Runanubandh - 26 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 26

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ઋણાનુબંધ - 26

વિતાવ્યા એમ નથી વિતાવવાના દિવસો બાકીના,
જીવ્યા એમ નથી જીવવાના દિવસો બાકીના,
સ્નેહ, સાથ, વિશ્વાસે પરસ્પર હુંફાળી લાગીણીના સાથીરૂપી
દોસ્ત! જીવનના એકમેકના સંગાથે જીવશું પ્રેમથી દિવસો બાકીના,

પ્રીતિના પ્રેમની લાગણીથી લથબથ જવાબ વાંચીને અજય પ્રીતિને મળવા ખુબ ઉત્સાહિત થઈ ગયો હતો. એને તરત પ્રીતિને ફોન કર્યો હતો. પ્રીતિ એ બધા મહેમાનોથી થોડા દૂર જઈને ફોન ઉપાડ્યો હતો.
'હેલ્લો.'

'હેલ્લો મારી જાન. આઇ લવ યુ માય ડાર્લિંગ. મિસ યુ સો સો મચ..' એકસાથે એકી શ્વાસે બોલતાં એક ચુંબન ફોનમાં જ અજયે પ્રીતિને કરી દીધું હતું.

'લવ યુ ટુ માય જાન, એન્ડ ઓલ્સો મિસ યુ.'

'અરે! હજુ કંઈક તું ભૂલી કે રસ્તામાં ક્યાંય અટવાયું?'

'એ રૂબરૂ.'

'આ બે દિવસમાં તો મારો જીવ રાહ જોઈને થાકી જશે. ચાલ જલ્દી આપ તો..'

"અમમ ના... એ તો રૂબરૂ જ.'

'ઓકે તો હવે મેસેજ કે ફોન પણ ન કરતી એ પણ રૂબરૂ..' ગુસ્સામાં અજયે ફોન જ કાપી નાખ્યો.

પ્રીતિને આમ અજયે ફોન મુક્યો એ ન ગમ્યું. તેણે અજયને સામેથી ફોન કર્યો. અજયે રિંગ કાપી નાખી. ફરી પ્રીતિએ પ્રયાસ કર્યો, પણ અજયે ફોન ન જ ઉપાડ્યો.

અનુભવી શકે તો અનુભવ મારુ એક ગાઢ ચુંબન
વણસ્પર્શે જો ન અનુભવે તો વ્યર્થ મારુ આ ચુંબન
પ્રેમ મારો પવિત્ર છે અને રહેશે જ ફક્ત તારા માટે જ..
દોસ્ત! તને અને મને એક કરશે આ ચુંબન.

અજયે પ્રીતિનો મેસેજ વાંચ્યો, વાંચીને એ ખુબ લાગણીવશ થઈ ગયો હતો. અજયે ખુબ સરસ લાગણી છલકાવતો મેસેજ પ્રીતિને કર્યો હતો. બંને એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા હતા.

સૌમ્યા સાંજીના ગીત માટે બ્યુટિશિયનને લઈ ને આવી ગઈ હતી. આજની સંગીતસંધ્યા માટે ફોટોગ્રાફર પણ આવી ગયા હતા. બધા ખુબ જ ખુશ હતા. પૌરાણીક ગીત તો વળી ફટાણા અને અનેક નતનવીન ગીતથી ઘર ગુંજી રહ્યું હતું. અને એમાં બધાની મધ્યમાં રહેલ પ્રીતિ કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. વળી, આજ તો અજયના પ્રેમનો શેરડો પણ લાલાશબની એના ગાલ પર ચમકી રહ્યો હતો જે પ્રીતિને વધુ સુંદર બનાવવામાં ભાગ ભજવી રહ્યો હતો.

પ્રીતિને ત્યાં જેવી ધૂમધામ થઈ રહી હતી એવી જ ધૂમધામ અજયના ઘરે પણ થઈ રહી હતી. લગ્નનો ઉત્સાહ બંને ઘરે ખુબ હતો. કારણકે બંનેના ઘરમાં આ પ્રથમ જ સંતાનના લગ્નનો પ્રસંગ હતો.

પ્રીતિ રાત્રીના જમણવાર માટે હોટેલ ગઈ હતી. બધા જ પરિવારના લોકોની વાતો અને મસ્તીથી આખું હોટેલનું વાતાવરણ પણ ખુબ મોજીલું થઈ ગયું હતું. બીજે દિવસે મંડપમૂહર્ત અને ગણેશપૂજા તથા પીઠીની વિધિ ખુબ જ સરસરીતે પતાવી હતી. રાત્રીના દાંડિયારાસમાં પ્રીતિ ખુબ મોજથી મન ભરીને રમી હતી. સૌમ્યાએ પ્રીતિ અને પોતાના મમ્મીપપ્પાને એમ ચાર જણા ભેગા મળીને સુંદર ફુદરડી ફરી રહ્યા હતા. ધીરે ધીરે પરિવારના દરેક સભ્યો આ વર્તુળમાં જોડાઈને રમવામાં સહભાગી થઈ રહ્યા હતા. હોટલના લોકો પણ આ લોકોનો ઉત્સાહ જોઈને ખુબ આનંદ માણી રહ્યા હતા.

આ તરફ અજયના ઘરે પણ ગરબાની મોજ બધાએ લીધી હતી. સવારે વહેલી જાન પ્રસ્થાન કરવાની હોવાથી રાસગરબા બે ક્લાક્માટે જ રાખીને એને વિરામ આપ્યો હતો.

આજનો સૂર્યોદય પ્રીતિ અને અજયના જીવનમાં નવી ખુશીઓની કિરણો લઈને આવી ચુક્યો હતો. પ્રીતિ અને અજય બંને તૈયાર થઈ ચુક્યા હતા. એક પછી એક વિધિઓ ચાલી રહી હતી. જેમ જેમ વિધિઓ પુરી થઈ રહી હતી એમ એમ પ્રીતિના ધબકાર તેજ થઈ રહ્યા હતા. ગજબની આ ઘડી સ્ત્રીઓના જીવનમાં આવે છે, પોતાના જીવનસાથી સંગ રહેવાનો ઉમળકો અને હંમેશ માટે પિયરમાંથી મળતી વિદાય આ બેવડી લાગણીનો અહેસાસ દરેક સ્ત્રીને નબળો પાડી જ દે છે.

હસ્તમેળાપની વિધિ વખતે જયારે ગોરમહારાજ પ્રીતિનો હાથ અજયના હાથ પર મુકવાનું પરેશભાઈ અને કુંદનબેનને કહે છે, ત્યારે પરેશભાઈને થોડો મનપર ભાર લાગે છે. જીવ જેમ સાચવેલ દીકરીને અજયના હાથમાં સોંપતા એમનું મન સેજ પ્રીતિવિનાનું જીવન સ્વીકારતા અચકાય છે. પણ આતો સંસારનો નિયમ છે. દીકરીને એના મૂળ ઘરે વળાવી કન્યાદાન કરવું એ એના જીવનનો એક ભાગ જ છે. પરેશભાઈ મનની લાગણીઓ ને મનમાં જ સમેટી સહર્ષ પ્રીતિનો હાથ અજયના હાથ પર મૂકે છે. આજથી બધાજ મોટાભાગના હક એ અજયને જાણે સોંપી દીધા જેવું શુન્યાવકાસ એમના મનમાં ઉત્પાત મચાવવા લાગ્યું હતું. ગોરમહારાજ ખુબ સુંદર રીતે બધી જ વિધિઓ અને એનું મહત્વ સમજાવતા જતા હતા. એકએક ઉચ્ચાર અને એમનો અર્થ ખુબ સ્પષ્ટરીતે બોલી રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત બધા જ લોકો એટલું સારી રીતે ચોખ્ખું સાંભળી શકતા હતા કે, એમને પણ વાતો કરવાનું મન થતું નહોતું. બધા વિધિના મંત્રોચ્ચાર માં લિન થઈ ગયા હતા.

મહારાજે હવે નવવધુને ફેરા ફેરવતા પહેલા સપ્તપદીના વચનો બધાને સમજાવ્યા હતા. એ વચનો સમજવાનો એમનો હેતુ એવો હતો કે, વરવધુ આ વચનો ધ્યાનથી સાંભળે કે જેથી વ્યાકુળ સમયે આ વચનો એમના જીવનને અનુકૂળ બનાવવા કામ લાગે.

પહેલુ વચન. આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે કોઈ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.

બીજુ વચન. બીજા વચનમાં વધુ વરને કહે છે કે તે તેના માતાપિતાનું પણ પોતાના માતાપિતા જેટલું જ સન્માન કરે.

ત્રીજુ વચન. આ વચનમાં કન્યા કહે છે કે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.

ચોથુ વચન. ચોથા વચનમાં કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરીયાતોને વર પર મુકે છે.

પાચમુ વચન. આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્નીનો મત લેશે.

છઠ્ઠુ વચન. આ વચનમાં કન્યા વરને કહે છે કે તે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે. આ ઉપરાંત તે વ્યસન અને બદીઓથી પણ દૂર રહેશે.

સાતમુ વચન. છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન સમજશે. પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે.

મહારાજે વચનો સરળરીતે સમજાવી અને એક પછી એક ફેરા નવદંપતીને ફરાવ્યા હતા. ફેરા ફરતી વખતે નવદંપતી પર ફૂલની પાંખડીઓ છાંટીને એમને ઉપસ્થિત લોકો વધામણાં આપી રહ્યા હતા. ફેરાના છેલ્લી વખતના સમયે જયારે ફેરો ફરી લીધો હોય ત્યારે પ્રીતિ પહેલા બેસી જાય છે આથી કન્યા પક્ષના લોકો ખુબ ખુશ થઈ જાય છે. તાળીઓના ગગડાટથી હોલ ગુંજી ઉઠે છે.

મહારાજ અજયને પ્રીતિના ગળામાં મંગળસૂત્ર અને માથામાં સિંદૂર પુરવાનું કહે છે. અને બંને નવદંપતિને આર્શીવચન આપે છે. તથા બધા જ વડીલોને આર્શીવાદ આપવા સ્ટેજ પર બોલાવે છે. પરેશભાઈ આ ક્ષણને યાદગાર બનાવવા દીકરીને એક સુંદર ગીત ગાઇને પોતાની લાગણી રજુ કરે છે. 'બાબુલકી દુવાએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે...' ખુબ લાગણીસભર અવાજમાં પરેશભાઈએ ગીત ગયું હતું. ઉપસ્થિત દરેકની આંખ આ માહોલમાં ભીની થઈ ગઈ હતી. પ્રીતિ અત્યારસુધી કઠણ કલેજે હતી, પણ આ શબ્દો એના દિલને પણ સ્પર્શીને આંખને સેજ ભીની કરી જ ગયા હતા. અત્યારસુધી આનંદમાં રહેલું માહોલ અચાનક ગમગીન થઈ ગયું. લાગણીનો સ્પર્શ એવો જ છે એ ક્યારે કેમ હાસ્ય અને દર્દને આવકારી લે એ સમજવું જ મુશ્કેલ છે. થોડા સમય પહેલા દરેકના ચહેરે છલકતું હાસ્ય અચાનક બધાની આંખમાં આંસુની ઝલક અર્પી રહ્યું હતું. કન્યા પક્ષ જ નહીં વરપક્ષમાં પણ બધા લાગણીશીલ બની ગયા હતા.

કેવી હશે પ્રીતિની વિદાય?
કેવો રહેશે પ્રથમ સાસરીનો દિવસ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻