm tree જેવા આકારમાં. એક લાંબો સીધો રોડ જે palm નું થડ અને બેય બાજુ 8, 8 branch જ્યાં એકદમ ધનિકોની પોશ વીલાઓ છે. શાહરૂખ જેવા આપણા એક્ટરોની પણ. તે આખો આશરે 7 કિમી નો વિસ્તાર નીચે દેખાય. એની આજુબાજુનો આખો દરિયો દેખાય. એ થ્રીલ પૈસા ખર્ચી સાહસ કરી મેળવે એને જ અનુભવાય. સાથે આખું શરીર ઝડપથી પક્ષીની જેમ 15000 ફૂટ ઊંચે હવામાં બે હાથ ફેલાવી ઊડતું હોય અને નીચે પણ આકાશ દેખાય.
વર્ણન મેં મારા પુત્ર હર્ષએ વાત કરી તે પ્રમાણે કર્યું છે. નીચે તેની કૂદ્યા વખતની વિડિયો લિંક અને ફોટાઓ છે .
https://www.facebook.com/673531168/posts/10158995307656169/