Prem Thai Gyo - Season 2 - Part 10 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 10

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 10

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 10


અત્યાર સુધી આપડે જોયું કે આદિ આશિકા ને બધી વાત કરે છે અને આશિકા પણ તેને મદદ કરવા માટે કે છે અને આદિ કઈ રીતે રાહી ને પેલી વાર જોઈ હતી તે યાદ કરે છે અને તે યાદ કરતા કરતા જ સુઈ જાય છે...

બીજા દિવસે સવારે સોહમ જલ્દી તૈયાર તો થઇ જાય છે, પણ આરતી ફોન નથી ઉપાડતી તેના માટે તેને બોલવા માટે તેના ઘરે જાય છે...

જયારે તે આરતી ન રૂમ મ જાય છે તો ત્યાં આરતી સૂતી હોય છે...

"આરતી... આરતી... ચાલ જલ્દી ઉઠી જા...."
સોહમ બોલે છે...

જયારે આરતી આંખો ખોલે છે તો તેની સામે સોહમ ને જોઈને ચોકી જાય છે...

"સોહમ તું અહીંયા શું કરે છે..."

આરતી બોલે છે...

"આજે આપડે બારે જવાનું હતું...

યાદ છે કે ભૂલી ગઈ...?"

સોહમ બોલે છે...

"અરે હું તો ભૂલી જ ગઈ અને મને માફ કરી દે ..."

આરતી બોલે છે...

"અરે આરતી જલ્દી ઉભી થઇ જા નઈ તો આજે જ સોહમ ના હાથે તારું કતલ પાક્કું..."

આરતી મન માં વિચારતી હોય છે...

"આરતી હવે શું વિચારે છે તું..."

સોહમ બોલે છે...

"અરે કાય નઈ..."
આરતી બોલે છે...

"એ બધું મૂક અને જલ્દી તૈયાર થઇ જા..."

સોહમ બોલે છે અને આ સાંભળી ને આરતી તેની સામે જોવે તો તે સ્માઈલ કરતો હોય છે...

"સોહમ તું ઠીક તો છેને...."

આરતી બોલે છે...

"હા ઠીક જ છું... કેમ..."

સોહમ બોલે છે...

"આજે તે ગુસ્સો ના કર્યો..."

આરતી બોલે છે...

"હવે તું આમજ વાતો કરતી રહીશ તો હું ગુસ્સે થઇ જઈશ..."

સોહમ બોલે છે અને આ સાંભળી ને આરતી જલ્દી થી ઉભી થઈને બાથરૂમ માં જતી રે છે...

થોડી વાર માં ત્યાં આરતી ના મમ્મી આવે છે. સોહમ અને આરતી માટે નાસ્તો આપી ને જાય છે...

આરતી પણ તૈયાર થઇ ને બારે આવે છે અને બન્ને નાસ્તો કરીને ત્યાં થી નીકળી જાય છે...

"સોહમ હવે તો મને કે આપદ બન્ને ક્યાં જઈએ છીએ..."

આરતી બોલે છે...

"ત્યાં જઈને જોઈ લેજે ને..."

સોહમ બોલે છે...

"ના પણ મારે હમણાં જાણવું છે..."

આરતી બોલે છે...

"હમણાં તો હું નથી જ કેવાનો..."

સોહમ બોલે છે અને આરતી મોઢું બગાડી ને બેસી જાય છે...

"ચાલ હવે મોઢું સીધું કર અને બસ આપડા પહોંચવા જ આવ્યા..."

સોહમ બોલે છે...

*****

આજે રાહી સવાર થી કંટાળતી હોય છે, કેમ કે સોહમ અને આરતી આજે બારે ગયા હોય છે...

"મને પણ સાથે લઇ ગયા હોત તો એ બન્ને ને શું વાંધો હતો..."

રાહી મન માં વિચારે છે...

તે મોવી જોવે છે, ગીતો સાંભળે છે, પણ તેને મજા નથી આવતી ત્યારે તેને કંઈક યાદ આવે છે અને તે ફોન લઈને કોઈને મેસેજ કરવા લાગે છે...

"hi...."

રાહી મેસેજ કરે છે અને સામે થી રીપ્લાય આવાની રાહ જોવે છે પણ ગણો સમય થઇ જાય છે સામે થી કોઈ મેસેજ નથી આવતો અને તેના લીધી તેને વધારે ગુસ્સો આવે છે....

"રાહી ચાલ જમવા માટે..."

ગૌરી બેન બોલે છે...

"હા આવી..."
રાહી બોલી ને જમવા માટે જાય છે અને આવી ને સુઈ જાય છે...

તે ઉઠી ને જોવે છે, તો હજુ સુધી મેસેજ નથી આવ્યો અને તેનો લાઇબેરી જવાનો સમય પણ થઇ ગયો હતો...

"આ તો હવે લાગતું નથી કે મને મેસેજ કરે મને લાઇબેરી જ જવા દે..."

રાહી મન માં બોલે છે અને તૈયાર થઇ ને લાઇબેરી જવા માટે નીકળી જાય છે...

આજે રોજ કરતા રાહી વેલા આવી હોય છે અને આદિ જયારે ત્યાં આવે છે ત્યારે તે રાહી ને જોઈને તેની બાજુ માં આવીને બેસે છે...

"અરે તું આજે આટલી વેલી..."

આદિ બોલે છે...

રાહી તેની વાત નો જવાબ નથી આપતી અને પોતાનું દયાન બુક માં જ રાખે છે અને આ જોઈને આદિ ને નથી સમજાતું કે રાહી એ કેમ તેની વાત નો જવાબ ના આપ્યો...

"તને પૂછું છું હું રાહી..."

આદિ બોલે છે પણ તોયે રાહી તેની વાત નો કોઈ જવાબ આપતી નથી...

આદિ મન માં વિચારે છે કે શું આશિકા ની વાત સાચી હતી તે કાલે આશિકા વિશે તેને ના કીધું તેના લીધે આજે ગુસ્સે છે...

આદિ જયારે કાય બોલવા માટે બાજુ માં જોવે છે, તો ત્યાં રાહી નથી હોતી અને તે સામે જોવે તો રાહી ત્યાં જઈને બેસી ગઈ હોય છે...

"રાહી શું થયું એ કેતો મને સમજાય યાર..."

આદિ જ્યા રાહી બેઠી હોય છે એની બાજુ માં બેસતા બોલે છે...

"શું થયું એ પૂછે છે મને તું...

મેં તને મેસેજ કર્યો હતો અને એનો રિપ્લાય પણ ના આપ્યો તે ...

અને મને પૂછે છે શું થયું...

આ બાજુ આરતી અને સોહમ ફરવા ગયા છે મને મૂકી ને તો મને થયું તારા સાથે વાત કરું પણ આ તો રીપ્લાય પણ નથી આપતા..."

રાહી એક જ શ્વાસ માં આટલું બધું બોલી જાય છે...

"અરે શાંત શાંત...

જો તારા નંબર નથી મારી પાસે એટલે મેં રીપ્લાય નઈ આપ્યો ...

જો હમણાં આપી દઉં બસ..."

આદિ બોલે છે અને પોતાનો ફોન હાથ લઇ એમાં આવેલો મેસેજ બતાવે છે...

"આજ છે ને તારો મેસેજ..."

આદિ રાહી ની સામે જોઈ ને બોલે છે...

રાહી બસ મોઢા થી હા નો ઈસરો કરે છે...

આદિ તો પેલા એનું નામ સેવ કરે છે અને પછી તેને hi નો રિપ્લાય આપે છે...

"બસ જો અને વાત રહી આરતી અને સોહમ ની તો હમણાં થોડા દિવસ એ બન્ને ને એકલા માં થોડો સમય આપ..."
આદિ બોલે છે...

"હા..."

રાહી બોલે છે...

"ચાલ તો હવે આપડે પાછા આપડી જગ્યા એ જઈએ..."

આદિ બોલે છે અને બન્ને પોતાની જગ્યા પર જઈને બેસી જાય છે...

"ચાલ આપડે બન્ને મુવી જોવા માટે જઈએ..."

આદિ અચાનક બોલે છે...

"પણ હમણાં..."

રાહી બોલે છે...

"હા તો શું વાંધો છે હમણાં..."

આદિ બોલે છે...

પેલા તો રાહી ના પડે છે પણ આદિ ના ગણી વાર કહેવાથી તે બન્ને મોવી જોવા જાય છે...

તે બન્ને ત્યાં પોંચે છે એમાં જ ત્યાં સામે આશિકા દેખાય છે...

જેવી આશિકા આ બન્ને ને ત્યાં જોવે છે તો તેમની પાસે આવે છે...

"અરે તમે બન્ને અહીંયા..."

આશિકા તેમની પાસે આવીં બોલે છે...

"હા બસ મુવી જોવા માટે આવ્યા હતા..."

આદિ બોલે છે...

"હા તો ચાલો હું પણ આવું સાથે આમે મારી સાથે જે ફ્રેન્ડ આવી છે એ તો એના બોયફ્રેન્ડ સાથે બેસે છે તો હું એકલી જ છું આમે..."

આશિકા બોલે છે અને તેમની સાથે મોવી જોવા બેસી જાય છે...

"શું રાહી આશિકા ને જોઈન ગુસ્સો કરશે...?"

"આરતી અને સોહમ ના જીવન માં આગળ શું થશે...?"

"શું આદિ એ જ આશિકા ને ત્યાં બોલાવી છે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...