ૐ નમઃ શિવાયઃ
પ્રેમ થઇ ગયો Part - 7
અત્યાર સુધી આપણે જોયું કે રોજ રોજ ના આરતી અને સોહમ ના જગડા થી રાહી કંટાળી ગઈ હોય છે અને જયારે આદિ રાહી ને આટલા ગુસ્સા માં જોવે છે તો તેને તે બન્ને વિશે જાણવા મળે છે અને તે રાહી ને એક આઈડિયા આપે છે અને તેને સાંભળતા જ રાહી ખુશ થઇ જાય છે...
રાહી રાતે ઘરે જઈને તે આઈડિયા વિશે જ વિચારતી હોય છે...
"બસ આ આદિ નો આઈડિયા કામ કરી જાય અને તે બન્ને એક બીજા ને મન વાત કઈ દે તો એ બન્ને ના જગડા બંધ થઇ જાય..."
રાહી વિચારતા વિચારતા જ સુઈ જાય છે...
વેકેશન ચાલવા છતાં પણ આજે રાહી વેલા ઉઠી ને તૈયાર થઇ ગઈ હોય છે અને તે ઘર ની બારે જતી જ હોય છે ત્યારે ગૌરી બેન તેને જોવે છે...
"તું આટલી વેલી ક્યાં જાય છે..."
ગૌરી બેન બોલે છે...
"હું આરતી ના ઘરે જાઉં છું..."
રાહી બોલે છે...
"હજુ તો સવાર ના 8 વાગ્યા છે અને તે નાસ્તો પણ નથી કર્યો..."
ગૌરી બેન બોલે છે અને એને નાસ્તો કરવા બેસાડી દે છે...
"અરે આ મમ્મી પણ મારે જલ્દી જવું પડશે નઈ તો આજે આ કામ નઈ થાય..."
રાહી મન માં વિચારે બોલે છે અને જલ્દી થી નાસ્તો કરી ને આરતી ના ઘરે જવા માટે નીકળી જાય છે...
"good morning...
આરતી ક્યાં છે..."
રાહી આરતી ની મમ્મી ને પૂછે છે...
"good morning બેટા અને એ એના રૂમ માં જ છે..."
આરતી ના મમ્મી બોલે છે...
રાહી સીધી જ આરતી ના રૂમ માં જાય છે અને ત્યાં આરતી રૂમ માં નથી હોતી...
"આરતી... આરતી..."
રાહી બોલે છે...
"અરે હું બાથરૂમ માં છું..."
આરતી બોલે છે...
ત્યારે રાહી ત્યાં કંઈક ગોતવા લાગે છે જેવી તેની નજર ફોન તરફ જાય છે તે જોઈને તેના ફેસ પર એક સ્માઈલ આવી જાય છે...
તે જઈને ફોન માં કંઈક કરે છે અને ત્યારે જ ત્યાં આરતી આવી જાય છે...
"તું આટલી વેલી અહીંયા.."
આરતી બોલે છે...
આરતી નો આવજ સાંભળી ને તે પેલા તો થોડી ગફરાઈ જાય છે પણ પોતાને શાંત કરે છે...
"અરે મને થયું કે આજે વેલા ઉઠી જાઉં તો એટલે..."
રાહી બોલે છે...
"હા તો ચાલ હું પણ તૈયાર થઇ જ ગઈછું આપડે નાસ્તો કરીએ..."
આરતી બોલે છે...
"અરે તું નાસ્તો કર હું નાસ્તો કરી ને આવી છું...
ચાલ મને એક કામ યાદ આવ્યું હું આવું થોડી વાર પછી..."
રાહી આટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે...
"આજે આને શું થયું છે...?"
આરતી મન માં વિચારે છે...
રાહી ત્યાં થી સોહમ ના ઘરે જાય છે અને સોહમ એની રૂમ માં સૂતો હોય છે...
"ચાલો આ કુમકરણ તો સૂતો જ છે..."
રાહી મન માં વિચારે છે અને એનો ફોન લઈને કંઈક કરવા લાગે છે...
પછી જ્યાં હતો ત્યાં જ ફોન મૂકી ને સોહમ ને ઉઠાડવા લાગે છે...
"શું છે તારે રાહી અને શું કરે છે આટલી વેલી અહીંયા..."
સોહમ ચિડાઈ ને બોલે છે...
"હું ના આવી શકું શું..."
રાહી બોલે છે ખોટો ગુસ્સો બતાવે છે અને ત્યાં થી નીકળી જાય છે...
"અરે આ તો તારું જ ઘર છે આવી શકે..."
સોહમ બેડ પર થી ઉભો થઇ ને બોલે છે પણ જેવું તે જોવે છે તો ત્યાં રાહી નથી હોતી...
"હવે આ ક્યાં ગઈ...
આને પણ જલ્દી ખોટું લાગી જાય છે..."
સોહમ બોલે છે અને ફરી સુઈ જાય છે...
*****
આજે રોજ ના સમય કરતા વેલા જ રાહી લાઇબેરી માં પોચી ગઈ હોય છે...
"તને શું લાગે છે કે આપડો આઈડિયા કામ કરશે...:"
રાહી બોલે છે...
"અરે આ મારો આઈડિયા છે કામ કરશે જ..."
આદિ બોલે છે અને તે બન્ને ત્યાં થી નીકળી ને એક ગાર્ડન માં જાય છે...
તે બન્ને ત્યાં એવી જગ્યા પર બેઠા હોય છે જેના થી તે બન્ને ને કોઈ જોઈ ના શકે....
ત્યારે જ ત્યાં સોહમ આવતો દેખાય છે...
"જો સોહમ તો આવી ગયો..."
રાહી બોલે છે અને આદિ પણ તે તરફ જોવે છે...
ત્યારે ત્યાં એક છોકરી આવે છે અને તેને જોઈને તો રાહી પણ ચોકી જાય છે...
"અરે આ આરતી કેમ તૈયાર થઈને આવી છે..."
રાહી બોલી ને હસવા લાગે છે...
આરતી આજે એક સુંદર ડ્રેસ પેરી ને આવી હતી અને તે ગાર્ડન માં પેરી ને તો આવી શકાય એવો તો નતો જ...
તેને જોઈને તો સોહમ પણ ચોકી ગયો હતો પણ તે સામાન્ય થતા તેને તેની બાજુ માં બેસવા નું કે છે...
તે બન્ને આજે પેલી વાર એક બીજા ને જોઈને શરમાતા હતા...
તે બન્ને ને આ રીતે જોઈને રાહી અને આદિ હસતા હોય છે...
"ચાલ રાહી આપણું કામ થઇ ગયું હવે આ બન્ને ને અહીંયા એકલા રેવા દે..."
આદિ બોલે છે...
"ના હજુ મારે જોવું છે..."
રાહી બોલે છે...
"અરે પાગલ આમ કોઈને ના જોવાય અને કોઈ આપડા ને અહીંયા આ રીતે જોશે તો ખોટું સમજશે..."
આદિ બોલે છે અને ત્યારે તેને પણ સમજાય છે કે આદિ શું કેવા માંગે છે તો તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...
"હવે લાઇબેરી માં જવાનું મન નથી મારુ અને ભૂખ પણ લાગી છે..."
આદિ બોલે છે...
"ભૂખ તો મને પણ લાગી છે..."
રાહી બોલે છે...
તે બન્ને ને ત્યારે સામે જ એક પાણીપુરી વાળો દેખાય છે અને બન્ને એક બીજા ની સામે જોવે છે...
"ચાલ જલ્દી હવે..."
આદિ બોલે છે અને રાહી તેની સાથે ત્યાં જાય છે...
તે બન્ને પાણીપુરી તો ખાઈ લે છે પણ હજુ આદિ ને કોફી પીવી હોય છે...
તો તે બન્ને નજીક ના એક કેફે માં જાય છે અને ત્યારે ત્યાં એક છોકરી આવી જાય છે અને તે આવી ને સીધી આદિ ની સામે ઉભી રઈ જાય છે...
"આશીકા..."
તેને જોઈને આદિ બોલે છે...
"હા હું અહીંયા અને તું અહીંયા શું કરે છે..."
આશિકા બોલે છે...
"હું તો બસ કોફી પીવા આવ્યો તો..."
આદિ બોલે છે...
"હા તો મને પણ કઈ શકતો હતો ને તું
આમ તો બધી જગ્યા પર મને સાથે લઈને જ જાય છે..."
આશિકા બોલે છે...
ત્યારે આશિકા ની નજર તેની સામે બેઠી રાહી પર જાય છે અને તે આશિકા ને જ જોતી હોય છે...
"hi...હું આશિકા..."
આશિકા એક સ્માઈલ સાથે બોલે છે...
"હું રાહી..."
રાહી પણ સ્માઈલ આપી ને બોલે છે...
"શું આરતી અને સોહમ એક બીજા ને મન ની વાત કેવા ભેગા થયા છે...?"
"હવે આ આશિકા કોણ છે અને શું તેના લીધે આદિ અને રાહી વચ્ચે કોઈ ટેન્શન થશે...?"
"શું રાહી ને આશિકા ને આદિ ને મળતા જોઈ જલન થશે...?"
જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...
જોડાયા રહો મારી સાથે...
પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...