TANE JOYA PACHHI in Gujarati Poems by Abhishek Joshi books and stories PDF | તને જોયા પછી

Featured Books
Categories
Share

તને જોયા પછી

આંખો માં એક  સવાલ  હતો  ,

તને  જોયા  પછી ...(૧)

દિલ  માં  એક  બવાલ હતો ,

તને  જોયા  પછી ...(૨)

વર્ષો  ની  શોધ  નો  વિરામ  હતો ,

તને  જોયા  પછી  ...(૩)

મન  માં  એક  ઉજાસ  હતો  ,

તને  જોયા પછી  ...(૪)

એક  અલગ  જ  અંદાજ  હતો  ,

તને  જોયા  પછી  ...(૫)

મળ્યો  દરેક  સવાલ  નો  જવાબ  હતો ,

તને  જોયા  પછી ...(૬)

અન કહ્યો  અહેસાસ  હતો ,

તને  જોયા  પછી ...(૭)

જાણે  કલ્પનાઓ નો  ઉછાળ હતો ,

તને  જોયા  પછી  ...(૮)

પૂજા  નું  એક  પ્રમાણ  હતું  ,

તને  જોયા  પછી ...(૯)

માયા  કેરું  એંધાણ  હતું ,

તને  જોયા  પછી  ...(૧૦)

સ્ફૂર્યા  અનેક  વિચાર  હતા ,

તને  જોયા  પછી ...(૧૧)

પ્રેમ  નું  એક  વહેણ  હતું  ,

તને  જોયા  પછી ...(૧૨)

તારા  જ  નામ  નું  કહેણ  હતું  ,

તને  જોયા  પછી  ...(૧૩)

ડૂબકી  નૌકા  ને  સહારો  હતો ,

તને  જોયા  પછી  ...(૧૪)

લાગણીઓ ને   મળ્યો  કિનારો  હતો  ,

તને  જોયા  પછી  ...(૧૫)

મારી  ખુશીઓ  ને  કારણ  હતું  ,

તને જોયા  પછી  ....(૧૬)

અનંત  ની  વાતો  ને  મળ્યું  નજરાણું  હતું  ,

તને  જોયા  પછી  ...(૧૭)

જડ્યું  તને  મળવા  નું  રોજ  બહાનું  હતું  ,

તને  જોયા  પછી  ....(૧૮)

ખાલી  હૃદય  માં  પગરવ  હતો  ,

તને  જોયા  પછી  ...(૧૯)

સુમસાન  દિલ મા  ઘોઘાટ  હતો  ,

તને  જોયા  પછી ...(૨૦)

રેગિસ્તાન  જીવન  મા  પણ  હર્ષોલ્લાસ  હતો  ,

તને  જોયા  પછી ...(૨૧)

નવી  જીંદગી  નો  પ્રારંભ  હતો  ,

તને  જોયા  પછી  ....(૨૨)

રેશમી  જુલ્ફો  નો  આલમ  હતો  ,

તને  જોયા  પછી ...(૨૩)

સૂકી  ડાળી  એ  ફૂલો  નો  મહેકાવ  હતો  ,

તને  જોયા  પછી ...(૨૪)

અલગ  જ  વિચારો  નો  બહેકાવ  હતો  ,

તને  જોયા  પછી ...(૨૫)

મુખ  પર  એક  મલકાટ  હતો  ,

તને  જોયા  પછી ....(૨૬)

યાદો નો  પણ  એક  ચળકાટ હતો ,

તને  જોયા  પછી  ...(૨૭)

મહેફીલો  મા  પણ  એક  તરખરાટ  હતો  ,

તને  જોયા  પછી  ...(૨૮)

 હાલ  બેહાલ  હતા  ,

તને  જોયા  પછી  ...(૨૯)

પાનખર  મા  પણ  વશંત નું  આગમન  થયું  હતું  ,

તને  જોયા  પછી  ...(૩૦)

મન  મા  એક  હાશકારો  હતો  ,

તને  જોયા  પછી ...(૩૧)

લાગ્યું  કે  એ  વ્યક્તિ  મારી  જ  હતી  ,

તને  જોયા  પછી  ...(૩૨)

ખુલ્લી  દિલ ની  બારી  હતી  ,

તને  જોયા  પછી  ...(૩૩)

પીધી  પ્રેમ ની  પ્યાલી  હતી  ,

તને  જોયા  પછી  ...(૩૪)

અધુરી  એક  કહાની  હતી  ,

તને  જોયા  પછી  ....(૩૫)

મળી  કહાની  ની  પૂર્ણતા  હતી  ,

તને  જોયા  પછી ...(૩૬)

વિશેષ  કરીને  એ  મારી  હતી  ,

એવું  લાગ્યું  હવે  તને  જોયા  પછી ...(૩૭)

હૈયે  એક  કટારી  હતી  ,

તને  જોયા  પછી  ...(૩૮)

આંખો  મા  પ્યારા  સમણાં  હતા  ,

તને  જોયા  પછી  ...(૩૯)

તમને  મળ્યા  પછી  એ  બમણા  હતા  ,

તને  જોયા  પછી  ...(૪૦)

ખુલ્યાં  કિસ્મત  ના  બારણા  હતા ,

તને  જોયા  પછી  ... (૪૧)

મળ્યા  પ્રેમ ના  ઝરણાં  હતા ,

તને  જોયા  પછી  ....(૪૨)

ભૂખ  અને  તરસ  ને  વિરામ  હતા  ,

તને  જોયા  પછી ...(૪૩)

શબ્દો  ને  પણ  અલગ  અવતાર  હતા  ,

તને  જોયા  પછી  ...(૪૪)

સોનેરી  સવાર  પહેલ  હતી  ,

તને  જોયા  પછી  ...(૪૫)

શીતળતા  ભરી  એક સાંજ  હતી  ,

તને  જોયા  પછી  ...(૪૬)

મારી  ગઝલ  ની  સરુઆત  હતી ,  

તને  જોયા  પછી  ...(૪૭)

લખી  રાખેલી  અનેક  યાદ  હતી  ,

તને  જોયા  પછી  ...(૪૮)

ભૂલી ચુક્યો  હતો  દરેક  વસ્તુ  જે  થઇ  હતી ,

તને  જોયા  પછી ...(૪૯)

ફરી  આજે  જખ્મો થઇ  ગયા  અનંત ને  તાજા  ,

તને  જોયા  પછી ....(૫૦)

 

અનંત  જોષી  (અભિષેક  જોષી )