Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 56 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 56

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 56

શતરંજના પ્યાદા

          બાદશાહ અકબર રાજકારણની શતરંજના અઠંગ ખેલાડી હતા. સમયસર સોગઠી મારવામાં તેઓ અજોડ હતા. તેઓ શતરંજના ખેલમાં જે પ્યાદાઓ ગોઠવતા તે સચોટ પૂરવાર થતા. બાદશાહે જોયું કે, રાજપૂતો ખૂબ જ સ્વાભિમાની છે. જબરા સંવેદનશીલ છે. ઝેર ઝેરને મારે એ ન્યાયે રાજપૂતોમાં ભાગલાં પડાવ્યા. રાજપૂતાનાની મજબૂત રાજકીય ધરી એટલે મેવાડ, મારવાડ અને આંબેર રાજ્યની એકતા આ એકેયમાં આંબેરને પોતાના પક્ષે ભેળવી લીધું ન ધારેલા ભાગલા રાજપૂતોમાં પડ્યા. રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસ મારફતે રાજપૂતાનામાં પોતાના પગડંડો જમાવી દીધો.

બાદશાહ પ્રત્યક્ષ રીતે સામ્રાજ્યવાદની વાતો કરતા ન હતા. પ્રજાની ભલાઇ માટે વિશાળ સામ્રાજ્યની મધુર કલ્પના વહેતી મૂકતા. સર્વ ધર્મ સહિષ્ણુ હોવાનો દેખાવ કરતા. આથી પ્રજા બાદશાહથી ખુશ રહેતી. બાદશાહની વિજયકૂચમાં જો મેવાડ આડું ન આવ્યું હોત તો ઇ.સ. ૧૫૭૬ પછી અકબરશાહ મહાન સરમુખત્યાર બની જાત. રાજપૂતોનો ઉપયોગ કરી લઈને એમને ઉપેક્ષાની ઉંડી ખીણમાં ધકેલી દેત. પરંતુ મેવાડપતિ મહારાણા પ્રતાપે અણનમ રહીને લડત આપી. એથી અકબરશાહની ચાલ ધીમી થઈ ગઈ.

મેવાડના મહારાણા જબરજસ્ત શિકસ્ત આપવાની મોગલ શહેનશાહે તૈયારી કરી દીધી. દાવ બરાબર ગોઠવાઇ ગયો હતો.  આ વખતે શેતરંજની ચાલના બે જબરજસ્ત  પ્યાદા બાદશાહ પાસે હતા. એક હતા આંબેરના કુંવર માનસિંહ અને બીજા હતા મેવાડના કુંવર શક્તિસિંહ.

મેવાડના ભાવિ યુદ્ધમાં આ બંનેનો ક્યાં ઉપયોગ કરવો એ પણ  બાદશાહે મનોમન વિચારી લીધું હતું.

મેવાડ પર આક્રમણ કરવા એક લાખની કુશળ સેના અલગ તારવી હતી. કીકો રાણો શરણે આવે એવા તમામ પ્રયાસો કરવા અને નહીં તો યુદ્ધમાં એને બંદી બનાવી લેવો. હઠીલો રાણો યુદ્ધ કરતાં કરતાં મોતને ભેટે તો?   

આ પરિસ્થિતિનો વિચાર કરતાં જ મોગલે- આઝમને શ્ક્તિસિંહનો એક આબાદ ઉપયોગ કરવાનો કિમિયો સૂઝ્યો. મેવાડીએ બિનમેવાડીને હર્ગિઝ પોતાના શાસક તરીકે પસંદ ન કરે ત્યારે મેવાડના ગાદીપતિ તરીકે કુંવર શક્તિસિંહને બેસાડ્વો.

અજમેરના સૂબા તરીકે રહીમખાનને નિયુક્ત કરી દેવા. આ રીતે રાજપૂતાઅનાનો પ્રશ્ન દીર્ઘકાળ માટે હલ કરવો.

બાદશાહ માટે શ્ક્તિસિંહ આ રીતે મહત્વનો સામંત હતો. શક્તિસિંહને સ્વયં મહારાણાએ અપમાનિત કર્યો હતો. એટલે સંભવ છે યુદ્ધ શક્તિસિંહ જ પ્રતિશોધ લેવા સ્વયં મહારાણાનો વધ કરે.

એકવાર શક્તિસિંહ મેવાડપતિ બને પછી એની મારફતે વિદ્રોહી તત્વોની સાફસૂફી, આસાનીથી કરી નાખવી. નાગરાજનું ઝેર કાઢી લીધા પછી ભલેને નાગરાજ વનમાં ફર્યા કરતો.

“રાજા માનસિંહ, હું તમને કુંવર શક્તિસિંહની અંગત કાળજી રાખવાની ભલામણ કરું છું. એ આપણા મેવાડ અભિયામ વખતે ખાસ કામનો માણસ છે. હું તો માનું છું કે એ ભાવિ મેવાડપતિ છે જે આપણા માટે ત્યાં કામ કરશે.

રાજા માનસિંહ બાદશાહનો અભિપ્રાય જાણી વધુ ખુશ થયો.

મોગલ સામ્રાજ્યમાં પણ બે પ્રતિસ્પર્ધી જૂથ હતા. રાજપૂત જૂથના આગેવાન રાજા માનસિંહ હતા અને મોગલ જૂથના આગેવાન અઝીઝ કોકા, સરદાર મહંમદખાન, શાહબાઝખાન, બહલોલખાન લોદી ઉર્ફે રાજા મસ્જીદ હતા. બંને કાયમ પોતાના જૂથની શ્ક્તિ વધે એવા પ્રયત્નો કરતા. રાજા માનસિંહ વિચારવા લાગ્યા. જો મેવાડ વિજયનો યશ મને મળે અને મેવાડી ગાદીએ કુંવર શક્તિસિંહ આવે તો રાજપૂત લોબી ખૂબ બળવાન થઈ જાય. માનસિંહ મેડતાના રાવ હેમુની માફક બાદશાહને શોભાનું પૂતળું રાખવા અને નેપથ્યમાંથી પોતાની સત્તા વધારવામાં માનતા હતા આથી મહારાણા પ્રતાપ કરતં શક્તિસિંહ મેવાડની ગાદીએ હોય્તો તે વધુ અનુકૂળ રહે અને પછી તો રાજપૂતાના રાજપૂતોમાં પણ પોતે સર્વેસર્વા બની જાય જે સ્થાન આજે કીકો રાણો ભોગવે છે એ સ્થાન પોતાને મળે તો એનું જીવન ધન્ય બની જાય.

રાજપૂત લોબી કુંવર શક્તિસિંહ સત્તાધારી બને તો ખૂબ મજબૂત બને અને છેવટે મોગલ સલ્તનતનો શહેનશાહ પન એક પ્રચ્છન્ન રાજપૂત જ, શાહજાદો સલીમ બનવાનો ને, બાદશાહ ભલે મોગલ હોય પરંતુ વર્ચસ્વ તો રાજપૂતોનું જ રહેવું જોઇએ

હવે શક્તિસિંહના માનપાન વધી ગયા. આ વાતથી શક્તિસિંહ તો અજાણ હતો.

કુંવર શક્તિસિંહનો મેવાડમાં મહારાણા તરીકે ઉપયોગ કરવાની કલ્પના મૂળ મલિકા-એ-આઝમ જોધાબાઇની હતી. પરંતુ આ યોજનાને ખૂબ સાવધાનીથી આગળ વધારવાની હતી.

આ વાત ત્રણ માનવીઓજ જાણતા હતા.

બાદશાહને પોતાના વિજય માટે સહેજ શંકા હતી. શું પાંચ માણસ એક માણસને ન હારાવી શકે? રાજા માનસિંહ તો  મેવાડીઓના શૌર્યની ઉંચી અંકાતી કિંમતથી ખૂબ ગુસ્સે થઈ જતા.

રાજા માનસિંહનું પણ એક સ્વપ્ન હતું. બળ અને લક્ષ્મી વધારવાનું એમાં વળી સ્વતંત્રતા અને યજ્ઞ જેવી વાતોને વળગીને પ્રતાપ અવરોધ કાં નાખે? આથી જ તે જ્યારે જ્યારે મોકો મળતો કુંવર શક્તિસિંહના હૈયામાં બદલાની આગ વધાર્યા કરતાં હતા.