🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ -૪૬
અચાનક જ રૂદ્ર એ જ્યારે આ ચેપ્ટર પૂરું કર્યુ કે તેને ઘરેથી ફોન આવ્યો કે તેના પિતાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ છે. રૂદ્ર ફટાફટ ગાંધીનગરની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી બહાર નીકળીને તેના રૂમ પર ગયો સમાન પેક કરીને સીધો જ તે તેના ઘરે જવા રવાના થયો.
રૂદ્ર નું ઘર જામનગર જિલ્લા ના એક અંતરીયાળ ગામ માં હતું. ઘરે ગયા પછી તેને ખબર પડી કે તેના માતા બીમાર છે. માતા ના બીમારી જોઈને રૂદ્ર ને ખુબ જ દુઃખ થયું. આમ તો તેના પરિવાર માં એક માતા અને એક નાનો ભાઈ જ હતો. બાકી તેના પિતા તો તે જ્યારે નાનો હતો ત્યારે જ તેમનું નિધન થયું હતું. રૂદ્ર તેની માતા ને લઈને હોસ્પિટલ ગયો અને ત્યાં ડોક્ટરે જણાવ્યું કે તેની માતા ને બે દિવસ માટે હોસ્પિટલ માં જ એડમિટ કરવા પડશે. રૂદ્ર ની આર્થિક હાલત તો સાવ કફોડી હતી. તેના ઘર નું ગુજરાન જ તેની નાની એવી જમીન અને બે ત્રણ ગાયો થી થતું હતું. ગાંધીનગર માં તેની બધી જ રેહવાની અને જમવાની, અભ્યાસની વ્યવસ્થા માટે તે રાત્રે સિનેમા હોલ માં નોકરી જતો હતો.
રૂદ્ર એ જેમતેમ કરીને ગામમાં રહેલ સબંધીઓ પાસે હાથ ફેલાવ્યો પણ તેને ઘણી જગ્યાએ નિરાશા જ મળી અને અંતે ગામના એક સજ્જન સબંધીએ તેની મદદ કરી. આમ રૂદ્ર તેની માતા ની સાથે જ બે દિવસ હોસ્પિટલ માં રહ્યો.
બે દિવસ પછી તેમની માતા ને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી અને તે તેની માતા ને લઈને ઘરે આવ્યો.
તે દિવસ રાત્રે રૂદ્રને ઊંઘ જ ન આવી તે તેના ભવિષ્યની ચિંતા માં ખોવાયેલ હતો. તેને એવુ લાગ્યું કે હવે મોટા અધિકારી બનતા પહેલા તેને કોઈક નાની સરકારી નોકરી લઈ લેવી જોઈએ. અને જેથી તેના ઘરની આર્થિક સમસ્યાઓ તો દૂર થઈ જશે. પછી તે શાંતિ થી મોટા અધિકારી બનવાની આ હરોળ માં ઉભો રહી શકશે. તેને નક્કી કર્યુ કે હવે તે કલાર્ક કે તેને સમકક્ષ કોઈક નોકરી માં ફોર્મ ભરી ને તેના માટે તૈયારી કરીને તે ઝડપથી તેમાં લાગી જાય ત્યારબાદ તે gpsc કે upsc જેવી પરીક્ષાઓ ની તૈયારી શરૂ કરે.
વિચારોમાં ખોવાયેલ રૂદ્ર ને ક્યારે નિંદર આવી ગઈ ખબર જ ન પડી. થોડા સમય ઘરે રોકાયા બાદ હવે રૂદ્ર ગાંધીનગર જવા રવાના થયો. અને આ વખતે તેને પહેલું લક્ષ્ય બનાવ્યું હતું કે ઝડપથી જ કોઈક નાની એવી સરકારી નોકરી મેળવવી અને પછી gpsc કે upsc ની તૈયારી માં લાગી જાઉં. તે બસ દ્વારા જ્યારે ગાંધીનગર જઈ રહ્યો હતો ત્યાએ તેને તેની ડાયરી કાઢી અને તેમાં લખ્યું -
"હારથી ગભરાવું નહિ અને દુઃખથી ડરવું નહિ
કારણ કે તડકા પછી છાયો જરૂર આવે છે,
મુશ્કેલીના એ દિવસો જતા રહેશે
આજે તમને જોઈને જે લોકો તમારા પર હસે છે
એવો સમય પણ આવશે એ લોકો તમને જોતા રહી જશે."
ગાંધીનગર આવ્યા ને દસેક દિવસો થઈ ગયા હતા તે ગુજરાત સરકાર ની ભરતી ની રાહ જોઈ રહ્યો હતો. અને આખરે ગુજરાત સરકારે વર્ગ - ૩ ની એ ભરતી ની જાહેરાત કરી.
to be continue....
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"
to be continue....
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"
to be continue....
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"
to be continue....
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"
to be continue....
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"