આપણે આગળ જોયું કે મનુભાઈ અને જસુબેન પ્રફુલ્લ ના ઘરે જવા નો નિણૅય કરે છે જોવો તો ખરા ભાગ્ય કેવાં કેવાં ખેલ ખેલે છે આ લોકો સાથે હજી કેવા ખેલ ખેલ છે ઈતો આગળ જોવું રહ્યું
આજ આપણી કહાની નુ ટાઈટલ છે ભાગ્ય ના ખેલ
હવે જસુબેન અને મનુભાઈ રાત્રે ત્રણ વાગ્યા ની આસપાસ
પ્રફુલ્લ ના ઘરે પહોંચે છે અને ડોર બેલ વગાડે છે ને પ્રફુલ્લ ઘરનો
દરવાજો ખોલે છે ને ઠંડો ઠંડો આવકાર આપેછે કારણ કે અહીં પ્રભાવતી નો ફોન આવી ગયો હોય છે પ્રફુલ્લ કહે છે કે અત્યારે સુઈ જાવ સવારે વાત કરસુ પછી મનુભાઈ અને જસુબેન સુઈ જાય છે પણ નીંદર કેમ કરી ને આવે માંડ માંડ સવાર પડે છે અને બધા નાઈ ધોઈ ને ચા પાણી નાસ્તો કરે છે પછી પ્રફુલ્લ ભાઈ ના પત્ની અનુરાધા બેન કહે છે ચલો આપણે મંદિર જઈ આવીએ કાલે રાત્રે લક્ષ્મી દાસ ના ઘરે માથાકુટ થઈ એ બાબત ની ચચાૅ કાઈ
કરતાં નથી એ વાત જસુબેન ના મનમાં ખટકે છે પણ મંદીર જવા ની વાત હોય ભગવાન ના દ્વારે જવવાની વાત હોય ઈનકાર તો ન કરાય એટલે જસુબેન મંદિર જવા માટે તૈયાર થાય છે જસુબેન વીચારે છે કે મંદિરે થી આવીને કાલ વાળી વાત અને હવે શું કરવું તેની ચર્ચા કરી શું પેલા મંદિર તો જઈ આવીએ કદાચ ભગવાન કાંઈક મહેરબાની કરી નાખે પણ જસુબેન ને કયાં ખબર હતી કે હવે તમે પાછા અહીયાં આવી સકવાના નથી.
જસુબેન મનુભાઈ અને દીકરો નરેન તથા પ્રફુલ્લ ભાઈ અને અનુરાધા પાંચેય જણા મંદિર જવા નીકળે છે મંદિર🕌 માં દશૅન કરી ને આ લોકો ને રેલવે સ્ટેશન લાવવામાં આવે છે અને રાજકોટ ની ટીકીટ હાથમાં પકડાવી દે છે અને કહે છે કે ટ્રેન🚂🚋🚃🚋🚃🚋🚃 મા બેસી નીકળી જાવ તમારા માટે અહીયાં કોઈ જગ્યા નથી તમને પ્રભાવતીએ અમારા ઘરે રહેવાની પણ ના પાડી છે એટલે તમે લોકો અહીયાં થી ચાલ્યાં જાવ અને આપણા ગામમાં પણ ન જતા કારણ કે આપણા ગામનુ મકાન તથા દુકાનો પણ પ્રભાવતીએ બાપુજી પાસે લખાવી લીધું છે આમ વાત થતાં જસુબેન અને મનુભાઈ બંને જણા સાવ હીંમત હારી જાય છે અને પ્રફુલ્લ તથા અનુરાધા બંને જણા નીકળી જાય છે ટ્રેન આવે ત્યાં સુધી પણ રોકાતા નથી કેટલા નિદૅય માણસો કહવાય આવા ભાઈઓ ભગવાન કોઈ ને ન આપે.
પ્રફુલ્લ અને અનુરાધા બંને જણા નીકળી જતા મનુભાઈ અને જસુબેન એકલા પડે છે અને આંખમાંથી આંસુઓ નીકળી જાય છે પણ અહીં કોઈ તેમના આંસુ લૂછનાર કોઈ હોતુ નથી મનુભાઈ ના ખીચા મા અત્યારે રાજકોટ ની ટીકીટ અને પાંત્રીસ રૂપિયા રોકડા જ તેમની પાસે હતા હવે કરવું છું બંને જણા રેલવે સ્ટેશન પર બેઠા બેઠા આંસુ પાડતાં રોવે છે પણ તેમને છાના રાખવા વાળુ તો કોઈ પણ હતુ નહિ થોડી વાર રડી રડીને બંને જણા શાંત થઈ અને જસુબેન કહે છે કે ચલો આપણી પાસે રાજકોટ ની ટીકીટ તો છે રાજકોટ મારા ભાઈ ના ઘરે જઈએ ત્યા જઈને ભાઈ ને કહે શું ભાઈ કાંઈક રસ્તો કાઢછે હવે મુંબઈ મા તો આપણે રહી નઈ સકીએ કારણ કે મુંબઈ માં તો આપણને કોઈ ઓળખતું પણ નથી તો જવું કયા હવે બંને જણા રાજકોટ ભાઈ ના ઘરે જવાના નિણર્ય પર આવે છે અને ટ્રેન🚂🚋🚃🚋🚃🚋🚃 ની રાહ જુએ છે અને સમય થતાં ટ્રેન🚂🚋🚃🚋🚃🚋🚃 આવે છે અને જસુબેન મનુભાઈ અને દીકરો નરેન ટ્રેન મા બેસે છે સમયે થતાં ટ્રેન ઉપડે છે આંખો મા આંસુ સાથે જસુબેન અને મનુભાઈ મુંબઈ ને અલવિદા કહે છે જોયું ને દોસ્તો ભાગ્ય કેવાં ખેલ ખેલી રહયું છે આ બંને જણા સાથે અને હજી પણ આગળ જતાં પણ ભાગ્ય કેવા કેવા ખેલ ખેલશે તે આપણે નવા એપિસોડ મા જોઈશું