The story of love - Season 2 - Part 9 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 2 - Part 9

Featured Books
Categories
Share

The story of love - Season 2 - Part 9

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Part 9

અત્યાર સુધી આપડે જોયું કે આકાશ અને રોહિત પણ પ્રિયા ના ઘરે આવી જાય છે અને આકાશ ના ચહેરા પર ચિંતા જોઈ ને જયદીપ ને ઓન ચિંતા થવા લાગે છે અને તે આકાશ ને જ્યાં બધા બેઠા હોય છે ત્યાં થી થોડો દૂર લઇ જાય છે...

"આપડા ને જે વાત નો શક હતો એવું જ થયું છે..."

આકાશ બોલે છે...

"મતલબ કે આ બીજા લોકો છે..."

જયદીપ બોલે છે...

"હા અને આપડે બઉ જલ્દી જ બધી વસ્તુ ને આપડા મુજબ કરવી પડશે નહિ તો તે મુશ્કેલી માં આવી જશે..."

આકાશ બોલે છે અને તેની વાત જયદીપ પણ સમજતો હોય છે...

"આપડો પ્લાન કઈ રીતે ખોટો થઇ શકે અને એ બન્ને ક્યાં છે હમણાં..."

જયદીપ બોલે છે...

"એના વિશે જ કોઈ જાણકારી નથી મળી રહી..."

આકાશ બોલે છે...

આ સાંભળી ને જયદીપ ના ચહેરા પર ચિંતા ની લકીરો વધવા લાગે છે ત્યારે જ ત્યાં માહી આવે છે તે બન્ને ને બોલાવા માટે અને તે તેની સાથે જાય છે...

જયદીપ અને આકાશ ને એ વાત નું દયાન નથી રેતુ કે તેમની વાતો કોઈ બીજું પણ સાંભળતું હોય છે અને આ સાંભળી ને તેના મન માં પણ ગણા વિચારો આવા લાગે છે...

તે બધા ગણા થાકી ગયા હોય છે તેના લીધે પ્રિયા બધા ને રૂમ માં જઈને આરામ કરવા માટે કે છે અને બધા રૂમ માં જાય છે...

*****

અનુરાગ નો અવાજ સાંભળી ને જેવું અભિનવ સામે જોવે છે તો તેને પણ કાર ની સામે કોઈ દેખાય છે અને તે પણ જલ્દી થી બ્રેક લગાવે છે...

અનુરાગ નીચે ઉતરી ને જોવે છે તો ત્યાં કોઈ નથી હોતું અને તે અભિનવ ને કે છે કે નીચે બારે કોઈ નથી તો તેને પણ આશ્રય થાય છે અને તે પણ જલ્દી થી નીચે ઉતરે છે અને આમ તેમ જોવા લાગે છે તો તેને પણ કોઈ નથી દેખાતું....

બન્ને એક બીજા ને આશ્રય થી જોવે છે અને બન્ને ને એ નતું સમજાતું કે આવું કઈ રીતે બની શકે...

થોડી વાર તો ત્યાં એમજ બન્ને ઉભા રે છે...

"બની શકે આ મારો ભ્રમ હશે..."

અનુરાગ બોલે છે અને અભિનવ ને ત્યાં થી નીકળવા માટે કે છે...

બન્ને ત્યાં થી નીકળી જાય છે પણ અભિ ને પણ એવું લાગ્યું હતું કે તેની ગાડી કોઈ થી તો ટકરાઈ હતી પણ એવું કઈ રીતે બની શકે કે ત્યાં કોઈ ના હોય...

*****

સાંજે પ્રિયા તેના એક વ્યક્તિ સાથે ચાંદી ના ૨ ચાકુ નવ્યા અને રોઝી પાસે પહોંચાડવાનું કે છે અને બધા ને ત્યાં બોલાવે છે...

માનવ, રોહિત, આકાશ અને જયદીપ ત્યાં આવી જાય છે...

"માહી અને નીતિન ને હું બોલાવી ને આવું..."

રોહિત બોલે છે...

"અને હું એમના મમ્મી પપ્પા ને..."

માનવ બોલે છે અને બન્ને તેમને બોલાવા માટે ત્યાં થી જાય છે...

થોડી વાર માં રોહિત અને નીતિન ત્યાં આવે છે...

"માહી ક્યાં છે...?"

જયદીપ બોલે છે...

"તેને ડર લાગતો હતો એટલે તે મમ્મી પપ્પા ના રૂમ માં સૂતી છે..."

નીતિન બોલે છે...

ત્યાં માનવ દોડતો દોડતો આવે છે...

"માહી ના મમ્મી પપ્પા એમના રૂમ માં નથી..."

માનવ બોલે છે...

"તે સરખું જોયું રૂમ માં..."

જયદીપ બોલે છે...

"હા અને એમનો સમાન પણ નથી ત્યાં..."

માનવ બોલે છે...

આ સાંભળી ને બધા ચોકી જાય છે...

બધા ફરી એમના રૂમ માં જાય છે અને જયારે ત્યાં જઈને જોવે છે તો ત્યાં કોઈ નથી હોતું...

"માહી પણ તેમની સાથે જ હતી..."

નીતિન બોલે છે...

તે બધા ને એ નથી સમજાતું કે આ લોકો ક્યાં ગયા...

"શું માહી અને એના મમ્મી પપ્પા ને લઇ જવા વાળા મિહિર અને માનવી છે...?"

નીતિન બોલે છે...

"ના એ લોકો અહીંયા આવી જ ના શકે અને તે લોકો અહીંયા આવે તો આવા જવા નો એક જ રસ્તો છે..."

પ્રિયા બોલે છે...

"પેલા આપડે આખું ઘર જોઈએ બની શકે તે અહીંયા જ હોય..."

માનવ બોલે છે...

તે બધા આખા ઘર માં તે ત્રણે ને ગોતવા લાગે છે પણ તે બધા તેમને નથી મળતા...

ત્યારે એક રૂમ મ તેમને માહી નો ચિલ્લાવા નો આવાજ આવે છે અને આ સાંભળી ને તે બધી તે બધા તે બાજુ ભાગે છે...

ત્યાં જઈને જોવે છે તો ત્યાં માહી ને ખુરસી થી બાંધી ન રાખી હોય છે પ્રિયા અને નીતિન જઈને પેલા તેને ત્યાં થી છોડાવે છે અને પ્રિયા જઈને પેલા પાણી લઈને આવે છે...

"માહી તું ઠીક છે અને તું અહીંયા કઈ રીતે આવી...?"
નીતિન બોલે છે...

માહી ને આ રીતે જોઈને બધા ડરી ગયા હોય છે અને નીતિન તેને સાચવે છે...

માહી કઈ બોલવા જાય છે, તે પેલા જ તે બેહોશ થઇ જાય છે...

"પેલા આને રૂમ માં લઇ જઈએ..."

પ્રિયા બોલે છે અને નીતિન તેને રૂમ માં લઇ જાય છે...

પ્રિયા જલ્દી થી ડોક્ટર ને ફોન કરે છે અને બધા રૂમ ની બારે ઉભા હોય છે...

આખું ઘર જોવા છતાં પણ તેમને જોસના બેન અને ભાવિક ભાઈ મળ્યા નતા અને ના તો તેમને એ સમજાતું હતું કે આ બધું કઈ રીતે થયું છે...

થોડી વાર માં ડોક્ટર આવી જાય છે અને તે રૂમ માં જઈને માહી ને ચેક કરવા લાગે છે અને પ્રિયા પણ તેમની સાથે અંદર જ હોય છે...

ત્યારે આકાશ ને એક ફોન આવે છે અને તે ત્યાં થી થોડો દૂર જાય છે...

"આપડે જેવું વિચાર્યું હતું એવું થઇ ગયું છે અને તે લોકો આપડી કેદ માં આવી ગયા છે..."

સામે વ્યક્તિ બોલે છે...

"હા બસ અને તે આપડી કેદ માંથી જવા ના જોઈએ હવે..."

આકાશ બોલે છે...

કોઈ આવી ને આકાશ ના ગભા ઉપર હાથ મૂકે છે અને આકાશ ડરી જાય છે...

જયારે તે પાછળ જોવે છે તો ત્યાં જયદીપ હોય છે...

બન્ને એક બીજા ને રહસ્ય મય સ્માઈલ આપે છે અને ત્યાં થી બધા જોડે આવી ને ઉભા રઈ જાય છે...

ત્યારે જ ડોક્ટર બારે આવે છે...

"શું થયું માહી ને..."

નીતિન બોલે છે...

"એને કોઈ વાત નો ઝટકો લાગ્યો છે અને એના સાથે હમણાં કોઈ વધારે વાત ના કરતા..."

ડોક્ટર બોલે છે અને ત્યાં થી નીકળી જાય છે...

તે બધા પેલા તો રૂમ માં જાય છે અને ત્યાં માહી હજુ સૂતી જ હોય છે અને તેના પર દવા નો અસર હોય છે તેને હવે રાતે જ હોશ આવાનો હતો...



"માહી ને ત્યાં કોને બાંધી હશે...?"
"જોસના બેન અને ભાવિક ભાઈ હમણાં ક્યાં હશે...?"

"શું તે બધા આ મુસીબત માંથી નીકળી શકશે..?"

"શું આ બધા ની પાછળ આકાશ અને જયદીપ નો હાથ છે...?"

"શું અભિનવ અને અનુરાગ ને ભ્રમ થયો હતો...?"



જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...