Prem Thai Gyo - Season 2 - Part 11 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 11

Featured Books
  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

  • जंगल - भाग 5

                           ------(जंगल )-------               कय...

  • अति वाचालता का दुष्परिणाम

    अति वाचालता का दुष्परिणाम  एक राजा बहुत अधिक बोलता था। उसका...

Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 11

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 11

અત્યાર સુધી આપડે જોયું કે રાહી અને આદિ બન્ને મળી ને મુવી જોવા જવાનું નક્કી કરે છે અને ત્યાં જઈને તેમને આશિકા મળે છે અને તે પણ તેમની સાથે જ મુવી જોવા નું નક્કી કરે છે અને તેમની સાથે જ બેસી જાય છે...

આ વાત રાહી ને નથી ગમતી કે તે આદિ સાથે આવી હતી અને આશિકા આ રીતે તે બન્ને સાથે આવી ગઈ અને તે આદિ ને કાય કઈ પણ નથી શકતી...

તે ત્રણે મૂવી જોતા જ હોય છે ત્યારે કોઈ ના જગાડવાનો અવાજ આવા લાગે છે...

"અરે જો તારે ગુસ્સો જ કરવાનો હતો તો તું મને અહીંયા લઈને જ કેમ આવ્યો..."

છોકરી બોલે છે...

"એ જ તો ભુલ થઇ ગઈ કે લઈને આવ્યો તને..."

છોકરો બોલે છે...

તે બન્ને ના જગાડવા ના લીધે બધા નું દયાન તે તરફ જાય છે અને બધા મોવી છોડી ને તરફ જોવા લાગે છે...

રાહી , આદિ અને આશિકા તે ત્રણે ની નજર પણ તે તરફ જાય છે પણ લાઈટ બધા હોવા ના લીધે તેમને કોઈ દેખાતું નથી...

ત્યારે જ ત્યાં લાઈટો ચાલુ થાય છે અને મુવી માં બંધ થાય છે અને ત્યાં ના ૩ થી 4 લોકો ત્યાં આવે છે અને તે બન્ને ને ત્યાં થી બારે જવા માટે કે છે જ્યારે તે બન્ને ઉભા થાય છે તેમને જોઈને આદિ અને રાહી ચોકી જાય છે...

તે બન્ને બીજા કોઈ નહિ પણ આરતી અને સોહમ જ હોય છે...

"તમે બન્ને મુવી જોવો હું જાઉં છું..."

રાહી બોલી ને ત્યાં થી આરતી અને સોહમ ની પાસે જાય છે...

આશિકા ને નથી સમજાતું કે રાહી કેમ અચાનક બારે જતી રહી...

રાહી જઈને તે બન્ને ની સામે ઉભી રઈ જાય છે અને તે બન્ને હજુ ઝગડતા જ હોય છે...

"અરે બસ કરો તમે બન્ને હજુ સુધી જગડો જ છો..."

રાહી ગુસ્સા માં બોલે છે અને તે બન્ને ચૂપ થઇ જાય છે...

"તું અહીંયા શું કરે રાહી..."

આરતી બોલે છે...

"એ બધું મુકો પેલા ઘરે ચાલજો તમે બન્ને..."

રાહી બોલે છે અને તે ત્રણે ઘરે જવા માટે નીકળી જાય છે...

તે ત્રણે રાહી ના રૂમ માં હોય છે અને રાહી તે બન્ને ને ગુસ્સા માં જોતી હોય છે...

"આમ મારી સામે ના જો તું ભૂલ આ સોહમ ની છે..."

આરતી જાણે તેની કોઈ ભૂલ જ ના હોય એવું માસુમ ચહેરો કરી ને બોલે છે...

"જો જો રાહી જાણે આની કોઈ ભૂલ જ નથી આ જ જોર જોર થી બોલતી હતી ત્યાં..."

સોહમ પણ પોતાના બચાવ માં બોલે છે...

"હા સારી રીતે ઓળખું છું તમે બન્ને ને અને પેલા આખી વાત કેજો કે થયું શું હતું..."

રાહી બોલ છે...

"હા જો પેલા તો આમ બન્ને મુવી જોવા માટે ગયા અને ત્યાં જય નો મેસેજ આવ્યો તો મેં એને બસ સામે મેસેજ કર્યો અને આ જોઈને સોહમ ગુસ્સે થઇ ગયો..."

આરતી બોલે છે...

"અરે પણ જો એને જય સાથે જ વાતો કરવી હતી તો મારી સાથે કેમ આવી તે..."

સોહમ પણ ગુસ્સો કરતા બોલે છે...

"પણ એને કામ હતું એના માટે એને મને મેસેજ કર્યો હતો..."

આરતી બોલે છે...

"હા તો બસ હવે મારી સાથે વાત ના કરતી..."

આટલું બોલી ને સોહમ ત્યાં થી ગુસ્સા માં નીકળી જાય છે...

"સોહમ પેલા તું વાત તો સાંભળ..."

રાહી બોલતી જ હોય છે પણ ત્યાં સુધી સોહમ ત્યાં થી નીકળી ગયો હોય છે...

"આરતી આ વાત માં તારે સમજવું જોઈએ કે તને સોહમ બારે લઈને ગયો હતો અને તું ફોન લઈને બેસી રહે..."

રાહી બોલે છે અને આ વાત આરતી ને પણ સમજાતી હોય છે કે ભૂલ તો તેની જ હતી...

તે પણ ત્યાં થી નીકળી જાય છે અને આરતી હવે સોહમ ને કઈ રીતે મનાવશે તે વિચારતી હોય છે...

રાહી જે આ બન્ને માં આદિ ને તો ભૂલી જ ગઈ હોય છે ત્યારે તેના ફોન ની રિંગ વાગે છે અને તેમાં આદિ નામ લખ્યું હોય છે...

રાહી જલ્દી થી ફોન ઉપાડે છે...

"અરે સોરી આદિ આ બન્ને ના ચક્કર માં હું તને તો ભૂલી ગઈ..."

રાહી બોલે છે...

"એનો તો કોઈ વાંધો નથી પણ એ કે થયું શું હતું તે બન્ને ને કે એટલો મોટો જગડો થઇ ગયો.."

આદિ બોલે છે અને ત્યારે રાહી તેને આખી વાત કે છે...

"અરે આ બન્ને પણ ને સાવ નાના છોકરાઓ જેવું કરે છે..."

આદિ બોલે છે...

"હા એ જ ને હવે જોઈએ કે આરતી સોહમ ને કઈ રીતે મનાવશે..."

રાહી બોલે છે અને પછી તે બન્ને તેમની વાતો માં લાગી જાય છે...

આ બાજુ આરતી ઘરે પોંચે છે અને સોહમ ને ફોન કરે છે પેલા તો સોહમ ફોન નથી ઉપાડતો પણ ગણી વાર ફોન કરવા ના લીધે તે ફોન ઉપાડી લે છે...

"હા બોલ હવે કેમ યાદ આવી મારી..."

સોહમ ટોન માં બોલે છે...

"અરે સોરી હું માનું છું કે ભૂલ થઇ ગઈ મારી અને બસ હવે આવું બીજી વાર નઈ થાય..."

આરતી બોલે છે...

"હા પણ હવે તું તે જય થી દૂર જ રેજે..."
સોહમ બોલે છે અને આરતી પણ તેની વાત માની જાય છે...

*****

બીજા દિવસે જયારે રાહી લાઇબેરી જાય છે ત્યારે ત્યાં આદિ નથી આવેલો હોતો...

"આમ તો આ રોજ વેલો આવે છે આજે આ ક્યાં રહી ગયો..."

રાહી મન માં જ વિચારે છે...

રાહી પોતાની જગ્યા પર બેસી જાય છે અને ગણા સમય થઇ જાય છે પણ આદિ નથી આવતો ત્યારે રાહી આદિ ને ફોન કરે છે...

"અરે આદિ ક્યાં છો...?"

રાહી બોલે છે...

"હું બારે આવ્યો હતો એટલે આજે નઈ આવી શકું...

સોરી તને કેવાનું ભૂલી ગયો હતો..."

"આદિ જલ્દી અહીંયા આવ..."

આદિ બોલે છે ત્યારે જ પાછળ થી આશિકા નો આવાજ આવે છે...

"ચાલ તું બીઝી હોઈશ પછી વાત કરીએ..."

રાહી આટલું બોલીને આદિ ની વાત સાંભળ્યા વગર જ પોતાનો ફોન મૂકી દે છે...

"અરે આને તો વાત પણ ના સાંભળી મારી...

હા એને કીધું નઈ ને એટલે જ ગુસ્સે હશે..."

આદિ મન માં વિચારે છે...

"મને તો એવું જ લાગે છે કે તે અને આશિકા બન્ને જ બારે ગયા હશે...

હા એવું જ હશે અને એના લીધે જ તે મને કેવાનું પણ ભૂલી ગયો...

પણ હું કેમ આટલું બધું વિચારું છું..."

રાહી મન માં વિચારતી હોય છે ત્યારે જ તે ત્યાં થી ઉભી થઈને નવી બુક લેવા જાય છે પણ આજે તેનું મન બુક માં નથી લાગતું ત્યારે તે છેલ્લે ત્યાં થી ઘરે જવા માટે જ નીકળી જાય છે...



"હવે આગળ સોહમ અને આરતી વચ્ચે શું થશે...?"
"શું રાહી તેના મન માં જે ચાલે છે તે આદિ ને કઈ શકશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું....