Prem Thai Gyo - Season 2 - Part 6 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 6

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 6

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 6

અત્યાર સુધી આપડે જોયું કે રાહી આદિ ને મનાવા માટે એક લોકેટ લાવે છે જેના પર A બનેલો હોય છે અને આ જોઈ ને આદિ ખુશ થઇ જાય છે અને આદિ તેને માફ પણ કરી દે છે...

"હા જો આજે તને ગમતી બુક લઈને રાખી છે મેં..."

આદિ બોલે છે અને રાહી ના હાથ માં બુક આપે છે...

"તું આજે કઈ બુક વાંચીશ..."

રાહી બોલે છે...

"કેટલા સમય થી મારે પૃથ્વીવલ્લભ બુક વાંચવી હતી, આજે હું એ જ વાંચીશ..."

આદિ કે છે...

"તું વાંચી રહે પછી મને પણ આપજે હું પણ એ જ બુક તું વાંચી લે પછી વાંચીશ...."

રાહી બોલે છે...

બંને નું દયાન હવે તેમની બુકો માં જાય છે અને તે વાંચવા લાગે છે....

"આદિ તારા નંબર આપ મને, હું હવે નઈ આવાની હોઉં, કે કાય કામ હોય તો તને ફોન કરી ને કઈ દઈશ...."

ત્યાં જ રાહી ને કંઈક યાદ આવે છે, અને તે આદિ સામે જોઈ ને બોલે છે....

"હા..."

આદિ બોલી ને તેને પોતાનો નંબર આપે છે અને તે બન્ને પોતાની બુક વાંચવા માં લાગી જાય છે...

જયારે આદિ ઘરે જતો હોય છે ત્યારે તેને રાહી માટે કોઈ વસ્તુ લેવાનો વિચાર આવે છે અને તે ગિફ્ટ સોપ તરફ જાય છે...

રાહી માટે ગિફ્ટ તો લઈલે છે પણ તેના મન માં એમજ થતું હોય છે કે આ વસ્તુ તેને ગમશે તો ખરીને....

*****

બીજા દિવસે આદિ બેઠો હોય છે અને રાહી આવીને તેની બાજુ માં બેસી જાય છે અને એક બુક લાઈન વાંચવા લાગે છે...

ત્યારે જ આદિ પોતાના પોકેટ માંથી એક બોક્સ નીકળી ને તેની સામે રાખે છે...

"આ શું છે..."

રાહી તે બોક્સ ને જોઈને બોલે છે...

"આ તારા માટે લાવ્યો છું..."

આદિ બોલે છે...

રાહી ખુશ થઈને તે બોક્સ ખોલે છે અને તેમાં એક ગાડ઼િયાલ હોય છે...

"અરે આ તો બઉજ મસ્ત છે..."

રાહી ખુશ થઈને બોલે છે...

"તને ગમી ને બસ..."

આદિ બોલે છે અને બન્ને પોતાની બુક વાંચવા લાગી જાય છે...

થોડા દિવસો આમજ જતા રે છે જેમ જેમ દિવસો જાય છે, તેમ તેમ રાહી અને આદિ એક બીજા વિશે વધુ જાણવા લાગે છે....

આદિ ના મન માં હજુ પણ એ ચાલતું હોય છે કે સોહમ કોણ છે પણ તે તેને પૂછવાની હિંમત નથી કરી શકતો...

*****

આદિ આવીને બેઠો હોય છે પણ રાહી ની કોઈ ખબર નથી હોતી...

"આને મારી પાસે થી તો નંબર તો લઇ લીધો પણ એનો આપવાનું ભૂલી ગઈ..."

આદિ મન માં વિચારતો હોય છે ત્યારે જ તેને સામે થી રાહી આવતી દેખાય છે...

"સારું થયું આ આવી ગઈ નઈ તો આ ગઈ જ હતી..."

આદિ બોલે છે....
"એક-બીજા ને પસંદ કરે છે, તો કઈ દે તો પણ બસ બન્ને ને એ જ છે કે સામે વાળું જ કે..."

આજે રાહી લાઇબેરી આવે ત્યારે બઉ ગુસ્સામાં હોય છે અભિ ના બાજુ માં બેસતા બોલે છે...

"અરે શું થયું કેમ આટલી ગુસ્સા માં છે અને કોણ કોને પસંદ કરે છે..."

આદિ તેની સામે જોઈ ને બોલે છે...

"અરે સોહમ અને આરતી..."

રાહી બોલે છે...

"આ કોણ છે...?"

આદિ બોલે છે...

"આરતી મારી નાનપણ ની ફ્રેન્ડ છે અને સોહમ મારા કાકા નો છોકરો છે એ બન્ને એક બીજા ને પસંદ કરે છે પણ એક બીજા ને કેવા ની હિંમત નથી એમના માં..."

રાહી એક જ શ્વાસ માં બોલી જાય છે...

આ સાંભળી ને ખબર નઈ કેમ પણ આદિ ને ખુશી થતી હતી, કે સોહમ રાહી નો ભાઈ છે, એ એના વિચારો માં જ હોય છે....

"આદિ...આદિ....તને કઉ છું સાંભળે છે તું..."

રાહી બોલે છે...

"હા....સાંભળું છું...."

આદિ બોલે છે...

"હા તો આ બન્ને વિશે જ કેતી હતી કે આ એક બીજા ને પસંદ કરે છે પણ એક બીજા ને કેતા નથી..."

રાહી બોલે છે...

"તું આખી વાત કે તો મને થોડું સમજાય અને આ રીતે પહેલી ના બુજાવીશ..."

આદિ બોલે છે...

"હા..."

રાહી બોલે છે અને બધું જ આદિ ને કેવાનું ચાલુ કરે છે...



થોડા સમય પહેલા...

આરતી અને સોહમ બન્ને રાહી ના રૂમ માં બેઠા હોય છે....ત્રણે વાતો કરતા જ હોય છે ત્યાં આરતી ના ફોન ની રિંગ વાગે છે......

તેના પર જય નામ હોય છે.....આરતી ફોન ઉપાડી ને ત્યાં થી બારે જાય છે....

"અરે આમ બારે શું કામ ગઈ અહીંયા બેસી ને પણ વાત કરી શકે ને....."

આ જોઈ ને સોહમ બોલે છે....

"વાંધો નઈ હમણાં આવશે પાછી...."

રાહી બોલે છે...

થોડી વાર માં આરતી આવે છે અને તેના મોઠા પર એક મોટી સ્માઈલ હોય છે....

"એવી તો શું વાત થઇ ગઈ કે તું આટલી ખુશ છે..."

સોહમ બોલે છે....

"ગમે તે વાત થઇ હોય અમારી તને શું કામ કઉ.... રાહી હું ઘરે જાઉં છું...."

આરતી બોલે છે અને કોઈ નો જવાબ સાંભળ્યા વગર જ ત્યાં થી નીકળી જાય છે...

"આ જય સારો છોકરો નથી આરતી શું કામ તેની સાથે વાત કરે છે...."

સોહમ ગુસ્સામાં બોલે છે....

"એ આમારો સ્કૂલ નો ફ્રેન્ડ છે..."

રાહી બોલે છે...

"હા તો એ તારો પણ ફ્રેન્ડ છે ને અને તને તો એ મળવા માટે નથી બોલાવતો..."

સોહમ ગુસ્સા માં બોલે છે...

"તું આરતી ને પસંદ કરે છે ને...?"

રાહી બોલે છે...

"એવું કાય નથી અને હા મારે થોડું કામ છે હું ઘરે જાઉં છું....."

સોહમ થોડો વાત બદલતા બોલે છે....

સોહમ ના જતા જ આરતી ફરી રૂમ માં આવે છે...

"તું અહીંયા જ હતી..."

રાહી બોલે છે..

"હા અને હું સોહમ ની વાત સાંભળતી હતી..."

આરતી બોલે છે...

"તો જય નો ફોન આવ્યો..."

"એને તો બસ એમજ ફોન કર્યો હતો..."

રાહી બોલે તે પેલા આરતી બોલે છે...

"તો તું સોહમ ને કઈ શકે ને જોયું નઈ તે એ કેટલા ગુસ્સા માં અહીંયા થી ગયો છે..."

રાહી બોલે છે...

"હા તો એ મને કઈ શકે ને કે મને પસંદ કરે છે..."

આરતી બોલે છે..

"તું પણ કઈ શકે ને..."

રાહી બોલે છે...

"ના પેલા કેસે તો સોહમ જ..."

આરતી બોલે છે....

"તમને બન્ને ને જે ઠીક લાગે એ કરો હું જાઉં છું લાઇબેરી..."

રાહી ગુસ્સા માં બોલે છે...

આ બન્ને એક બીજા ને પસંદ કરે છે પણ બન્ને એક ઝિદ માં છે કે કોણ પેલા કેસે અને આ રીતે જ ઝગડતા રહશે....

જયારે બધી વાત રાહી આદિ ને કહી દે છે ત્યારે....

"હું તને કહું એટલું તું કરજે..."

આદિ બોલે છે....

આદિ રાહી ને એક આઈડિયા આપે છે...રાહી સાંભળીને ખુશ થઇ જાય છે......

"શું આડિયા આદિ એ આપ્યો હશે..?"
"રાહી બન્ને ને મળાવી શકશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...