ઘણીવાર કુદરતની માયા પણ જાણતા પણ અજાણી જ હોય છે આપણી માટે ક્યારેક મોહ સમાન તો ક્યારેક માયા સમાન,
આજે નદી કિનારો પણ બહુ જ શાંત હતો, ગરમીના દિવસો ધીરેથી સરક્યા હતા અને ચોમાસાની શરૂઆત વચ્ચે ધીરો ભીનાશને શોશે એવો તડકો નીકળ્યો હતો, ધ્વનિએ તેનું વહિકલ નદી કિનારે આવેલા મંદિર નજીક પાર્ક કરી મંદિરમાં દર્શન કર્યા, ધ્વનિએ ઊંડો શ્વાસ લીધો અને નદી કિનારા નજીકના બાંકડા ઉપર બેસતા નદીના શાંત વાતાવરણમાં એક તાઝગીનો અનુભવ કર્યોં, નદીની જેમ તેનું મન પણ વિચારોમા ધીરેથી સરકી રહ્યું હતું, ક્યારે તે વિચારોના વાદળોમાં ખોવાઈ તેને આભાસ પણ ન રહ્યો...
જીવનમાં ચાલતા અનેક પ્રકરણો આંખ નજીક આવવા લાગ્યા કોલેજ જીવન વીત્યું હતું, માસ્ટર સાથે 5 વર્ષ કોલેજ લાઈફના ખુબ જ યાદગાર રહ્યા પણ પ્રેમનો પ્રવાહ તો કોલેજના પહેલા જ દિવસે તેના મનમાં ઘર કરી ગયેલો કારણકે આ પણ એક મનની પહેલી હતી જીવનની એક એવી યાદગાર રાહ હતી કે તેને ક્યારેય ન ભૂલી શકાય...
કોલેજ જીવન ખુબ જ સારુ રહ્યું હતું, ઓચિંતો જીવનમાં આવેલો સત્ય તેના પૂર્ણ વાસ્તવિક જીવનમાં છવાઈ ગયો એ જાણી પણ ન શકી, ધ્વનિએ માત્ર એની સાથે મિત્રતા જાળવવા એડી ચોંટીનું સામ -દામ દંડ- ભેદ સહિતનું બળ લગાવેલું અને આખરે તેની કોશિશ કામિયાબીમાં તબદીલ થઇ સત્ય તેનો સારો મિત્ર બન્યો અને તેમની મિત્રતા ધીરે ધીરે આગળ વધતી રહી પરંતુ ધ્વનિને માત્ર તે અધૂરી દોસ્તી જ લાગતી હતી....
જીવન હમેંશા માટે આશ્ચર્યથી ભરેલું રહેતું હોય છે એવુ ધ્વનિએ માની જ લીધું હતું કારણકે એને ક્યારેય ન હતું ધાર્યું કે સત્ય તેનો મિત્ર પણ બનશે એક ચાન્સ તેને મળ્યો હતો પરંતુ કોલેજ લાઈફનો હવે અંત હતો આગળ phd કરવાની હતી પણ સત્ય આગળ કઈ ફિલ્ડમાં જશે એ હજી નક્કી ન હતું વિચારો બાંકડા ઉપર બેઠા -બેઠા વધતા જ ગયા અને આંખો ધીરે -ધીરે ભીની થવા લાગી.... ધીરેથી કોઈએ અવાજ લગાવ્યો હેલ્લો ધ્વનિ વિચારોમાંથી બહાર આવી એક તેની જ ઉંમરની યુવતી તેની બાજુમાં બેઠી હતી અને તેના હાથમા રહેલી પ્રસાદી ધ્વનિ તરફ હાથ લાંબાવીને પ્રસાદ ગ્રહણ કરવાનું કહી રહી હતી એની મુસ્કાન એટલી માદક હતી કે ધ્વનિ તેનામાં થોડીવાર વિચાર છોડી સ્મિત કરી બેસી તે સ્વસ્થ થઇ પ્રસાદી આરોગતા તેને કહ્યું તમે મંદિરે આટલી દૂર આવો છો? કેમ આટલે ન અવાજ દૂર છે એટલે? હા શહેરમાં બીજા ઘણા મંદિરો છે પણ અહીં વેહિકલ લઈને આવવું મુશ્કેલ પડતું હશે ને? હા મુશ્કેલ પડે છે પણ જેમ તમે અહીં આવો છો એમ હું પણ ક્યારેક અહીં આવું છું....હા મને આ તાઝગી ગમે છે, હા જાણું છું તમને ગમે છે તાઝગી, કઈ રીતે તમે જાણો છો? હું તમને પણ જાણું છું, મારું નામ સીમા હું સત્યની કઝીન છું તમને કોલેજ ફંક્સનમાં જોયેલા છે મેં, ઓહ એટલે મનમાં તો ધ્વનિએ કહ્યું મીરેકલ, સીમાએ કહ્યું તમે phd કરવાનાં કે નહિ? મારો ભાઈ phd કરવાનો છે આજે એને મને કહ્યું, હા હું પણ phd કરવાની છું, અરે વાહ તો તમને બંનેએ કંપની મળી રહેશે સ્ટડીમાં... હા અમે 5 વર્ષથી સ્ટડીની દરેક ચર્ચા સાથે જ કરીએ છીએ...
હા એ પણ મને ખબર છે, ઘણીવાર મારો ભાઈ તમને જ કોલ કરે છે કોઈ ડાઉટ હોય ત્યારે, બાકી એ કોઈથી બોલતો પણ નથી આઈ થિન્ક એને તમારી ઉપર વધારે વિશ્વાસ છે બોય થઈને પણ બહુ અકડુ છે મારો ભાઈ, હા જાણું છું ધ્વનિએ હસતા - હસતા કહ્યું એનો સ્વભાવ એવો જ છે ઓળખીતા લોકો સીવાય કોઈથી પણ વાત ન કરે અને કામ સિવાયની કોઈ બીજી વાત પણ નહિ...
થોડી વાતો પછી સીમાએ અને ધ્વનિ બંનેએ ત્યાંથી ઘરે જવા માટે પોત- પોતાનું વેહિકલ સ્ટાર્ટ કર્યું અને બંને નીકળ્યા શહેરમાં પ્રવેશ્તા બંને અલગ પડ્યા રસ્તામાં જ ધ્વનિ બહુ ખુશ હતી સવારથી વિચારતી હતી કે સત્ય આગળ મારી સાથે જ ભણશે કે કોઈ બીજા ફિલ્ડમાં જશે ભગવાનને સાચા દિલથી કરેલી પ્રાથના આટલી જલ્દી સફળ થઇ તેની ખુશીમાં તે ખોવાઈ ગઈ હતી વહિકલ ઘર પાસે પાર્ક કર્યું એટલામાં એને કોલ આવ્યો કોલ જોયો તો સત્યનો હતો એને કહ્યું મને ખબર છે તારે પણ phd કરવાની છે ને અને સત્યએ કહ્યું હા સીમા તને મળી હતી એને કહ્યું મને થોડા દિવસમાં ફોર્મ ભરાશે એટલે મળીએ સાથે ભરીશું phd નું ફોર્મ, ફોન મુકતા ધ્વનિ બહુ ખુશ હતી આગળ શું થશે એની ચિંતા ધ્વનિને ન હતી પરંતુ જેટલો સમય સત્ય તેની સાથે રહેશે તેમાં તે ખુશ હતી....
આખરે પ્રણયનો પ્રવાહની ફિકર ધ્વનિને ક્યાં રોકવાની હતી...
✍️Vansh prajapati AKA vishesh 💗