Bhagya na Khel - 10 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 10

Featured Books
Categories
Share

ભાગ્ય ના ખેલ - 10

મનુભાઈ અને જસુબેન દીકરા નરેન સાથે રાજકોટ જંકશન ઉતરે છે અને ચાલીને જસુબેન ના ભાઈ ના ઘરે જવા નીકળે છે ભાઈ નુ 🏠ઘર રેલવે સ્ટેશન થી નજીક હોય રીક્ષા કરવા ની જરૂર ન હોય ચાલી🏃 ને ભાઈ ના ઘરે જાય છે ઘરે પહોંચી ચા પાણી નાસ્તો કરવા બેસે છે અને જસુબેન તેમની આપવીતી ભાઈ ને કહે છે અને રોઈ પડે છે અત્યાર સુધી મા જસુબેન ના ભાઈ એ ખૂબ જ જવાબદારી નીભાવી હોય છે જેમ કે પોતાના લગ્ન કરવા નાના બે ભાઈઓ ના લગ્ન કરવા તથા ત્રણેય બહેનો ના લગ્ન પણ તેઓ એજ કરાવેલ હોય છે અને હજી પણ ગામડે બા બાપુજી ની જવાબદારી તો ખરીજ નાના ભાઈઓ તથા બહેનો ના લગ્ન તેમણે કરાવ્યા નો સંતોષ તથા આનંદ હોય છે કે ચલો ભાઈ બહેન ની જવાબદારી તો પુણૅ થઈ
હવે હું મારા દીકરા દીકરી મા વધારે ધ્યાન આપી સકીસ પણ ત્યાં તો વળી જસુબેન સાથે તેમના જેઠ જેઠાણી એ દગો કરતાં પાછી જસુબેન ની જવાબદારી આવી પડી પણ માની જણી બેન હોય કાઈક કરવું પડે કારણ કે બેન ને રજળતા તો નજ છોડાય એટલી દયા તો ભાઈ મા હોય ને અને તેમના મા દયા હતી જ હાલ તેમને નોકરી પર જવાનું હોય જસુબેન ને કહે છે કે હમણાં તમો અહીયાં રોકાવ પછી વિચારી શું અને કંઈક ગોઠવણી
કરશુ જસુબેન ના ભાભી પણ સારા હોય અને ભાઈ ને નોકરી હોય રોટલા પાણી મા કાઈ વાંધો ન હતો પણ આ કાઈ કાયમ ઈલાજ તો ન હતો પણ ભાઈ ના ઘરે રોકાવા સીવાઈ કોઈ રસ્તો પણ ન હતો જસુબેન વિચારતા હતા કે ભાઈ ના ઘરે કેટલા દિવસ રોકાવું
કાઈક રસ્તો નીકળે તો સારું કારણ કે ભાઈ અત્યાર સુધી ઘણીબધી જવાબદારી નિભાવી હોય છે હવે ભાઈ ને કેટલી તકલીફ આપવાની તેમને પણ પોતાની લાઈફ હોય ને હે ભગવાન કોઈ ને કોઈ રસ્તો બતાવજે પ્રભુ જેથી કરીને મારે ભાઈ ઉપર બોજો બની ને ન રહેવું પડે હવે ભાઈ ના છોકરા ઓ પણ મોટા થતાં હોય ભાઈ ને પણ જવાબદારી વધતી જતી હોય છે અને ઉપરથી ભાઈ ને મારી જવાબદારી આવી પડી જોકે ભાઈ તથા ભાભી બનેં સારા હોય વાંધો ન હતો પણ કાયમ તો કોઈને ન પાલવે
જો મુંબઈ વાળ એ પોતાના ગામ જવાની ના ન કહી હોત તો ત્યાં જતાં રહેત પણ ત્યાં જવાની મુંબઈ વાળા ની મનાઈ હોય જાઉ પણ કેમ કારણ કે પ્રભાવતી ની નજર ગામડે રહેવાની હતી ઈ જસુબેન જાણતા હતા પ્રભાવતી એક ખતરનાક બાઈ હતી તે કાંઈ પણ કરી શકે તેમ હતી ગામડે બા બાપુજી પણ એકલા હતા તેમની પણ ચિંતા મનુભાઈ ને હતી પણ શું કરવું ત્યા જવાય તેમ ન હતુ અને હજી પોતાના રહેવા ના ઠેકાણા ન હતા પોતાનુ કાંઈક ગોઠવાય જાયે તેની ઉપાદી હતી જોઈએ હવે શું થાય છે
આ બાજુ ગામડે બાપુજી ને જાણ થતાં બાપુજી નો ફોન આવેછે અને મનુભાઈ સાથે બાપુજી વાત કરે છે ત્યારે મનુભાઈ બાપુજી ને બધી વાત કરે છે ત્યારે બાપુજી પણ રોઈ પડે છે અને કહે છે કે તુ દેવલખી ( ગામડે) આવી જા પણ મનુભાઈ કહે છે કે
ભાભી એ ના પાડી હોય હું દેવલખી ન આવી સકુ કારણ પ્રભાવતી કેટલી ખતરનાક છે ઈ મને ખબર છે ઈ ત્યાં પણ મને હેરાન કરી મુકે એટલે બાપુજી માફ કરો હું આવી નથી સકતો અને મારા કાઈ ઠેકાણા ન હોય હું તમને પણ મારી પાસે આવવા નૂ નથી કહી સકતો.
બાપુજી કહે છે કે મારી ચિંતા ન કરીસ મારૂ થઈ રહેશે પણ તારૂ અને વહુ દીકરા નુ ધ્યાન રાખજે સારૂ હવે ફોન મુકુ છું હવે ભાગ્ય મનુભાઈ તથા જસુબેન સાથે કેવા કેવા ખેલ ખેલે છે ઈ આપણે આગળ ના એપિસોડ મા જોઈ શું