Prem Thai Gyo - Season 2 - Part 8 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 8

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 8

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 8

અત્યાર સુધી જોયું કે કે રાહી અને આદિ મળીને સોહમ અને આરતી ને ગાર્ડન માં મળવા ભેગા કરે છે અને પછી બન્ને એક કેફે માં જાય છે જ્યાં આશિકા આવે છે...

"ચાલ હવે હું જાઉં પછી મળીએ આપડે..."

આશિકા આટલું બોલી ને ત્યાં થી જતી રે છે...

"હવે આપડે પણ ઘરે જઈએ..."

આદિ બોલે છે અને બન્ને બારે નીકળી જાય છે...

તે બન્ને પોતાના ઘરે જવા નીકળી જાય છે...

"આ આશિકા કોણ છે અને એને એમ કેમ કીધું કે બધી જગ્યા પર આપડે જોડે જ જઈએ છીએ...

જો એની એટલી જ સારી ફ્રેન્ડ છે તો આદિ એ મને એના વિશે પેલા કેમ ના કીધું..."

રાહી આ બધું વિચારતા વિચરતા ઘરે પોચી જાય છે અને જેવી ઘરે પોંચે છે તેના રૂમ માં આરતી અને સોહમ હોય છે તેને જોઈનેરાહી સમજી જાય છે કે કોઈ લોચા તો થયા જ છે...

રાહી જેવી રૂમ માં આવે છે બન્ને તેને જ જોવા લાગે છે અને તેમે ખુરશી પર બેસાડે છે બન્ને તેની સામે આવી ને ઉભા રઈ જાય છે...

થોડા સમય પહેલા...

"હું કેટલા સમય થી રાહ જોતી હતી કે ક્યારે આપડે એક બીજા ને કેશુ..."

આરતી શરમાતા બોલે છે...

'હા, હું પણ રાહ જોતો હતો..."

સોહમ બોલે છે...

"હું બસ તારા બોલવા ની રાહ જોતી હતી..."

આરતી બોલે છે...

"પણ પેલા તો તું જ બોલી ને..."

સોહમ બોલે છે...

"ના મેસેજ તો તે કર્યો હતો..."

આરતી બોલે છે અને તેના ફોન માં સોહમ નો મેસેજ બતાવે છે જેમાં લખ્યું હોય છે કે હું તને પસંદ કરું છું અને આ કેવાની હિંમત હું કેટલા સમય થી ભેગી કરતો હતો પણ કઈ નતો શકતો પણ આજે થોડી હિંમત ભેગી કરી ને તને મેસેજ કરી જ દીધો કે હું તને પસંદ કરું છું અને આજે સાંજે આપડે ગાર્ડન માં મળીશું...

આ મેસેજ જોઈને સોહમ ચોકી જાય છે અને પોતાના ફોન માં આરતી નો મેસેજ બતાવે છે અને મેસેજ માં લખ્યું હોય છે કે હું કેટલા સમય થી રાહ જોઉં છું કે તું મને કઈશ પણ હવે મારા થી વધારે રાહ નઈ જોવાય એટલે આજે હું કઈ દઉં છું કે હું તને પસંદ કરું છું અને તું આજે ગાર્ડન માં આવજે...

આ જોઈને બન્ને ચોકી ગયા હોય છે અને બન્ને ને એક સાથે કંઈક યાદ આવે છે....

"રાહી...."

બન્ને બોલે છે...

*****

આરતી અને સોહમ આમ થી તેમ આટા મારતા હોય છે અને રાહી ત્યાં ચુપચાપ બેઠી હોય છે...

"અરે મને માફ કરી દો, હું તો બસ તમારા બન્ને ની મન ની વાત એક બીજા ને કેવા માં મદદ કરતી હતી..."

રાહી બોલે છે...

"તને એવું કોને કીધું કે હું આરતી ને પસંદ કરું છું અને મેં તને કોઈ દિવસ આવી ને કીધું કે મને આરતી પસંદ છે..."

સોહમ બોલે છે...

"પણ તું હંમેશા જય થી તેને દૂર રાખતો ને..."

રાહી બોલે છે...

"હા એ તો એટલે કે તે સારો છોકરો નથી..."

સોહમ બોલે છે...

આ વાત સાંભળી ને તેને એવું લાગે છે કે તેને આદિ ની વાત માની ને ભૂલ કરી દીધી અને તે નીચું મોઠું કરી ને બેઠી હોય છે, ત્યારે જ હસવાનો આવાજ આવે છે અને જયારે તે સામે જોવે છે તો આરતી અને સોહમ હસતા હોય છે...

"તમે બન્ને મસ્તી કરતા હતા..."

રાહી બોલે છે...

"હા અને થેંક્યુ કે અમારા મન ની વાત એક બીજા સુધી પોહોચાવા માટે..."

આરતી બોલી ને રાહી ના ગળે લાગી જાય છે...

"અરે મને પણ આવા દો..."

સોહમ બોલી ને તે પણ આવી ને તેમના ગળે લાગી જાય છે...

તે ત્રણે વાતો કરતા હોય છે...

"ચાલો તો કાલે આપડે ત્રણે મોવી જોવા માટે જઈએ..."

રાહી બોલે છે...

"અરે કાલે નઈ..."

સોહમ બોલે છે...

"કેમ..."

રાહી બોલે છે..

"આજે હું આરતી સાથે ફરવા જાઉં છું..."

સોહમ બોલે છે...

"અરે હવે તમે બન્ને મને મૂકી ને જશો..."

રાહી બોલે છે...

"રાહી બસ એક જ દિવસ પછી આપડે બધી ભેગા જ જાશું ને..."

સોહમ બોલે છે...

"હા તો ચાલો હવે બન્ને જાઓ મારી રૂમ માં થી તમારા બન્ને ના લીધી આજે હું વેલી ઉઠી હતી અને મને થાક લાગ્યો છે..."

રાહી બોલે છે અને બન્ને ને રૂમ ની બારે નીકળવાનું કે છે...

"અરે તું આ રીતે અમને ના નીકળી શકે..."

આરતી બોલે છે...

"હું કરી શકું છું...."

રાહી બોલી ને બન્ને ને બારે નીકળી દે છે...

"આ હંમેશા આપડા ને આ રીતે જ રૂમ ની બારે નીકળી દે છે..."

સોહમ બોલે છે અને બન્ને ત્યાં થી નીકળી ને પોતાના ઘરે જાય છે...

આજે આરતી અને સોહમ બઉજ ખુશ હોય છે કેમ કે આજે બન્ને એ પોતાના મન ની વાત એક બીજા ને કઈ દીધી અને તેમને એક બીજા નો સાથ મળી ગયો...

આરતી હજુ ઘરે પોચી જ હતી અને ત્યારે જ સોહમ નો ફોન આવે છે...

"અરે હજુ હું હમણાં જ ઘરે આવી છું..."

આરતી બોલે છે...

"હા તો શું થયું મને તારી સાથે વાત કરવાનું મન થયું..."

સોહમ બોલે છે...

"અત્યાર સુધી આપડે ભેગા તો હતા..."

આરતી બોલે છે...

"તો પણ મને તારી સાથે વાતો કરવી છે હજુ..."

સોહમ બોલે છે...

તે બન્ને એક બીજા સાથે વાતો કરવા લાગે છે અને વાત કરતા કરતા જ બન્ને સુઈ જાય છે...

રાહી જેને સોહમ અને આરતી ને તો એક કરી દીધા પણ તે પોતે એક મુંજવણ માં હતી...

તેને આશિકા ને આદિ સાથે આ રીતે વાત કરતા જોઈ ને નતું ગમતું...

"જે રીતે હું આદિ ની ફ્રેન્ડ છું એ રીતે પણ એ આદિ ની ફ્રેન્ડ તો મને કેમ આ ના ગમ્યું...

"શું હું આદિ ને પસંદ કરવા લાગી છું પણ..."

આ બધું રાહી ના મન માં ચાલતું હોય છે અને ક્યારે તે સુઈ જાય છે તેને દયાન નથી રેતુ...

આ બાજુ આદિ રૂમ ની બારે ઉભો હોય છે...

"આશિકા દરવાજો ખોલ અને મારી વાત સાંભળ..."

આદિ બોલે છે...

"હું નથી સાંભળવાની કોઈ વાત અને જતો રે તું અહીંયા થી મારે કોઈ વાત નથી કરવી તારી સાથે..."

આશિકા બોલે છે...

આદિ ગણી વાર સુધી દરવાજો ખખડાવે છે પણ આશિકા દરવાજો ખોલતી જ નથી એના લીધે આદિ કંટાળી જાય છે...

"જો હવે તું દરવાજો નઈ ખોલે તો હું તારા સાથે ક્યારે વાત નઈ કરું..."

આદિ ગુસ્સા માં બોલે છે ત્યારે જ દરવાજો ખુલવાનો આવાજ આવે છે...

"આશિકા કોણ છે...?"
"શું રાહી ને આદિ ગમવા લાગ્યો છે...?"
"આરતી અને સોહમ સ્ટોરી માં આગળ શું થશે...?"


જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...