આપણે આગળ જોયું કે જસુબેન અને મનુભાઈ રાજકોટ ભાઈ ના 🏠ઘરે રોકાણા હોય છે અને એક દિવસ જસુબેન ના મોટા બહેન અને બનેવી રાજકોટ ભાઈ ના ઘરે આવે છે અને તેમને
જસુબેન બધી જ વિગત વાર વાત કરે છે જસુબેન ની વાત સાંભળી ને મોટા બહેન ને પણ દુઃખ થાય છે અને બપોર થતાં બધા સાથે ભાઈ ના ઘરે જમે છે ભાઈ તો નોકરી ઉપર ગયા હોય છે પણ
ભાભી બધને પ્રેમ થી જમાડે છે અને ભાભી મોટા બહેન તથા બનેવી ને આજે રોકાઈ જવાનું કહે છે કે સાંજે તમારા ભાઈ આવે એટલે જસુબેન નુ કેમ ગોઠવણ કરવી એ બાબતે તમારા ભાઈ ને મદદ મળશે એટલે તમો આજનો દિવસ રોકાઈ જાઓ ત્યારે મોટા બહેન કહે છે કે એમાં શું જસુબેન ને અમે અમારા ગામ લઈ જઈએ ત્યારે ભાભી કહે છે કે તમો આજ રોકાવ રાત્રે તમારા ભાઈ
નોકરી ઉપરથી આવે એટલે નકકી કરજો અને મોટા બહેન ભાભી ના આગ્રહ થી રોકાઈ જાય છે
શાંજે મોટા ભાઈ નોકરી ઉપર થી ઘરે પાછા આવે છે અને મોટા બહેન ને જોતા રાજી થાય છે અને વિચારે છે કે હાસ હવે જસુબેન ની ગોઠવણી કરવામાં મને મદદ મળશે અને પછી બધા જમવા માટે બેશેછે અને જમતા જમતા જસુબેન ની વાત કરે છે ત્યારે મોટા બહેન ભાઈ ને કહે છે કે અમો જસુબેન ને અમારી સાથે
અમારા ગામ લઈ જઈએ ત્યાં જઈને આજુબાજુ ના ગામ મા દુકાન કરાવી આપશું ત્યારે મોટા ભાઈ ને આંનદ થાય છે કે હાસ જસુબેન ની ગોઠવણ તો થઈ તેથી તેમને થોડી ચિંતા તો હળવી થઈ મોટા ભાઈ બધા ને બહાર લઈ જાય છે અને જસુબેન તથા મનુભાઈ ને તથા નરેન ને કપડાં અપાવે છે અને બધા સોડા પીને ઘરે
આવે છે અને જસુબેન ને મોટા બહેન સાથે ગામડે મોકલવા નો નિણૅય કરે છે અને કહે છે કે મારી કાઈ પણ જરૂર હોય મને કે જો
અને બધા સુઈ જાય છે
સવારે જસુબેન મોટા બહેન સાથે જવા રવાના થયા છે અને મોટા ભાઈ બસસ્ટેન્ડ મુકવા જાય છે અને જસુબેન ને કાઈ ચિંતા ન કરવા કહે છે મોટા બહેન ના 🏠ઘરે રોકાજો સમય જતાં બધુ ગોઠવાઈ જશે અને હું પણ મોટા બહેન ના ઘરે આટો મારીસ તમો ચિંતા ન કરતાં અને બસ આવતા બધા બસ મા બેસીને રવાના થાય છે આગળ જતાં ટંકારા ગામે બસ સ્ટોપ થતાં બધા ચા પાણી પીવા નીચે ઉતરે છે ચા પાણી પીને બધા લોકો બસ મા બેસે છે થોડી વાર થતાં બસ ઉપડે છે અને મોરબી આવતા બસસ્ટેન્ડ મા
બસ ઉભી રહે છે અને બધા નીચે ઊતરે છે કારણ મોરબી થી મોટા
બહેન ના ગામ જવાની બસ બદલવાની હતી.
બધા બસ આવે તેની રાહ જુએ છે બસને આવવા મા હજી વાર હતી કારણ કે ગામડે જવા ની એકાદ બે બસ માંડ જતી હોય રાહ જોવી પડે બાકી બીજા વાહનો તો કાઈ મળે નહિ આ વરસો પહેલાં ની વાત છે ને બધા બસ ની રાહ જોતા હોય છે ને ડેપો માથી જાહેરાત થાય છે કે બસ બીજા ગામડે ફેરો કરવા ગઈ હોય છે ત્યા બસને પંચર થતાં બસ ને પંચર થાય પછી બસ આવશે પછી બસ મુકવામાં આવે છે એટલે મોડું થશે એટલે બઘા આરામ થી બેસો થોડી વાર થતાં બસ આવે છે અને બસ પ્લેટફોર્મ ઉપર બસ મુકાતા બધા બસમાં બેસેશે અને નીરાત ની સાંસલેછે સમય થતાં બસ ગામડે જવા બસ ઉપડે છે હવે ગામડે જઈને જસુબેન સાથે ભાગ્ય કેવા ખેલ ખેલે છે ઈ આપડે જોશુ આવતા એપિસોડ મા. (કૃમશઃ)